________________
121
Vol. XXXL, 2007
કુંદકુંદાચાર્યકૃત સમયસારમાં આત્મતત્ત્વની વિચારણા છે. (૧) બહિરાત્મા – બાહ્ય દેહ આદિ પદાર્થોને જ જે આત્મા માને તે બહિરાત્મદશા (૨) અંતરમાં દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું જેને ભાન છે તે અંતરાત્મદશા (૩) આ ચૈતન્યશક્તિ જાણીને જેણે પરમ સર્વજ્ઞપદ પ્રગટ કર્યું છે તે પરમાત્મદશા જે ઉપાદેય છે. ““ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર શુદ્ધચૈતન્યધનની પ્રસિદ્ધિ અર્થે આચાર્ય કુંદકુંદ સમયસારમાં અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે.
જીવ અને પુદ્ગલનું નિમિત્ત નૈમેરિકપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તાભોક્તાપણું, ગુણસ્થાન ક્રમારોહમાં ભાવ અને દ્રવ્યનું નિમિત્ત નૈમિત્તિકપણું વિકારૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ, મિથ્યાત્વવાદીનું જડપણું તેમ જ ચેતન પણું, પુણ્ય અને પાપનું બંધસ્વરૂપણું, તેમ જ મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન ઈત્યાદિ, અનેક વિષયો સમયસારમાં પ્રરૂપ્યા છે. સમયસારમાં “સમય” એટલે આત્મા - સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “સમ” ઉપસર્ગ છે તેનો અર્થ “એક સાથે' એવો છે અને
અય' - ગમનાથ ધાતુ છે જેનો અર્થ “ગમનછે. અને “જ્ઞાન” પણ છે. તેથી એક સાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તે “સમય” કહેવાય છે. આ જીવ નામનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. અમૃતચંદ્રાચાર્યે સમયની વ્યાખ્યા આપતાં કહ્યું છે શીવ નામ પવાર્થ સઃ સમય: ’ તેમના ગ્રંથની આદિમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરતાં કહે છે નમઃ સમયસર' અર્થાત્ જીવ નામનો પદાર્થ તેમાં કર્મરહિત શુદ્ધ આત્મા તેને નમસ્કાર જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આમ, શુદ્ધ આત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યા છે. આમ, સમય એટલે જીવ, આત્મા, “Soul' - સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે – (૧) ઉત્પાદ, વ્યય, દ્રૌવ્યયુક્ત સત્તાથી સહિત છે. (૨) દર્શનજ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે. (૩) અનંતધર્મોમાં રહેલ એક ધર્મીપણાને લીધે તેનું દ્રવ્યપણું પ્રગટ છે. (૪) અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણ પર્યાયો સહિત છે. (૫) સ્વપરસ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્તરૂપને પ્રકાશનારુ એકરૂપપણું છે. (૬) પરદ્રવ્યોથી ભિન્ન છે કારણ કે જ્ઞાતા દષ્ટા તેનો અસાધારણગુણ છે. (૭) એક ટકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે.
આ ગ્રંથમાં આચાર્ય મૂળ નવતત્ત્વનું શુદ્ધ નયથી નિરૂપણ કર્યું છે જે થકી નિશ્ચય સમ્યદર્શન, જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એવા આત્મતત્ત્વને જાણવું, એની ઉપાસના, આરાધના એ જ સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર છે. આત્મા વિષે સર્વ દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતા પ્રવર્તે છે. જૈનદર્શનમાં નવતત્ત્વોમાં ચેતનરૂપ જીવ છે. જ્યારે આ જીવ દર્શન-જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવામાં પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણે તથા પરિણમે તે “સ્વ સમય અર્થાત્ જે આત્મા પરથી ભિન્ન થઈ પોતના દર્શન, જ્ઞાન સ્વભાવમાં એકત્વ પામે છે તેને “સ્વ સમય'