Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 97
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pandit Gatulal (1845-1898 A.D.) though born in Kota (Rajasthan) lived in Junagadh since his childhood. Though he had lost his eye sight at the age of nine years, he wrote several works in his tender age which included Yamuna Laheri, Rukshmani Champu, Vedant Chintamani etc. He has also written a number of verses in Sanskrit, Hindi and Gujarati. His Kansvadh Kavya and Keishnabhisar Kavya are specimens of his extempor poetry. A Great devotee of Pushtimargiya Vaishnovist, he has contributed to the litrature of that sect. He lived in Bombay in the later part of his life. Where he was conferred the honour of Bharat Martand." ૧૯૮૧ માં ગલાલજીએ પોતાના કાવ્યોનો સંગ્રહ “શુભાષિતલહરી' શીર્ષક હેઠળ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કર્યો છે. તેનું અવલોકન તે સમયે પ્રકાશિત “સુદર્શન' માસિકમાં આ પ્રમાણે આપેલ છે : પ્રખ્યાત વેદાંત ભટ્ટાચાર્ય ભારતમાર્તડ શીઘ્ર કવિશ્રી ગઢુલાલજી કૃત કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ કરીને છપાવવાનું કામ કરી પ્રસિદ્ધ કર્તાએ ગુજરાતી વાચક વર્ગને ઉપકાર કર્યો છે. એ કાવ્યો વિશે કંઈ કંઈ બોલવાની જરૂર નથી. પણ પ્રત્યેક ગૃહસ્થ પોતાના પુસ્તકાલયમાં એ ગ્રંથ રાખવા યોગ્ય છે.” ‘સુભાષિતલહરી' ગ્રંથની પ્રસ્તાવનામાંથી કવિશ્રી ગલાલજી વિશે મળતી માહિતી પ્રમાણે “આર્યસુધર્મોદય’ સભા જે મુંબઈમાં ચાલે છે તેની સ્થાપના આ પંડિતજીના હાથે થઈ છે. કલકત્તા, બંગાળ તથા દિલ્હીના વિદ્વાનવર્ગે કવિની અસાધારણ શક્તિ અને વિદ્વત્તાથી પ્રસન્ન થઈ “ભારતમાડ'નો ખિતાબ આપ્યો છે ને તે અગાઉ વલ્લભ સંપ્રદાયના નાથદ્વારવાળા ટીકાત મહારાજશ્રી ગોવર્ધનલાલશ્રીએ, મુંબઈની નવી કાપડ બજારના હોલ પર જંગી સભા ભરીને “વેદાંત ભટ્ટાચાર્યનો ખિતાબ એનાયત કર્યો.”૪ પંડિતશ્રીની વ્યાખ્યાન આપવાની પદ્ધતિ અનુપમ જ હતી. તે અપૂર્વ વિદ્વાન છતાં ન સમજાય તેવો પ્રસંગ વ્યાખ્યાનમાં આવતો જ નહિ અને લોકો હાસ્ય, કરણ, વીર, શાન્તાદિ રસના પ્રસંગોચિત ચાલતા રસપ્રવાહમાં તદાકાર થઈ જતા હતા. તેણે સભાસ્થાન અલંકૃત કર્યા પછી ગમે તેવો આકર વિષય સભા તરફથી સૂચિત થતો કે તુરત તે વિષય પર સંસ્કૃત, મરાઠી, ગુજરાતી વ્રજ કે હિન્દુસ્થની ભાષામાં એક સરખી રીતે અખ્ખલિત વાકધારાથી વ્યાખ્યાન કરી શકતા હતા. જૂનાગઢ કે જે પંડિતજીનું પ્રાચીન સ્થાન હતું ત્યાંના લોકોને વ્યાખ્યાનના વર્ષાદથી તૃપ્ત કરતા તેઓ અહર્નિશ તત્પર જ રહેતા. પંડિતશ્રીને અનેક પદવી પ્રાપ્ત થઈ છે. જેમકે, શીઘ્રકવિ, શતાવધાની, પ્રસિદ્ધ પંડિત, ભારત માર્તડ, વેદાંત ભટ્ટાચાર્ય વગેરે આ સિવાય ભરતખંડના અનેક ભવ્ય સ્થળોના પ્રસિદ્ધ પુરુષોએ પંડિતશ્રીને યશોચિત સત્કાર કરી જે અપૂર્વ “માનપત્રો' ભેટ કરેલાં છે તે તેમની વિદ્વત્તાનો પરિચય આપે છે. પાદટીપ ૨. ગઠ્ઠલાલજી; સદુપરેશાર્તઃ; પ્રસ્તાવના - મૃ. ૧ થી ૩૦, પ્રકાશક : વિદ્યાવિલાસ સભા, જૂનાગઢ, સે. ૧૯૫૫, ઈ.સ. ૧૮૯૯. ૨. ગફૂલાલજી; સુભાષિત લહરી; નિર્ણય સાગર પ્રેસ. Gazeter of India, Guj. State, Junagadh District, Chief easitor, Dr. S.B. Rajyagor A'bd, 1975, Page 715 to 722 ૪. સુભાષિતલહરી; ગર્દૂલાલજી; નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, પ્રાપ્તિ જૂનાગઢ જિલ્લા દફતર ભંડાર; ૧૮૯૦, જૂનાગઢ. ભારત માર્તડ શીઘ્રકવિ પંડિત શ્રી ગલાલજી ઘનશ્યામજી મહારાજનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125