________________
Vol. XXXL, 2007
કુંદકુંદાચાર્યકત સમયસારમાં આત્મતત્ત્વની વિચારણા
123
સમજશે તે શુદ્ધ આત્માને પામશે માટે તેનાં અભ્યાસ અને શ્રવણથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય એમ ઉપદેશ છે. જયસેનાચાર્ય સમયસારના અભ્યાસનું ફળ બતાવતાં કહ્યું છે કે જે કોઈ આ પ્રાભૃતનો અભ્યાસ કરશે તે અવિનાશી જ્ઞાનાત્મક ભાવને પામી મોક્ષ પામશે તથી જ આત્મતત્ત્વની વિચારણા દ્વારા સ્વાનુભૂતિરૂપ સમ્યક્ટર્શન પ્રાપ્ત થાય છે. જે અવ્યાબાધ સુખપ્રાપ્તિ કરાવે છે એમ આચાર્ય કુંદકુંદ આ ગ્રંથના મહિમારૂપે કહે છે છેલ્લે, અધ્યાત્મસંત શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોમાં “હે કુંદકુદાદિ આચાર્યો ! તમારા વચનો પણ સ્વરૂપાનું સંધાનને વિષે આ પામરને પરમ ઉપકાભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” આપણે પણ સ્વરૂપના જ્ઞાન દ્વારા પરમાત્મા પદ પામીએ.
“પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે.”
ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અસાધારણ જ્ઞાનદર્શનાદિ ગુણો છે જે બીજા દ્રવ્યોમાં હોતા નથી. શુદ્ધાત્મા એટલે જ્ઞાનલક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા કે જેની પરિણતિ જે પર તરફ હતી તે હવે સ્વ તરફ દૃષ્ટિ કરે છે આ અપૂર્વકરણ અવસ્થા પ્રાપ્ત થતા રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થતા - સમ્યત્ત્વની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સ્વ-સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ સૂત્રમબોધ દ્વારા આત્માને પોતાનું સ્વરૂપ સમજાય છે. “હું કોણ છું” – અનાદિકાળથી ચાલ્યું આવતું મિથ્યાત્વ ટળી જાય છે. અને પરમઆનંદનો અનુભવ થાય છે.
ખરેખર, “શુદ્ધ, બુદ્ધ ચૈતન્યધન સ્વયંજયાતિસુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.”