Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 39
________________ દલપતરામે અનેક નવા કવન-વિષયો પસંદ કર્યા તેમજ તેમની કાવ્યભાવનાનું ધોરણ પણ થોડું પરિષ્કૃત થયું. રમણભાઈ અને નરસિંહરાવે શીઘ્ર કવિતા પર પ્રહારો કરીને દલપતરામની કવિતા પર મરણતોલ ધા કર્યો. એક આખા જમાના દરમ્યાન દલપતશૈલી પર પ્રહારાત્મક વિવેચન થતું રહ્યું, તેથી તેની પ્રતિષ્ઠા ઘટી અને અનુકરણ ઓછું થયું. સંજાનાએ દલપતરામની કવિતાની પુનઃપ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગુજરાતી કવિતા પર એની અસર ન થઈ અને શીઘ્ર કવિતાના વિરોધને પરિણામે હિંદી કવિતશૈલી ગુજરાતીમાં પ્રવેશી શકી નહીં. સાહિત્યિક વિવાદ વિશે વિચારીએ ત્યારે મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને બલવંતરાય જેવા સાહિત્યકારોએ જગવેલી ચર્ચા યાદ આવે છે. મનઃસુખરામના સંસ્કૃતપ્રધાન ભાષામાં લખાયેલા નિબંધોની કૃત્રિમ અને આડંબરી શૈલીની નરસિંહરાવ અને રમણભાઈએ વિવેચના કરી. એમના સંસ્કૃત ભાષાના આગ્રહથી તદ્દન સામા છેડેનું દૃષ્ટિબિંદુ હરગોવિંદદાસ કાંટાવાળાએ રજૂ કર્યું અને એમણે ભાષા સાદી, સરળ અને સમજાય તેવી હોવી જોઈએ એમ કહ્યું. મણિલાલ નભુભાઈએ કહ્યું કે સાહિત્યની ભાષા યથાર્થ અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. એમણે કહ્યું કે ભાષાની સાદાઈને સમજીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે ચીંથરાં પહેરીને ફરવું. મણિલાલ નભુભાઈએ ‘સુદર્શન’માં ‘ગુજરાતના લેખકો' વિશે લેખમાળા લખી હતી અને તેમાં લેખકોના વર્ગો પાડ્યા હતા, જેમાં પ્રાચીન પક્ષના લેખકોનો એક વર્ગ હતો અને એ જ રીતે યથાર્થ પક્ષના લેખકોનો અન્ય વર્ગ હતો આની સામે પણ એમના સમયમાં ઊહાપોહ થયો હતો. શ્રી હ૨ગોવનદાસે ‘વિચારસાગર’ અને ‘સયાજીવિજયમાં લખ્યું કે મણિલાલે વડોદરા રાજ્ય માટે કરેલાં ભાષાંતરો ખોટાં છે, તેનો જવાબ પ્રહ્લાદજીએ ‘વડોદરાવત્સલ' સામયિકમાં આપ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશન પૂર્વેથી છેક ૧૮૮૮માં ‘બુદ્ધિપ્રકાશ’માં નરસિંહરાવે પ્રગટ કરેલા લેખ દ્વારા જોડણી અંગેનો વિવાદ ચાલે છે. ૧૮૯૬માં ‘જ્ઞાનસુધા'માં નરસિંહરાવે ગોવર્ધનરામનાં જોડણીવિષયક સાહિત્યિક નિસબત ૩૬ tahikool1 - 38 મંતવ્યોની આકરી ટીકા કરી હતી. આ જોડણીવિષયક વિવાદો અત્યારે ઊંઝા જોડણી અને ગૂજરાત વિદ્યાપીઠની ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'ની જોડણી વચ્ચે પણ ચાલી રહ્યો છે. એક સમયે પારસી ગુજરાતી ભાષા અને શુદ્ધ ગુજરાતી ભાષા વચ્ચે પણ વિવાદ ચાલતો હતો, જે અંગે કવિ ખબરદારે શુદ્ધ ગુજરાતી ભાષા માટેનો આગ્રહ વ્યક્ત કરતાં અને આ વર્તમાનપત્રોમાં ખૂબ ચગાવાયેલા વિવાદને ઠારતાં કહ્યું કે, ‘જેમ હિંદુ સત્ય, મુસ્લિમ સત્ય તેમ પારસી સત્ય તેમ કહેવાય કે બોલાય નહીં, તેમ ભાષા પણ એક જ છે. જુદા જુદા પ્રદેશમાં બોલાતી બોલીઓમાં ભેદ હોઈ શકે, પણ ભાષામાં ભેદ પડતો નથી.’ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ, નરસિંહરાવે ગુજરાતી સાહિત્યપ્રદેશમાં ‘પૂરાં ૪૦-૫૦ વર્ષ ગુજરાતી સાહિત્યના સેન્સર(સત્તાધારી નિયામક)નું પદ ભોગવ્યું હતું. નરસિંહરાવ અને ગોવર્ધનરામ વચ્ચે જોડણી વિશે વિવાદ થયો, તો કેશવ હર્ષદ ધ્રુવનાં સંપાદનો વિશે પણ નરસિંહરાવે ચર્ચા કરી હતી. રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવની ચર્ચાઓએ આત્મલક્ષી ઊર્મિકાવ્યની પ્રતિષ્ઠા કરી, તો બળવંતરાય ઠાકોરે અર્થઘન કવિતા અને સૉનેટ સ્વરૂપની જિકર કરી. કવિ ન્હાનાલાલના અપદ્યાગદ્ય અને પ્રો. બલવંતરાય ઠાકોરના સળંગ અગેય પ્રવાહી પદ્યરચના-વિષયક વિચારોએ પણ ચર્ચા જગાવી હતી અને તેમાં બલવંતરાયે મનહરરામ હરિરામની ભૂલ દર્શાવીને ‘શુદ્ધ કાવ્યના સોનેરી મધ્યબિંદુષ્પ તરીકે આ પ્રકારની રચનાઓને ઓળખાવી હતી. અપદ્યાગદ્ય વિશે રણજિતરામ, ન્હાનાલાલ, નરસિંહરાવ, આનંદશંકર ધ્રુવ, પ્રો. બલવંતરાય ઠાકોર, કવિ ખબરદાર, કેશવ શેઠ, વિજયરાય વૈદ્ય, ભૃગુરાય અંજારિયા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વગેરેએ સારી એવી ચર્ચા કરી હતી. ન્હાનાલાલ પછી આ અપદ્યાગદ્ય માત્ર પ્રતિકાવ્યો કે હાસપરિહાસનાં કાવ્યોમાં સવિશેષ પ્રયોજાયું, પરંતુ અપદ્યાગદ્યની ચર્ચાએ કાવ્યની સાહિત્યિક વિવાદોનો મહિમા ૩૭

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54