________________
Vol. XX, 1995 1996
રાજસાકૃત પુંડરીક-કુંડરીક-સંધિ
149
રાજા બનેલ કંડરીક અનેક પ્રકારના ભોગ-વિલાસ માણી અંતે સાતમી નરકમાં જાય છે. આ તરફ મુનિપુંડરીક ગુર સમીપ પહોંચે છે. શુદ્ધ સંયમ પાળી અનેક પ્રકારના તપ કરે છે. ગુરુની આજ્ઞામાં રહે છે અને આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
મુનિ “રાજસુરે ચરિત્ર પર્યાય સ્વીકારી શુદ્ધ રીતે તે પાળે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. તે બહુ સાદી, સરળ અને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે.
પુંડરીક કુંડરીક સંધિ કાવ્ય તરીકે :
“પુંડરીક કુંડરીક સંધિ' એ ૧૭૩ કડીનું કાવ્ય છે. જૈનધર્મમાં દીક્ષા અંગીકાર કરી શુદ્ધ ચારિત્રપાલનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. અહીં પ્રસ્તુત કૃતિમાં શુદ્ધ ચારિત્રપાલન અને ઉલ્લંઘનની કથા સદૃષ્ટાંત સમજાવવામાં આવી છે.
કાવ્યારંભે કવિશ્રીએ શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરી, શ્રુતદેવી તથા ગુરુને નમસ્કાર કર્યા છે.
શાંતિ જીણેસર સમરી નામ, જીણથી સીજઈ વંછિત કામ.
શ્રુતદેવી નંઈ સહગુરુ પાય, પ્રણમી પાંમી તસુ પસાય. ૧ ચારિત્રપાલનનો મહિમા કવિએ અતિ સંક્ષિપ્તમાં માત્ર એક જ કડીમાં વર્ણવ્યો છે.
જે ચારિત્ર લેઈ નઈ ચૂકઈ, તે દુરગતિ દુકખ પડીયઉ કૂકઈ,
જે વલિ પાલઈ નિરતી ચાર, તે પામઈ ભવસાયર પાર. ૪ કવિએ પુંડરીકિણી નગરીનું પરંપરયુક્ત રીતે સુંદર વર્ણન કરેલ છે.
નગરી એક તિહા અદૂભુત, પુંડરીકિણી દેવલોક ભૂત,
ઈશાન દિસંઈ નલિનીવન નામ, તિહાં ઉદ્યાન ઘણઉં અભિરામ. ૭ કવિશ્રીએ મહાપારાજાના યશોગાન, તેની કુશળ રાજનીતિ, તેની દૃઢ વૈરાગ્ય ભાવના, શુદ્ધ, ચારિત્રપાલન અને અંતે મોક્ષપ્રાપ્તિ વગેરે પ્રસંગો અતિ સંક્ષિપ્તમાં પણ ખૂબ જ સુંદર અને સરળ રીતે આલેખેલ છે. મહાપા રાજાએ ગુરુની દેશના સાંભળી કાણના પણ વિલંબ વિના પુત્રોને સોંપેલ રાજકારભાર અને દીક્ષા અંગીકારના પ્રસંગને એક જ કડીમાં સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે વર્ણવેલ છે.
રાજ તણઉ સત નઈ દે કાજ, બીજાનઈ થાપી યુવરાજ, તતખિણ પૂરણ પ્રભુતા છોડી, પ્રીતિ અખંડ ધરમસું જોડી. ૧૫
પંડરીક રાજા બને છે અને કંડરીક યુવરાજ, તેઓ સુંદર અને કુશળ રીતે રાજ્યવહીવટ કરે છે. પ્રજામાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રવર્તે છે. તેનું નિરૂપણ પણ સુંદર રીતે કરેલ છે.
રૂડી પરિ પાલઈ પ્રજા, ન્યાય કરઈ જિમ રામ, દાતા ભોગતાં સાહસી, રુપાઈ જાણે કામ.
૩