________________
મોક્ષમાર્ગ
૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ શુદ્ધ આત્માને પ્રાપ્ત * કરે છે અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુકત જાણે
છે એ અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે.
૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક) ને જાણે છે જે
બાદ્યને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્યાવ્યંતર-એકબીજા-સહવતી છે.)
૨૫૮. જે એક આત્માને જાણે છે એ તમામ (જગત)ને જાણે છે. - જે તમામને જાણે છે એ એકને જાણે છે.
ર૫૯. (માટે હે ભવ્ય !) તું. આ જ્ઞાનમાં હમેશાં લીન રહે. એમાં
જ હમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને . ઉત્તમ સુખ (પરમસુખ) પ્રાપ્ત થશે.
ર૬૦. જે અહ“ત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) . જાણે છે એ જ આત્માને જાણે છે.
ર૬૧. જેવી રીતે કેઈ વ્યકિત ખજાનો પ્રાપ્ત થાય એટલે એને
ઉપભોગ સ્વજનોની વચ્ચે કરે છે તેમ-બરાબર તેમ-જ્ઞાનીજન મેળવેલા જ્ઞાનના ખજાનાને ઉપભાગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પોતાને માટે કરે છે.