________________
વૈદિક ‘અશ્વિનૌ' (અશ્વિના )
મણિભાઈ ઈ. પ્રજાપતિ
મધ’ જેવા મીઠા ‘અશ્વિનૌ' :
વૈદિક ઋષિ ‘અશ્વિનૌ’ (અશ્વિનીકુમારો) દેવની સ્તુતિના માધ્યમથી પર્યાવરણની મધુરતા અને સુંદરતાની મંગળ કામના વ્યક્ત કરે છે ઃ
मधुमती॒रोषधीर्द्याव॒ आपो॒ मधु॑मन्नो भवत्व॒न्तरि॑क्षम् ।
ક્ષેત્રસ્ય પતિબંધુમારો અસ્ત્વરિત્ર્યનો અન્યવેનું ચરેમ ॥ અથર્વ. (૨૦/૧૪૩/૮)
‘અશ્વિનૌ’ની સ્તુતિનો આ જ મંત્ર ઋગ્વેદઃ ૪-૫૭-૩ રૂપે મળે છે. અશ્વિન દેવોનું બધું જ મધુર (મધુ) છે : સર્વે હતુ મધુરમ્ । એ માધ્વી, મધુપા છે, એમનો રથ પણ મધુવાદી છે. મધમાખીઓને પણ તેઓ મધુ પ્રદાન કરે છે, સર્વત્ર મધુરતા વરસાવીને તેઓ સૌનો ઉપચાર કરે છે, આફતમાંથી મુક્ત કરે છે.
અશ્વિનૌ તો ‘મધુવિદ્યા’ના પ્રખર શાતા-પંડિત છે !
‘અશ્વિનૌ' (અશ્વિનીકુમારો)નો જન્મ ઃ માતા ‘રાંદલ’ના પુત્રઃ
વૈદિક સાહિત્યમાં અશ્વિનૌના જન્મની કથા કંઈક આવી છે. ત્વષ્ટા દેવની પુત્રી સરણ્યનાં લગ્ન સૂર્યદેવ (વિવસ્વાન) સાથે થયાં. સૂર્યનો તાપ સહન ન થતાં સરણ્ય પોતાની માયાશક્તિથી પોતાની પ્રતિમૂર્તિ (છાયા) મૂકીને પિયર ચાલી ગઈ. સૂર્યદેવને આ બાબતની ખબર ન પડી, જ્યારે સૂર્યનું તેજ સહન થઈ શકે તેટલું ઓછું થયું ત્યારે સરણ્ય સૂર્યના ઘેર પાછી ફરી. સૂર્યે તેને માયાવી શક્તિ માની તેનો સ્વીકાર ન કર્યો, આથી સરફ્યૂ હવે પૃથ્વી ઉપર અશ્વિની (ઘોડી) રૂપે રહેવા લાગી. છાયાએ સૂર્યને સાચી સ્થિતિનો ખ્યાલ આપતાં સૂર્યદેવ પસ્તાયા ને સરણ્યને મનાવવા અથ થઈને પૃથ્વી પર આવ્યા. આ અશ્વ-અશ્વિનીના બે જોડિયા પુત્રો એટલે અશ્વિનીકુમારો ! આ સરણ્ય એટલે પુરાણોની સંજ્ઞા કે રક્ષા અને આ જ દેવી આજે લોકદેવી રૂપે ‘રાંદલ’ નામે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પૂજાય છે. (પુરાણોમાં સંજ્ઞા અને છાયા બન્નેને સૂર્ય-પત્નીઓ માની છે), આજે પણ ‘રાંદલ તેડવા'ની વિધિમાં રાંદલનો (સંજ્ઞાનો) શણગારેલો લોટો મૂકી, બાજુમાં અશ્વારોહી સૂર્યની મૂર્તિ મૂકાય છે. રાત્રે સ્ત્રીઓ માતાજીને રીઝાવવા, ઘોડી સ્વરૂપે હમચી ખૂંદે છે, ઘોડો ખૂંદે છે ! જોકે, વેદમાં અશ્વિનૌનાં માતા-પિતા અનેક બતાવ્યાં છે, જેમકે ઘુલોક અને સમુદ્ર વગેરે.