Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંસ્કૃતિક નગરી વડોદરાનો કલાવારસો : કેટલીક સચિત્ર હસ્તપ્રતો ડૉ. ઉષા બ્રહ્મચારી* મહારાજા સયાજીરાવ ત્રીજાએ ૧૮૯૩માં જેનો સંકલ્પ કર્યો તે પ્રાચ્યવિદ્યામંદિર ભારતભરની પ્રાચ્યવિદ્યાના સંશોધન ક્ષેત્રે કાર્ય કરતી સૌથી પ્રાચીન અને જગવિખ્યાત સંસ્થાઓમાંથી એક છે. પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ, એની જાળવણી અને એના વિશે સંશોધનકાર્ય કરી અપ્રકાશિત દુર્લભગ્રંથોનું પ્રકાશન કરવાના ઉદાત્તહેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જેમાં વિવિધ પ્રકારની હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે. કુલ ૨૮૦૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ વિષયો તેમજ વિવિધ ભાષા અને લિપિમાં આ હસ્તપ્રતો લખાયેલી છે. તેમાં કુલ ૧૩૮ સચિત્ર હસ્તપ્રતો વૈવિધ્યપૂર્ણ છે, જેમકે વીંટાના સ્વરૂપે (Scroll) જળવાયેલ પાંચ સચિત્ર હસ્તપ્રતો જે મહારાણી ચીમનાબાઈ સાહેબ તરફથી આ સંસ્થાને ભેટ આપવામાં આવેલી. એમાં વિજ્ઞપ્તિપત્ર, ઉવેશગચ્છ વંશાવળી, સંપૂર્ણ મહાભારત, ભાગવત, ભગવદ્ગીતા અને હરિવંશ સમાવિષ્ટ છે. સુવર્ણાક્ષરે, સૂક્ષ્મલેખનની નાજુકાઈ અને ચિત્રોની સમૃદ્ધિને કારણે આ વીંટાવાળી હસ્તપ્રતો સાહિત્ય અને કલાસર્જનના અદ્વિતીય નમૂનારૂપ છે. તદુપરાંત પૌરાણિક ભૂગોળ, જયોતિષ અને વાસ્તુશાસ્ત્રના ચિત્રપટો, દશાવતારના સચિત્ર ગંજીફાઓનો ૧૧૯ પાનાનો સેટ, સાપ-સીડીની રમત, કાગળના માવામાંથી બનાવેલ લાકડાની સચિત્ર પેટીઓ જે હસ્તપ્રત જાળવવા માટે તેમજ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે રાખવામાં આવતી. સૌ પ્રથમ પ્રાચ્યવિદ્યામંદિરમાં જળવાયેલ સચિત્ર વીંટાઓ વિષે વાત કરીશું. વિજ્ઞપ્તિપત્રનો વીંટો નં. ૭પ૭૨ માપ : ૮૮૭.૫ x ૨૪.૫ સે.મી. કાગળના વીંટામાં લખાયેલ સચિત્ર જૈન વિનંતીપત્ર જેમાં બનારસના શ્રી જિનમુક્તિસૂરિને જેસલમેરની જૈનસંસ્થા તરફથી ચોમાસા દરમિયાન રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. લાંબા રંગબેરંગી સચિત્રપટમાં બંને બાજુના હાંસિયામાં કેસરી રંગમાં વાદળી અને સફેદ રંગની ઝીણી ડિઝાઈન કરી છે. વચ્ચેનાં કથ્થઈ રંગના પટ્ટામાં જેસલમેરનો રાજમાર્ગ દર્શાવ્યો છે. જેમાં નગરજનોની અવરજવર જણાય છે. સ્ત્રીઓએ લાલ-લીલી સાડીઓ પહેરી છે અને પુરુષોએ સફેદ ધોતી-ઝભ્ભો અને ખભે લાલ ખેસ નાખેલો છે. રાજમાર્ગની બંને બાજુ ઉપર વિવિધ વ્યવસાયની દુકાનો જણાય છે. જેમાં રંગરેજ, લુહાર, ધોબી, કાછિયા વગેરે છે. પટ્ટની શરૂઆતમાં મહારાજા સાહેબની સવારીનું આગમન થતું લાગે છે. જેમાં શણગારેલાં પાંચ હાથીની અંબાડીને કેસરી રંગથી સજાવી છે. હાથી પછી ઘોડાની સવારી તેમજ બળદગાડું પણ તેમાં જોડાયું છે. સૈનિકોએ કેસરી, વાદળી અને સફેદ રંગનો ગણવેશ પહેર્યો છે. જૈન સાધુ-સાધ્વીના સંઘનું આગમન જણાય છે. એવું અનુમાન કરી શકાય કે બનારસના મહારાજા સાહેબે આમંત્રણ સ્વીકારી જે જેસલમેરના પ્રવેશદ્વાર સુધી આગમન કર્યું છે. મુખ્ય પ્રવેશદ્વારથી આખા નગરની રચનાનું ખૂબ સુંદર ચિત્રણ કર્યું છે. સમય-વિ.સં. ૧૯૧૬ ઈ.સ. ૧૮૫૯. * પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા સાંસ્કૃતિકનગરી વડોદરાનો કલાવારસો : કેટલીક સચિત્ર હસ્તપ્રતો ૧૦૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125