Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 51
________________ ઉમરેઠની હાઇસ્કૂલના શિક્ષક રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૫ના એપ્રિલ મહિનામાં પહેલી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં આયોજન કર્યું. પિતાના ઘેર એકના એક લાડકવાયા પુત્રના લગ્નપ્રસંગે જેટલો હર્ષ અને ઉત્સાહ હોય એટલો હર્ષ અને ઉત્સાહ એ પહેલી ગુજરાતી પરિષદ વખતે રણજિતરામ વાવાભાઈને હતો, એવી નોંધ મળે છે. સૂરતી લાલ પાઘડી, લાંબો ચાઈના સિલ્કનો કોટ, કસબી દુપટ્ટે, ઝીણું ધોતિયું, મોજાં અને બૂટમાં સજ્જ રણજિતરામે એ સમયે નવાયુગના દ્રષ્ટા અને ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે એનું આયોજન કર્યું હતું. એમની ગુજરાતી સાહિત્ય પરિષદ યોજવાની વાત પર આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા સાક્ષરોએ ઠંડું પાણી રેડ્યું હતું, પરંતુ વીસમી સદીના વિચારક અને કર્મવીર એવા રણજિતરામ વાવાભાઈએ ‘ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય, વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય એ હેતુથી’ ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજ્યું. કવિ ન્હાનાલાલે એમ કહ્યું છે કે “ગુજરાતમાં ઊજવાતી પ્રત્યેક સાક્ષરજયંતી એક રીતે રણજિતરામની સ્મરણજયંતી છે, પ્રત્યેક સાહિત્યસભા રણજિતરામનો યશસ્થંભ છે, સાહિત્યપરિષદની પ્રત્યેક બેઠક રણજિતરામનો કીર્તિયજ્ઞ છે.” આ સમય યાદ આવે છે કે ૧૯૮૨ની ૨૬મી એપ્રિલે ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનના વિશાળ પ્રાંગણમાં શ્રી રઘુવીર ચૌધરી અને હું મંત્રી હતા ત્યારે રણજિતરામ વાવાભાઈના સુપુત્ર અને ભારતના રાષ્ટ્રીય નેતા શ્રી અશોક મહેતાની ઉપસ્થિતિમાં રણજિતરામની જન્મશતાબ્દીનો પ્રારંભ થયો હતો. તે સમયે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શકે’ કહ્યું હતું કે “ગુજરાતને તેનાં બધાં અંગોપાંગો સાથે નજરમાં રાખીને - તે ગુજરાત માટે રાતદિવસ ચિંતા સેવનારો રણજિતરામ સિવાય બીજો કોઈ માણસ થયો હોય એવું હું જાણતો નથી. એ તો આખા હિંદુસ્તાનનો અને દુનિયાનો માણસ કહેવાય.” રણજિતરામની ગુજરાતી સાહિત્ય પરિષદ વિશેની અને સાહિત્યિક નિસબત ૯૦ pulhikoot1 | T 50 ગુજરાતને બેઠું કરવાની એ ભાવનાનું સ્મરણ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાનની થોડી વાત કરીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના માંડવી જ્ઞાનસત્રમાં પ્રમુખપદની જવાબદારી સ્વીકાર્યા બાદ સહુનાં ઉષ્મા અને સહયોગને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ શકી છે. માંડવી જ્ઞાનસત્રથી ધરમપુરના સાહિત્યસત્ર સુધીની યાત્રા સંતોષકારક અને ગરિમાપૂર્ણ રહી. ભુજથી મુંબઈ સુધી અને લુણાવાડાથી ભાવનગર સુધીના પ્રદેશમાં વિવિધ સાહિત્યિક આયોજનો થતાં રહ્યાં. સાયલા, સુરેન્દ્રનગર, વડોદરા, જામનગર, રાજકોટ જેવાં શહેરોમાં પણ સાહિત્યિક કાર્યક્રમો થયા. પરિષદની નવોદિત સર્જકો સાથેના સંવાદની પ્રવૃત્તિ જુદાં જુદાં શહેરોમાં પ્રસરી અને એ સંદર્ભમાં કાર્યશિબિર પણ યોજાયો. સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વિશે મુંબઈમાં યોજાયેલો પરિસંવાદ યાદગાર બની રહ્યા. જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ, ‘આપણો સાહિત્યવારસો’ શ્રેણી અંતર્ગત વ્યાખ્યાનો તેમજ ‘પાક્ષિકી’ની ગોષ્ઠિઓ દ્વારા પણ સાહિત્યને ઉપકારક એવી અનેક પ્રવૃત્તિઓથી આ સંસ્થા ધબકતી રહી છે. ભાષાસાહિત્યના સમ્યક્ શિક્ષણ માટે અધ્યાપન-સજ્જતા શિબિરનું આયોજન પણ આ સંસ્થાએ કર્યું. ગુજરાતના બસો જેટલા કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદગ્રંથ Beyond the Beaten Track પણ તૈયાર થયો છે. ઘણાં વર્ષો બાદ પરિષદનું આર્થિક રીતે પ્રમાણમાં ઊજળું ચિત્ર જોવા મળ્યું અને પરિષદના સહુ હોદ્દેદારોએ એવા સંપ અને સહકારથી કાર્ય કર્યું કે સઘળી કાર્યવહી સર્વાનુમતે થઈ શકી. આ હોદ્દેદારોએ સમય આપવા ઉપરાંત પરિષદના કોઈ પણ કાર્યક્રમમાં વાહનખર્ચ તો લીધો નથી, પરંતુ પુરસ્કાર સુધ્ધાં લીધો નથી. પરિષદે એની વેબસાઇટ અને એના ગ્રંથાલયના આધુનિકીકરણનો મોટો વ્યાયામ આ ગાળામાં પૂર્ણ કર્યો છે. પરિષદની વેબસાઇટ દ્વારા એના ગ્રંથાલયનાં ૭૦ હજાર જેટલાં પુસ્તકોની માહિતી ઘેર બેઠાં ઉપલબ્ધ થશે, એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પરિષદની વેબસાઇટ દ્વારા બીજાં પુસ્તકાલયો સાથે જોડાવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે . એ જ રીતે દુર્લભ પુસ્તકો, હસ્તપ્રતો અને સામયિકોનું ડિજિટાઇઝેશન કરવાનો દીપે અરુણું પરભાત ૧

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54