________________
102
SAMBODHI
મણિભાઈ ઈ. પ્રજાપતિ કરવાનું કામ કરે છે (ઋ. ૧૦-૩૯-૩ વગેરે).
વૈદ્ય તરીકે તેમણે કરેલ અદ્ભુત ચિકિત્સાનાં કેટલાંક ઉદાહરણો પણ સૂક્તોમાં નોંધાયાં છે, જેમકે
(૧) ઋષિ-કવિ ચ્યવન વૃદ્ધ થઈને ખખડી ગયા ત્યારે પુત્રોએ તેમનો તિરસ્કાર કર્યો, ઘર બહાર કાઢી મૂક્યા. અવનની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા અશ્વિનોએ ચ્યવનનું વૃદ્ધત્વ દૂર કરી તેમને તાજા-માજા યુવાન બનાવી દીધી, દીર્ધાયુષ્ય આપ્યું; એટલું જ નહિ, તેમને પત્ની સુકન્યા પણ લાવી આપી. અવન-સુકન્યાની આ કથા તો પુરાણોમાં ખૂબ જાણીતી છે. અશ્વિન-સૂક્તોમાં આ કથાનો નિર્દેશ મળે છે, જેમકે – ચૂર્વ સેવાનં નરોડમુમુન્ ! (ઋ. ૭-૭૧-૫), વળી દષ્ટવ્યઃ ઋ. ૧-૧૧૬-૧૦. અશ્વિનોએ કલિને પણ યૌવન આપ્યું હતું (ઋ. ૧૦-૩૯-૯).
(૨) અત્રિ ઋષિને આગથી ભભકતા ખાડામાં નાખવામાં આવ્યા હતા, તો અશ્વિનો ત્યાં પહોંચી ગયા ને હિમવર્ષા કરીને આગ બૂઝાવી અત્રિને બચાવ્યા હતા - નિરંદતમH: પdf નિ. નહુશ શિથિરે ધાતકુન્તઃ I (28. ૭-૭૧-૫)
(૩) ઋજાસ્વને ચક્ષુ પ્રદાન કર્યા (૪) પરાવૃક્તનો અંધાપો મટાડ્યો.
(૫) વિશ્વલા નામક એક શૂરવીર યુવતીનો પગ યુદ્ધ દરમિયાન કપાઈ ગયો, તો અશ્વિનોએ એને લોખંડનો પગ બનાવી આપ્યો ને તેને યુદ્ધ માટે સક્ષમ બનાવી.
(૬) દધીચિ ઋષિ પાસેથી “મધુવિદ્યા શીખવા માટે તેમણે દધીચને અશ્વનું માથું લગાડેલું, પ્રત્યારોપણ કરેલું - આથળાયશ્વિના ધીરે, અર્થ પ્રયતમ્ (ઋ.૧-૧૧૭-૨૨)
(૭) એક કવિ-રાજવીની પુત્રી વદ્ધિમતી નિઃસંતાન હતી, તો અશ્વિનોએ તેનું વાઝિયામેણું ભાગ્યું ને તેને એક પુત્ર આપ્યો, વળી તેમણે વળ્યા ગાયને પણ દૂધ-ઝરતી કરેલી!
(૮) કવિની પુત્રી ઘોષા રોગથી પીડાતી હતી, કોઈ તેનો હાથ પણ ઝાલતું નહોતું, પરંતુ અશ્વિનોએ તેનો રોગ દૂર કરી પતિ મેળવી આપ્યો.
સાહસિક યુવાનો અશ્વિનોનાં અન્ય અદ્ભુત કાર્યો:
અશ્વિનૌ તો પ્રકાશ-શક્તિ-પુંજ-સ્વરૂપ સાક્ષાત્ સૂર્યદેવ-સૂર્યદેવના પુત્રો, તેથી એમનામાં જન્મજાત પ્રજ્ઞા અને પ્રકાશ-પ્રતાપ છે. એમનું યૌવન ચિરંજીવ છે. ઈન્દ્ર કેવળ યુદ્ધદેવતા છે, પરંતુ અશ્વિનીકુમારો તો સંકટ-મુસીબતમાં પડેલ અનેક વ્યક્તિઓને આફતમાંથી બહાર લાવી રક્ષા કરે છે. શૂરવીર અને સરસેનાપતિ જેવા ઈન્દ્રની પણ તે રક્ષા કરે છે. નમુચિ રાક્ષસનો સંહાર કરી તેમણે ઈન્દ્રનું રક્ષણ કર્યું હતું.