Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિનો ખાસ નિવાસ તો સ્પષ્ટ રીતે આપણા સર્વતંત્ર સ્વતંત્ર મહાનુભાવ મહાપંડિતશ્રીમાં જ અનુભવાતો હતો. - પંડિતશ્રી અવધાન શક્તિ: દરેક કાર્ય શરૂ અને સંતોષકારક રીતે કરવામાં મનની એકાગ્રતા અત્યાવશ્યક છે. પંડિતશ્રી ગલાલજી શતાવધાની અને શીઘ્રકવિ હતા. શતાવધાન એટલે સો બાબત પર એકી સાથે લક્ષ આપવું તે. શતાવધાનના ઘણા પ્રકાર છે.
સંસ્કૃત, બીજ, ગુજરાતી, મરાઠી વગેરે પંડિતશ્રીને જાણીતી જ માત્ર નહિ, પણ તેમને કેવળ. અજાણી એવી અંગ્રેજ, ફ્રેન્ચ, લેટીન, ગ્રીક, ફારસી, જર્મન, ઇત્યાદિ ભાષાના વખત હોય તે પ્રમાણે ૫-૧૦ કે તેથી પણ વધારે શબ્દનાં તેટલાં જ કે તેથી પણ વધારે શબ્દનાં, તેટલાં જ કે તેથી વધારે જુદાં જુદાં વાક્યો શ્રોતાઓ કાગળ પર લખી રાખે અને પછી પોતપોતાનાં વાક્યોને ગમે તે એક શબ્દ પંડિતશ્રીને દરેક પૃચ્છક તરફથી કહેવામાં આવે એમ જેટલા ગૃહસ્થ જેટલી ભાષાની પૃચ્છા ધારી હોય તે તે ભાષાની પૃચ્છાના શબ્દોમાંથી એકેક શબ્દ ગમે તે ક્રમમાં વારા ફરતી કહેતા પૃચ્છ કે લીધેલી વાક્યના સર્વ શબ્દો પૂરા થાય કે તરત જ તે તે વાક્ય તથા જ્યારે સર્વ જણનાં સર્વ વાક્યો પૂરા થાય ત્યારે તે બધાં વાક્યો એક સાથે બરાબર, ક્રમમાં, ગોઠવીને પંડિતજી બોલી જતાં વળી સતાવધાનના ચાલતા પ્રસંગમાં શિઘ્રકવિતાના પ્રયોગો પણ પંડિતજી કરતા. ગમે તે બાબત કે વસ્તુનું વર્ણન કોઈ ગૃહસ્થ પૂછે તેને તે જ સમયે કવિતામાં કહી સંભળાવવું તેનું નામ શીઘ્રકવિતા.
અવધાનના પ્રયોગમાં આજકાલ કેટલાયે લોકો ઉદ્યમ કરતાં જણાય છે. પરંતુ પંડિતશ્રીના અવધાન સાથે સરખાવતાં સૂર્ય પાસે ખદ્યોત જેટલી પણ તેમની ગણના થઈ શકે તેમ નથી. પંડિતશ્રીની શક્તિ “સહસ્ત્રાવધાની’ કહેવાથી પણ વિશેષ ચમત્કારિક હતી.
સભામાં અવધાનાદિ અતિ વિકટ પ્રસંગો દરમ્યાન અને ઘટીકાશતકાદિ શીધ્ર કાવ્યપ્રયોગો સમયે પંડિતશ્રીએ શીઘ કરેલી કવિતાઓ પણ ઉપરોક્ત સર્વ ચમત્કૃતિથી ભરપૂર જ હતી. સંસ્કૃતભાષાની જેમ સર્વ પ્રકારની ઉત્તમ ચમત્કૃતિઓ પંડિતશ્રી ગુજરાતી ભાષામાં પણ ઉત્તમ રીતે લાવી શકતા હતા. પંડિતશ્રીના સંસ્કૃત, ગુજરાતીને વ્રજભાષાની કવિતા ઉકત ચમત્કૃતિથી ભરપૂર છે. અતિ કઠિન પ્રકારની અસંબંધ સમસ્યા પૂર્તિ માટે ગુજરાતીમાં તે અદ્વિતીય હતા જ. એક બત્રીસ ખાનાનું કોષ્ટક બનાવીને સભાજનો તેમાં ક્રમ વગર, એકેક અક્ષર પૂરાવે અને છેલ્લો અક્ષર પંડિતશ્રી પૂરાવેથી માગેલા રસ, અલંકાર કે વર્ણનવાળી કવિતા બની જાય. એ ગુજરાતી સાહિત્યમાં કવિરાજનું એક ઉદાહરણ છે.
પંડિતજીએ જાહેરસભાઓમાં એવા પ્રયોગો પણ કર્યા છે કે, ગમે તે નાના કે મોટા સંસ્કૃત કે ગુજરાતી શ્લોક જે વ્રત અને જે શબ્દોમાં અલંકારયુક્ત હોય તે જ વ્રત અને અલંકારાદિ કાયમ રાખીને તેના અર્થમાં ફેરફાર ન થાય તેમ તે શ્લોકનું તેમાં નહિ વાપરેલા એવા બીજા શબ્દોમાં શીધ્ર પરિવર્તન કરી આપતા.
| એક અદ્વિતીય કવિરાજ હતા. તેમની કવિત્વશક્તિ અગાધ હતી. તેઓની જ્યારે અતિ ચમત્કૃતિયુક્ત રસાલંકારથી ભરપૂર અપ્રતિમ કવિતા શ્રોતાજનમાં આનંદાશ્ચર્ય ઉત્પન્ન કરતી ત્યારે તેઓ કહેતા કે, શ્રેષ્ઠ કવિપદ ધારીની ખરી પરીક્ષા તે ઉત્તમ કવિતા કરે તેમાં નથી કારણ કે શ્રેષ્ઠ કવિપદ ધારણ કર્યું ત્યારથી ઉત્તમ કવિતા આવડે તે કંઈ આશ્ચર્ય નથી. પરંતુ શ્રેષ્ઠ કવિપદધારીની ખરી પરીક્ષા તો તેના ગદ્યાત્મક ઉત્તમ લેખ પરથી થઈ શકે છે.
તેની પુષ્ટિમાં તેઓ કહેતા કે, માં #વિનાં નિષ વત અર્થાત ગદ્ય લખવું તે કવિની કસોટી છે. તેઓનું સંસ્કૃત જ્ઞાન એવું સમર્થ હતું કે, આખો ગ્રંથ ગદ્યપદ્યાત્મક પણ દ્વિઅર્થી રચી શકતા અને તેની માર્મિક રચનાથી પંડિતશ્રીની ગ્રંથકાર તરીકેની અતિ અનન્ય સામાન્ય શક્તિ હતી એમ કહી શકાય.
Gajetier of India માં પંડિતશ્રી ગલાલ વિશે આ પ્રમાણે માહિતી મળે છે :
૯૨
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only