________________
૨૧ સાધના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર આસન તથા નિદ્રા પર - વિજય પ્રાપ્ત કરી ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજાત્માનું
ધ્યાન કરવું જોઈએ.
૨૮૯ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી અજ્ઞાન તથા મહિના પરિહારથી
અને રાગ-દ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાંત સુખ અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરે છે.
૨૯૦. ગુરુ તથા ઘરડાં માણસોની સેવા કરવી, અજ્ઞાની લોકોના
સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કર, એકાંત વાસ, સૂત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા ધીરજ રાખવીઆ દુઃખમાંથી છૂટવાના ઉપાય છે.
૨૯૧. સમાધિનો ઇચ્છનાર તપસ્વી શ્રમણ પરિમિત અને એષણીય
આહારની જ ઈચ્છા કરે; તત્ત્વાર્થમાં નિપુણ (પ્રાજ્ઞ)
સાથીદારની જ અભિલાષા કરે, અને વિવેકયુક્ત એટલે કે . વિવિક્ત (એકાંત ) સ્થાનમાં જ નિવાસ કરે.
૨૯. જે મનુષ્ય હિત, મિત તથા છેડે આહાર કરે છે એને કદિ
પણ વૈદ્યની ચિકિત્સા કરાવવાની આવશ્યકતા નથી પડતી. એ તો પોતે જ પોતાને ચિકિત્સક હોય છે. પિતાની આંતરિક શુદ્ધિમાં એ લાગે રહે છે.
૨૩. રસેનું અત્યધિક સેવન ન કરવું જોઈએ. રસ સામાન્ય રીતે
ઉન્માદ-વર્ધક અને પુષ્ટિવર્ધક છે. મદથી વ્યાકુળ અને વિષયમાં રચ્યા પચ્યા રહેલા મનુષ્યને કામ એવી રીતે સતાવે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી સતાવે છે.
- ૯૫ -