Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 118
________________ કાવ્ય પ્રકાશ અને રઘુવંશ જાગૃતિ પંડ્યા આચાર્ય મમ્મટરચિત કાવ્યપ્રકાશ' સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીય ગ્રંથોમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તેમાં કાવ્યશાસ્ત્રને લગતાં વિભિન્ન પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરાયો છે. દસ ઉલ્લાસોમાં વિભાજિત આ ગ્રંથમાં કાવ્યલક્ષણ, કાવ્ય હેતુ, કાવ્યપ્રયોજન, કાવ્યપ્રકાર, દોષ, ગુણ, અલંકાર ઇત્યાદિ વિષયો આવરી લેવાયા છે. ગ્રંથકારે તેમાં જે તે સિદ્ધાંત રજૂ કરતી કારિકા, વિવેચનાત્મક વૃત્તિ તથા સમર્થનરૂપે ઉદાહરણો આપીને વિષયને વિશેષ ગ્રાહ્ય બનાવ્યો છે. આ ઉદાહરણો તેમણે જુદી જુદી સાહિત્યકૃતિઓમાંથી પસંદ કરીને ટાંક્યા છે. સંસ્કૃત સાહિત્યકારોમાં કાલિદાસ મૂર્ધન્ય સ્થાન ધરાવે છે અને તેમની સાહિત્યરચનાઓમાં “રઘુવંશ એ ઉત્તમોત્તમ સર્જન ગણાયું છે. પંચ મહાકાવ્યોમાં સ્થાન પામેલ “રઘુવંશ'માંથી કેટલાંક પડ્યો આચાર્ય મમ્મટે પોતાના કાવ્યપ્રકાશ માં જુદા જુદા સંદર્ભમાં પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખમાં, તે પડ્યો કયા સંદર્ભમાં પ્રસ્તુત કર્યા છે, તેનો વિચાર કરાયો છે. સાથે જ, જે તે પદ્ય અન્ય આલંકારિકે પ્રસ્તુત કર્યું છે કે કેમ, તથા જો પ્રસ્તુત કર્યું હોય તો તેનો સંદર્ભ મમ્મટને અનુરૂપ જ છે કે કેમ? તે જણાવવાનો પણ પ્રયાસ કરાયો છે. આપણે આ પઘોને અકારાદિ ક્રમે રજૂ કરીશું. १. अतिथिं नाम काकुत्स्थात् पुत्रमाप कुमुद्वती। पश्चिमात यामिनीयामात् प्रसादमिव चेतना ॥१ કાવ્યપ્રકાશ ના દસમા ઉલ્લાસમાં મમ્મટે અલંકારદોષોને પૃથફ નિર્દેશ્યા નથી પણ પોતે નિર્દિષ્ટ જે તે કાવ્યદોષમાં જ તેમનો અંતર્ભાવ વિચાર્યો છે. તે પૈકી ઉપમાદોષોનો અંતર્ભાવ દર્શાવતી વખતે તેઓ જણાવે છે કે, જે રીતે ઉપસાગત લિંગભેદ કે વચનભેદ દોષ વિચારાય છે, તે રીતે, કાલ, પુરુષ, વિધિ આદિગત ભેદ પણ દોષરૂપ ગણાય છે. આ પ્રકારની રચનામાં અસ્મલિત રીતે પ્રતીતિ થતી નથી હોતી તેથી તે દોપરૂપ છે અને તેનો અંતર્ભાવ ભગ્નપ્રક્રમતામાં થઈ જાય છે. તેના ઉદાહરણરૂપે મમ્મટ “રઘુવંશ' માંથી ઉપરનો શ્લોક ટાંકે છે. આ ઉદાહરણમાં ઉપમાનવાક્યમાં “ચેતના પ્રસાદ પામે છે'- રેતના પ્રમુખોતિ એમ વર્તમાનકાળનો પ્રયોગ છે, જયારે ઉપમેયવાક્યમાં “પામી' – માપ – એમ ભૂતકાળ પ્રયોજાયો છે તેથી

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168