Book Title: Sahityik Nisbat Author(s): Kumarpal Desai Publisher: Vidy Vikas Trust View full book textPage 8
________________ ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કૂંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બુકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધબધિર અવસ્થાએ માનવીના ભીતરને જરઢ બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં બજાર’ બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દેઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગૌણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ” અથવા “બજાર’ નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરીભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાદો આવ્યા ને ગયા, આવશે ને જ શે; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સઘ પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજકતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂક્ષ્મ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સૌંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુઃખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌદર્ય. આજે એ સૌંદર્યનું નામોનિશાન રહ્યું છે ? સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષયો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઉભા થયા છે. આને પરિણામે એ માધ્યમના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેક્નોલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેકનોલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશાદર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું; સાહિત્યિક નિસબત સંવેદના, સહૃદયતા અને સજજતાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54