Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્નિગ્ધ અને શ્યામ તો ક્યાંક ભીષણ વિસ્તારને લીધો રુક્ષ સ્થાને ઝરણાંઓનો કલકલ અવાજ પણ છે, ભવભૂતિને મન રુક્ષ પ્રકૃતિમાં પણ ઝરણાઓ કલકલ અવાજ કરે છે. જયારે શંબુક તો દંડકારણ્યનો પરિચય પણ આપે છે, ઉન્મત અને ભયંકર પશુઓના સમૂહોવાળાં ગિરિગહર યુક્ત જનસ્થળમાં અંતીમભાગનાં જંગલો દક્ષિણ દિશા તરફ જાય છે. આ જંગલો બધાં પ્રાણીઓને રોમાંચ ઉત્પન્ન કરે છે. વળી દંડકારણ્યના સીમાપ્રદેશો પણ કેવા છે. ક્યાંક નિર્જન, અવાજ વગરના તો ક્યાંક ભયંકર પશુઓના અવાજવાળા એમાં સર્પના શ્વાસથી અગ્નિ પેદા થાય છે તથા બખોલમાં સ્વચ્છ પાણી દુર્લભ હોવાથી કાંચડાઓ અજગરનો પરસેવો પીએ છે.' ભવભૂતિ કુદરતી આફતો કેવી રીતે તે તરફ પણ કેટલો સજાગ છે. સંવનનમુરરબૂસ્ત્રિોતનો નિર્ધારિ:' સર્પના શ્વાસથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને આ અગ્નિ ક્યારેક વડવાનલ જેવી મોટી હોનારત પણ સર્જી શકે છે. આમ સુંદરવન પ્રદેશો ક્યારેક આગમાં લપેટાઈ જાય છે અને મોટી હોનારત સર્જી શકે છે, આ છે ભવભૂતિની પ્રકૃતિનું રૌદ્રરૂપ. સમય જતાં પ્રકૃતિમાં પરિવર્તન પણ આવે છે, નદીઓનાં વહેણ બદલાય છે, તો રેતાળ પ્રદેશ પણ લીલોછમ થાય છે, પરંતુ પર્વતોની સ્થિતિ તો તેની તે જ રહે છે. पुरा यत्र स्रोतः पुलिनमधुना तत्र सरितां विपर्यासं यातो धनविरलभावः क्षितिरुहाम् । वहोर्दष्ट कालादपरमिव मन्ये वनमिदं निवशः शैलानां तदितमिति बुद्धि द्रढयति ॥ આમ વનપ્રદેશો પણ ઘણા સમયે બદલાય છે, પરંતુ પર્વતોની સ્થિતિ તો તેની તે જ રહે છે. અહી અનવસ્થિતો પૂતસંનિવેશ: I (અરે વસ્તુઓની વ્યવસ્થા કેવી બદલાઈ છે) ભવભૂતિ જાણે મનુષ્યો અને જીવસૃષ્ટિને ચેતવતો હોય કે સુંદર પ્રકૃતિ, જંગલો, નદીઓ, વૃક્ષોથી યુક્ત પ્રદેશો વગેરેમાં પણ પરિવર્તન આવે છે. આ પરિવર્તનને ઓળખો અને તે પ્રમાણે વ્યવસ્થા કરો. પર્વતોની ભયાનકતાનું પણ કવિએ અભુત નિરીક્ષણ કર્યું છે કે, જેના ખડખડ અવાજ કરતા વાંસના વૃક્ષોના સમૂહમાંથી પ્રસરતો ઘુવડોના ધુત્કારથી કાગડાઓનો સમૂહ પણ મૂંગો બની જાય છે તો મોરના અવાજથી સર્પોનો સમૂહ પણ ચંદનના વૃક્ષના થડ પર વીંટડાય છે.* કવિએ જળના ભારથી ભરેલા મેઘની ગંભીર ગર્જનાનો પણ પરિચય આપ્યો છે, કવિ પ્રાકૃતિક તત્ત્વોના જાણે કે દરેક પાસાઓનો જ્ઞાતા ન હોય અને સંદેશ પણ આપે છે કે પ્રકૃતિના તમામ પાસાઓને ઓળખો. પ્રકૃતિ ફક્ત સંહારક જ નથી જીવનદાયિની પણ છે અને તેથી જ કવિએ વનદેવતા, ભગવતી ભાગીરથી અને ભગવતી પૃથ્વી જેવાં પાત્રોને સજીવ સ્વરૂપે નિરૂપ્યાં છે કે જેઓએ સીતાને બચાવી હતી તેમ આપ સૌનું પણ રક્ષણ કરશે. પૂરેપૂરું ભરેલું તળાવ તો છલકાવવાનું જ, (૩.૨૯) તડકો તો ફૂલને સૂકવી જ નાખવાનો (૩.૩૦) અટકાવી ન શકાય તેવો જળપ્રવાહ તો રેતીના પુલને તોડી જ નાખવાનો છે (૩.૩૬) વગેરે નીરક્ષણમાં કવિએ કુદરતી આફતો પ્રત્યે સંકેત કર્યો છે અને જીવસૃષ્ટિએ તેનાથી સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. પ્રલયકાળનો પવન પણ કેવો હોય છે કે જે પાણીના સમૂહને આમતેમ ફેંકે છે, તેનો ભયંકર અવાજ પણ પર્વતો અથડાવાથી ક્ષુબ્ધ બને છે, તો વળી વડવાનલના મુખની જ્વાળાઓ ભક્ષક બનીને બધું જ સ્વાહા ઉત્તરરામચરિતમાં નિરૂપિત પ્રકૃતિનું રૌદ્રરૂપ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125