________________
કતિય ધાતુમય જિન-પ્રતિમાના અભિલેખ
મધુસૂદન ઢાંકી, લક્ષમણ ભોજક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહીત કેટલીક ધાતુની જિનપ્રતિમાઓ પર અંકિત લેખો અહીં પ્રસ્તુત કર્યા છે.
પંચધાતુની ઘસાઈ ગયેલી પંચતીર્થ પ્રતિમા (મૂળ ક્ર. ૩૪) પર માત્ર મહિડું શ્રાવિકા એટલા અક્ષરો વંચાય છે. લિપિ નવમા શતક જેટલી પ્રાચીન હોઈ તેમ જ પ્રતિમાની શૈલી પણ એ જ કાળનું સમર્થન કરતી હોઈ, અહીં તેની નોંધ લીધી છે.
(૨) પાર્શ્વનાથની સપરિકર પ્રતિમા (મૂળ ક્ર. ૨૫) પર નીચે મુજબનો સં૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૪)નો અંક ધરાવતો લેખાંશ વંચાય છે. કોરનારે વર્ણશુદ્ધતા જાળવી નથી.
सं० १२०० वैसाख सुद ४ सनौ काराति(पि)ता
પાર્શ્વનાથની સપરિકર પંચધાતુની પ્રતિમા (મૂe ક્ર. ૨૪) પર સં૧૨૧૩. (ઈ. સ. ૧૧૫૭)નો લેખ કોરેલો છે. યથા :
संवत् १२१३ श्रावक जसहडपुत्रेण पूनदेवेन प्रतिमा कारापिता ॥ फागुण सु १० बुधे श्री
પશ્વરસૂરિ પ્રતિ[fછતા]... લેખના છેલ્લા અક્ષરો લગભગ ગયા છે. ચક્રેશ્વરસૂરિ તે આબૂની વિમલવસહીમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર સંવિગ્નવિહારી બૃહદ્દચ્છીય આચાર્ય ચક્રેશ્વરસૂરી હોવાનો સંભવ છે.
(૪)
પંચધાતુની ચોવિસી (મૂત્ર ક્ર. ૧૮) પર સં ૧૩૩૩(ઈ. સ. ૧૨૭૭)ની સાલ અંકિત છે. કરાવનાર પલ્લકીય' એટલે કે પલ્લિવાલ જ્ઞાતિના શ્રાવક છે. પ્રતિષ્ઠાપક આચાર્ય ઉદ્યોતન(સૂરિ)ના સંતાનીય હશે. આ સૂરિ જાલ્યોધર કે કાશહૂદ (કે પછી બ્રહ્માણગચ્છના ?) હોવાનો સંભવ છે.
सं० १३३३ माघ सुदि ५ श्रीपल्लिकीय गच्छे श्रीरावणसूत छाडाकेन माराज सिरि श्रेयोर्थं चतुर्विंशतिपट्टः कारितः શ્રી દ્યોતન[સૂરિ).....