________________
100
મણિભાઈ ઈ. પ્રજાપતિ
SAMBODHI અશ્વિની'નાં વૈદિક સૂક્તો : “ઋગ્વદીમાં સૂક્ત-સંખ્યા અને નામોલ્લેખની દૃષ્ટિએ ઈન્દ્ર, અગ્નિ અને સોમ પછી ચતુર્થ સ્થાને ઘુ-સ્થાનીય યુગલ-દેવ “અશ્વિનૌ' આવે છે. ઋગ્વદમાં એમનાં ૫૦ જેટલાં સ્વતંત્ર સૂક્તો છે, જ્યારે અથર્વવેદમાં પાંચ (કાંડ : ૨૦, સૂક્ત : ૧૩૯થી ૧૪૩) સૂક્તો છે.
અશ્વિનીનું ભૌતિક સ્વરૂપ-વૈશિષ્ટચ: વૈદિક ઋષિઓએ મહદંશે પ્રાકૃતિક તત્ત્વોનું દેવીકરણ કર્યું છે, જેમકે ઇન્દ્રિ, અગ્નિ, વરુણ, વનસ્પતિ વગેરે. પરંતુ અશ્વિનોનું સ્પષ્ટરૂપે કોઈ પ્રાકૃતિક દેશ્ય કે તત્ત્વ સ્પષ્ટ થતું નથી. અશ્વિનોમાં કોઈ પ્રાકૃતિક તત્ત્વ શોધવાની મથામણ અભ્યાસીઓએ કરી, તો અનેક અને પરસ્પર વિરુદ્ધ એવા મત અસ્તિત્વમાં આવ્યા ને ક્યો મત સાચો ને ક્યો ખોટો એ સંદેહ બની રહ્યો ! વૈદિક ઋષિઓએ ઋગ્વદ, અથર્વવેદમાં અશ્વિનોનું જે વિસ્તારથી વર્ણન કર્યું છે, તેના આધારે તો અશ્વિનોનું એક ભવ્ય દૈવી કક્ષાનું, છતાં માનવીય ઉજ્વળ વ્યક્તિત્વ નિષ્પન્ન થાય છે. એ બે જોડિયા ભાઈ તો Wonderfed Pair of Heroes છે. Twin (યુગ્મ) સ્વરૂપ હોઈ તેમની તુલના બે નેત્ર, બે હાથ, બે પગ વગેરે સાથે કરાઈ છે. તેઓ ઘુતિમાનું, શુભસ્પતી (અથર્વવ ૨૦-૧૨૫-૫, યુવાન, પુરાણ, શક્તિમાન અને સ્વર્ણિમ છે. સાચે જ, તેઓ તો “Amcient Heroes of the Aryans, Young and hanetsome' છે. ગંભીર પ્રજ્ઞા અને ઓજ એમના વ્યક્તિત્વનાં ઉવળ પાસાં છે. તેથી તેમના માટે વારવાર “પ્રવેતસા' વિશેષણ પ્રયોજાયું છે. તેમનાં બીજાં બે મુખ્ય વિશેષણ છે “રસ્ત્રા' અને “ના સત્યા'. “દગ્ન એટલે “દર્શનીય', જેમકે નૂ નો રદ્ધિ પુવીર વૃદન્ત સ્ત્રા (અથર્વ. ૨૦-૧૪૩-૬); “નાસયા” એટલે “ને અસત્ય' અર્થાતુ સત્યનિષ્ઠ.”
અશ્વિનોને રથ ગરૂડ જેવો વેગીલો (પૃથુનવ) અને સ્વર્ણિમ છે : આ ગુi યુવતનિ તિષ્ઠાથો અશ્વિના . (અથર્વ. ૨૦-૧૪૦-૩), વળી હિષ્યન પુરુ, થેને... (અથર્વ. ૨૦-૧૪૩-૪). તેમનો રથ ત્રણ ચક્રોવાળો, ત્રિકોણાકાર અને ત્રણ બેઠકોવાળો છે : ત્રિવધૂળ ત્રિવૃતા રથે વિવળ તુવૃતા થતિમા (ઋ. ૧-૧૧૧-૧). આવો રથ અને કોઈ દેવનો નથી. રથની ત્રીજી બેઠક તેમની પત્ની સૂર્યા માટે છે. એમના રથને અશ્વ, હંસ, ગૃધ્ર, મહિષ, ગર્દલ વગેરે ખેંચે છે. ઋગ્વદ, અથર્વવેદ અને ઐતરેય બ્રાહ્મણમાં ઉલ્લેખ છે કે સૂર્યા અને સોમ (ચંદ્રમા)ના વિવાહ-પ્રસંગે ગર્દભો દ્વારા ખેંચાતા રથ ઉપર બેસીને અશ્વિનોએ એક રથ-દોડ-સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો અને સૂર્યપુત્રી સૂર્યાને રથમાં બેસાડી પતિ સોમના ઘેર તે લઈ ગયા હતા ઃ સૂર્ય વતિ.... (અથર્વ. ૨૦-૧૪૩-૧). દોડ સ્પર્ધામાં વિજયી બનેલા અશ્વિનોથી પ્રભાવિત થઈને સૂર્યાએ અશ્વિનોનું વરણ કર્યું હતું એવી વિગતો પણ મળે છે. સૂર્યા તેમને વરે છે અને તેમના રથ આરોહણ કરે છે, એવાં વર્ણનો થયાં છે (ઋ. ૭-૬૯-૪, ૫૭૩-૫ વગેરે). સાયણે એવી પુરાણકથા નોંધી છે કે સવિતએ પોતાની પુત્રી સૂર્યાને સોમરાજા સાથે પરણાવવાનો વિચાર કર્યો. ત્યાં “અશ્વિનૌ' પણ આવ્યા. તેથી રથની હરિફાઈ યોજવામાં આવી. એમાં અશ્વિનો વિજયી થયા, તેથી સૂર્યા તેમની પત્ની થઈ (ઋ. ૧-૧૧૬-૭). આમ, સૂર્યાના બે પતિ છે : સોમ અને અશ્વિની. પત્ની સૂર્યા તો હંમેશ ઉષકાળે અશ્ચિનોને જગાડે છે – પ્રવીધોષો શ્વના પ્રવિ સૂનુ મદિ (અથર્વ. ૨૦-૧૪૨-૨). તેમનો રથ એક જ દિવસમાં ઘુલોક અને પૃથ્વીલોકની પરિક્રમા