Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીલકી મજલ પહોંચે, અખા! ઔર સોક ચન્ત તૂં મત કરે.
આમ ગુરુગમ, વાસનાક્ષય અને મનોનાશનું મહત્ત્વ સમજાવી અખો આત્મસિદ્ધિ માટે આત્મજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપે છે. જીવને આત્માનો અનુભવ નહીં થવા દેનાર મૂળ કારણ અજ્ઞાન અને તેથી થતો દેહાધ્યાસ છે. અજ્ઞાન ‘બાપ’ અને દેહાધ્યાસ ‘મા'માંથી જ જીવભાવ ઉત્પન્ન થાય છે. વસ્તુતઃ આત્મા એ આપણું સ્વરૂપ છેસ્વભાવ છે. અજ્ઞાનના આવરણને દૂર કરવા માટે જ ગુરુ અને ગુરુગમનું મહત્ત્વ અખો સ્વીકારે છે. અને આવરણને સર્વોપરી સાધન માને છે.
અખો કહે છે કે પરમાત્માને બહાર શોધવા જવાની જરૂર નથી, કારણ કે તે બધે છે, બધામાં છે તો પોતાનામાં પણ છે. તેથી માણસે પરમાત્માને પોતાનામાં શોધવાનો છે, બહાર ભટકવાનું નથી. અખો પોતાનો સ્વાનુભવ દર્શાવતાં કહે છે કે “હું પરમાત્માની શોધમાં બહાર ઘણી જગ્યાએ ભટક્યો પણ તે વ્યર્થ હતું. છેવટે જ્યારે ગુરુના કહ્યા મુજબ મારા પોતામાં ૫૨માત્માને શોધ્યો ત્યારે મને તેનાં દર્શન થયાં.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું નિકલી પિયુજી ઢુંઢનેકો જાય ઈંટ પથ્થરમેં ખોજ દેખ્યા, પૂછ્યા પૂરવ પશ્ચિમ કે નમનારેકો વોભી કહે, હમ નાંહિ પેખ્યા!
હાર પડ્યા! હાંસિલ હુવા, જબ મુર્શિદને કલ કહી,
રહ્યા આપોઆપ સાંઈ જ અખા ! ઇતની સો તિનું કહી.
અખો ભક્તિ અને જ્ઞાનના સમન્વયના પક્ષપાતી છે. તેઓ કહે છેઃ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
પ્રેમ પ્રીછ નરકુ ભલી અખા સો જાને કોઈ, પ્રેમ મિલાવે પિયુકુ પ્રીછે સમરસ હોઈ
આમ, જીવ બ્રહ્મમાં ભળે એ માટે પ્રેમ અને પ્રીછ કિંવા જ્ઞાન અને ભક્તિ બંનેની આવશ્યકતા રહે છે. આમ અખો રહસ્યવાદી તત્ત્વજ્ઞ-કવયિતા છે. કિંવા ઉચ્ચતમ કક્ષાનો સૂફીસંત છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહિ ગણાય એમ ઉપરના વિવેચન ઉપરથી સ્પષ્ટ પ્રતીત થાય છે. અખાની વાણી એ બ્રહ્મમય વાચા' છે, જે પ્રાણી માત્રને ક્ષણિક ઉલ્લાસના ખાબોચિયામાં નહિ પણ અખિલાઈભર્યા આત્મસિંધુમાં ઝીલવા આમંત્રી રહે છે.
૧.
અખો વેદાન્તી અને સૂફી એમ બંને હતો. તે માત્ર જ્ઞાનમાર્ગી જ નહિ, પણ કર્મવાદી પણ હતો. આ કારણથી તેણે જ્ઞાતિપ્રથા અને ધર્મગુરુઓના આડંબરો તેમજ વહેમ અને અંધશ્રદ્ધા સામે સંઘર્ષ કર્યો હતો. તેની દૃષ્ટિએ હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ અને અસ્પૃશ્ય વચ્ચે કોઈ ભેદ ન હતો. પાછળથી ૨૦મા સૈકા દરમિયાન મહાત્મા ગાંધીએ આવા ઉચ્ચ આદર્શોને અનુસરીને જ સામાજિક એકતા સ્થાપવા માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા. આવા કારણોસર જ અખો ભૂતકાળનો જ વિષય નથી. અખાનો Spirit જો બરાબર સમજવામાં આવે તો અખો આજે ૨૧મા સૈકામાં પણ સાચે જ જીવંત છે.
૨.
૩.
૪.
૫.
સંદર્ભગ્રંથસૂચિ
નિરંજન કૃત, ‘અખેગીતા', સં. ૧૭૭૫ (મૂળ હસ્તપ્રત), ભો. જે. વિદ્યાભવન ગ્રંથાલય (નં. બ-૧૬૫૬)
અમદાવાદ
જીવણલાલ અંબાલાલ દ્વારા પ્રકાશિત, ‘અખાજીના છપ્પા', અમદાવાદ, ૧૮૫૨
સાગર, ‘અખાજીની પ્રણાલિકા', ચિત્રાલ આશ્રમ, પાદરા, વડોદરા, ૧૯૨૦
ધ્રુવ, કેશવલાલ હ., ‘અનુભવબિંદુ', અમદાવાદ, ૧૯૩૨
ભિક્ષુ, અખંડાનંદ, ‘અખાની વાણી તથા મનહર પદ', (બીજી આવૃત્તિ) સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૧૯૨૪
અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ
For Private and Personal Use Only
૮૧