________________
મોક્ષમાર્ગ
() નિશ્ચયચારિત્ર ર૬૮. નિશ્ચયનયના અભિપ્રાયાનુસાર આત્માનું આત્મામાં આત્માને
માટે તન્મય થવું એ જ સમ્યક ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. •
૨૬૯. જેને જાણી ચગી પાપ અને પુણ્ય બનેનો પરિહાર કરે છે
એને જ કર્મ રહિત નિર્વિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે.
૨૭૦. જે રાગને વશ થઈ પરદ્રવ્યોમાં શુભાશુભ ભાવ કરે છે
એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ પરચરિતાચારી બને છે.
ર૭૧. જે પરિગ્રહ વિનાને તથા અનન્ય મન બનીને આત્માને
જ્ઞાનદર્શનમય સ્વભાવરૂપ જાણે છે–દેખે છે એ જીવ સ્વકીયચરિતાચારી કહેવાય છે.
ર૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી એનાં તપશ્ચરણ
અથવા વ્રતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલતપ અને બાલવ્રત કહ્યાં છે.
૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના-મહિનાનું તપ
કરે છે અને (પારણામાં) દાભના અગ્રભાગ જેટલું (નામમાત્ર) ભજન કરે છે એ સુઆખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતો નથી.