Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨) મળીચર્મી- તેર વર્ષની વયે કવિએ ૠમળીચર્મી નામે સંસ્કૃત ગ્રંથ લખ્યો છે. આ સરસ ગદ્યપદ્યાત્મક કાવ્ય છે. આ ચમ્પકાવ્યની રચના અતિ પૌઢ અને ચમત્કારોથી ભરપૂર છે. આ કાવ્યમાં રાધાકૃષ્ણના સંવાદરૂપે વક્રોક્તિમાં લખેલો પ્રથમ મંગલાચરણનો શ્લોક ઉદાહરણ તરીકે અહીં આપવો ઉચિત ગણાશે.
कस्त्वं मत्तनयः समत्त नयने पृच्छामिनैतत्परम् । का वा त्वज्जननीति रागमहिताब्जास्ये सपर्यामम ॥ मित्रं ते वद दक्षिणे क्षणमये ते कालयोऽदिप्रिये । सरव्ये कात्वमिजि प्रियां प्रमदयन्यायात्सपरमेक्षणः ॥
ભાવાર્થ : રાધાજી શ્રીકૃષ્ણની ઘણીવાર રાહ જોતાં હતાં. તે સમયે શ્રીકૃષ્ણ આવી બહારથી સાંકળ ખખડાવી ત્યારે રાધાજી બોલ્યા કે હ્ત્વ તું કોણ છે ? એટલે કૃષ્ણે ‘:'નો અર્થ ‘કોણ’ છોડી દઈ બ્રહ્મા એવો અર્થ લઈ વક્રોક્તિ કરી કહ્યું કે, (મતનયને સ: મતનયન) હે મદમત્ત નેત્રવાળી તે ઃ જે બ્રહ્મા છે તે મારો પુત્ર છે. ત્યારે રાધાજીએ પૂછ્યું કે હું એ નથી પૂછતી પણ બીજું પૂછું છું કે, ૫૨મ સ્નેહવાળી તારી માતા કોણ છે ? ત્યારે ભગવાને ત્વજ્જન નીતિ - તારા ભક્તોની ‘શાસ્ત્રવિહિત નીતિ શી છે ?’ એવો અર્થ લઈને કહ્યું કે, ‘ૐ अब्जास्ये सपर्या मम' - હે કમલવદની મારી સેવા એ જ મારા ભક્તોની શાસ્ત્રવિહિત નીતિ છે. આથી રાધાએ પૂછ્યું મિત્રે તે વર્ - તારો મિત્ર કોણ છે તે કહે તેના ઉત્તરમાં મિત્ર એટલે સૂર્ય એવો અર્થ લઈ ભગવાને કહ્યું
યે રક્ષિળેક્ષળ એટલે એ (સૂર્ય) તો મારું દક્ષિણનેત્ર. રાધાએ પૂછ્યું કે, તે વાતય: અર્થાત્ તારું ઘર ક્યાં છે? આના ઉત્તરમાં શ્રીકૃષ્ણે મત્તિ એટલે સખી એ શબ્દનું બહુવચન તય: એવો અર્થ લઈ કહ્યું કે ‘સરવ્યેવાત્વમ્’તું એક જ સખી છો. છતાં મલય: એ બહુ વચનવાળો પ્રયોગ કેમ કરે છે ? આ રીતે પ્રિયા રાધાજીને પ્રસન્ન કરતાં કમળલોચન ભગવાન આપણી રક્ષા કરો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3) वेदान्तचिन्तामणि - ૧૯ વર્ષની વયે ગફૂલાલજી મહારાજે શુદ્ધાદ્વૈત તત્ત્વજ્ઞાન સંબંધી વેવાતચિન્તામણિ નામના પ્રૌઢ ગ્રંથનું નિર્માણ કર્યું હતું. તેમના પૂજ્ય પિતાએ વેદાન્તપ્રકરણ ગ્રંથ રચવાની આજ્ઞા કરવાથી પંડિતશ્રીએ ઉક્તગ્રંથ રચ્યો હતો. આ ગ્રંથ પંડિતશ્રીના પિતાજી પોતે તેમની પાસેથી લખતા. આ ગ્રંથ શુદ્ધાદ્વૈત સાંપ્રદાયિકોને પરમ ઉપકારક છે અને અન્ય વિદ્વાનોને પણ મનન કરવા યોગ્ય છે. એટલું જ નહીં પણ કેટલાક ક્ષુલ્લક કારણને લઈ ભડકેલા કેટલાક વૈષ્ણવ સંપ્રદાય પર આક્ષેપ કરનારને આ ગ્રંથ જરૂર જાણવા યોગ્ય છે. (४) सत्सिद्धान्तमार्तंड સં. ૧૯૨૪ માં (ઈ.સ. ૧૮૮૦માં) જયપુરના મહારાજા રામસિંહજીએ લક્ષ્મણગીરી નામના સંન્યાસીના લખેલા ૬૪ આકર પ્રશ્નો પ્રસિદ્ધ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોને કોઠા તરીકે મોકલ્યા હતા. આ સમયે પંડિતશ્રીનું વય માત્ર ૨૪ વર્ષનું હતું. ચારેય સંપ્રદાયમાં બહુ ચર્ચા ચાલી. તે સમયે મુંબઈના સાક્ષરોત્તમ શ્રી જીવનલાલજી મહારાજ જેવા આચાર્યોએ ખંડનપૂર્વક ઉત્તર લખવાની શક્તિ માત્ર પંડિતશ્રીની જોઈ અને સંપ્રદાયના રક્ષણાર્થે પંડિતશ્રી તે કાર્યમાં પ્રવૃત્ત થયા. લક્ષ્મણગીરિના પ્રશ્નોનું ખંડનપૂર્વક સમાધાન તેઓએ ‘ક્ષત્સિદ્ધાન્તમાર્તંડ’ નામનો પ્રૌઢ વાદ ગ્રંથનિર્માણ કરી છપાવી પ્રસિદ્ધ કર્યો છે.
૯૦
-
(૫) મારુતશક્ત્તિ: પંડિતશ્રીની મધ્યાવસ્થામાં સ્વામી સદાનંદગીરિએ પુષ્ટિમાર્ગ પર ઉદાસીન થયેલા લોકોની પ્રેરણા અને ઉત્તેજનથી સહસ્ત્રાક્ષ નામનો ગ્રંથ શુદ્ધાદ્વૈતમાર્તંડ અને વિશ્વમંડન નામના વૈષ્ણવગ્રંથના ખંડનરૂપે લખ્યો. આ છેલ્લા શાસ્ત્રીય પ્રહારથી વૈષ્ણવપંથ કમ્યો હતો. તેના વા૨ણ તરીકે પ્રાભંગન નામનો લેખ કોટાસ્થ ગોસ્વામી શ્રી કનૈયાલાલજી મહારાજે લખ્યો તે સૂત્રરૂપ લેખ પર યોગ્ય ટીકા કરવા પંડિતશ્રીને તેમના પિતા વગેરેની આજ્ઞા થઈ. તેથી તેણે મારુતશત્તિ નામનો પ્રૌઢ લેખ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કર્યો જેનો આશરે ૩૦,૦૦૦ શ્લોકના પૂરનો પૂર્વાર્ધ પંડિતશ્રીએ પોતે છપાવીને પ્રસિદ્ધ કર્યો છે. આ પ્રૌઢવાદ ગ્રંથ રચવાથી તેઓની ષટ્ચાસ્ત્રમાં
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે, ૨૦૦૭
For Private and Personal Use Only