________________
114
જાગૃતિ પંડ્યા
બે બાબતો વચ્ચેનો અશક્ય સંબંધ જ્યારે ઉપમામાં પરિણમે ત્યારે નિદર્શના અલંકાર બને છે.
‘રઘુવંશ'માંથી ઉદ્ધૃત ઉપરના શ્લોકમાં – ‘સૂર્યમાંથી ઉદ્ભવેલ વંશ ક્યાં, ને ક્યાં મારી અલ્પવિષયવાળી બુદ્ધિ ?!’ એ એક વાક્ય તથા ‘મોહને કારણે હું નાના હોડકા વડે સાગર તરવા ઇચ્છું છું' એ બીજું વાક્ય પરસ્પર સંબદ્ધ નથી. તેમ છતાં, ‘અલ્પબુદ્ધિ વડે સૂર્યવંશનું વર્ણન તે નાના હોડકા દ્વારા સાગર તરવા સમાન છે' એવો ઉપમાનો અર્થ તેમાંથી પ્રાપ્ત થાય છે. તેથી તે નિદર્શનાનું ઉદાહરણ બને છે.
SAMBODHI
હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન’૧૧ તથા વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’૧૨માં પણ આ જ સંદર્ભમાં આ પદ્ય પ્રાપ્ત થાય છે.
જો કે, હેમચન્દ્રે ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે જે દૃષ્ટાંત અપાય તેને નિદર્શન કહે છે, જ્યારે વિશ્વનાથ મમ્મટને અનુસરીને સંભવિત કે અસંભવિત વસ્તુસંબંધમાં રહેલ બિંબાનુબિંબભાવમાં નિદર્શના અલંકાર માને છે. તેઓ પણ અનેક વાક્યના નિર્દશનાના ઉદાહરણ તરીકે ઉપરનો શ્લોક ટાંકે છે. આ શ્લોકમાં પણ કોઈ જ પાઠાંતર પ્રાપ્ત થતું નથી.
૪.
गृहिणी सचिवः सखी मिथः प्रियशिष्या ललिते कलाविधौ । करुणाविमुखेन मृत्युना हरता त्वां बत किं न मे हृतम् ॥ १३
‘કાવ્યપ્રકાશ’ના દસમા ઉલ્લાસમાં વિશેષ અલંકારના તૃતીય પ્રકા૨ને સમજાવતાં, આ ઉદાહરણ રજૂ કરાયું છે. ૧૪
વિશેષ અલંકારનું નિરૂપણ કરતાં મમ્મટ જણાવે છે કે, જ્યારે પ્રસિદ્ધ આધાર વગર આ ધેય રહેલું છે એવું વર્ણન કરાયું હોય, એક વસ્તુને એક જ સમયે અનેક સ્થળે તેના તે જ રૂપે રહેલી હોય તે રીતે વર્ણવવામાં આવે તથા કોઈ એક કાર્ય કરતી વ્યક્તિ તે જ પ્રયત્ન દ્વારા અન્ય કોઈ અશક્ય કાર્યને સિદ્ધ કરતો વર્ણવાય ત્યારે એમ ત્રણ પ્રકારે વિશેષ અલંકાર બને છે. તે પૈકી તૃતીય ભેદને નિરૂપતાં ઉદાહરણરૂપે ઉપરનું પદ્ય આવે છે.
તેમાં, ઇન્દુમતીહરણરૂપ એક કાર્ય કરતા મૃત્યુએ તે જ પ્રયત્નથી અશક્ય એવા સચિવ વગેરેના હરણરૂપ અન્ય કાર્યો કર્યાં છે તેથી વિશેષનો ત્રીજો પ્રકાર બને છે. તેમાં વ્યંગ્ય એવાં કાર્યાન્તરનું નિરૂપણ છે.
‘સાહિત્યદર્પણ’૧૫માં પણ આ જ સંદર્ભમાં આ શ્લોક આપવામાં આવ્યો છે. અહીં, આરંભ કરેલ કોઈ એક કાર્યના પ્રયત્ન થકી અનેક કાર્યો જે થાય છે, તેમાં દૈવ જવાબદાર છે, એટલી વિગત ‘કાવ્ય પ્રકાશ’ કરતાં વિશેષ છે.
આ પદ્યમાં કેટલાક પાઠાંતર મળે છે. જેમ કે, ‘કાવ્યપ્રકાશ’માં ‘સવી’ પાઠ છે, જે ‘રઘુવંશ’ની નિર્ણયસાગરની આવૃત્તિમાં મળે છે પરંતુ શ્રી રેવાપ્રસાદજી૧૬ની આવૃત્તિમાં ‘સવા’ એવું પાઠાન્તર પ્રાપ્ત