________________
Vol. XXXL, 2007
કાવ્ય પ્રકાશ અને રઘુવંશ
113
કાલગત ભેદ રહેલો છે, જે દોષરૂપ છે અને તે પ્રક્રમભંગ દોષમાં જ અંતભૂત થઈ જાય છે.
હેમચન્દ્રના “કાવ્યાનુશાસનમાં પણ આ શ્લોક આ જ સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. પરંતુ તેમણે આ પ્રકારના ઉપમાદોષને અનન્વિત નામે દોષમાં અંતર્ભત કરેલ છે.
હેમચન્દ્ર પ્રમાણે અનન્વિત દોષ ત્યારે થાય છે, જ્યારે પદાર્થોનો પરસ્પર સંબંધ ન રહે. એ રીતે, કાળ-પુરુષ વગેરે ગત ભેદ હોતાં ઉપમેય અને ઉપમાનરૂપ અર્થો વચ્ચે સંબંધ જળવાતો નથી, જે દોષરૂપ ગણાય. તેના ઉદાહરણરૂપે હેમચન્દ્ર આ પદ્ય આપે છે.
અહીં એક વિગત નોંધનીય છે કે, મમ્મટે અલંકારદોષોને જે તે દોષમાં અંતર્ભાવિત થતા હોય તે અંગેની સમગ્ર ચર્ચા અલંકારનિરૂપણને અંતે આપી છે, જ્યારે હેમચન્દ્ર તો જે તે દોષના સંદર્ભમાં જ તે દોષ દ્વારા ગતાર્થ થતી વિગતોનો વિચાર કર્યો છે.
આ પદ્યના પાઠાંતરનો વિચાર કરીએ તો, “કાવ્યપ્રકાશ” તથા “કાવ્યાનુશાસન'માં એકસરખો જ પાઠ મળે છે, જેને શ્રી રેવાપ્રસાદજીએ માન્ય રાખ્યો છે, જયારે “રઘુવંશ'ની નિર્ણયસાગર આવૃત્તિમાં એક પાઠાંતર મળે છે. તેમાં કાપ' ને સ્થાને ‘પ્રાપ' પાઠ મળે છે. જો કે, તેનાથી અર્થમાં ખાસ કોઈ ફેર પડતો નથી.
२. कातयं केवला नीतिः शौर्यं श्वापदचेष्टितम् ।
अतः सिद्धि समेताभ्यामुभाभ्यामन्वियेष सः ॥५ કાવ્યપ્રકાશના સાતમાં ઉલ્લાસમાં પ્રક્રાન્તાર્થક તત્ શબ્દને ઉદાહૃત કરતાં આ પદ્ય ટાંકવામાં આવ્યું છે.
વાયગત અવિસૃષ્ટવિધેયાંશ દોષનું નિરૂપણ કરતા મમ્મટ જણાવે છે કે, વાક્યમાં જો અત્ નો પ્રયોગ કરવામાં આવે તો તત્ નો પ્રયોગ પણ કરવો જોઈએ. એ નિયમ જળવાય નહીં તો તે દોષરૂપ ગણાય. તેમ છતાં, તેના કેટલાક અપવાદ છે. તે અંગે મમ્મટ કહે છે કે, જો તત્ શબ્દનો પ્રયોગ પ્રકરણ પ્રાપ્ત વિગત, પ્રસિદ્ધ બાબત કે પછી અનુભૂત અર્થનો બોધ કરાવવા માટે થયો હોય તો ય ના પ્રયોગની જરૂર નથી. તે પૈકી પ્રક્રાન્તાર્થક એટલે કે પ્રકરણપ્રાપ્ત અર્થ જણાવવા માટે તત્ નો પ્રયોગ કરાયો હોય તેવું ઉદાહરણ આપતાં ઉપરનું પદ્ય આવે છે.
મહિમભટ્ટ તથા હેમચન્દ્ર પણ આ જ સંદર્ભમાં આ પદ્ય ઉદ્ધત કરે છે. આ શ્લોકમાં કોઈપણ પાઠાન્તર ઉપલબ્ધ નથી. ३. क्व सूर्यप्रभवो वंशः क्व चाल्पविषया मतिः ।
तितीर्षु र्दुस्तरं मोहादुडुपेनास्मि सागरम् ॥ ‘કાવ્યપ્રકાશના દસમાં ઉલ્લાસમાં વાક્યર્થગત નિદર્શનાના ઉદાહરણરૂપે આ પદ્ય ઉદ્ધત કરાયું
છે. ૧૦