________________
Vol. XXXL, 2007
યોગ-સાધના
107
કરી ભગવાનમય બનાવવાનું ભાગવતપુરાણ ૧૧.૧૩.૧૩-૧૪ માં કહ્યું છે. યોગ-સાધક અજ્ઞાનજનિત પોતાના કર્તુત્વરૂપી અહંકારનો પણ ત્યાગ કરે છે... આમ પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત થવા ઉપરાંત તે યોગી આ શરીરનો સતત સ્વીકાર કરતો નથી.
વારાહોપનિષમાં પણ યોગ અવસ્થાની વ્યાખ્યાઓ આપેલી છે તો ભાગવતપુરાણમાં અષ્ટાંગયોગ સાધનાનું વર્ણન મળે છે ઉપરાંત નારદનું જીવનવૃત્તાંત ધ્રુવનું વૃતાન્ત‘તથા ભાગવતપુરાણ ૧૦-૧૩ તથા ૧૯નું કપિલાખ્યાન ઉપરાંત કૃષ્ણના જીવનપ્રસંગોમાં યોગનું અપ્રત્યક્ષ વર્ણન મળે છે. ઉપરાંત ભાગવતપુરાણ ૧-૯ તથા ૪-૪માં અનુક્રમે ભીખ દ્વારા દેહત્યાગ અને સતી દ્વારા દેહત્યાગ વગેરેમાં યોગ દ્વારા દેહત્યાગ પણ વર્ણવાયો છે.
અષ્ટાંગયોગ : મહર્ષિ પતંજલિ યોગદર્શનમાં તથા ભાગવતપુરાણમાં૧૦ અષ્ટાંગ યોગનું વિશદ વર્ણન મળે છે. આ અષ્ટાંગયોગને નીચે મુજબ વિસ્તૃત સમજીશું.
(૧) યમ : મહર્ષિ પતંજલિએ પાંચ પ્રકારના યમનો નિર્દેશ કર્યો છે૧૧ જયારે દર્શનોપનિષદ્દમાં દશ પ્રકારના યમ આપ્યા છે જ્યારે ભાગવતુકારે બાર યમ આપ્યા છે. ૧૩ આમ ભાગવતકારે આપેલ વધારાના સાત યમ એ કવિનું મૌલિક સર્જન જણાય છે. યોગ સૂત્રમાં યમનું ફળદર્શન કરાવ્યું છે. જેમ કે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાથી વીર્યલાભ પ્રાપ્ત થાય છે અહિંસાથી હિંસકજીવ પણ વૈરભાવ રહિત થઈ જાય છે૧૫ અસ્તેયથી સર્વરત્નો તથા અપરિગ્રહથી યોગીના પૂર્વજન્મ૫ તથા વર્તમાનનાં સઘળાં વૃત્તાન્તોનું જ્ઞાન થાય છે?
(૨) નિયમઃ મહર્ષિ પતંજલિ પાંચ પ્રકારના નિયમોનો નિર્દેશ કરે છે.૧૭ “વિષ્ણુપુરાણ' માં પણ પાંચ નિયમો આપ્યા છે. ૧૮ જયારે ભાગવતપુરાણમાં શૌચ (બહાર તથા અંદરની પવિત્રતા, જપ, તપ, હવન શ્રદ્ધા અતિથિ સેવા વગેરે બાર નિયમ આપ્યા છે. ૧૯ આમ ભાગવતપુરાણમાં જે વધારાના સાત નિયમ છે. તે ભાગવદ્કારનું મૌલિક સર્જન છે. પતંજલિ યોગસૂત્ર” મુજબ શૌવત્ સ્વાં પુણા પરિસંસ: . (૨-૪૦) અર્થાત્ શરીરમાં અપવિત્રતા બુદ્ધિ હોવાથી શૌચનો સાધક સંસારના સંસર્ગથી વિમુખ થઈ જાય છે જયારે યોગસૂત્ર ૨-૪૨ મુજબ સંતોષાત્ ઉત્તમ સુરઉનામ: | જ્યારે “તપ” થી શારિરીક અશુદ્ધિ દૂર થઈ કાયા તથા ઇન્દ્રિયો સંબંધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તથા સ્વાધ્યાયથી ઈષ્ટદેવની સિદ્ધિ પ્રાપ્ત થાય છે જયારે યોગસૂત્ર ૨-૪, મુજબ ઈશ્વર-પ્રણિધાનથી સાધકને સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૩) આસન : ભાગવતપુરાણ ૧૧-૧૪-૩૨ મુજબ સમતોલ સ્થાન પર ટટ્ટાર થઈને સુખપૂર્વક બેસવું તે આસન. જ્યારે પતંજલિ યોગસૂત્ર મુજબ સ્થિર થઈ સુખપૂર્વક બેસવું તે આસન.૨૧ જ્યારે ભાગવત મુજબ પવિત્ર અને એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસવું જોઈએ. ઉપરાંત ભાગવતપુરાણ રૂ-૨૮-૮ માં મુક્તાસન તથા સ્વસ્તિકાસન અને તર્કમુદ્રાસનનો ઉલ્લેખ કરાયો છે. જયારે વિષ્ણુપુરાણ ૬-૭-૩૯ મુજબ યમ-નિયમ નામના ગુણોથી યુક્ત હોઈ સંયમી થયેલા યોગીએ ભદ્રાસનાદિ કોઈ પણ આસને બેસી યોગાભ્યાસ કરવો. જયારે ભા.પુ.૪