Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, આગળ ઉપર પુનઃ કાવ્યપ્રયોજનને નિર્દેશતાં રુદ્રટ જણાવે છે કે, વિસ્તૃત રીતે ફેલાતો, મોટા મહિમાવાળો, હિમધવલ, બધાંને કમનીય જણાતો, કલ્પના અંત સુધી ટકતો યશ મહાકવિ કાવ્યમાંથી પામે છે.
આના અનુસંધાનમાં તેઓ એક શ્લોક ટાંકતાં વધુમાં જણાવે છે કે, મંદિર વગેરે દ્વારા અનશ્વર કીર્તિ મળતી નથી, કેમ કે, તે ખૂબ જ સંપુષ્ટ હોવા છતાં, મંદિર વગેરેનો નાશ થતાં, નાશ પામે છે તેથી જગતમાં વ્યાપેલા વ્યાસ વગેરેના પરમ યશને નિહાળીને એકાગ્રચિત્તે નિર્મળ કાવ્યની રચનાને વિષે પ્રવૃત્ત થવું જોઈએ.૧૫
નમિસાધુ નોંધે છે કે, તwત્ સ્થિતતત્ : વ્યRUવ પર યશ મઘતીતિ અને સમર્થનમાં ઉમેરે છે કે, 'यतः क्षणध्वंसिनि संभवेऽस्मिन्काव्यादृतेऽन्यत् क्षयमेति सर्वम् । अतो महद्भिर्यशसे स्थिराय प्रवतित: काव्यकथाप्रसङ्गः ।
આ રીતે, કવિને પક્ષે રુદ્રટ કેવળ યશને જ કાવ્યપ્રયોજનરૂપ માનતા જણાય છે. કાવ્ય દ્વારા પરંપરા ધર્મ, મોક્ષ કે ઇચ્છિત માત્રની સિદ્ધિને પણ સ્વીકારતા હોવા છતાં, સમગ્ર ચર્ચાને અંતે, કાવ્યપ્રયોજનરૂપ યશ અંગે ફરીથી પણ નોંધ લીધી છે તે દ્વારા સ્પષ્ટ થાય છે કે, યશે તો કાવ્ય થકી જ પ્રાપ્ત થાય, અન્યથા નહીં અને તે યશની પ્રાપ્તિ અર્થે કાવ્યને વિશે અવશ્ય પ્રવૃત્ત થવું ઘટે.
“કાવ્યાલંકાર'ના પ્રથમ અધ્યાયમાં આ રીતે રુદ્રટે કવિની દૃષ્ટિએ જ કાવ્યપ્રયોજન અંગે ચર્ચા કરી છે. પરંતુ ત્યાર બાદ બારમા અધ્યાયમાં તેમણે શ્રોતાની દૃષ્ટિએ પણ કાવ્યપ્રયોજનોનું નિરૂપણ કર્યું છે. તેઓ નોંધે છે કે,
ननु काव्येन क्रियते सरसानामवगमश्चतर्वर्गे ।
लघु मृदु च नीरसेऽभ्यस्ते हि त्रस्यन्ति शास्त्रेभ्यः ॥७ અર્થાત, કાવ્ય વડે રસિકોને ચતુર્વર્ગનું જ્ઞાન કોમળતાથી અને સરળ રીતે પ્રાપ્ત થાય છે. બાકી, નીરસ એવા શાસ્ત્રથી તો તેઓ ત્રાસ પામે છે.
આમ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ-ચતુષ્ટયની પ્રાપ્તિ સરળતાથી અને સહજ રીતે રસિકોને થઈ શકે તે માટે કાવ્ય જરૂરી છે, કેમ કે, રસિક એવા સહૃદયો તો નીરસ એવા શાસ્ત્રથી ડરતા હોય છે અને તેથી તેમને તો ચતુર્વર્ગની પ્રાપ્તિ કાવ્ય જ કરાવી શકે.
આથી જ રુદ્રટ જણાવે છે કે, કાવ્યની રચના રસસભર હોવી જોઈએ, કેમ કે, જો કાવ્યરચના રસયુક્ત નહીં હોય તો તો તે પણ શાસ્ત્રની જેમ જ નીરસ બની રહેશે. માટે જ, કવિએ ખૂબ પ્રયત્નપૂર્વક કાવ્યમાં રસનું ઉચિત નિરૂપણ કરવું જોઈએ એવો આગ્રહ રુદ્રટ રાખે છે અને આ રીતે શ્રોતાગત કાવ્યપ્રયોજનની સિદ્ધિના અનુસંધાનમાં જ તેઓ રસનિરૂપણ કરે છે.
આ રીતે, કવિની દષ્ટિએ મુખ્યત્વે યશની પ્રાપ્તિ તથા પરંપરા ધર્માદિચતુષ્ટયની પ્રાપ્તિ અને સહૃદયની દષ્ટિએ ચતુર્વર્ગની સહજ ને સરળતયા પ્રાપ્તિ એ દ્રટની દૃષ્ટિએ કાવ્યનાં પ્રયોજનો છે. તેમણે આપેલી આ વિગતો જો કે, નવી નથી. તેમની પૂર્વે આચાર્ય ભામહે ૮ આ પ્રયોજનોનો નિર્દેશ કર્યો જ છે. તેમ છતાં, સ્તૂટે જે રીતે સમગ્ર ચર્ચા મૂકી આપી છે, તે તેમની આગવી છે. એમાંય, કાવ્ય દ્વારા કવિને અભિમત સકલ પદાર્થની સિદ્ધિ થવાની શક્યતાનો નિર્દેશ એ તેમનું જ પ્રદાન છે. વળી, સહૃદયગત પ્રયોજનના સંદર્ભમાં રસતત્ત્વને રજૂ કરી, જે રીતે તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે, તે દૃષ્ટિકોણ પણ તેમનો પોતાનો છે અને તે અત્યંત મહત્ત્વનો છે.
0
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only