Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થઈ શકે છે, પણ પૂર્ણ રીતે સમજાવી શકતો નથી. આરફાનકા ગ્રહા કોઈ નહીં, જિતકો હોવે સો હિ જાને, અકલ જાયે, કલ એન મિલી, જયૂં નીર મેં નીર એક સાને. તબ સબ કરણા ઉસકા હૈ, જિસકા કિયા સબ હોવે, ‘શય’ કી ઠોર સાંઈ હુવા, અબ અખા ક્યા ઔર જોવે ? અખો કહે છે કે ‘અહં’ એ જ બંધન અને ‘નાહં’ એ જ મોક્ષ. ઝુલણામાં આ ‘નાહં’-માર્ગનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ અહંનું નાહં પ્રેમથી થઈ શકે. પરમાત્મપ્રાપ્તિમાં ઇશ્ક યા પ્રેમ એ સર્વોપરી તત્ત્વ છે. પ્રેમ એટલે જ ‘હું’ મટીને ‘તું' થયું. અહંને શ્રીહરમાં ઓગાળી નાંખવું. આ જ સૂફીઓનો પ્રેમ દ્વારા ફનાનો મહાન સિદ્ધાંત છે. ફના પછી જ સૂફી ‘બકા'નો સ્વાનુભવ કરી શકે છે. પ્રેમરસ નેનન મિલન, નિત્ય નવલ રંગ ભોગ, દેખી ચાહી કહે અખા ! સો કોઈ બડા પ્રયોગ * * * * * પ્રેમકા નાગ જિસે ડસતા હૈ, હું સારા આલમ અખા ! * * * * * લીમ ઔર લૂણ તિસે હોય મીઠા, પ્રેમ લાગ્યા તિનું આપ દીઠા. પઢતે બહુત પંડિત હોવે, ઔર બાત મહોબતકી બહુત બડી, પલ ન ૨હે ન્યારા પિયુ, અવ્વલ મહોબતકી રાહ જડી, જયું મેહ દેખ્યા લૂન હોય પાની, સો નીરમેં નીર હોવે જ હોવે, અજબ આરફાન હોવે અખા! સો અવ્વલ મહોબતસું “આપ” ખોવે. અખો કહે છે કે પ્રેમ એકલો હોય તો તે પૂરતો નથી. જ્ઞાન વિના પ્રેમ આંધળો છે, પ્રેમ અને જ્ઞાન બંને જોઈએ, તો જ અનુભવની આંખ ઉઘડે - સમદૃષ્ટિ આવે. પ્રેમ અને પ્રજ્ઞાન બંને હોય તો જ આત્માનુભાવ થાયત્રીજું નેત્ર ખૂલે. “પ્રેમ પ્રીછા કર પિયુ મિલે, ઈસ બિન ઔરહ લાખ હોના ! દૂધ શરબત હઝાર પીવે, ઔર પ્યાસ ન ભાગે બિન પાણી.' * પ્રેમનું મહત્ત્વ દર્શાવતાં અખો કહે છે કે જીવમાં પ્રેમ વિરહ પ્રગટ્યા વિના સાચું જ્ઞાન સંભળાતું નથી. આવું જ્ઞાન થવું આસાન નથી. જયાં આવી સૂઝરૂપી અપ્સરા આવે છે ત્યાં ખુદાનો જલવો પથરાઈ જાય છે. આ જ પરમાત્મા સાથેનો અદ્વૈતાનુભવ છે-આત્મ-૫૨માત્મ યોગ છે. વિશેષમાં પ્રભુપ્રાપ્તિ માટે શિષ્ય શૂરા અને ગુરૂ પૂરા હોવા જોઈએ. આ માર્ગ વીરાત્માનો છે. સબકો દૂર રાજ પિયુ, ઔર સૂઝ સમઝ કો દૂર નહીં સૂજ સમઝ વહાં જ હોવે, નેહ બિરહા લાગ્યા જહીં. * * Acharya Shri Kailassagarsuri Gyanmandir * * મુર્શિદકી મહનત ઠોર પડે, જો મુકેઅદ હોય તૈસા, અખા કરમ કિરતાર કરે, તબ સબ પાઈયે સાજ એસા. પોતાના ‘નાહં’ માર્ગનો મર્મ સમજાવતા અખો કહે છે કે આ માર્ગમાં ગુરુગમની જરૂર છે. ગુરુ સમજણની અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ For Private and Personal Use Only ∞

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125