Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 164
________________ ચાર્વાકદર્શન અને જૈનદર્શન જિતેન્દ્ર બી. શાહ ચારૂ – સુંદર વાણી હોવાને કારણે ચાર્વાક નામ પ્રસિદ્ધ થયું છે. વાચસ્પત્યકોશમાં જણાવ્યું છે કે વાર: નોકસંમત: વા: વીવયમ્ વચ્ચે સ: વાર્તા | ચાર્વાક મતવાળા પુણ્ય-પાપ આદિ પરોક્ષ વસ્તુઓનો સ્વીકાર કરતા નથી. પુણ્ય-પાપ ન માનતા હોવાને કારણે સ્વર્ગ-નરક-મોક્ષનો પણ સ્વીકાર કરતા નથી. તેથી તેઓ નાસ્તિક કહેવાય છે. આચાર્ય હેમચંદ્રસૂરિ જણાવે છે કે નતિ પુણે પાપતિ મતિરસ્ય નાસ્તિક / અર્થાતુ જેઓ પુણ્ય-પાપ આદિને માનતા નથી તેઓ નાસ્તિક છે. આવું માનનારાઓને દાર્શનિકોએ લોકાયત કે લોકાતિક પણ કહ્યા છે. લોકાયત શબ્દની વ્યાખ્યા કરતા ષડ્રદર્શન સમુચ્ચયના ટીકાકાર ગુણરત્નસૂરિ જણાવે છે કે તોછો: નિર્વિવારા: સામાન્યનોતદાવન્તિ તિ તોયતા તોતિ રૂત્ય અર્થાત સામાન્ય લોકોની જેમ આચરણ કરવાને કારણે તેમને લોકાયત | લોકાયતિક કહેવામાં આવે છે. જૈન આગમ ગ્રંથોમાં આ મતવાળાઓને અક્રિયાવાદી પણ કહ્યા છે. આત્માને ન માનતા હોવાને કારણે અક્રિયાવાદી કહ્યા છે. ચાર્વાકદર્શનના રચયિતા બૃહસ્પતિને માનવામાં આવે છે. તેથી બાઈસ્પત્યદર્શન તરીકે પણ ઓળખાય છે. ચાર્વાકદર્શન સામાન્ય રીતે ભૌતિકવાદી દર્શન હોવાથી ચાર્વાક દર્શનની બધા જ ભારતીય દર્શનોએ આલોચના કરી છે. ચાર્વાક દર્શનની માન્યતાઓની ચર્ચા જૈનદર્શનમાં આગમિક કાળથી જ ચાલુ થઈ ગઈ હતી અને તે નિરંતર ચાલતી રહી છે. સૂત્રકૃતાંગસૂત્રમાં અને ઉત્તરાધ્યયનસૂત્રમાં ચાર્વાક સમ્મત તત્ત્વોની આલોચના કરવામાં આવી છે. દાર્શનિકોએ પણ ચાર્વાકદર્શનની માન્યતાઓનું તાર્કિક રીતે ખંડન કર્યું છે. અહીં તો માત્ર ચાર્વાક સમ્મત પ્રમાણવાદની જૈનદાર્શનિકોએ કરેલા ખંડનની ચર્ચા કરવામાં આવી છે. તેના પદાર્થવાદ આદિની ચર્ચા અહીં કરવામાં આવી નથી. ચાર્વાક સમ્મત પ્રમાણવાદની ચર્ચા કરતા પૂર્વે તેમના સિદ્ધાન્તોની ચર્ચા કરવી આવશ્યક છે. ચાર્વાકો અનુસાર પૃથ્વી, અપૂ (પાણી), તેજ, વાયુ આ ચાર મૂળ તત્ત્વો છે. આ ચારથી ભિન્ન આત્મા જેવો કોઈ પદાર્થ નથી. કેટલાંક ચાર્વાકો ચતુભૂતાત્મક જગતને બદલે પાંચમા તત્ત્વ તરીકે આકાશનો પણ સ્વીકાર કરે છે. અર્થાત્ આ જગત પાંચ ભૂતો – પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશનું બનેલું છે. આ પાંચ ભૂતોના સમુહથી જ દેહ નિર્મિત થાય છે. જન્મ પૂર્વે આત્મા હતો નહીં અને મૃત્યુ પછી આત્મા રહેતો નથી. મૃત્યુ એ જ મોક્ષ છે. કામ સિવાય અન્ય કોઈ ધર્મ નથી. આવી માન્યતાને કારણે જ ચાર્વાકો માટેનો નિમ્નોક્ત શ્લોક અત્યંત પ્રસિદ્ધ થયો છે. यावत् जिवेत् सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ અર્થાત્ જ્યાં સુધી જીવો સુખીથી જીવો. પૈસા ન હોય તો દેવું કરીને પણ ઘી પીઓ. કારણ કે એક વખત દેહ ભસ્મીભૂત થઈ જાય પછી કોઈ પાછું આવતું નથી. અર્થાત્ ભૌતિક દેહના વિનાશની સાથે જ આત્માનો પણ વિનાશ થઈ જાય છે. આમ હોવાથી તેઓ પુણ્ય-પાપ, સ્વર્ગ-નકરને પણ

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168