________________
તિર્મુખ
૧૦૯. જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું
નથી, તેવી રીતે કામ-ભોગના વાતાવરણમાં ઊછરેલ જે મનુષ્ય એનાથી લપાતો નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧૧૦. જેને મેહ નથી, એણે દુખને નાશ કરી નાખ્યો. જેને
તૃષ્ણા નથી એણે મેહનો નાશ કરી નાખ્યો. જેને લેભ નથી એણે તૃષ્ણાને નાશ કરી નાખ્યો (અને જેની પાસે કાંઈ
નથી એણે લેભનો નાશ કરી નાખ્યો. ૧૧૧. જીવ જ બ્રહ્યા છે. દેહાસક્તિથી મુક્ત મુનિની બ્રહ્મને માટે
જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય.
૧૧૨. સ્ત્રીઓનાં મનોરમ સર્વાગોને દેખતાં છતાં જે એના માટે
દુર્ભાવ નથી કરતો–-વિકાર પામતું નથી એ જ ખરેખરી રીતે કષ્ટપૂર્વક ધારણ કરી શકાય એવા બ્રહ્મચર્ય ભાવને ધારણ
૧૧૩. જેવી રીતે લાખનો ઘડો અગ્નિ વડે તપ્ત થાય તે તરત જ
નષ્ટ થઈ જાય છે, તેવી રીતે સ્ત્રીના સહવાસથી અનગાર . (મુનિ) નષ્ટ થઈ જાય છે.
૧૧૪. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલે પાર ચાલ્યો
જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિઓ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મેટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે.
૧૧૫. જેવી રીતે શીલ-રક્ષક પુરુષ માટે સ્ત્રીઓ નિંદનીય છે તેવી
રીતે શીલ-રક્ષિકા સ્ત્રીઓ માટે પુરુષે નિંદનીય છે. (બન્નેએ