Book Title: Sambodhi 1996 Vol 20
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 158
________________ 150 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI બીજી ઢાળમાં કવિએ નલિનીવનમાં આગમજ્ઞાતા મુનિ મહારાજ પધારે છે, તેમના ઉપદેશનું ઉપમાદિની સહાય વડે સુંદર વર્ણન કરેલ છે. સાકર દ્રાખ સમાંણી વાણી, સુણિવા હરખા ભવીયણ પ્રાણી, ઉનયલ દેખી નઈ ઘનઘોર, જીમ આણંદ લહર મુનિ મોર. ૧૦ ગુરદેવે સંસારની અસારતા, સંસારનું ક્ષણિક સુખ, દુનિયાનો જીવનક્રમ, પાપ-પુણ્યના એક-ચક્રી ચક્રની ગતિ પણ ઉપમા ઉભેલા દ્વારા નિરૂપેલી છે. ટુકડા સુખ વેલા સહુ, દુખની વેલા દુર, એ જીવ ભવઈ એકલ, લે સાથઈ રે પુણ્યપાપનું પૂર. ૬ પ્રતિ. ત્રીજી ઢાળમાં કવિ બન્ને ભાઈઓ મુનિની દેશના સાંભળી પ્રતિબોધિત્વ પામે છે તે પ્રસંગને પણ સંક્ષિપ્તમાં આલેખેલ છે. જ્યેષ્ઠ બંધુ પોતાની શક્તિમર્યાદા સમજી શ્રાવકધર્મ અંગીકાર કરે છે. અને લઘુ બંધુ કંડરીક દીક્ષા અંગીકાર કરવા તત્પર થાય છે. જ્યેષ્ઠ બંધુ તેને સાધુધર્મની મર્યાદા. તેના ઉપસર્ગો સમજાવે છે. “કોમલ કંચણવન કાયા તાહરી, વિષમ પરીસહ કિમ સહઈએ. વલિ માહાવ્રત મેરૂ સરિખા દાખવ્યા, ભાર કેમ તસુ નિરવહઈએ.” આમ છતાં પણ કુંડરીક મક્કમપણે દીક્ષા ગ્રહણ કરવા તત્પર બને છે. તેના દીક્ષા પ્રસંગને તથા તેના શરૂઆતના શુદ્ધ ચારિત્ર્યપાલનને કવિ સંક્ષિપ્તમાં વર્ણવે છે. પણ પછી કાળાનુક્રમે કંડરીક મુનિનું ધ્યાન ચલિત થાય છે. વૈરાગ્યભાવના લુપ્ત થાય છે, તે વિરસ આહાર કરે છે, શિથિલાચારી બને છે જેથી અનેક રોગ ઉત્પન્ન થાય છે. તેમનો દેહ દુર્બળ બને છે. વિચરતાં વિચરતાં પુંડરીકિણી નગરીમા પધારે છે ત્યાં રાજા પુંડરીક મુનિનો દુર્બળ દેહ જોઈ દુઃખી થાય છે. મુનિને ત્યાં સ્થિરવાસ કરવા વિનંતી કરે છે. મુનિ વાંદી દેશણ સુણીજી, બંધવ નજરઈ દીઠ, ડીલઈ અતિ દુરબલ થયઉજી બઈસઈ ઉઠઈ નીં. ૧૨. ભવિ અધિક અસાતા ઉપનીજી, એહવઉ દેખી ભાય, ગુરૂનઈ વચનઈ ચઉ કહઈજી, બે કર જોડી રાય. ૧૩, ભવિ. કંડરીક બધેવ તણઈજી, અંગઈ છઈ બહુ રોગ, યાંનશાલિ મુજજઉ રહઉજી તઉં કરૂં ઔખધ યોગ. ૧૪. ભવિ. ચોથી ઢાળમાં ઔષધ દ્વારા મુનિ કુંડરીક આરોગ્ય પ્રાપ્ત કરે છે તેનું વર્ણન છે. મુનિને આરોગ્ય પ્રાપ્ત થતાં ગુરુ “ચલતા પાણી નિર્મળા” અને “ભમતાં મુનિ શોભંતમાની વિહાર કરે છે. કંડરીકમુનિ શિથિલાચારી બની સ્થિરવાસ કરે છે તેનું માત્ર પાંચ કડીઓમાં જ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. તે કવિશ્રીની કૃતિની સ્વાભાવિકતા અને સહજતાને કારણે નોંધપાત્ર બને છે.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220