Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનન્ય સામાન્ય નિપુણતા પ્રતિપાદિત થઈ છે અને એ આકારગ્રંથથી જ વાસ્તવિક પંથનું પોષણ થઈ શક્યું હતું. (૬) સવધાવ્ય : મેઘપુરના મહારાણાએ પંડિતશ્રીને મોટી સભા કરી માનભરેલી રીતે નિમંત્રણ કર્યું હતું. સારા પ્રતિષ્ઠિત પ્રસિદ્ધ પંડિતોની માગણીથી શીઘકાવ્ય પ્રયોગ તરીકે હંસવધ વ્ય નામનો ગ્રંથ શીઘ્રતાથી સભામાં જ રચી કાઢ્યો હતો. આ ગ્રંથ પૂર્વે પાંડવરાઘવીય નામનો પ્રાચીન કવિનો એક જ ગ્રંથ રચાયો જાણવામાં છે. તે ગ્રંથમાં પાંડવ અને રામનો વત્તાંત દ્વિઅર્થી કાવ્યની યોજનાથી આવ્યો છે તે જ પ્રકારનું કવિશિરોમણિનું આ કાવ્ય પણ છે. (૭) 5MTમસર વાવ્ય :- ઉપરના જેવા જ કોઈ પ્રસંગે નાયિકાનું અભિસરણ વર્ણવવાની સભાસદોની ઇચ્છાથી પંડિતશ્રીએ મિસરાવ્ય રચિ સંતોષ પમાડ્યો. અભિસારિકા નાયિકાનું વર્ણન તો ઘણાં છે. પણ આ કાવ્યમાં પંડિતજીની શક્તિ વિદ્વાનોએ પણ જોવા યોગ્ય છે. (૮) સુમતિની :- ગલાલની કવિ તરીકેની શક્તિ વર્ણવવામાં દૃષ્ટાંત આપવા જોઈએ પણ તે થોડા પાનામાં લખાય તેવો વિષય નથી. ગુજરાતીનો કેટલોક સંગ્રહમાં છપાયો છે. સુભાષિત લહરીમાં કુલ ચાર પ્રકરણ છે. (૧) પ્રાર્થના પ્રકરણ :- તેમાં દશાવતારસ્ત્રોત, નૃસિંહ સ્વરૂપ, વાચનચરણવર્ણન, રામવિજય, ગિરિધરસ્તવન, કૃષ્ણપ્રાગટ્ય, પ્રભુ પ્રાર્થનાનો સમાવેશ છે. (૨) ભક્તિ પ્રકરણ :- નવધા ભક્તિનું મહત્ત્વ, ભક્તિપ્રભાવ, ભગવાનની ભક્તિવશતા, ભગવાનની ભક્તિવત્સલતા, મેઘશ્યામભક્તિ, કૃષ્ણકીર્તન, રામસ્તવન, ગંગાદશપદી, યમુનાવર્ણન, પ્રયાગવર્ણન, હરિકૃપા, ઈશ્વરસિદ્ધિ, હૃદયદૂત. (૩) શિક્ષા પ્રકરણ : માનવધર્મ, દામ્પત્ય ધર્મ, પ્રેમ પ્રશંસા, સુસં૫મહિમા, કળિકાળનાં કષ્ટ, ક્રોધ, કન્યાવિક્રયની ક્રૂરતા, પ્રાસ્તાવિક ગીત, દોહરા ઇત્યાદિ. (૪) સ્ફટ કાવ્ય પ્રકરણ : ઈશ્વરસ્તુતિ, મેઘાન્યોક્તિ, વર્ષાવર્ણન, વસંતવર્ણન, સમસ્યાપૂર્તિ, સૈન્યવર્ણન, કેશરહિંદ, વિક્ટોરિયા, સવાઈ બહાદૂર ખેંગારજી, કુમારશ્રી જોરાવરખાનજી, લૉર્ડ રિપન, ઓ નાનાભાઈ, આર્યસુધર્મોદય સભા, ભૂલેશ્વર, પુસ્તકાલય, વર્તમાનપત્ર, સભાપર્ણન, બાળલગ્ન, પરચૂરણ કાવ્ય, આ ઉપરાંત ગુજરાતીમાં સમશ્લોકી ગીતા છે અને અંતે “સાહિત્યસંગ્રહમાં ગંગતરંગ, વિવિધ કવિતા, મારવાડી ભાષા કવિતા અને સ્કુટ દોહરા છે. (૯) આર્ય સમુદ્રવ: - છંદોબદ્ધ રચનાના કવિના લેખોમાં ગદ્ય ઘણા ક્લિષ્ટ અથવા તો દોષરૂપ ક્વચિત થઈ પડે છે. પણ આ કવીશ્વર ગદ્યલેખોમાં પણ પ્રસંશનીય લેખક હતા. તેની ભાષા વિષય પરત્વે તો ખરી પણ સાથોસાથ સામાન્ય મનુષ્યોથી શ્રેષ્ઠ મનુષ્યો સુધી સર્વને સરળ અને બોધક રહે છે. કાર્ય સમુદ્રય: - નામક પંડિતશ્રી તરફથી નીકળેલા માસિક ચોપાનીઓની ફાઈલો (સં. ૧૯૩૨-૩૩ તથા ૧૯૪૫-૪૬) જોવાથી ભાષા અને શબ્દ પરનું પંડિતશ્રીનું સામ્રાજય નિઃસંદેહ સિદ્ધ જણાશે. પંડિતશ્રીની કવિત્વશક્તિ : પંડિતશ્રીની કવિત્વશક્તિ એવી તો ઉત્તમ હતી કે, કાલિદાસ, ભવભૂતિ, બાણ, માઘ, આદિ અનેક પ્રાચીન પ્રસિદ્ધ કવિવરોની કવિતા વાંચ્યાથી જે પ્રકરાન્તરે રસ, ઉપમા, અર્થ, ગૌરવ, પદલાલિત્ય, શ્લેષ ઇત્યાદિ ચમત્કૃતિ અનુભવાય છે. તે સર્વ પ્રકારની ચમત્કૃતિ સમગ્ર રીતે પંડિતશ્રીની એકની જ કવિતામાં અનુભવાય છે. ઉત્તમ ઉપમા માટે કવિરાજ કાલિદાસની કીર્તિ દિગંત પ્રસરી છે, ભારવીનું અર્થ ગૌરવ શ્રેષ્ઠ મનાયું છે ઠંડીનું પદલાલિત્ય પ્રશંસનીય થયું છે. તથા બાણ શ્લેષાલંકારમાં પ્રસિદ્ધ થયા છે. તેમ બીજા કવિઓની સાહિત્યના ભિન્ન ભિન્ન વિભાગોમાં નિપુણતા જાણવામાં આવી છે. પરંતુ આ સર્વ સમુચ્ચય કરનારી રી. ભારત માર્તડ શીઘ્રકવિ પંડિત શ્રી લાલજી ઘનશ્યામજી મહારાજનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125