Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 166
________________ 160 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI અને અપ્રમાણતાનો ચાર્વાક અવશ્યમેવ નિર્ણય કરી શકે છે. પરંતુ પૂર્વ અને અપરકાળમાં ઉત્પન્ન થનાર જ્ઞાન વ્યક્તિઓનું પ્રામાણ્ય અને અપ્રામાણ્યનો નિર્ણય કરવામાં સાધન ભૂત સમીપસ્થ અર્થના બળથી ઉત્પન્ન થનાર પૂર્વ અને અપરકાશવર્તી પદાર્થોના સંબંધથી શૂન્ય પ્રત્યક્ષને લક્ષ્ય કરવા સમર્થ નથી. પોતાના અનુભવનો વિષય બનેલ જ્ઞાનવ્યક્તિઓનો બીજાને માટે પ્રામાણ્ય અપ્રામાણ્યનો નિશ્ચય કરાવવા માટે ચાર્વાકો સમર્થ નથી. (૨) ચાર્વાકો માત્ર પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બીજાઓને જ્ઞાન પ્રમાણ અથવા અપ્રમાણ છે તે જણાવી નહીં શકે. કેમ કે પૂર્વકાળમાં જાણેલી જ્ઞાનની સમાનતા જોઈને વર્તમાનકાળના જ્ઞાનને પ્રમાણ અથવા અપ્રમાણ ઠરાવવા માટે પ્રત્યક્ષ સિવાય અનુમાન રૂપે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેશે. (૩) પ્રત્યક્ષ પ્રમાણથી પરલોક આદિનો નિષેધ નહીં કરી શકાય. કેમ કે પ્રત્યક્ષ સામે રહે નજીકના પદાર્થોને જ જાણી શકે છે અને પરલોકનો અભાવ સિદ્ધ કર્યા વગર ચાર્વાકોને શાંતિ નહીં મળે અને સાથે-સાથે ચાર્વાકો પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણને ન માનવાની હઠ પણ લઈને બેઠા છે. આ ઉપરાંત આચાર્ય મલ્લિષેણસૂરિ સ્યાદ્વાદમંજરીમાં જણાવે છે કે પ્રત્યક્ષનું પ્રામાણ્ય પ્રત્યક્ષ દ્વારા જ્ઞેય પદાર્થના જ્ઞાનનું અવિસંવાદિપણું સિદ્ધ થયે થાય છે. જો પ્રત્યક્ષ દ્વારા જ્ઞેય પદાર્થના જ્ઞાનનું અવિસંવાદીપણું ન હોવા છતાં પ્રામાણ્ય સિદ્ધ થઈ જતું હોય તો સ્નાન, પાન, અવગાહન આદિ નિષ્પત્તિ કરવામાં અસમર્થ એવા મૃગજલ વિષયક જળજ્ઞાનમાં પ્રામાણ્ય કેમ નહીં ? પદાર્થની સાથે અવિનાભાવી હતુ અને શબ્દ દ્વારા ઉત્પન્ન અનુક્રમે અનુમાન અને આગમ દ્વારા જ્ઞાત પદાર્થના જ્ઞાનની અવિસંવાદિતા હોવાથી આ બન્ને જ્ઞાનનું પ્રામાણ્ય કેમ સ્વીકારતા નથી. આ બાબતે ચાર્વાકો એમ જણાવે કે અનુમાન અને આગમમાં જ્ઞાત પદાર્થના જ્ઞાનની અવિસંવાદિતા જોવા નથી મળતી માટે અમે એ જ્ઞાનને પ્રમાણ નથી માનતા. આવી દલીલ સામે આચાર્ય મલ્લિષેણ જણાવે છે કે આંખના તૈમિરિક આદિ રોગને કારણે આંખ દ્વારા બે ચંદ્ર જોવા મળે છે. તેને આધારે બધા જ પ્રત્યક્ષ જ્ઞાનને અપ્રમાણ કેમ નથી માનતા? આ બાબતે ચાર્વાક કહેશે કે એક ચંદ્રના સ્થાને બે ચંદ્રોનું જ્ઞાન પ્રત્યક્ષાભાસ છે માટે બધા પ્રત્યક્ષ જ્ઞાનને અપ્રમાણ માનવાનો પ્રશ્ન જ નથી. તેના જવાબમાં આસ્તિક દર્શનકારો જણાવે છે કે અમે સદોષ અનુમાનને અનુમાનાભાસ તથા સદોષ આગમને આગમાભાસ કહીએ છીએ. માટે પ્રત્યક્ષ સિવાય અનુમાન અને આગમ પ્રમાણનો સ્વીકાર કરવો જોઈએ.' આમ જૈન દાર્શનિકોએ ચાર્વાક સમ્મત પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણ ન માનવાની વાતનું સટીક તર્કો દ્વારા ખંડન કરેલું છે. તે અવલોકનીય છે. પાર્ટીપ: १. स्याद्वादमञ्जरी पृ. १९२. सं. जगदीशचन्द्र जैन, श्रीमद् राजचन्द्र आश्रम, अगास. १९७०. २. प्रमाण मीमांसा. पृ. ७. सं. पं. सुखलाल संघवी, सिंधी जैन ग्रन्थमाला, अमदावाद-१९३९. प्रमाणेतर सामान्य स्थितेरन्यधियो गतेः । प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच्च कस्यचित् ॥१॥ अर्थस्या सम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता । પ્રતિવ-સ્વભાવસ્થ તહેતુત્વે સમે ચિમ્ IIરા એજન. પૃ. ૮ ૪. એજન. પૃ. ૭. ૮. ५. स्याद्वादमञ्जरी पृ. १९२-१९५ सं. जगदीशचन्द्र जैन, श्रीमद् राजचन्द्र आश्रम, अगास. सं. १९७०.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168