Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 43
________________ પ્રત્યે વિશેષ રુચિ-સંવર્ધન થયાં છે અને તેથી બાળસાહિત્યના અભ્યાસલક્ષી અને વિવેચનલક્ષી ૪ ગ્રંથો મળે છે. જીવનચરિત્રની બાબતમાં નિરાશાજનક ચિત્ર છે. એમાં મુખ્યત્વે પ્રસિદ્ધ વ્ય િતઓનાં ચરિત્રો મળે છે. આ વર્ષમાં કોઈ સર્જકનું યાદગાર જીવનચરિત્ર લખાયેલું જોવા મળતું નથી. મુખ્યત્વે સંતો, ધર્મપુરુષોનાં જીવનચરિત્રોનું પ્રમાણ વિશેષ મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવેલકરજીની જન્મશતાબ્દીના કારણે ‘શ્રી ગુરુજી સમગ્ર'ના ૧૨ ગ્રંથો મળે છે; એટલું જ નહિ, પણ એમના વિવિધ વિચારો દર્શાવતી ૧૮ પુસ્તિકાઓ મળે છે. એ. પી. જે. અબ્દુલ કલામની આત્મકથાનું ભાષાંતર કે કુરિયનની આત્મકથાનું ભાષાંતર મારું સ્વપ્ન’ મળે છે. વળી ભારતરત્ન ભીમરાવ આંબેડકરનું ચરિત્ર પણ મળે છે. ગુજરાતની અસ્મિતાનું સંવર્ધન કરનાર અથવા તો આગવી તિમત્તા દાખવનાર કોઈ વ્ય િતવિશેષનું ચરિત્ર મળતું નથી. આ ૧૦૧૯ પુસ્તકોમાં ૫ શબ્દકોશ, ૪ ચરિત્રાત્મક કોશ અને ગ્રંથાલયશાસ્ત્રનાં ૬ પુસ્તકો મળે છે. પાર્થ પ્રકાશને પણ આ વિશે ૬ ગ્રંથો પ્રકાશિત કર્યા છે. ભીલી ગુજરાતી શબ્દકોશ’, ‘પૌરાણિક ચરિત્રકોશ’ અને ‘ગુજરાતી વિશ્વકોશ’(ખંડ ૨૧) કોશસાહિત્યમાં ખાસ ધ્યાન ખેંચે છે. “બહુરત્ના વસુંધરા’ અને ‘સાક્ષરનો સાક્ષાત્કાર' જેવા માહિતીગ્રંથો મળે છે. ‘મારું પ્રિય પુસ્તક’ અને ‘શનિમેખલા’ પણ ધ્યાન દોરે તેવા ગ્રંથો છે. સમગ્રતયા જોઈએ તો સાહિત્યક્ષેત્રે નાટ્યરચનાઓ અને એકાંકી રચનાઓનો દુકાળ દુઃખદ છે. આ સૂચિમાં ઉપલબ્ધ ૧૦૧૯ પુસ્તકોમાં ૪૫૦ સાહિત્યવિષયક છે, જ્યારે એ પછીના ક્રમે તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિક વિષયનાં ૧૨૯ પુસ્તકો જ્યારે સમાજવિદ્યાનાં ૧૨૬ પુસ્તકો મળે છે, એમાં મુખ્યત્વે જ્યોતિષવિષયક અને શ્રીમદ્ભગવદ્ગીતા પરના વિવેચન રૂપે મળેલાં પુસ્તકો છે. ચોથા ક્રમે પ્રૌઢો માટેના જીવનચરિત્રમાં ૧૨૩ પુસ્તકો મળે છે. વિજ્ઞાન અને પ્રાયોજિત વિદ્યાનાં ૬૯ પુસ્તકો મળે છે. લોકસાહિત્યનાં ૧૬ પુસ્તકો મળે છે. કહેવતવિશ્વ અને વિદેશી લોકકથાઓ ઉલ્લેખનીય છે. જાતકકથાઓ પણ આ યાદીમાં છે. સમૂહમાધ્યમોનાં ૧૯ સાહિત્યિક નિસબત ૩૪ pulhikoot1 | T 42 પુસ્તકોમાં પ્રથમ અખબાર’, વીર નર્મદ : પટકથા’ અને ‘અખબારી ઇતિહાસ’ મળે છે. લલિતકલાનાં ૧૬, ભાષાશાસ્ત્ર અને ભાષાવિષયક ૧૨ તથા ભૂગોળ અને પ્રવાસ વિશેનાં ૧૬ પુસ્તકો પ્રગટ થયાં છે. આમાં ૧૦૧૯માં પુસ્તકોમાં ૬૯૬ લેખકો છે જેમાં ૧૦૧ મહિલાસર્જકો છે. ૯૪ સંપાદિત કૃતિઓમાં ૫ મહિલા સંપાદિકાઓએ પોતાનું પ્રદાન કર્યું છે. જ્યારે ૧૦૦ અનૂદિત કૃતિઓમાં ૧૦ મહિલા અનુવાદિકાઓએ પુસ્તકો આપ્યાં છે. ૨૦૦૬ના અનુવાદવિશ્વની સ્થિતિ ચિંતાજનક લાગે છે. અનુવાદક્ષેત્રે મુખ્યત્વે નવલકથાના ૧૦ અને નવલિકાસંગ્રહના ૨ અનુવાદ છે, જેમાંનો એક નવલિકાસંગ્રહ તો પુનર્મુદ્રિત છે. સુધા મૂર્તિની કન્નડમાં લખાયેલી નવલકથાના અનુવાદો લોકપ્રિય બન્યા છે અને એમની કુલ ૫ નવલકથાઓ આ ગાળામાં પ્રગટ થઈ છે, જેમાંની ચાર પુનર્મુદ્રિત છે. એકંદરે બંગાળી અને મરાઠી ભાષાના અગાઉના દાયકાઓમાં જેટલા અનુવાદો થતા હતા, તેટલા ૨૦૦૬માં જોવા મળતા નથી. તમિળ, તેલુગુ, મલયાળમ કે પછી પંજાબી, • ડિયા જેવી ભાષાઓના અનુવાદ મળતા નથી. અનુવાદકલાની તાલીમ માટે ગંભીર પ્રયાસો કરવાનો સમય આવી ચૂ• યો છે. બાળસાહિત્યમાં પ્રકાશિત થયેલાં ૧૫૫ પુસ્તકોમાં માત્ર બે જ બાળનાટક છે, જે આ ક્ષેત્રની આપણી દરિદ્રતાનું સૂચક છે. બાળકો માટેનાં જ્ઞાનવિજ્ઞાનવિષયક ૧૭ તથા કાવ્યવિષયક ૧૭ પુસ્તકો મળે છે. વળી બાળસાહિત્યમાં સૌથી વધુ ૪૨ ચરિત્રોનાં પુસ્તકો મળે છે. તેમાં ૩૦ ચરિત્રો તો માત્ર ધારણા શેઠનાં લખેલાં છે ! આમ બાળસાહિત્યક્ષેત્રે આજના યુગના બાળકને અનુલક્ષીને ઓછું લેખનકાર્ય થયેલું જણાય છે. બાળસાહિત્યનાં ૧૫૫ પુસ્તકોમાંથી ૭૫ પુનર્મુદ્રણનાં છે અને ૧૧ પૂર્વે પ્રકાશિત થયેલી બંગાળી સાહિત્યની અનૂદિત કૃતિઓ છે. કુલ ૭૬ બાળસાહિત્યના સર્જકોમાં ૮ લેખિકાઓ છે. ૨૦૦૬નાં આ પુસ્તકોની સૂચિમાં જે પ્રકાશકોનાં પુસ્તકો પ્રાપ્ત થયાં નથી, તેઓને પત્ર લખીને વિગતો મોકલવાનું કહ્યું છે. ગુજરાતમાં વ્યકિતગત અને સંસ્થાગત પ્રકાશનો મેળવવાનું ગ્રંથાલયો માટે મુશ્કેલ બને છે. કેટલીક સંશોધનસંસ્થાઓનાં પ્રકાશનો પણ યાદીમાં જણાતાં નથી. તેથી વર્ષવાર પુસ્તકોની જે સંપૂર્ણ સૂચિ-આદર્શ સૂચિ તૈયાર થવી જોઈએ તે થતી નથી. ૨૦૦૬નું સરવૈયું ૭૫

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54