________________
136
ડૉ. કાન્તિલાલ આર. દવે
SAMBODHI
(૭) વંશાનુચરિત : વિશિષ્ટ વંશોનું વર્ણન. (૮) સંસ્થા : પ્રતિસર્ગ અર્થાત્ પ્રલય. (૯) હેતુ : અદેખ. (જેના દ્વારા જીવ, જગતની ઉત્પત્તિ અને પ્રલયનું કારણભૂત બને તે) (૧૦) અપાશ્રય : તુરીય નામની અવસ્થાની પ્રાપ્તિ (બ્રહ્મપ્રાપ્તિ)
- હિંદુ પુરાણોનાં આ પંચ કે દશ લક્ષણોની જેમજ જૈનો પણ પોતાનાં પુરાણોનાં અષ્ટલક્ષણો નીચે મુજબ ગણાવે છે. જુઓ :
लोको देशः पुरं राज्यं तीर्थं दानं तपोन्वयम् । પુષ્પષ્ટધાયેય તિથ: મિત્યપ NI (આદિપુરાણ, જિનસેન, ૪/૩) પુષ્પદંત પણ શબ્દોતરે આ જ આઠ વિષયોને પુરાણો માટે જરૂરી માને છે.
तल्लोकु देसु पुरु रज्जु तित्थु, तवु दाणु गइहलु सुहपसत्थु ।
મgવ પfમય પૂUMળ, સાદેવી હોંતિ મહાપુરાણું || (મહાપુરાણ, ૨૦/૧/૪-૫)
આમ જૈનાચાર્યોએ ગણાવેલાં (૧) લોક (૨) દેશ (૩) નગર (૪) રાજ્ય (૫) તીર્થ (૬) દાન (૭) તપ અને (૮) ગતિફળ - આ આઠ વિષયોને હિંદુપુરાણોનાં દશ લક્ષણો સાથે સરખાવતાં બંને વચ્ચે ખાસ નોંધપાત્ર તફાવત જોવા મળતો નથી. હિંદુ પુરાણોનાં સર્ગ-પ્રતિસર્ગ નામનાં પ્રથમ બે લક્ષણો દ્વારા સૃષ્ટિનું જે વિવેચન કરવામાં આવે છે તેવું જ સૃષ્ટિવિવેચન જૈન પુરાણોમાં લોક, દેશ, નગર અને રાજ્યની અન્તર્ગત કરવામાં આવે છે. હિંદુ પુરાણોના વંશની જગાએ અહીં ૨૪ તીર્થંકરો કે મહાપુરુષોના જીવનચરિત્રનું નિરૂપણ કરવામાં આવે છે. હિંદુ પુરાણોના મન્વન્તરને અનુરૂપ કોઈ લક્ષણ જૈન પુરાણોમાં પ્રાપ્ત થતું નથી, પરંતુ જૈન પુરાણોમાં પ્રાપ્ત ચૌદ કુલકરોનાં જનકલ્યાણનાં કાર્યોમાં તેની આંશિક સમાનતા શોધી શકાય. વળી જૈનધર્મના તીર્થકરો કે મહાપુરુષો કોઈ ને કોઈ રાજવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી તેમના પૂર્વજન્મની કથાઓમાં વંશાનુક્રમ નામના લક્ષણની સમાનતા જોઈ શકાય. બંને પ્રકારનાં પુરાણોમાં મળતાં દાન-તપનું માહાભ્ય અને કર્મફળપ્રાપ્તિને બંને ધર્મમાં તેના મહત્ત્વનાં ઘાતક માની શકાય. હિંદુ પુરાણોના કેન્દ્રમાં જેમ વિષ્ણુ કે શિવના અવતારોનું નિરૂપણ હોય છે તેમ જૈન પુરાણોના કેન્દ્રમાં તીર્થકરો, મહાન ચક્રવર્તી રાજવીઓ અને મહાપુરુષોનું જીવનચરિત્ર તથા મહાવીરની સમસ્ત દ્વાદશાંગ વાણી હોય છે. અન્યત્ર આચાર્ય જિનસેન નીચેના પાંચ વિષયોના નિરૂપણને જૈન પુરાણો માટે આવશ્યક માને છે : (૧) લોકત્રય (૨) કાલત્રય (૩) નિર્વાણમાર્ગ (૪) જૈનધર્મના મહાન અનુયાયીઓ અને (૫) તેમનાં મહાન કાર્યો. આ ઉપરાંત આદિપુરાણ(૨/૧૧૫-૧૨૦)માં તેઓ જણાવે છે કે સંસારી અને મુક્ત જીવો, બંધન અને નિર્વાણનાં કારણો, રત્નત્રયી, ધર્મ અને અર્થ નામના પુરુષાર્થ તથા કર્મ આદિ વિષયોનું પણ જૈન પુરાણોમાં યથાયોગ્ય સ્થાને નિરૂપણ કરવું જોઈએ. આ બધા વિષયોની યાદી જોતાં જૈન પુરાણોને “An Encyclopaedia of Jainism' તરીકે કેટલાક ઓળખાવે છે તે યથાર્થ જ છે. મહાપુરાણ/ સંધિ પ૯ની પ્રશસ્તિમાં પુષ્પદંતની આ દર્પોક્તિ જુઓ : કિં વીચહિત નૈનવરિતે નાચત્ર તવતે દાવેતૌ મરતેશggશનૌ સિદ્ધચર્થયોરીદ્રશમ્ | આચાર્ય જિનસેન પણ આદિપુરાણ ૨/૧૧૫માં