Book Title: Salamban Dhyanana Prayogo Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable Trust View full book textPage 7
________________ નમસ્કાર મહામંત્રના વિષયમાં “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” પુસ્તક તૈયાર થયું અને નવપદ-સિદ્ધચક્રના વિષયમાં “શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહો ” પુસ્તક તૈયાર થયું છે. તેમાં કવળ આપશ્રીની કૃપાનો જ પરમ પ્રભાવ છે. - જૈન શાસ્ત્રો અને આપના દિવ્ય અનુભવના આધારે આપે સં. ૨૦૧૪ થી અનેક ધ્યાન પ્રયોગ શીખવવાનું શરૂ કર્યું. અને તે મુજબ આપની નિશ્રાએ સાધના કરાવતા. સાધનામાં થતા અનુંભવો ઉપરથી સાધનાના વિકાસ માટે આપ નવા નવા ધ્યાન પ્રયોગ શીખવવાની કૃપા કરતા જ રહ્યા. તે રીતે ૧૦ વર્ષ સુધી એટલે ૨૦૩૩ સુધી આપે ધ્યાન સંબંધી માર્ગદર્શન આપી મારા ઉપર દિવ્ય ઉપકાર કર્યો. - આપની પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્ય સ્થાન પ્રક્રિયાને લાભ ચોગ્ય આત્માઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ પુસ્તક તૈયાર થયું છે, તેમાં આપની મહાન પ્રેરણું જ કામ કરી રહી છે. આપના લેહીને અણુએ અણુમાં નમસ્કાર મહામંત્રનું ગીત ગૂંજી રહ્યું હતું. આપના આત્માના પ્રદેશ પ્રદેશ વિશ્વ કલ્યાણની ભાવનાનું સંગીત ગુંજારવ કરતું હતું. આપના હૃદયના ધબકારે ધબકારે “અહ”ના નાદને ધ્વનિ ચાલતો હતો. :મારા આત્મકલ્યાણને માટે, મને સન્માર્ગે વાળવા માટે આપશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો છે, મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને તે માગે ચાલવાનું બળ કરૂણાના સાગર, કૃપાના અવતાર, વાત્સલ્યના પરમ ભંડાર દેવાધિદેવ પરમાત્મા નિરંતર મને આપતા રહે અને મારા માટેની આપશ્રીની બધી અભિલાષાઓ પાર પડે તેવી પ્રભુને હાદિક પ્રાર્થના કરું છું. અપને ચરણુકિંકર ૨૦૪૩, ફાગણ સુદ ૬ બાબુ કડીવાળાની ગિરનાર તીર્થ આપના ચરણકમળમાં કોટિ કોટિ ભાવભર્યા નમસ્કાર ! ! ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450