________________
120
કોકિલા હેમચંદ શાહ
SAMBODHI
જીવનું સ્વરૂપ કહ્યું છે. અને ત્યારબાદ જીવ-અજીવ અધિકાર, કર્તા કર્મ અધિકાર, પુણ્યપાપ અધિકાર, આગ્નવ અધિકાર, સંવર અધિકાર નિર્જરા અધિકાર, બંધ અધિકાર અને મોક્ષ અધિકારનું વર્ણન અધિકાર, બંધ અધિકાર અને મોક્ષ અધિકારનું વર્ણન છે. છેલ્લે, (૩૯૮-૩૧૪ ગાથા) સર્વવિશુદ્ધ અધિકાર છે. આ અલૌકિક શાસ્ત્રાર શ્રી અમૃતચંદ્રાચાર્યે “આત્મખ્યાતિ' નામની અને શ્રી જયસેનાચાર્યે તાત્પર્યવૃત્તિ' નામની સંસ્કૃત ટીકા લખી છે અમૃતચંદ્રાચાર્યના શબ્દોમાં “આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનધન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું, અદ્વિતીય જગત ચહ્યુ છે. જે કોઈ તેના પરગંભીર અને સૂઝ ભાવોને હૃદયગત કરશે તેને તે ચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જયસેનાચાર્ય સમયસારના અભ્યાસનું ફળ બતાવતા કહે છે “જે કોઈ આ પ્રાભૃતનો અભ્યાસ કરશે, પઠન કરશે, શ્રવણ કરશે, પ્રસિદ્ધિ કરશે, તે અવિનાશી જ્ઞાનાત્મક ભાવને પામી મોક્ષ પામશે.” આમ, સમયસાર એટલે શુદ્ધ આત્માનો મહિમા કહેનાર શાસ્ત્ર આ ઉત્તમ ગ્રંથમાં નિશ્ચય અને વ્યવહારનયનું સુંદર વિશ્લેષણ કર્યું છે. વ્યવહાર અને નિશ્ચય બંને નયોનું પ્રયોજન છે. વ્યવહારનય વ્યવહાર માટે છે અને નિશ્ચયનય તત્ત્વને દર્શાવે છે. નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા કદાચ બીજા કોઈપણ ગ્રંથમાં જોવા મળતી નથી. પરથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું ભાન તે નિશ્ચય અને પુરુષાર્થ વડે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. પુરુષાર્થવડે ભવનો છેદ કરો એવી પરમ અદ્ભુત વાત છે. પ્રથમ, હું સિદ્ધ સ્વરૂપ છું, પરમાત્મા જેવો જ હું છું તેવી દૃષ્ટિ તે નિશ્ચય અને તેમાં ભાવવંદનરૂપ સ્વભાવમાં એકાગ્ર થઈને પ્રયત્ન કરવો આત્માની શુદ્ધ દશા પામાટેનો તે મોક્ષનો ઉપાય તે વ્યવહાર. સિદ્ધ સ્વરૂપને ધ્યાવીને અનંત જીવો સિદ્ધા થયા છે, આમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે થાય છે પણ મોક્ષમાર્ગ બે નથી. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ.”
સમયસાર ગ્રંથની શરૂઆત “વંદિતુ સવ્ય સિદ્ધ' એમ કહી કરી છે–“હું ધ્રુવ અચળ અને અનુપમ ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વસિદ્ધોને નમસ્કારી શ્રુતકેવળીઓએ કહેલ આ સમયાર નામના પ્રાભૂતને કહીશ.” આમ સિદ્ધ પરમાત્માને ભાવથી આત્મામાં સ્થાપ્યા એ જ ધર્મની શરૂઆત છે. આત્માની પૂર્ણ શુદ્ધજ્ઞાન આનંદમય દશા તે સિદ્ધપદ છે. આત્મા સ્વભાવમાં આવી જાય પછી તેને કંઈ વિશેષ, પ્રાપ્ત કરવાનું રહેતું નથી. “હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું.” એવો બોધ થવો એ જ ધર્મની સાચી આરાધના છે “વત્યુ સહાવો ધમ્મો.” આત્માનું ઐશ્વર્ય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય. આત્માના પોતાના જ આ ગુણો છે. આ ગુણો બહારથી મેળવવાના નથી, તેને પ્રગટાવવાના છે. આત્માના સ્વભાવ આડે રહેલ આવરણો દૂર થતાં તે પ્રગટ થાય છે. પ્રશમરસનું સુખ પ્રત્યક્ષ છે. આત્મા જ પરમાત્મા છે, પરમાત્મા ક્યાંય બહાર નથી, અંતરનું જ એક સ્વરૂપ છે. આમ, ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિના માધ્યમથી આત્મામાં સિદ્ધત્વની સ્થાપના કરી આચાર્ય આ મહાનગ્રંથનો પ્રારંભ કરે છે. આત્મા નિરાકુળ ચૈતન્ય આનંદમૂર્તિ છે. પંડિત બનારસીદાસજી સમયસાર નાટકમાં કહે છે. “ચેતનરૂપ અનૂપમ અમૂરત સિદ્ધસમાન સદા પદ મેરો.” શ્રીમદ્ રાજચંદ્ર કહે ચે ““આત્મા સત ચૈતન્યમય સર્વાભાસરહિત (આત્મસિદ્ધિ-૧૦૧) તાત્પર્ય છે. બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું જરૂરી છે. જે દ્વારા પરમાત્મપણું પ્રગટ થાય. આચાર્ય પૂજયપાદે સમાધિશતકમાં આત્માની ત્રણ અવસ્થા બાતવી