Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભારતનો સચિત્ર વીંટો નં. ૭પ૭૩
માપ : ૨ ૨૮' x ૫' ૫'' મહાભારતનો સચિત્ર વીંટો એ સૂક્ષ્માક્ષરનો અજોડ-બેનમૂન નમૂનો છે. આમાં એક લાખ શ્લોકો વચ્ચે કાળી શાહીથી બારીક અક્ષરે સીધી લીટીમાં કોઈ પણ છેકછાક વગર લખવામાં આવ્યા છે. કાળી શાહીનો ઉપયોગ કર્યો છે. વીંટાની બંને બાજુના હાંસિયાવાળી જગ્યામાં સોનેરી રંગની શાહી પૂરી તેમાં સફેદ અને કેસરી રંગનાં ફૂલ અને વેલ દોર્યા છે. આદિથી અંત સુધી લખાણ અને ચિત્રમાં એકસૂત્રતા જળવાઈ છે. ભાગવતપુરાણ વીંટો નં. ૭૫૭૪
માપ : ૮૪' x ૫.૮” કાળા રંગના પટ્ટા ઉપર સોનેરી શાહીથી સૂક્ષ્માક્ષરે લખવામાં આવ્યું છે. જે નરી આંખે નહીં પણ મેગ્નીફાઇંગ કાચની મદદથી જ વાંચી શકાય તેમ છે. બંને બાજુના હાંસિયામાં સોનેરીશાહી પૂરી છે. તેમાં ઝીણા ઝીણા કેસરી અને જાંબલી રંગનાં ફૂલોવાળી વેલ ઉતારી છે. વચ્ચેની જગ્યામાં ગુરુ બે શિષ્યોને ઉપદેશ આપતા હોય એવું ચિત્ર દોર્યું છે. ભગવદ્ગીતા વીંટો નં. ૭૫૭૭
માપ : ૧૦'.” x ૧” કાળા પટ્ટા ઉપર સોનેરી અક્ષરો મલ્યા હોય તેવું લાગે છે. ખૂબ સૂક્ષ્મ અક્ષરે ગીતાના શ્લોકો લખ્યા છે. બંને બાજુના હાંસિયામાં સોનેરી રંગમાં કેસરી ફૂલવાળી વેલો દોરી છે. આ ત્રણેય વીંટાઓ મહારાજાના સંગ્રહમાંથી પ્રાપ્ત થયા છે. આર્યગંડલૂહ મહાયાનસૂત્ર નં. ૧૩૨૦૮
માપ : ૫૦ x ૧૩ સે.મી. નેવારીલિપિમાં લખાયેલ બૌદ્ધતંત્રની આ સચિત્ર હસ્તપ્રત તાડપત્રની છે. તેની ઉપર લાકડાનું સચિત્ર લાંબું કવર છે. તેના લીલા રંગ ઉપર પીળા રંગના ફૂલોવાળી વેલ છે. વચ્ચેનો ભાગ ઝાંખો થઈ ગયો છે.
તાડપત્રની હસ્તપ્રતના પાનના મધ્યભાગમાં લીલા રંગમાં ભગવાન બુદ્ધને શિષ્યો સહિત દર્શાવ્યા આ પ્રત ચૂલાક્ષરી હસ્તપ્રતનો નમૂનો છે. શિષ્યોએ લાલ વસ્ત્રો પહેર્યા છે. અક્ષરો મોટા, વાંચી શકાય તેવા છે. ભગવાન બુદ્ધનાં જુદી જુદી મુદ્રામાં ચિત્રો દોરેલાં છે. બર્મીઝ હસ્તપ્રત નં. ૭૫૭૮
માપ : ૫૧.૫ x ૮ સે.મી. તાડપત્રને ઘેરા લાલ રંગના લાખથી રંગીને તેની ઉપર ખૂબ જ મોટા સોનેરી અક્ષરે લખાણ લખ્યું છે. જેને સુવર્ણસ્થળાક્ષરી કહેવાય છે. એક તાડપત્ર ઉપર માત્ર પાંચ લીટી લખી છે. બંને બાજુ સોનેરી શાહીથી લખાણ કરવામાં આવ્યું છે. બંને બાજુ હાંસિયા રાખ્યા છે. તેમાં સોનેરી રંગ પૂર્યો છે. દેવ-દેવીઓના ચિત્રો નં. ૨૦૭૧૫
માપ : ૨૮ X ૩ સે.મી. તાડપત્રની આ નાની હસ્તપ્રત ઉડિયાલિપિમાં લખાઈ છે. શાહીનો રંગ કાળો છે. જેમાં નૃત્ય કરતાં
૧/૪
સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only