Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી જાય છે. આ બધાં છે પ્રકૃતિનાં રૌદ્રરૂપો, ‘તર વ મસ્તામસી વૈદ્યુતશ' અંધકાર અને વીજળીનું મિશ્રણ તો ભય જ પેદા કરે છે, વાદળ અને વીજળીના મિલનથી ગુફાઓ પણ લાલ-પીળી બને છે. પ્રલયકાળનું કેવું ભયાનક ચિત્રણ કવિએ છઠ્ઠા અંકના મિશ્ર વિષ્ફભકમાં કર્યું છે. યત્વનયવાતાવનિક્ષમીર... મૃતગાતં પ્રવેપત્તા પ્રલયકાળમાં વાયુવંટોળથી વાદળો પણ ક્ષુબ્ધ બનીને ગંભીર અવાજ કરે છે, પરિણામે જગત કાળાઘટ્ટ અંધકારમાં વીંટડાય છે અને તે એક સાથે આખા વિશ્વને ગળી જતી કલિની મુખરૂપી ગુફામાં આવી પડ્યું છે, ભગવાન નારાયણે જાણે યોગનિંદ્રામાં બધાં દ્વાર બંધ કર્યા છે, પરિણામે નારાયણના ઉદરમાં રહેલું જગત કપે છે, પ્રલયકાળનું આવું ભયંકર ચિત્રણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. કવિએ જાણે કે પ્રલયને સાક્ષાત જોયો ન હોય તેવું સજીવારોપણ પ્રકૃતિના કઠોર પાસાના નિરૂપણમાં કર્યું છે.
સાતમા અંકમાં લક્ષ્મણના સંવાદમાં કવિએ દેવો, અસુરો, પશુ-પક્ષીઓ અને સર્પરાજના રસાલા સહિતની આખી સચરાચર પૃથ્વીનો પરીચય આપી દીધો છે તો, સૂત્રધારના સંવાદમાં કવિ “સસ્થાવરન' અર્થાત જગતને સ્થાવર અને જંગમ કહે છે.
આમ, ભવભૂતિની પ્રકૃતિ ભયંકર અને કઠોર છે, અજગરોના શ્વાસ લેવાથી જંગલમાં લાગી આગ, વનની સૂની સીમાઓ, બરાડા પાડતા રીંછો, મયુરના કેકારવથી ફફડી ઉઠતા અને ગભરાઈને ચંદનના વૃક્ષને લપાયેલા સર્પો, અરણ્યની ભયંકર વિકટ રૌદ્રતાનું નિરૂપણ જાણે કવિએ વર્તમાન સંદર્ભમાં ન કર્યું હોય. જો કે ભવભૂતિના આ વિચારોને સ્વીકારાયા ન હતા. તેથી જ તો તેને કહેવું પડેલું,
ये नाम के चिदिह नः प्रथयन्त्यवज्ञां जानन्ति ते किमपि तान्प्रति नैषयत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा
कालोऽहययमनवर्धिविपुला च पृथ्वी ॥ કારણ કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિનાં સૈકાઓથી ન બદલાયેલાં સૌંદર્યચિત્રો તો ભવભૂતિએ ઝીલાંજય છે. પરંતુ સાથે-સાથે પ્રકૃતિના કઠોર કે ભયંકર પાસાઓનો પરિચય પણ ભવભૂતિ એ પ્રૌઢી દૃષ્ટિથી જાણે કે તેને જગતને સાવચેત કર્યું છે કે, આ પ્રકૃતિને ઓળખો તેનું જ્ઞાન પ્રાપ્ત કરો અને રોદ્ર કે પ્રલયકારી પ્રભાવથી બચો, કારણ કે મૃદુ પ્રકૃતિનું એક કઠોર સ્વરૂપ પણ છે જે ઉત્તરરામચરિતમાં દષ્ટિગત થયું છે.
પર્યાવરણવાદીઓના શબ્દોમાં કહીએ તો “પૃથ્વી પરની પરિસ્થિતિવિદ્યાને તેના પર્યાવરણનાં મળતા તમામ જૈવિક અને અજૈવિક ઘટકોને જાણવા જરૂરી છે, અને આપણા આસપાસના અજૈવિક ઘટકોમાં પ્રકાશ, પાણી, ભૂમિ, અગ્નિ, હવાનું દબાણ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ઘટકો તરીકે વનસ્પતિ, પશુપક્ષીઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.૯
આમ કુદરતી પ્રકોપ જેવા કે વાવાઝોડું, પૂર, સુનામી, ભૂકંપ, વડવાનલ વગેરેના પરિપ્રેક્ષ્યમાં ભવભૂતિએ નિરૂપેલ ભયાવહ પ્રકૃતિનું જ્ઞાન મનુષ્ય જીવનમાં ઉપકારક થશે એવો શ્રદ્ધાભાવ વ્યક્ત કરું છું.
પાદટીપ ૧. ધર્ણ યશસ્થાયુષ્ય હિતં દ્ધિવિવર્ધનમ્ |
लोकोपदेशजननं नाट्यमेतद् भविष्यति ॥ न तज्ज्ञानं न तच्छिल्पं न सा विद्या न सा कला ।
સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સહે., ૨૦૦૭
For Private and Personal Use Only