________________
આપવામાં આવે છે. નાનાં બાળકોનું વાચન-સપ્તાહ યોજવામાં આવે છે. આ ગ્રંથાલયમાં પાઠ્યપુસ્તકો રાખવામાં આવે છે અને એથીય વિશેષ ઘેર બેઠાં ગ્રંથાલયનાં પુસ્તકોની યાદી જાણી શકવાની જોગવાઈ છે. વળી પુસ્તકપ્રેમીઓનું મંડળ એકત્રિત થઈને દર અઠવાડિયે પુસ્તકોની ચર્ચા કરે છે. નિવૃત્ત અધિકારીઓ અહીં આવીને નાના નાના વ્યવસાયો કઈ રીતે કરવા તેનું માર્ગદર્શન આપે છે. અરે ! ટૅક્સનું રિટર્ન કઈ રીતે ભરવું તેમાં મદદ કરનારા પણ અહીં મળી રહે છે !
પુસ્તકાદિ કોઈ પણ વાચનસામગ્રી માટેનું દાન અહીં સ્વીકારવામાં આવે છે. જેમની સ્મૃતિમાં પુસ્તક ભેટ મળ્યું હોય, એની નોંધ એ પુસ્તકમાં દર્શાવવામાં આવે છે. વળી એક બૉક્સમાં જૂના ચશ્માંનું દાન પણ સ્વીકારવામાં આવે છે. જે ચશ્માંની ફ્રેમનો ઉપયોગ જરૂરિયાતવાળાને મદદ માટે કરવામાં આવે છે. એક ગ્રંથાલય કેટલી બધી કામગીરી કરે છે ! અમેરિકાનાં વિશાળ ગ્રંથાલયોની દૃષ્ટિએ તો યુલેસનું આ ગ્રંથાલય સાવ નાનું ગણાય, પરંતુ એની અનેકવિધ પ્રવૃત્તિઓ જોઈને આનંદિત થઈ જવાય. જ્યારે ગ્રંથપાલ મને એનું નવું થતું મકાન જોવા લઈ ગયા, ત્યાં પુસ્તકો માટેના ઘોડાઓનો અભાવ છે. ખંડમાં માત્ર કમ્પ્યૂટર અને બેસવાની ખુરશીઓ છે.
આ જોઈને ગ્રંથ અને ગ્રંથાલયોની બદલાતી તાસીર વિશે વિચાર કરવા લાગ્યો. સર્જક ‘ધૂમકેતુ’ ફાઉન્ટન પેનથી લખતા અને ‘જયભિખ્ખુ’ કલમ અને શાહીથી લખતા, એ બંનેનાં લેખનનાં સાધનો વચ્ચેનો ભેદ એ સમયે સહુની નજરે ચર્ચાનો વિષય બનતો હતો. આજના ઘણા સર્જકો અને તેમાંય વિદેશના સર્જકો અને પત્રકારો તો કમ્પ્યૂટર પર જ પોતાના લેખો લખે છે. આના અગણિત લાભો છે તે સ્વીકારવું જ રહ્યું. લેખમાં પહેલો પૅરેગ્રાફ વચ્ચે મૂકવો હોય, વચ્ચેનો પૅરેગ્રાફ છેલ્લે મૂકવો હોય કે પછી સાતમા વાક્યને સ્થાને સિત્તેરમું વાક્ય મૂકવું હોય તો તે સઘળું કમ્પ્યૂટરકંપોઝમાં અત્યંત આસાન છે. વળી કમ્પ્યૂટર તમારો એ લેખ જાળવી રાખે. ફાઇલ કરવાની કોઈ ઝંઝટ નહીં. જરૂર પડ્યે એ થોડી મિનિટમાં તમને વર્ષો જૂનો લેખ મેળવી આપે છે. એ લેખને સુધારવો હોય તો ઑન સ્ક્રીન સુધારી શકાય. કાગળ કે સ્ટેશનરીનો બચાવ થાય એ વાત વળી જુદી. વધારામાં એના ફોર્મેટ અને લે-આઉટમાં પણ પરિવર્તન કરી શકો છો.
સાહિત્યિક નિસબત
૩૮
Ecualbout1aps p
44
ગ્રંથાલયોમાં ઘોડાઓમાં જે જગા રોકે છે તે ગ્રંથો ધીરે ધીરે અદશ્ય થવા લાગ્યા છે અને એ ગ્રંથો ડીવીડીમાં સ્થાન લઈ રહ્યા છે. વિચાર કરતો હતો કે આવી એક સીડી કે ડીવીડીમાં કેટલા બધા ગ્રંથોનો સમાવેશ થઈ શકે? નૉર્થ કેરોલિનામાં વસતા મારા મિત્ર પ્રવીણ શાહે અનેક ગ્રંથો સમાવતી ડીવીડી તૈયાર કરી છે. આવી એક ડીવીડીમાં દોઢ લાખ પૃષ્ઠની સામગ્રી સમાવી શકાય. એમાં પુસ્તકના લેખકોની સૂચિ આપી શકાય, લેખની સૂચિ આપી શકાય અને એ જ રીતે લેખ, પ્રકાશક કે સંસ્થાની સૂચિ પણ આપી શકાય. એટલે કે અમુક લેખકનું નામ સર્ચ કરાવો અને એ લેખકનાં બધાં જ પુસ્તકો તમને એકસાથે જોવા મળે. જો પ્રકાશકનું નામ સર્ચ કરાવો તો એ પ્રકાશકનાં બધાં જ પુસ્તકો તમને જોવા મળે. એમાં જુદી જુદી ભાષાના ગ્રંથો હોય અને તમે માત્ર સંસ્કૃત ભાષાના ગ્રંથોને સર્ચ કરાવો તો એ ગ્રંથોની યાદી તમને મળી જાય.
આમ તમે ધારો એટલી ‘લિક’ પ્રમાણે આ સામગ્રી વર્ગીકૃત રૂપે મળી શકે. વળી એને વેબસાઇટ પર મૂકો તો એ ઇન્ટરનેટ દ્વારા જગતભરમાં કમ્પ્યૂટર પર તમને તે ઉપલબ્ધ બની રહે.
કેટલાક ગ્રંથાલયોમાં આવા ડિજિટલ ફૉર્મેટમાં તૈયાર થયેલી ઇ-બુક્સ મળે છે. દુનિયાના કોઈ પણ સ્થળે હો તો તે તમે મેળવી શકો છો અને આવી ઇ-બુક્સમાં શબ્દકોશ, બુકમાર્ક અને વાચકની અલાયદી નોંધ કરવાની જગા પણ રાખી હોય છે. તમે ધારો એટલી વખત આ ઇ-બુક્સ જોઈ શકો છો. ગ્રંથાલયમાં બેઠાં બેઠાં કે ઘેર બેઠાં બેઠાં આ ઇ-બુક્સ મેળવી શકો છો. એટલું જ નહીં, પણ એના પૃષ્ઠની કૉપી પણ કાઢી શકો છો. સાહિત્ય અને ઇતિહાસનાં અનેક પુસ્તકો આવી ઇ-બુક્સમાં મને ત્યાં જોવા મળ્યાં. શેક્સપિયરનાં સઘળાં નાટકો, વિશ્વની પ્રસિદ્ધ સાહિત્યકૃતિઓ તેમજ વર્તમાન સમયના લેખકોના ગ્રંથો આમાં ઉપલબ્ધ હતાં.
કોઈ પુસ્તકની પહેલી આવૃત્તિ કે સુલભ ન હોય તેવું પુસ્તક અથવા તો આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તક નેટ દ્વારા તમે સરળતાથી મેળવી શકો. આવી એક જ બુક-સાઇટ પર બે કરોડ પુસ્તકો મળે છે. આજે પ્રતિ વર્ષ નેટમાં સરેરાશ છ લાખ ઇ-બુક્સનો ઉમેરો થતો રહે છે.
સીમાડે ઊભેલી ટેક્નૉલોજી
さの