Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મે મસ્તાના મસ્તી ખેલું. બીજું એક સ્વરૂપ છે દૈત્ય ભાવથી પીડાતું વિરહાતુર ગોપીનું હૃદય. પરબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ-નિરાકાર રૂપે ભજન કરતા આ સાધક વિભિન્ન (જુદીજુદી) સાધનાઓ વર્ણવે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, પ્રેમલક્ષણાભક્તિ, ગુરુમહિમા, ભક્તિવૈરાગ્યપ્રબોધ. દાસીજીવણ એક મસ્ત મહાપુરુષ હતા. પોતાના ભજનોમાં એમનાં વ્યક્તિત્વનું એક આ મહત્ત્વનું લક્ષણ પ્રગટ આ રીતે થયું છે. મે દિવાના દર્શન કા... મિયા ખડ્ગ હાથ લઈ ખેલું, જીત તણા અલ દઉં ડંકા મેં મસ્તાનાં પ્રભુ મિલનની મસ્તીમાં તલ્લીન બનીને દાસીજીવણ પોતાના પરમાત્મા પ્રભુને રીઝવવા પોતાનો પ્રભુનો સિપાહી માને છે. અને ક્ષમારૂપી ખડ્રગ હાથમાં લઈને જીતના ડંકા દેતો હોય એવી મસ્તીનું-દિવાનાપણાનું વર્ણન કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી તરફ વ્યાવહારિક કાર્યોમાં મૂંઝવણ અનુભવીને લાચાર થઈને પરમાત્માની સહાય માગતા અને ઉપાલંભ દ્વારા મીઠો ઠપકો આપતાં આપતાં ભક્તરૂપે પ્રભુને વિનવણી કરે છે. નીકર કોણ જપે તારો જાપ, ખાવંદ તારા બાનાની પત રાખ... પડિયાં તારા કામ રે શામળિયા મારે, ડિયા તમારા કામ રે, વાલા જગતના વેવાર પાળો મારા સાચા ધણી તમે શામ રે... મારે પડિયાં... જીવણદાસીનાં ભક્તિનાં પદો આપણું સવિશેષ ધ્યાન ખેંચે એવાં છે, પોતાને હિરની દાસી માનતા આ કવિનાં પદોને અંતે ‘દાસીજીવણ'ની પદછાપ પણ આવ્યા કરે છે. એમનાં લોકકંઠે અને હૈયે સચવાઈ રહેલાં મોર આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે મોરલા મરતુલોકમાં આવ્યો’ કે ‘વાડી રે વેડીશ મા મારી રે વાડીના ભમરલા વાડી વેડીશમાં' જેવાં, શ્રી અનંતરાય રાવળસાહેબ જેને ‘રૂપકગર્ભ પદો' કહું છું તેવાં પદોનો અહીં ઉલ્લેખ કરીને એની નિર્ગુણ-સાકારની વિરહવેદના પ્રકટ કરતી એક કૃતિ- ‘કટારી’ - જોઈ જઈએ. એમાં ‘દાસી’ જીવણે ગાયું છે. કલેજા કટારી રે, રુદિયા કટારી રે, માડી, મુંને માવે લઈને મારી રે ! ખીમ સાહેબની શિષ્યપરંપરામાં મધ્ય સૌરાષ્ટ્રના સંત કવિ દાસીજીવણે સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મ સાધના પ્રવાહોનો સમન્વય સાધીને પુરુષ હોવા છતાં દાસીભાવે - રાધાભાવે પરમતત્ત્વની ઉપાસના કરી છે. પરમ ચેતના આ સંતકવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. પ્રેમલક્ષણા ભક્તિના દાસીભાવનાં ભજનો નારીહૃદયની સુકોમળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, કટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બગલો. વગેરે પરંપરિત રૂપકો લઈને દાસીજીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સાધુકક્કી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવવૈવિધ્ય ધરાવતાં ભાવગીતો-ભક્તિપદોનું સર્જન સંત ભજનિક દાસીજીવણ For Private and Personal Use Only ૮૫

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125