Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 265
________________ ૪. વીરસ્તવન ૭૫૦. જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન મહાવીર મારું શરણ છે, ૭૫૨, ૭૫૧. એ ભગવાન મહાવીર સર્વદશી કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણ સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કરનાર, ધર્યવાન અને ગ્રન્થાતીત અર્થાત્ અપરિગ્રહી હતા. તેઓ નિર્ભય અને આયુકર્મ રહિત હતા. એ વરપ્રભુ અનંતજ્ઞાની અને અનાગારી હતા. તેઓ સંસાર પાર કરનાર હતા. ધીર અને અનંતદશી હતા. સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવી રીતે ઝળહળતો અગ્નિ અંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે એવી રીતે એમણે પણ અજ્ઞાનાંધકારને નિવારી પદાર્થોના સત્ય સ્વરૂપને પ્રકાશિત કર્યું હતું. ૭૫૩. જેવી રીતે હાંથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણે નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર (મહાવીર) શ્રેષ્ઠ હતા. ૭૫૪. જેવી રીતે દાનોમાં અભયદાન, સત્ય વચનોમાં અનવદ્ય (પરને પીડા ન ઉપજાવે એવું ) શ્રેષ્ઠ છે તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લાકમાં ઉત્તમ હતા. ૭૫૫ જગતના જીવોની નિ અર્થાત્ ઉત્પત્તિસ્થાનના જાણવાવાળા, જગતના ગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના બંધુ, જગના પિતામહ ભગવાન જયવંતા થાવ ! દ્વાદશાંગરૂપ શ્રતજ્ઞાનના ઉત્પત્તિસ્થાનનો જયજયકાર હો ! તીર્થકરોમાં અંતિમને જય ! લોકોને ગુરુને વિજય હો ! મહાત્મા મહાવીરને જય હે !

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300