________________
122
કોકિલા હેમચંદ શાહ
SAMBODHI
જાણવો. આ સ્વસમય એ પરિણમનરૂપ છે – અને જયારે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપથી મુક્ત થઈને અન્યપણે રાગદ્વેષરૂપે પરિણમે તે પરસમય છે.
જીવાજીવાધિકારના અધ્યયનથી એ સ્પષ્ટ કર્યું છે કે આત્મદ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે. જ્યાં સુધી આત્મા પોતાને પરનો કર્તા ભોક્તા માનતો રહે છે ત્યાં સુધી વાસ્તવિક ભેદવિજ્ઞાનનું જ્ઞાન થતું નથી. ધર્મનું મૂલ સમ્યદર્શન છે. સમ્યદર્શન વિના વ્રત કરે, સામાયિક કરે એ બધું વ્યર્થ છે. જીવ ચેતન છે સુખનો ખજાનો છે જ્ઞાનવડે સ્વપરને જાણી રાગદ્વેષ દૂર કરી શકાય. સમયસાર ગાથા ૧૧૮માં કહ્યું છે જ્ઞાનીને કર્મબંધ નથી કારણકે તેમાં રાગદ્વેષનો અભાવ છે. સમ્યક્દષ્ટિ આત્મા નવીન કર્મો બાંધતો નથી અને સત્તામાં રહેલા પૂર્વકર્મોને માત્ર જાણે છે. તેથી જ જ્ઞાનનો મહિમા છે આચાર્ય કુંદકુંદે આત્માને રાગાદિ ભાવોથી ભિન્ન બતાવી તેનું મમત્વ છોડવાનું કહ્યું છે અને તે પછી રાગાદિભાવોના કર્તુત્વ અને ભોıત્વનો ઈન્કાર કર્યો છે. રાજચંદ્ર કહે છે –
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ.”
સંવરાધિકારમાં ભેદવિજ્ઞાનનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે સંપૂર્ણ કર્મોના સંવર માટે ભેદવિજ્ઞાન ઉત્કૃષ્ટ ઉપાય છે સંપર્ણ સમયસાર ભેદવિજ્ઞાન માટે જ સમર્પિત છે પરંતુ સંવરાધિકારમાં ભેદવિજ્ઞાનનો વિશેષ મહિમા બતાવ્યો છે. સમ્યક્રષ્ટિ જીવ ઇંદ્રિયો દ્વારા ચેતન અચેતન દ્રવ્યોનો જે ઉપર ભોગ કરે છે તે સર્વ નિર્જરાના નિમિત્ત છે આમ આમ્રવના સ્થાનો નિર્જરાના સ્થાનો બની જાય છે. “હોત આસવા પરિસવામાં આચારાંગસૂત્રમાં પણ આમ જ કહ્યું છે આસ્રવ પર વિજય મેળવવાની શક્તિ વિષે શંકા નથી - ભલે વર્તમાન કાળમાં કેવળજ્ઞાન શક્ય ન હો પણ સચિત્તઆનંદસ્વરૂપી આત્માનો અનુભવ તો શક્ય છે જેથી આત્મિક શાંતિની અદ્ભુત દશા પ્રગટ થાય છે જ્ઞાનીને જે ભેદજ્ઞાન થાય છે તે સદૈવ યથાવત્ રહે છે અને તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય જ છે.
જ્ઞાનનો મહિમા એટલા માટે જ છે કે જ્ઞાની કર્મો કરતો હોવા છતાં પણ તેને કર્મબંધ નથી. કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી આચ્છાદિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે બનારસીદાસે પણ સરસ વાત કરી છે કે જ્ઞાની ભોગોના ભોક્તા હોવા છતાં પણ કર્મબંધ નથી કરતા મોક્ષ એટલે દુઃખનો અભાવ અને સમ્યક્ટર્શન વિના તે શક્ય નથી “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તેથી જ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.” તેથી જ આત્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ, જૈનપરંપારમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ કરનાર જ્ઞાનની પ્રતિષ્ઠા છે. છેલ્લે, શુદ્રનયનું મહત્ત્વ બતાવ્યું છે. જ્ઞાન અને ષેય સર્વથા ભિન્ન છે શુદ્ધ ભાવ ઉપાદેય છે. શુદ્ધનયનો આશ્રય લઈ જ્ઞાની જન જે રાગાદિથી મુક્ત છે તે બંધથી રહિત સમયના સારને, શુદ્ધાત્માને જુએ છે અનુભવે છે. શુદ્ધનય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર આ ત્મા તેનું જે લક્ષ કરે, જ્ઞાન કરે તે સમદર્શનને પામે, આમ આચાર્ય કુંદકુંદ આત્માના અદ્ભુત વૈભવની વાત કરી છે. આ સમયમામૃતશાત્ર શુદ્ધ પરમાત્માને સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્ર ભણીને તેનો અર્થ