Page #1
--------------------------------------------------------------------------
________________
પરબ
પ્રમુખ શ્રીજો જ
પરિપદ પરિવારના કિસાનો,
સાહિત્યિક નિસબત
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક નિસબત
(પરિષદ-પ્રમુખના પત્રો)
કુમારપાળ દેસાઈ
વિદ્યાવિકાસ ટ્રસ્ટ ૨૦૯, સંપદા કોપ્લેક્ષ, મીઠાખળી છ રસ્તા પાસે
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ Q૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્પણ
પરિષદના સહુ સાથીમિત્રોને
SAHITYIK NISBAT Written by Kumarpal Desai
પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, ૨૦૦૭ a કિંમત રૂ. ૨૫ -
પ્રાપ્તિસ્થાન : |_ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પર/૨, રમેશ પાર્ક સોસાયટી, વિશ્વકોશભવન,
ઉસ્માનપુરા, વિશ્વકોશમાર્ગ, અમદાવાદ - ૧૩ ફોન : ૨૭૫૫૧૭૦૩ In નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધીરોડ, અમદાવાદ - ૧ a ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીરોડ, અમદાવાદ - ૧
મુદ્રક :
ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
આમુખ
સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે. પ્રજાઓના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ તે દ્વારા આવિર્ભાવ પામે છે તેમ સાહિત્યથી તેમને ઉત્તેજન, આગ્રહ અને વિશદતા મળે છે. પ્રજાના સમગ્ર જીવનને - રાયથી રંક આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. માટે જ તેનાં વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ અને સાહિત્યના ઉચ્ચ આશયો અને દિવ્ય હેતુઓ સધાય માટે તેઓ ત૨ફથી ઉપાયો અને યોજના ઘડવાં જોઈએ. આ વસ્તુસ્થિતિએ ‘સાહિત્યસભા'ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકાર્યા બાદ એના મુખપત્ર *પરબ'માં ‘પરિષદ-પ્રમુખનો પત્ર’ લખવાનું બન્યું અને એ નિમિત્તે પરિષદના સભ્યો તથા વ્યાપક રૂપે સાહિત્યરસિકો સાથે સંવાદ સાધવાની તક મળી.
ગુજરાતી સાહિત્યની વર્તમાન ગતિવિધિને કેન્દ્રમાં રાખીને જુદા જુદા મુદ્દાઓની પ્રત્યેક પત્રમાં છણાવટ કરી છે. સાહિત્યરસિકોને એમાં ઊંડો રસ પડ્યો છે. કેટલાકે આ મુદ્દાઓ વિશે પ્રતિભાવ પણ આપ્યા છે.
આ સંદર્ભમાં જુદા જુદા મુદ્દાઓ અંગે શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ચંદ્રકાન્ત શેઠ અને શ્રી પ્રવીણ દરજી સાથે વિચારવિમર્શ પણ થયો. એ માટે તેઓનો આભારી છું. ‘પરબ'ના તંત્રી શ્રી યોગેશ જોશી તથા સહતંત્રી શ્રી પ્રફુલ્લ રાવલનો સદ્ભાવ કેવી રીતે ભૂલી શકાય ?
આશા રાખું છું કે સાહિત્યરસિકોને આ મુદ્દાઓ વિશે વખતોવખત વિચારવું ગમશે. ૨૦-૧૨-૦૭
- કુમારપાળ દેસાઈ
રણજિતરામ વાવાભાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક નિસબત
કુમારપાળ દેસાઈ
અનુક્રમ
૧. સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૨. સહિયારો પુરુષાર્થ ૩. હું ગુર્જર વિશ્વનિવાસી ૪. માતૃભાષાનું સિંચન ૫. શબ્દો અંકે કરીએ ૬. મધ્યકાલીન સાહિત્યનું સંશોધન ૭. સર્જકોનાં ચરિત્રો ૮. નવા વિષયોની ક્ષિતિજ ૯. ભારતીય ભાષાનાં સર્જ કો ૧૦. પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ ૧૧. સાહિત્યિક વિવાદોનો મહિમા ૧૨. ૨૦૦૬નું સરવૈયું ૧૩. સીમાડે ઊભેલી ટેકનોલોજી ૧૪. અનુવાદપ્રવૃત્તિ ૧૫. દીપે અરૂણું પરભાત
Page #6
--------------------------------------------------------------------------
________________
VIII
Ecualbout1aps p
5
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
वन्देम देवतां वाचम् ।।
સાહિત્યપ્રિય સ્વજનો,
ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામરૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિન્ન છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ અને એનો આત્મા છે.
સંવેદનશૂન્યતા તરફ ગતિ
Your science will be valueless, you'll find And learning will be sterile, if inviting Unless you pledge your intellect to fighting Against all enemies of mankind.
[Brecht : Collected Poems, Methnen Edition, p. 450] માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે.
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
૧
Page #7
--------------------------------------------------------------------------
________________
આ કાવ્ય છે ૨૦મી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય એવા જર્મન નાટ્યકાર બ્રેષ્નનું. હિટલરના સમર્થકોએ એનાં પુસ્તકોની હોળી કરી હતી અને બ્રેષ્ન દંપતીને અંધારી રાત્રે જર્મની છોડીને સોવિયેત સંઘ તેમજ ભારત થઈને અમેરિકા જવું પડ્યું હતું. મૂલ્યોની કટોકટી
આજે આપણે સહુ સાંસ્કૃતિક કટોકટીની એવી ક્ષણ પર ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની-મોટી, હળવીગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ બીજાં ક્ષેત્રોમાં સફળ-અસફળ પ્રયત્નો થઈ રહ્યા છે, તેવું સાહિત્યમાં પણ છે. કદાચ બાહ્ય દૃષ્ટિએ એમ પ્રતીત થાય કે સાહિત્યની કલેકટીની અસર પ્રજાના જીવન પર નહિવત્ અથવા ઘણી ઓછી છે, પરંતુ સમગ્ર પ્રજાજીવનની કટોકટીના મૂળમાં સાહિત્યની કટોકટી જોવા મળે તો કદાચ નવાઈ નહીં. પ્રજાના વ્યક્તિત્વનું ઘડતર તેના આંતરસત્ત્વ પર બંધાય છે.
પ્રજાની ભૌતિક સમૃદ્ધિ એ એના આંતરસત્ત્વનો માપદંડ નથી, પણ પ્રજાજીવનમાં નૈતિક મૂલ્યો કેટલાં સચવાયાં છે તેના પરથી તેનું આંતરિક સત્ત્વ અપાય છે. આ મૂલ્યોમાં સત્ય, ન્યાય, અહિંસા ઉપરાંત વીરત્વ, નિષ્ઠા અને સહૃદયતાનો સમાવેશ થાય છે. આ આંતરિક સત્ત્વનું પોષણ-સંવર્ધન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય અને કલા દ્વારા થતું રહે છે. આ આંતરસત્ત્વનાં મુખ્ય બે અંગો છે : જ્ઞાન અને આનંદ. પ્રજાના સંસ્કારવનનાં આ બે અંગોને વિકસાવવામાં સાહિત્ય અને કલાનો ફાળો બહુ મોટો છે. આજે આપણે સાહિત્યની કટોકટીની વાત કરીએ છીએ. આ કટોકટી તે મૂલ્યોની કટોકટી છે, સહૃદયતા અને સર્જતાની કટોકટી છે. આંતરસત્ત્વની સામેનાં દુરિતોનો સામનો કરવાનો છે અને એ માટે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે.
આજની સમસ્યા સહૃદયતાની ઊણપની સમસ્યા છે. સહૃદયતાનું
મૂળ સંવેદના છે. માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી સંવેદના આવતી નથી. એ માનવહૃદયનો ગુણ છે. એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી એ માટે આપણે શિક્ષણપ્રથાને કે વહીવટી તંત્રને જવાબદાર ગણી શકીએ, પણ આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં, કારણ કે માનવતા એ સર્વજનીન વિશિષ્ટતા છે. સંવેદના માનવતામાંથી જન્મે છે અને આજે એ માણસાઈનું સુકવણું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સંહારક શસ્ત્રોની વિભીષિકાએ માનવીને મૂંઝવી નાખ્યો છે, પરંતુ એથીય વિશેષ એક નવી વિભીષિકા એની રૂચિ, એનાં મૂલ્યો અને એની સંવેદનાના સંદર્ભમાં સર્જાઈ રહી છે. સંવેદના એ સાહિત્યસર્જનનો ‘લાઇવ વાયર’ છે.
એક સમયે સર્જકને જે સમસ્યાઓ મૂંઝવતી હતી, એ આજે કાલગ્રસ્ત થઈ ગઈ છે. ગોવર્ધનરામ કે હાનાલાલ, કાન્ત કે કલાપી, મણિલાલ નભુભાઈ કે પ્રિયકાન્ત મણિયારે અનુભવેલાં પ્રણયવિભાવના-વિષયક હૃદ્ધો આજે ન હોય તો ભલે, પરંતુ હવે એ પ્રણયનું જ સ્થાન વ્યક્તિના જીવનમાં કેટલું ? આપણાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને કર્યો છે. આપણી ભાવનાઓનો ક્રર સંહાર થયો છે. એક સ્વાર્થમય, લેન-દેન આધારિત, સંવેદનશૂન્યતા પ્રત્યેની તીવ્ર ગતિમાં આંતરમંથનો અને વ્યાપક સંવેદનોની ઊપજ કેટલી ?
એક સમયે સર્જક – હું કોણ છું ? જીવન શું છે ? મૃત્યુ શું છે ? સાચો સ્નેહ કોને કહેવાય? પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? એવા પ્રશ્નોની ખોજ કરતો હતો અને સાહિત્યમાં એની એ આંતરખોજનું પ્રતિબિંબ ઝિલાતું હતું. આધુનિક માણસની વૃત્તિએ એનું વૈચારિક માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. મૂલ્યહ્રાસ, ભ્રષ્ટતા, ટૂંકા માર્ગો લેવાની વૃત્તિ, સંકુચિત સ્વાર્થ વગેરે વકરી રહ્યાં છે. જીવનને બદલે ‘બજાર'ની શોધ
શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી, આપણી વચ્ચે પણ છે. ટેક્નૉલોજીના આ સમયગાળામાં ક્વનમાં બધી બાબતોનો રોકડિયો પાક
સંવેદના, સહૃદયતા અને સર્જાતા
સાહિત્યિક નિસબત
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કૂંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બુકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધબધિર અવસ્થાએ માનવીના ભીતરને જરઢ બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે.
મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ.
આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં બજાર’ બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દેઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગૌણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે.
માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ” અથવા “બજાર’ નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરીભરી પ્રાણશક્તિ છે.
સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ
આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાદો આવ્યા ને ગયા, આવશે ને જ શે; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સઘ પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ
સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજકતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂક્ષ્મ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સૌંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુઃખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌદર્ય. આજે એ સૌંદર્યનું નામોનિશાન રહ્યું છે ?
સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષયો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઉભા થયા છે. આને પરિણામે એ માધ્યમના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેક્નોલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેકનોલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશાદર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું;
સાહિત્યિક નિસબત
સંવેદના, સહૃદયતા અને સજજતા
Page #9
--------------------------------------------------------------------------
________________
તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દેશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી.
સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ઘ રજૂઆત કરતા સમાચાર, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફૉર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે. ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિંતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે . આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવઅંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે. પરિણામે વર્તમાન સમયના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી, પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાફ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે.
માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ઘકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. માનવઆત્માનો અવાજ
સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દયું તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ. આ સૂરની ફાવટ સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ
સાહિત્યિક નિસબત
અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવ-આત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો
એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્મને ઓસમનેમાંથી પામી શકાય. 'Fingers' નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં એ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે,
The finger of a soldier Across the rivers and languages Of Europe and Asia Of China and Africa, Of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning. [Sambene Ousmane, 'Fingers 'quoted in Lotus Awards 1971,
Published by the Permanent Bureau of Afro-Asian Writers] લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય.
વર્તમાન સમયમાં હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે, અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું
સંવેદના, સહૃદયતા અને સજજતા
Page #10
--------------------------------------------------------------------------
________________
વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર અને માનવ-અધિકારો પર છાશવારે થતા આધાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે ?- આ બધાંનો વિચાર કરવો જોઈએ.
ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર (Martin Niemoeller) *To the Faculty” કાવ્યમાં કહે છે :
In Germany they first came for the communist And I did not speak up because I wasn't a communist Then they came for the Jew and And I didn't speak up because I wasn't a Jew Then they came for the trade unionists And I didn't speak up because I wasn't a trade unionist Then they came for the catholics And I didn't speak up because I was a protestant
Then they came for me - and by that time no one was left to speak up. સહૃદયતા અને મૂલ્યહાસ
સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સહૃદયતા જે ટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃષ્યત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાના પાત્રો સમકાલીન સમાજ માંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા.
પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજમાં વ્યાખ્યાન આપવા ગયા. તાજું જ સ્વરાજ્ય મળ્યું હતું. કાળાં
બજાર, ભ્રષ્ટાચાર, સત્તા માટેની હોંસાતોંસી – આ બધું જોતાં સ્વરાજ વિશેનો એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને તેઓ નિરાશ થઈ ગયા હતા. એમણે કૉલેજના યુવાનો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝોળી લઈને આવ્યો છું. મને પાત્રો આપો. ચારે બાજુ નજર કરતાં મને પાત્રો મળતાં નથી. આજે પચાસ વર્ષ પછી રઘુવીર ચૌધરી જેવા નવલકથાકાર રમણલાલ દેસાઈની જેમ પોતાના જમાનાની ઘટનાઓ અને વ્યક્તિઓને નવલકથામાં ગૂંથે છે તેમને પણ આજની પેઢીમાંથી તેમના ઉચ્ચાશયો સિદ્ધ કરી આપે તેવાં પાત્રોની શોધનો પ્રશ્ન રહ્યો હશે જ . સહૃદયતા અને મૂલ્યહ્રાસને કાર્યકારણ સબંધ છે. આજનો સર્જક કે આજનો શિક્ષક – એ બધા મૂલ્યહાસના બોજ હેઠળ જીવે છે અને તેથી ઉદારતા, નિઃસ્વાર્થતા કે સમર્પણભાવ કેળવાતો નથી. દરેક વ્યક્તિ સ્વત્વના સંકુચિત વર્તુળમાં જાણે કે કેદ થઈ ગયો છે.
માનવજાત સર્વનાશના ઓથાર હેઠળ જીવી રહી છે. સિત્તેરેક વર્ષ પૂર્વે ટી. એસ. એલિયટે એમ કહ્યું હતું કે, નવલકથા મૃત્યુ પામી રહી છે. એ પછી એડમન્ડ વિલ્સને કવિતા વિશે એવી જ ઘોષણા કરી. હકીકતમાં સાહિત્યના વિકાસમાં ભરતી-ઓટ આવે છે. તેના કેટલાક પ્રદેશો કે પ્રકારો સૂકા કે લીલા દેખાય, પણ કોઈ ને કોઈ રીતે પ્રજાજીવનમાં સાહિત્યઝરણું વહેતું રહીને અમીસિંચન કરતું રહ્યું છે, પરંતુ આજે તો સાહિત્યની આવરદા અંગે જ સંશય પ્રગટ થાય એવી સ્થિતિ છે. એક સમયે કોઈ સાહિત્યપ્રકાર નામશેષ થઈ જશે એવો ભય હતો, હવે એનાથીય વધારે મોટે ભય એ છે કે સાહિત્ય સ્વયં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કેટલું ગજું કાઢી શકશે.
મનુષ્યજાતિ સ્થિતપ્રજ્ઞયોગના બદલે અસ્થિરતાયોગની સાધના કરે છે. આજે માનવી ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. એનું સમગ્ર ચેતોવિશ્વ આ બધાની પાછળ દોડી રહ્યું છે. વળી એની આ દોડમાં જુદાં જુદાં વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે અને માણસનું મન પણ એમ અનેકશ: બદલાતું જાય છે. એવામાં ધારો કે કોઈને કોઈ વાર્તા લખવાની પ્રેરણા થાય, ચિત્તમાં એ
સાહિત્યિક નિસબત
સંવેદના, સહદયતા અને સજતા
Page #11
--------------------------------------------------------------------------
________________
આકાર ધારણ કરે, એનો ઘાટ અને પાત્ર મનમાં નક્કી થાય અને ત્યાં તો એ જૂની થઈ જાય. એના સંદર્ભ અપ્રસ્તુત બની જાય ! સર્જકને પોતાને એમાં જૂનાપણું લાગે !
ટી. એસ. એલિયટની સામે ૨૦મી સદીના આરંભે સાહિત્યને પ્રચલિત-દૂષિત ખ્યાલોથી મુક્ત કરી વૈજ્ઞાનિક યુગમાં તેની અગત્ય સિદ્ધ કરી આપવાનો પ્રશ્ન હતો. તેણે વિજ્ઞાનની જેમ કળા પણ ‘વર્કશોપમાં જ , સતત મથામણ પછી આકાર ધારણ કરે છે તે દર્શાવી એને બિનઅંગતતાની બુનિયાદ ઉપર સંસિદ્ધ કરવા પર અનિવાર્યપણે ભાર મૂક્યો. આપણી ૨૧મી સદીમાં કળાના અસ્તિત્વનો પ્રશ્ન છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે આપણી સદીમાં સાહિત્યની ઉપકારકતા સિદ્ધ કરી આપવાની રહે છે. કેવી રીતે, કેવા માર્ગે કે કેવા પ્રયત્ન, તે આપણા સૌની ચર્ચાનો વિષય બનવું જોઈએ. આજના સમયનો પડકાર
પુસ્તકમેળામાં થતાં પુસ્તકોનાં વેચાણમાં બાળસાહિત્ય, અધ્યાત્મ અને વાનગીનું સાહિત્ય જ અગ્ર સ્થાન ભોગવે છે. તેથી સંખ્યાતીત પ્રકાશનોમાં ઊછળી આવે તેવી સાહિત્યિક કૃતિઓનું પ્રમાણ કેટલું ? કોઈ એક દાયકાના સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ‘ઉત્તમ'ની વાત બાજુએ મૂકો. સારી કહી શકાય તેવી કૃતિઓની સંખ્યા કેટલી ? આજે સાહિત્યક્ષેત્રે સ્થિર અને નવોદિત ઘણા સર્જકો કાર્ય કરે છે, પરંતુ છવાઈ જાય એવી ઉન્નત પ્રતિભાઓ અતિ વિરલ થવા માંડી છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવી પ્રતિભા અને નવીન વિષયવસ્તુનો દુષ્કાળ પ્રવર્તે છે એવી ફરિયાદ કોઈ કરે તો તેમાં તથ્ય નથી એવું ભાગ્યે જ કહી શકીશું.
આજે રચાતા થોકબંધ સાહિત્યમાંથી ખરા અર્થમાં ઉપયોગી એવું સાહિત્ય કેટલું છે તે વિચારવું જોઈએ. આલ્કસ હક્સલી, જેને ‘અશિષ્ટ સાહિત્ય' કહે છે તેવું સાહિત્ય વધુ ફેલાતું જાય છે. માત્ર નફાની દૃષ્ટિએ પુસ્તકો માટે ‘બજાર’ બનાવવામાં આવે છે.
એક સમયે સાહિત્યાકાશ પર કેવા કેવા મહાન સર્જકો છવાયેલા
હતા ! રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઇકબાલ, ગાલિબના જેવા. ગુજરાતમાંયે નર્મદ, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, ઉમાશંકર જોશી જેવા સર્જકો હતા. આજે સાહિત્યની એવી સ્થિતિ છે એમ કહી શકીશું ?
વિચારશીલો માટે, સર્જક માટે, સાહિત્યસંસ્થાના ધુરીણો માટે, ગ્લોબલાઇઝેશનનો આજનો સમય એય એક મોટો પડકાર છે. ભાવકસંદર્ભે પણ જે રુચિસંપન્ન ભાવકો છે તેને ટકાવવાના છે, તો નવા પણ ઊભા કરવાના છે. રુચિને પરિત કરતું સાહિત્યસર્જન
આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંતર્પ કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપો, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે. અને સાથે સાથે તેની રુચિને પરિષ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્સ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટ'નો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ.
મરાઠી રંગમંચમાં પ્રયોગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી. મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લધુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક સ્રોત બન્યું છે. જ્યારે ગુજરાતીનું પહેલું નાટક મરાઠીના અનુવાદથી શરૂ થયું હતું અને એ પછી અંગ્રેજી નાટકોના અનુવાદનું પૂર આવ્યું. ‘હરિશ્ચંદ્ર' પણ મૌલિક નાટક નથી. આથી
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
સાહિત્યિક નિસબત
o
Page #12
--------------------------------------------------------------------------
________________
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પહેલી નાટકમંડળી નાટક ગુજરાતીમાં કરતી અને ગીત મરાઠીમાં ગવાતાં હતાં ! રંગભૂમિ પર ભજવાય એવાં અને તેમાંય નવાં મૌલિક નાટકો સ્થિતિ સુધરી હોવા છતાં પ્રમાણમાં ઓછાં મળે છે. આને કારણે મરાઠી કે બંગાળી રંગભૂમિની છે તેવી વ્યાપક અસર ગુજરાતી રંગભૂમિની નથી. આનું એક કારણ એ છે કે મરાઠી નાટક એના ઊગમથી જ મૌલિકતા અને નૂતનતા ધરાવતું હતું. મરાઠીના આઘ નાટકકારોમાં વિષ્ણુદાસ ભાવે, અષ્ણાસાહેબ કિર્લોસ્કર, ગોવિંદ બલ્લાલ દેવલ, રામ ગણેશ ગડકરી વગેરેનો ફાળો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે સર્જન પહેલું હોય અને પછી વિવેચન આવે. આધુનિક સમયમાં પાશ્ચાત્યવાદો વિશે ગુજરાતીમાં વિવેચન પહેલાં લખાયું અને પછી એના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા કવિતા, ટૂંકી વાર્તા લખાતી ગઈ. એક અર્થમાં કહીએ તો અવળા ગણેશ બેઠા ! વિવેચનમાં પણ સર્જનની જેમ ઉમળકાજનક સ્થિતિ સર્જાવાની બાકી છે. હા, કેટલાક સ્ફલિંગો જરૂર છે , પણ વ્યાપી રહે તેવું તેજ ક્યાં છે ?
સાહિત્યિક સંવેદના સતત પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પ્રયોગનું મહત્ત્વ પ્રગટ કરવાનું કામ વિવેચકનું છે. અભિવ્યક્તિમાં પણ બદલાવ આવ્યો છે. રાજકારણ અને નફાલક્ષિતાના ભાર હેઠળ દબાયેલું શિક્ષણ, વિલુપ્ત થતી કુટુંબપરંપરાને કારણે ખોરવાયેલું સમાજજીવન, સતત વધતાં જતાં આર્થિક દબાણો તેમજ સ્થાનપરિવર્તનને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિવેશ અને પ્રકૃતિનો છેદ ઊડતાં નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. - વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે. પ્રાચીન અને પરિચિત સાહિત્ય સાથે તુલનાત્મક પૃથક્કરણ કરીને તેનું મહત્ત્વ પ્રતિપાદિત કરવાનું છે. વિવેચક વાચકની માનસિક ક્ષિતિજનો વિસ્તાર કરવાનું, એની સહ-અનુભૂતિ ખીલવવાનું, પરિવર્તનમાંથી સ્થાયી તત્ત્વોને શોધવાનું અને જીવનને સહિષ્ણુ બનીને અખિલાઈથી જોવાનું સામર્થ્ય આપે છે. એક પરિપ્રેક્ષ્ય માટે, મૂલ્યબોધ અને સંસ્કૃતિની ખોજ માટે, આ
સાઝિયિક નિસબત
સમયગાળામાં વધતી જતી બર્બરતા સામે એક સામાજિક ચેતના જગાવવા કાજે, નૈતિક તાણાવાણા માટે અને ભાષા નામના રહસ્યના સન્માન માટે વિવેચકનું હોવું મહત્ત્વનું છે.
આજે સંશોધનની અનુકૂળતા વધી છે. સંશોધનનાં સાધનો પણ ઉપલબ્ધ થયાં છે, પણ સંશોધનની કક્ષા ચિંતાપ્રેરક છે. સંશોધન નિમિત્તે લખાતા મહાનિબંધો, લઘુશોધનિબંધો અને સંશોધનપત્રોની કક્ષા ચકાસવી જોઈએ અને તેમાં ખંત, ચીવટ તથા અભ્યાસશીલતાનું ઉમેરણ કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.
દલિત સાહિત્ય અત્યારે લગભગ સ્થિર થઈ ધ્યાન ખેંચે છે, પણ આદિવાસી સાહિત્ય હજી ઉપેક્ષિત છે. લોકસાહિત્ય પ્રત્યે અભ્યાસીઓ વળ્યા છે એ શુભચિહ્ન છે, પરંતુ લુપ્ત થતા લોકસાહિત્યને સાચવવા અંગે કોઈ સઘન પ્રયાસ થતો નથી. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ પ્રત્યે મૌખિક સહાનુભૂતિ રાખવામાં આવે છે, પણ એમાં મનોરંજન માટેનાં સાંસ્કૃતિક આયોજનો જ બહુધા થાય છે. થોડા કલાકારો વિદેશ જાય કે થોડાં આયોજન થાય, એથી આ કલા જીવી જશે એમ કહી શકાય નહિ. હકીકતમાં તો આ કલા એ લોકોના જીવનનો હિસ્સો બનવી જોઈએ.
બાળસાહિત્ય માટે ચર્ચા થાય છે, પણ તેનું પરિણામ શું ? આજે જગત બદલાયું છે, બાળસૃષ્ટિ બદલાઈ છે, બાળમાનસ બદલાયું છે. આ નવું પર્યાવરણ ધરાવતું બાળસાહિત્ય આપણે ત્યાં કેટલું ? બાળમાનસનો સર્વસામાન્ય બુદ્ધિ-લબ્ધિઆંક અગાઉની પેઢીનાં બાળકો કરતાં ઘણો વધ્યો છે એ સંદર્ભે તેને તુષ્ટ કરે, તોષે તેવું બાળસાહિત્ય રચાય તે આજની તાતી જરૂરિયાત છે. ઘણી દિશાઓ એ તરફની ખોલવાની રહે છે. ભાષાનું સતત સંમાર્જન
આપણો શબ્દકોશ ઘણો દરિદ્ર છે. આપણી પૂર્વેની પેઢીઓ જે શબ્દો પ્રયોજતી હતી, તેનો વિશાળ ભંડાર આપણે ગુમાવ્યો છે. નવા શબ્દો સર્જવાને બદલે અંગ્રેજી શબ્દોથી કામ ચલાવીએ છીએ, પરિણામે પરિભાષાનો મોટો સવાલ ઊભો થયો છે. ભાષાનો સાર્થક ઉપયોગ કરવાને
સંવેદના, સહદયતા અને સજતા
૧૨
Page #13
--------------------------------------------------------------------------
________________
બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે.
ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાતુ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો, ‘સાર્થ જોડણીકોશ'માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્થે તેવી ભાતીગળ ભાષા બોલાય છે ! આ પ્રદેશની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશમાં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે. તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે.
ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છી એ કે પરદેશમાં વસતાં ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુર્જીગ્લિશ'ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે.
ગુજરાતી સાહિત્ય હવે ટેકનોલોજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે
એની સીડી પણ મળવી જોઈએ. સર્જકોના અવાજ અને એમના કાર્યને દિશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અધતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટેકનૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ'ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લેન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે.
અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્ય ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે ? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ.
અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી. ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે ! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે ! યૂઇથે, તૉસ્તૉય, ચેખોવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાત્ર, કામૂ, બ્રેન્ડ અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે ? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ , આર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે.
સાહિત્યિક નિસબત
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
૧૫
Page #14
--------------------------------------------------------------------------
________________
અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે, તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું નથી. વળી કોઈ રાજકીય વિચારશ્રેણીનો પ્રચાર કરનાર વાદની પણ ગુજરાતના સાહિત્યકારે ભાગ્યે જ કંઠી બાંધી છે. ક્યારેક સર્જક દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ કાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે, જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનારા આપણો લેખક પણ ‘ગાંધીવાદી'ની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટાં ઉદાહરણો ગણાય. વળી જે મણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા.
આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે ? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે – સ યાદ ન રમતે - તે એકલો રમતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્કો હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલાના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય- મીમાંસકો પણ સ્વીકારે
છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રુચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં ૫૦૦ રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ.
૧૯૩૦ના દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠ, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે . તેમની શાંત-મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં એક-એક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે.
ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં-નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખુબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રુચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય છે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે.
સાહિત્યિક નિસબત
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
૧૬
Page #15
--------------------------------------------------------------------------
________________
મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવો સર્જકઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે.
સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજમાં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજકારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે. સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તે ય હવે ઓછી થઈ છે.
વ્યક્તિને બે રીતે સજ્જતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવા જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે.
સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજબરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ.
પ્રજાનું હીર અને સત્ત્વ
અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણિજતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ
સાહિત્યિક નિસબત
૧૮
Ezalkout1 | | | જી
14
અસિધારાવ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર
આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે.
મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુઃખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે.
ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે. અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. નેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે.
પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વને વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી.
એફ. આર. લેવિસે કવિતા સાથે ‘કેન્દ્રીય માનવત્વ'નો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દૃષ્ટિ – આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટેક્નૉલોજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે.
સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના જીવન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે સંવેદના, સહૃદયતા અને સજ્જતા
૧૯
Page #16
--------------------------------------------------------------------------
________________
ko
સહિયારો પુરુષાર્થ
છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે.
વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે કોઈ એક સાહિત્યપ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ. જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી.
આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે.
કરચ્છપ્રદેશના સંતકવિ દાદા મેંકણે લુહારની કોઢના ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે :
ખુશીએ જો ખુરો કરે, ધમણ ધૉણ મ લાય:
ફૂડજી ગારે કરી, સચ સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની કને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ.
એ દૃશ્ય કેવું હશે ! વિ. સં. ૧૧૯૫ના પ્રારંભમાં એક વર્ષમાં સવા લાખ શ્લોક ધરાવતા સંસ્કૃત સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'ની નકલ હાથી પર અંબાડીમાં મૂકીને ગુજરાતના પાટનગર પાટણમાં સરસ્વતી-યાત્રા યોજવામાં આવી હતી. એ સમયે સાધુ, રાજા, સેનાપતિ અને પ્રજા સહુ આ સરસ્વતીયાત્રામાં સામેલ થયાં હતાં. ગુજરાતી સાહિત્યના પરોઢનો આ પહેલો ઝાંખો પ્રકાશ. ગુજરાતની અસ્મિતા, વિદ્યાપ્રીતિ અને સંસ્કારિતા જ ગાડનારી આ ઘટના. આજે ગુજરાતી ભાષા સાહિત્યની આ યાત્રામાં માત્ર પાંચ કરોડ ગુર્જર પ્રદેશવાસી કે પચાસેક લાખ વિદેશવાસીઓ જ નહીં, બલ્ક વિદ્વજનથી માંડીને ગુજરાતી ભાષા બોલતી એકેએક વ્યક્તિ સામેલ થાય તેમ ઇચ્છું છું.
મહામૂલી ગુજરાતી ભાષાને વરેલી સાહિત્ય પરિષદ નવી સદીમાં નવો વ્યાપ સાધે તેને માટે સહિયારા પ્રયાસની જરૂર છે. આનું કારણ એ છે. કે વર્તમાન સમયમાં અંગ્રેજી માધ્યમ અને સમૂહમાધ્યમોના ધસમસતા પૂરનો સામનો કરવા માટે ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે નિસબત ધરાવતા સહુ કોઈએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. માત્ર એક ડાળીની સંભાળથી આખું વૃક્ષ સચવાય નહીં એ રીતે સાહિત્યની એક પ્રવૃત્તિથી સાહિત્યનું કામ ચાલવાનું નથી. ચારેક બાબતો વિશે સહચિંતન કરીએ : ગુજરાતી ભાષાના વિકાસનું;
સહિયારો પુરુષાર્થ
સાહિત્યિક નિસબત
13
૨૦
Page #17
--------------------------------------------------------------------------
________________
છેવાડે વસતા માણસ સુધી ભાષાસાહિત્યને લઈ જવાનું; નવોદિતોની સર્જનપ્રક્યિા ખીલતી રહે તે માટે આયોજનો કરવાનું અને ઊંડી સાહિત્યચર્ચા, સંશોધન, સૂચિકરણ જેવી પ્રવૃત્તિઓ કરવાનું. માતૃભાષાના પ્રસાર માટે નિશાળોમાં જઈને સર્જ ક બાળકો સાથે સંવાદ કરે એ પ્રવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાળકો માટે બાળવાર્તાકથન, બાળગીત, જોડકણાં અને બાળગાન જેવી અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન થયું. સમય જતાં પરિષદના પુસ્તકાલયમાં એક અલાયદો બાળવિભાગ રાખવાનું આયોજન છે.
૧૯૮૦માં પરિષદના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો તે પૂર્વે એક સમયે શ્રી ચુનિલાલ મડિયાએ કહેલું કે પરિષદને પોતાનું કોઈ કાયમી સરનામું નથી. એ પછી પરિષદભવનનું નિર્માણ થતાં પરિષદને પોતાનું સરનામું મળ્યું. હવે આદિવાસી વિસ્તારો, ગામડાંઓ અને જુદાં જુદાં શહેરોમાં એની પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારવો છે , એથી ય વિશેષ જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદ - એ ભાવ સાથે આપણા મર્યાદિત વર્તુળમાં સીમિત રહેવાને બદલે ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતી સર્જકો સુધી પરિષદની પ્રવૃત્તિ વિકસાવીએ. વિશ્વના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી * ગુજરાતી સાહિત્ય પરિષદ ”નું સરનામું બની રહે તેમ થવું જોઈએ.
પરિષદમાં નવોદિત સર્જકોની પ્રવૃત્તિ સરસ રીતે ચાલે છે. અમદાવાદમાં દર મંગળવારે સાંજે નવોદિત સર્જકો પોતાની કૃતિ રજૂ કરે છે. નીવડેલા સર્જકો એની સમીક્ષા કરે છે. એને આધારે નવોદિત સર્જ કે પોતાની કૃતિ મઠારીને પુનઃ રજૂ કરે છે. આમાંથી કેટલીક કૃતિઓ ચૂંટીને દર છ મહિને એક મૅગેઝીન સ્વરૂપે (પહેલાં માત્ર કમ્યુટર-કંપોઝથી) આપવાનો આશય રાખ્યો છે અને રાજ કોટ, ભાવનગર, સૂરત જેવાં શહેરોમાં નવોદિત સર્જકોની પ્રવૃત્તિ માટે કેન્દ્રો તૈયાર થઈ રહ્યાં છે. પરિષદ પાસે સમૃદ્ધ ગ્રંથાલય છે. શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર જેવી સંશોધનસંસ્થા છે અને હવે તેમાં જુદી જુદી સંશોધનપ્રવૃત્તિઓનો પ્રારંભ કરીશું.
વિક્રવર્ગ માટે સાહિત્યિક ચર્ચા, પરિસંવાદો, સંશોધનો અને અન્ય પ્રવૃત્તિઓ ચાલે છે, પણ એની સાથે પ્રજાની રુચિ સંસ્કારવાનો યત્ન જરૂરી છે. સમૂહ માધ્યમોએ પ્રજાની રુચિને રંજ કતા તરફ વાળી છે, ત્યારે શિષ્ટ સાહિત્યિક રુચિનું ઘડતર જરૂરી બને. આ કામ મૂળમાંથી શરૂ કરવું પડશે અને બાળકોમાં માતૃભાષાનાં મૂળિયાં ઊંડાં રોપવાં પડશે. વિદ્વત્તાનું ધોરણ ઊંચું જાય અને મોય ગજાની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહે, તેની સાથોસાથ ગામડાંના અને આદિવાસી સમાજના લોકોને વધુ ને વધુ સાહિત્યસ્પર્શ કેમ મળે તેવો પ્રયાસ કરવાનો વિચાર છે.
આજના વૈશ્વિકીકરણગ્લોબલાઇઝેશન)ના યુગમાં વિદેશમાં વસતા ગુજરાતીઓની પ્રવૃત્તિનું આકલન કરવું સરળ બન્યું છે. પરદેશમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને વિશે ઘણી સારી જાગૃતિ જોવા મળે છે. આપણા કેટલાક સાહિત્યકારોનો વિદેશ-વસવાટ પણ આમાં કારણભૂત છે, તો અહીંના સાહિત્યકારો વિદેશના પ્રવાસે જાય છે ત્યારે પણ ત્યાંની સાહિત્યપ્રવૃત્તિમાં નવું બળ પૂરે છે. આ ડાયસ્પોરા સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં નવી અનુભવસૃષ્ટિ અને નવી ભાષાસમૃદ્ધિ લાવી શકે તેમ છે. આને માટે વિદેશથી આવતા સાહિત્યકારો સાથે વધુ ને વધુ આદાન-પ્રદાન કઈ રીતે થાય તે સાથે મળીને જોઈએ.
ગુજરાતી સાહિત્ય બહુ ઓછા પ્રમાણમાં અંગ્રેજીમાં અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રગટ થાય છે. પરિષદ આ કાર્ય એના અનુવાદ-કેન્દ્ર મારફતે તેમજ વિદેશસ્થિત ગુજરાતી લેખકોના સહયોગથી વિકસાવવા માગે છે. પરિષદની વેબસાઇટનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અત્યારે એના દ્વારા પરિષદ વિશેની સામાન્ય જાણકારી ઉપલબ્ધ થઈ છે. શ્રી રતિલાલ ચંદરયાએ તૈયાર કરેલા ‘ગુજરાતી લેક્સિકન ડૉટ કોમ' વિશે પૂર્વ પરિષદપ્રમુખ શ્રી બકુલભાઈ ત્રિપાઠીની અધૂરી નોંધ (‘પરબ', સપ્ટેમ્બર, ૨૦૦૬) મળે છે. એ કાર્ય અંગે પણ પરિષદ વિચારી રહી છે.
ગુજરાતની અનેક સંસ્થાઓની માફક પરિષદને પણ મર્યાદાઓ છે
સાઝિયિક નિસબત
સહિયારો પુરુષાર્થ
૨૨
Page #18
--------------------------------------------------------------------------
________________
ko
અને એમાંથી પરિષદને બહાર લાવવાનું કામ આપણા સહુનું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતા તમામ લેખકો અને વાચકોની આ પરિષદ છે. પરિષદનું ગૌરવ સચવાય તે પ્રદેશના ગૌરવ બરાબર છે.
પરિષદ ગુજરાત અને ગુજરાત બહારના સાહિત્યપ્રેમી સહદયો પાસેથી સૂચનો મેળવવા આતુર છે. પરિષદમાં જે કંઈ કરવા જેવું લાગે, તે અંગે ભાવાત્મક અભિગમથી સૂચનો કરશો અને સાથોસાથ તમે કઈ રીતે પરિષદમાં સક્યિતા દાખવી શકશો તે પણ જરૂર જણાવશો. આપણા સર્વની ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા પૂર્ણ થાય એ જ ભાવના.
હું ગુર્જર વિશ્વનિવાસી
આજે ગુજરાતી સાહિત્યમાં ધીરે ધીરે ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને વિદેશવાસી સાહિત્યકારો એમની કૃતિઓ અને સામયિકો દ્વારા કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, બ્રિટન, કેનેડા, પાકિસ્તાન, પૂર્વ આફ્રિકા, ઇટલી, ઑસ્ટ્રેલિયા જેવા દેશો કે ઍન્ટવર્પ જેવાં શહેરોમાં ગુજરાતી પ્રેમી સર્જકો અને સાહિત્યરસિકોની સાહિત્યિક પ્રવૃત્તિ ચાલતી રહી છે.
સિંગાપોરમાં શિશુવર્ગના બીજા ધોરણથી “એ” લેવલ એટલે કે બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીને વિષય તરીકે ગુજરાતી શીખવા મળે છે. કુલ તેરા ધોરણમાં ૨૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. અહીં શાળા-પ્રવેશ સમયે વિદ્યાર્થીને એની માતૃભાષા પૂછવામાં આવે છે અને તે નોંધણી કરાવવી પડે છે. વળી શાળા એવો આગ્રહ રાખે છે કે તમારી માતૃભાષા ગુજરાતી હોય, તો તમારે ગુજરાતી વિષય લેવો જોઈએ. કેનિયાના નાઇરોબી શહેરની મહાજનવાડીના ગ્રંથાલયમાં કે પછી ત્યાં વસતા પાનાચંદ દેઢિયા જેવા સાહિત્યપ્રેમીઓ પાસે ‘ક્યોતિ’, ‘આગળ ધસો' જેવાં સામયિકના અંકો છે. જેમાં વિદેશની ધરતી પરના નેવું વર્ષ પૂર્વેના સ્વાનુભવો અને ત્યાંનાં પ્રવાસવર્ણનો મળે છે. ભારતમાં થતી પ્રવૃત્તિનો - પછી તે મહાત્મા ગાંધીજીનું સ્વતંત્રતા માટેનું આંદોલન હોય કે દેશમાં થતી સામાજિક સુધારણાની કામગીરી હોય એનો - પડધો એ સામયિકો ઝીલતા હતાં અને સાથોસાથ આસપાસના વતનની વાતો પોતાની માતૃભાષામાં લખતા હતા. આવાં વિદેશનાં જૂનાં સામયિકોને કોઈ સી.ડી.માં જાળવી લે, તો એ સમયનો મહત્ત્વનો સામાજિક
સાહિત્યિક નિસબત
હું ગુર્જર વિશ્વનિવાસી
Page #19
--------------------------------------------------------------------------
________________
ઐતિહાસિક દસ્તાવેજ પ્રાપ્ત થાય અને પ્રારંભના એ લેખકોની માતૃભાષા માટેની મથામણનો પણ ખ્યાલ આવે.
કેટલાક વિદેશવાસી ગુજરાતી સાહિત્યનાં સ્વીકૃત સ્વરૂપો અને પરંપરામાં વતનઝુરાપાના ભાવો આલેખે છે. અહીં ગુજરાતીમાં લખાય છે તેવું સાહિત્ય વિદેશમાં પણ સર્જાય છે, તો તેને ડાયસ્પોરિક સાહિત્ય કહીશું કે સાહિત્યની મુખ્ય ધારાનું એક ઝરણું કહીશું ? પરદેશમાં વસતા સાહિત્યસર્જકનું મુખ હજી ગુજરાતી સાહિત્ય તરફ છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેઓનાં પ્રારંભનાં વર્ષો તળગુજરાતમાં વીત્યાં છે અને એના સંસ્કારો એમના ચિત્તમાં દેઢીભૂત થયેલા છે, પણ હવે ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારા તરફ મુખ રાખવાને બદલે જો તેઓ સ્વતંત્ર રીતે એ ધરતી પરના સ્વાનુભવોની
અભિવ્ય િત કરે તો નવા વિષયો, નવો વ્યાપ અને નવી તાજગીનો અનુભવ થઈ શકે. જે દેશમાં રહેતા હોય તેની પરિસ્થિતિ, તેના અનુભવો, તેની સંકુલતાઓ અને ત્યાંના સમાજનાં મૂલ્યો સંઘર્ષોનો આલેખ આપે તો તેનાથી ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારા વધુ સમૃદ્ધ થાય. ત્યાંના સ્વાનુભવોની રજૂઆત માટે તે સર્જકોને નવી વાક-તરાહોની ખોજ કરવી પડે અને કેટલાય નવા શબ્દો ઘડવા પડે. એ દેશની ભાષાના કેટલાક શબ્દો સહજતયા એમની કૃતિઓમાંથી • તરી આવે એમ પણ બને. એ જ રીતે તેમનું મૂળ વતન, ત્યાંના સામાજિક રિવાજો અને જીવનશૈલી સાથે તેઓ હાલ જે દેશમાં વસે છે, ત્યાંના રિવાજો અને જીવનશૈલી વચ્ચે કેવી રીતે આંતરસંપર્ક કે આંતરસંધર્ષ થયો, તેનું તારણ પણ મળી શકે. વિદેશના વસવાટ-સમયે મૂલ્યો, ભાવનાઓ અને કુટુંબજીવનની રીતરસમોને અનુલક્ષતી સંઘર્ષકથાઓ અનુભવવાનું થયું હશે, એની તો કલ્પના જ કરવી રહી ! સદ્ભાગ્ય કેટલાક લેખકો દ્વારા આવી કથા રચાયેલી છે. પણ હજી કેટલીય કથાઓ સર્જકની વાટ જોઈ રહી છે.
• યારેક કુળપરંપરાનો, છે યારેક સામાજિક બંધનનો, છે યારેક ધર્મનો તો • યારેક ભાવનાઓનો આશરો લઈને પૂર્વસંચિત એ સધળું જાળવવા માટે કેટલી બધી કશમકશ અનુભવવી પડી હશે ! પોતીકી જણસ જાળવવા માટે કેટલાય નવા પ્રયોગો કરવા પડ્યા હશે. એક ચંદરયા કુટુંબનું દૃષ્ટાંત લઈએ તો એની પાંચ-પાંચ પેઢી આજે એ કસાથે વ્યવસાય કરે છે અને દરેકને જાતે
સાઝિયિક નિસબત
વિકસવાની તક મળે અને છતાં કુટુંબ સાથે જોડાઈ રહે એવી પોતાની એક નવી જ પદ્ધતિ શોધી કાઢી છે. વિદેશવાસી સર્જક આની વાત કરે તો આપણને નવીન અનુભવસૃષ્ટિ સાંપડશે.
ડાયસ્પોરા સાહિત્ય પાસે પણ આપણી કેટલીક અપેક્ષા છે. ત્યાંના સર્જકો પોતાના સાહિત્યશોખને ખાતર ભલે સર્જન કરે, પરંતુ તેઓ એક નવા અને વિશેષ માહોલમાં ત્યાંનાં જનજીવન અને માનસનું પોતાનું નિરીક્ષણ પણ આપે. એમ થઈ શકે તો ગુજરાતી સાહિત્યને એક નવી બળકટ અભિવ્યકિતનું સર્જન મળશે. આ માટે ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારાથી • યાંક કોઈ રીતે જુદા પડવાનું થાય, તોય વાંધો નથી, કારણ કે આપણી સાચી નિસબત તો સત્ત્વશીલ સાહિત્ય પામવાની છે.
આજના અશ્વેત સર્જકો આફ્રિકાથી એમના પૂર્વજો અમેરિકા આવ્યા ત્યારે અમેરિકામાં તેમની કેવી કેવી યાતના અને મૂંઝવણોનો સામનો કરવો પડ્યો, એને વિશે કથા-સર્જન કરે છે. આજે પણ નિગ્રોને અમુક દેશોમાં જે સહન કરવું પડે છે, એની કથા તેઓ આલેખે છે. ગુજરાતીઓ વિદેશમાં વસવા ગયા ત્યારની અને ત્યાં રહ્યા પછીની આજની સ્થિતિ કેવી છે તેનું આલેખન પણ થઈ શકે. આપણે ગુજરાતીઓ અપમાનિત છીએ કે સન્માનિત છીએ તેનો પણ વિચાર કરવો જોઈએ. વિદેશમાં કોઈ માનાઈ પદવી કે સ્થાન આપીને આપણને ગુલામીની બેડી પહેરાવાતી નથી ને, તે પણ ચકાસવું પડે, કારણ કે સમાજના સ્વાભિમાનનો ખરો રખેવાળ તો એનો સાહિત્યસર્જક છે. પરદેશમાં આપણું માથું શું રહે તે રીતનો ભાવ હોવો જોઈએ અને તેથી વિદેશના એ અનુભવોનું નિખાલસપણે આલેખન થવું જોઈએ.
ભારતમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભેદ છે. પરંતુ બીજા દેશોમાં તો તેઓ બધા એશિયાવાસી તરીકે ઓળખાય છે. વિદેશમાં એક પ્રકારે સાંસ્કૃતિક સંમિશ્રણ થયેલું છે. આ ડાયસ્પોરિક સાહિત્યનો વિષય બની શકે અને એમાંથી નવી પેઢીને નવા જીવન માટેની પ્રેરણા મળે એવું સર્જન થઈ શકે. આપણા સત્તશાળી લેખકો પરદેશમાં રહે એ આપણું ગૌરવ છે અને તેઓનું સર્જન તે આપણો આનંદ છે.
હું ગુર્જર વિપનિવાસી
૨૬
Page #20
--------------------------------------------------------------------------
________________
માતૃભાષાનું સિંચન
થોડા સમય પહેલાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હતો ત્યારે ૩૦ જેટલા સર્જકો અને સાહિત્યરસિકો મળ્યા હતા. જુદા જુદા કવિઓએ અને સર્જકોએ પોતપોતાની રચનાઓ રજૂ કરી. એમાંની કેટલીક કાવ્યરચનાઓમાં ત્યાંના નવા માહોલને આત્મસાત્ કરવાની સર્જક-મથામણ પણ જોઈ શકાતી હતી. વળી ભિન્ન ભિન્ન વ્યવસાય કરનારી વ્ય િતઓની સાહિત્યપ્રીતિનો પણ ત્યારે હૃદયસ્પર્શી અનુભવ થયો હતો. અવકાશ સંશોધનની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ‘નાસા'ના હોન્સન સ્પેસ સેન્ટરના પૃથ્વી-નિરીક્ષણ વિભાગના મુખ્ય વિજ્ઞાની ડૉ. કમલેશ લુલ્લા રિમોટ સેન્સિગ અને જીઓ સાયન્સીસના વિષયના નિષ્ણાત તરીકે જાણીતા છે. એમણે અવકાશી વિજ્ઞાનનો અનુભવ ધરાવતી કાવ્યરચનાઓ રજૂ કરી. કોઈ કવિની નજર પોતાના વતન પર હોય કે બાળપણનું ગામ ગુમાવ્યાનો એને ઝુરાપો હોય, પરંતુ કમલેશ લુલ્લાને પોતાનું ગામ, પ્રદેશ કે દેશ નહીં, પણ સમગ્ર પૃથ્વી પોતાનું વતન લાગતું હતું અને એ એમની રચનાઓમાં પ્રતિબિંબિત થતું હતું.
ડાયસ્પોરા સાહિત્યનું હવે સારા પ્રમાણમાં સર્જન થાય છે. ત્યારે એનું તટસ્થ મૂલ્યાંકન જરૂરી બન્યું છે. ડાયસ્પોરા સાહિત્યની વિભાવના વિશે કેટલુંક સ્પષ્ટીકરણ અને વર્ગીકરણ જરૂરી છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિષયને એ કઈ રીતે, કયા અભિગમથી અને કેટલી સર્જનાત્મકતાથી વર્ણવે છે તે ધોરણે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
એક સમયે હું ગુર્જર વિશ્વપ્રવાસી’ એમ કહેવામાં આવતું. હવે હું ગુર્જર વિશ્વનિવાસી’ કહેવાનું પ્રાપ્ત થયું છે, ત્યારે એટલી આશા તો રાખીએ જ કે ડાયસ્પરા સાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને વિશ્વચૈતન્યનો નિબિડ અનુભવ-સ્પર્શ થાય.
ગુજરાતી સાહિત્ય પરિષદના તથા ગુજરાતીનો અધ્યાપક સંઘના ઉપક્રમે એકદિવસીય અધ્યાપક-સજ્જતા શિબિર યોજાઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણ અંગે થોડું વિચારીએ. ભાષાના અધ્યાપનમાં એક મોટી ગંભીર ભૂલ એ થઈ કે આજે સાયન્સ અને ટેક્નોલોજીના અભ્યાસના સંદર્ભમાં એને જરૂરી મહત્ત્વ મળ્યું નથી. પ્રાથમિક શાળામાંથી જ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને આપણે એને રાષ્ટ્રીય ચેતના, સાહજિક વ્યક્તિત્વ અને ભારતીય દૃષ્ટિકોણથી દૂર – વંચિત રાખીએ છીએ. એનામાં ભાષાની અસ્મિતા જ પ્રગટતી નથી. ભાષાશિક્ષણ એ સાહિત્યવિકાસની આધારશિલા છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે આપણા ઘણા સર્જકોની સાહિત્યરુચિની માવજત અને સંવર્ધન એમના માધ્યમિક શિક્ષણ દરમિયાન થયાં છે. આજે માધ્યમિક શાળામાં અપાતા ગુજરાતીના શિક્ષણનો વિચાર કરીએ. ઉચ્ચતર માધ્યમિક શાળાનાં પરિણામો જોઈએ તો આઘાત લાગે કે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં અનુત્તીર્ણ થાય છે. ગુજરાતી ભાષાને માટે સજ્જ શિક્ષકોનો અભાવ ખેંચે તેવો છે. આને પરિણામે ગુજરાતી સાહિત્ય પર જ નહીં બલ્ક ગુજરાતી ભાષા, દર્શન, સમાજ , સાહિત્ય અને સંસ્કૃતિ – એ બધાં પર વિઘાતક અસર થઈ છે. માતૃભાષા છીનવાઈ જતાં વ્યક્તિ મૂળ સોતી ઊખડી જાય છે અને માતૃભાષાનાં મૂળિયાં સંવર્ધન પામ્યાં હોય તો બાળક સરળતાથી અન્ય ભાષા આત્મસાત્ કરી શકે છે.
સાહિત્યિક નિસબત
માતૃભાષાનું સિંચન
૨૮
૨૯
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થવું જોઈએ. જુદી જુદી વિદ્યાશાખાના કોશ તૈયાર થવા જોઈએ. એમના પરિભાષા-કોશ હોવા જોઈએ. બાળગીતો અને બાળવાર્તાઓના માધ્યમથી બાળકોમાં માતૃભાષાનું સિંચન કરવું જોઈએ. આને માટે કોઈ એક પ્રવૃત્તિ નહીં પણ એક આંદોલન સર્જવું જોઈએ. એક ડાળીની સંભાળ લેવાથી વૃક્ષની સંભાળ લેવાતી નથી. સાહિત્યની એક પ્રવૃત્તિથી સમગ્ર સાહિત્યનું કામ થાય નહીં.
૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદપ્રમુખનું ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું : “અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ..... જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્ર્મ નહીં હોય.” અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક યુવાનના આવરદાનાં કમીમાં કમી બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે એટલું જ નહીં, પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.”
આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. મુંબઈમાં સ્નાતક કક્ષાએ માત્ર ચાર કૉલેજોમાં ગુજરાતી પૂર્ણ વિષય તરીકે શીખવવામાં આવે છે અને એમાં કુલ સોળેક વિદ્યાર્થીઓ છે. જો અંગ્રેજી માધ્યમનું આ ઘોડાપૂર અટકશે નહીં તો આવતીકાલે ગુજરાતની પણ
આવી પરિસ્થિતિ થાય. આજે માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે. આ પરિસ્થિતિ અંગે માત્ર સાહિત્યકારે જ નહીં બલ્કે સમાજના તમામ વર્ગોએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. માધ્યમિક શાળાકક્ષાએ માતૃભાષાનો જુવાળ વધે તેમ કરવું પડશે. શુદ્ધ
સાહિત્યિક નિસબત
૩૦
pulhikoot1 | T
20
ગુજરાતી બોલાય, લખાય તે વિશે પણ ચિંતા-ચિંતન કરવાં પડશે. કૉલેજ– કક્ષાએ ગુજરાતી સાહિત્ય પ્રત્યે રુચિ વધે તેવું વાતાવરણ પણ સર્જવું પડશે. નર્મદના સમયથી માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કહેવાઈ છે. એનાં સારાં પરિણામો દુનિયાભરમાં જોવા મળે છે. આજે અંગ્રેજી એક દેશની નહીં, બલ્કે આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે, પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયકને રસોડામાં પેસવા દેવાય નહીં. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ – એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ.
સામયિકો, દૈનિકો અને એની પૂર્તિઓ ફૂલીફાલી રહ્યાં છે. સંસ્થાઓ દ્વારા પુસ્તક-પ્રકાશન માટે સહાય મળે છે. પ્રકાશકો પણ વધ્યા છે અને ઢગલાબંધ સાહિત્ય ઠલવાતું રહે છે. આમાં સાહિત્યના જેટલી જ સાહિત્યંતર ગણતરીઓ પણ રહી હશે. શું આપણું આજનું ‘સરેરાશ’ સાહિત્ય એ જ આપણું સત્ય છે ? ભાવકની નાડ પારખીને જ સર્જકે લખતા રહેવાનું છે ? આવા પ્રશ્નો તો અનેક છે.
પુસ્તકાલયો દ્વારા ઘણી મોટી ખરીદી કરવામાં આવે છે. અકાદમીઓ અને સંસ્થાઓ દ્વારા પ્રકાશન માટે સહાય કરવામાં આવે છે. આ બધું થવા છતાં વાચનની વ્યાપક અભિરુચિ જાગી નથી. પુસ્તક ખરીદીને વાંચનારાઓની સંખ્યા સતત ઘટતી જાય છે.
માતૃભાષાનું સિંચન
૩૧
Page #22
--------------------------------------------------------------------------
________________
શબ્દો અંકે કરીએ
ગુજરાતી ભાષાના શબ્દકોશમાં ઘણા શબ્દો અંકે કરી લેવાનો સમય પાકી ગયો છે. ૧૯મી સદીમાં રચાયેલા ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલા કેટલાક શબ્દો આપણા શબ્દ કોશમાં નથી. મહાનવલ ‘સરસ્વતીચંદ્ર'માંથી જ આવા કેટલાક શબ્દો મળી રહે. એ જ રીતે ‘સાર્થ જોડણીકોશ'માં ન હોય તેવા કેટલાયે શબ્દો આપણી પ્રજાના રોજબરોજના જીવન-વ્યવહારમાં વપરાતા રહે છે, જેમનો આપણે કોશમાં સમાવેશ કરવાની દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. છે ક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જે ભાષાકીય સમૃદ્ધિ છે તે આપણને આશ્ચર્યચકિત કરે એવી ભાતીગળ અને વિપુલ છે , આ બધા વિસ્તારોના અનેક શબ્દો આપણા કોશમાં સ્થાન પામી શકે એવા છે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથાઓ, નવલિકાઓ અને કાવ્યોમાંથી પણ આવા અનેક શબ્દોનું અધિકારી અભ્યાસીઓ દ્વારા કોશ માટે ચયન થાય તે જરૂરી છે. જુદા જુદા વ્યવસાયોના ને ધર્મસંપ્રદાયોના, વિવિધ ક્ષિાવિધિઓના પણ અનેક શબ્દો સંઘરીને કોશમાં મૂકવા જેવા છે. એ માટે ભાષા-બોલીને અનુલક્ષતા સર્વેક્ષણોની પણ તાતી જરૂર છે. આપણી રહેણીકરણી, ખાનપાન વગેરેમાં જે ઝડપથી પરિવર્તનો આવે છે તેનો પ્રભાવ આપણી બોલીઓમાં – ભાષામાં વરતાય છે અને તેને આવરી લેવાનો વિચાર પણ કોશ-સંપાદકોએ કરવો જોઈએ.
કેટલાક વ્યવસાયો આજે લુપ્ત થતા જાય છે. કેટલાકમાં વ્યાવસાયિક પરિસ્થિતિ કે સંદર્ભો બદલાતાં જાય છે; જેમ કે, આજે મકાનના બાંધકામમાંથી ‘મોભ' જતો રહ્યો છે. એવે સમયે ‘મોભી’ શબ્દ સમજવાનું મુશ્કેલ બને.
સાહિત્યિક નિસબત
લીંપણ અને ઓકળી આજે ક્યાં જોવા મળે છે ? એવી જ રીતે લાપસી ભુલાતી જાય છે અને બર્ગર કે પિઝા આવતાં જાય છે. આજથી ત્રીસેક વર્ષ પહેલાં રસોડામાં જે શબ્દો વપરાતા હતા, તે પણ હવે પ્રયોજાતા નથી. આવી પરિસ્થિતિમાં લુપ્ત થતા શબ્દોને કોશમાં જાળવી રાખવા તેમજ વપરાશમાં આવતા નવા શબ્દો ઉમેરવા જરૂરી બને છે. એક સમયે ‘વીંછિયા’ અને ‘અણવટ” જેવાં ઘરેણાં પહેરવામાં આવતાં હતાં. આજે એવાં ઘરેણાં રહ્યાં નથી અને સમય જતાં તે ભુલાઈ જશે. આથી જરૂર હોય તો આવાં ઘરેણાં કે સાધનો ચિત્રો સાથે કોશમાં દર્શાવવાં જોઈએ. ‘સરસ્વતીચંદ્ર'ના બીજા ભાગમાં માનચતુર કહે છે, “અલ્યા, પલ્લું !” આ પલ્લું એટલે શું તે આજની યુવાપેઢી જાણતી નથી, તેથી આજની પેઢી કોશની કે અન્ય કોઈની મદદથી ‘પલ્લું'નો અર્થ ન જાણે તો એને નવલકથાના આસ્વાદમાં રસક્ષતિ પહોંચે, તેથી શબ્દકોશે આવા શબ્દોને તેના સંદર્ભ સાથે કોશમાં જાળવી રાખવા જરૂરી છે.
આજના આપણા રોજિંદા જીવનમાં અનેક અંગ્રેજી શબ્દો એવી ગાઢ રીતે વણાઈ ગયા છે કે તેમને પછી આપણે કોશમાં સમાવી લેવા જોઈએ . આપણા શબ્દકોશમાં ‘સ્પિનિંગ', ‘જિનિંગ’, ‘ક્લૉરોફિલ', 'કંક્યુલેટર’, * કમ્યુટર’, ‘ટ્રાન્સમિટર’ કે ‘ચિમ્પાન્ઝી” જેવા શબ્દો નથી. ‘હાઉસફૂલ' શબ્દ બોલચાલમાં વપરાય છે, પણ એ શબ્દકોશમાં નથી. એ જ રીતે ‘સબસિડી’, ‘પૅરપી' જેવા વારંવાર પ્રયોજાતા શબ્દોનો શબ્દકોશમાં સમાવેશ કરવો જોઈએ. આવા અંગ્રેજી શબ્દોનો સ્વીકાર કરતાં એમાં ઉત્કૃષ્ટ ભાષાવિવેક જળવાય તે જરૂરી છે. આપણી ભાષાની ગરિમા ને ગુંજાશના ભોગે કશુંયે ન થવું જોઈએ, વળી રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દોને બદલે ગુજરાતી શબ્દો પ્રયોજવાનો આગ્રહ રખાય તે ઇચ્છવા યોગ્ય છે; જેમ કે ‘બુક’ને બદલે ‘પુસ્તક’ કે ‘ચોપડી' શબ્દ વાપરવો જોઈએ. સાથે એ પણ ખરું કે અંગ્રેજી શબ્દનું ભદ્રંભદ્રીય ગુજરાતી કરી તે વાપરવાની જરૂર ન હોય. જ્યાં અંગ્રેજી શબ્દો અનિવાર્ય હોય ત્યાં એ નિઃસંકોચ વપરાય તો એમાં કશું ખોટું નથી. અંગ્રેજી સમેત ઘણીબધી ભાષાઓ એ રીતે ઉત્તરોત્તર સમૃદ્ધ થતી રહી છે. વળી વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જેવા વિષયોમાં
શળે અંકે કરીએ
Page #23
--------------------------------------------------------------------------
________________
લપટા થઈ ગયેલા શબ્દો અર્થ ખોઈ બેસે છે. લંડનના ‘ધ ટાઇમ્સ'માં પ્રવેશતી વખતે પત્રકારને શબ્દયાદી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ શબ્દો ફિસ્સા અને લપટા થઈ ગયા હોવાથી તમારા અહેવાલમાં પ્રયોજ શો નહીં.
ઑક્સફર્ડ ડિક્શનેરી કે વેબસ્ટરમાં ઉચ્ચારના સૂચન સાથે શબ્દના વિવિધ અર્થો આપેલા છે, એવી વૈજ્ઞાનિક ઢબે વ્યુત્પત્તિ સહિત શબ્દના અર્થ જે તે સંદર્ભ સાથે આપવાનો ઉપક્રમ થવાનો આપણે ત્યાં હજુ બાકી છે. મોનિયર વિલિયમ્સ સંસ્કૃતમાંથી અંગ્રેજી પર્યાય અને અંગ્રેજીમાંથી સંસ્કૃતના પર્યાયનો કોશ આપવાનો પ્રયત્ન કર્યો, તે અધૂરું કામ તેમના પુત્ર ઉપાડી લીધું હતું. આપણી પાસે આવા કોશ પણ નથી. આજે ઑક્સફર્ડ દ્વારા જુદા જુદા પ્રકારના કોશ પ્રકાશિત થાય છે, એ રીતે ગુજરાતમાં કોશ વિભાગની એક સ્વતંત્ર સંસ્થા સ્થપાય તો કોશસામગ્રીના શાસ્ત્રીય સંશોધનનું - સંપાદનસંચયનનું કામ એકાગ્રતાથી ને સઘનતાથી ચાલી શકે અને કોશ-સાહિત્યનાં ક્ષેત્રે વરતાતું આપણું દારિદ્દ ટાળી શકીએ.
પરિભાષાનો જ પ્રશ્ન પણ પેચીદો છે. પરિભાષાના નિર્માણમાં કડિયા, સુથાર, લુહાર વગેરે જે તળપદા શબ્દો પ્રયોજતા હોય તે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જાણવા જોઈએ ને યોગ્ય લાગે તો ઉપયોગમાંયે લેવા જોઈએ. એ રીતેનો ઉપયોગ પરિભાષાના નિર્માણમાં સહાયક થશે. પરિભાષામાં પણ જે શબ્દ પ્રચલિત અને સમજવો સુગમ હોય તેને પસંદ કરવો જોઈએ.
દાક્તરી વિદ્યાનાં ગુજરાતી વિશ્વકોશનાં અધિકરણોના અનુભવ પરથી એમ કહી શકાય કે અનેક રોગો અને તેમને લગતી બાબતો વિશે ગુજરાતીમાં અધિકરણો લખવામાં ડૉ. શિલીન શુક્લને સંસ્કૃત ભાષાની મોટી મદદ પારિભાષિક શબ્દો તૈયાર કરવામાં મળે છે અને એ રીતે તબીબી પરિભાષાના નિર્માણથી ગુજરાતી ભાષાને જ સમૃદ્ધ થવાનો લાભ મળતો રહે છે.
એક તબક્કે શ્રી મગનભાઈ દેસાઈ એમનાં પાઠ્યપુસ્તકોમાં અંતે કોશ આપતા હતા, જેના આધારે એમાં પ્રયોજાયેલા નવા શબ્દોની જાણકારી મળતી હતી. હકીકતમાં તો ગુજરાતી, ભૂગોળ, ગણિત, વાણિજ્ય આદિ વિષયોનાં પાઠ્યપુસ્તકોમાં આવો કોશ આપવામાં આવે તો જે તે શબ્દોના ચલણવલણનો આવશ્યક ખ્યાલ મળી રહે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાતા શબ્દોનો કોશ શ્રી જયંત કોઠારી પાસેથી મળ્યો. એ પૂર્વે છોટુભાઈ નાયકે અરબી-ફારસીમાંથી આવેલા ગુજરાતી શબ્દોનો પરિચય કરાવ્યો. શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ અંગ્રેજીમાં ફારસી પિંગળ લખ્યું, તેઓ ગુજરાતીમાં આવો શબ્દકોશ આપી શક્યા હોત. આ વ્યુત્પત્તિ-કોશ કરવાની શ્રી હરિવલ્લભ ભાયાણીની ભાવના આજે કોઈ ભાષાવિજ્ઞાનીની રાહ જોઈ રહી છે. અભ્યાસક્રમમાં પણ વ્યુત્પત્તિને પૂરતું મહત્ત્વ મળતું નથી. કહેવતો, રૂઢિપ્રયોગ વીસરાતાં જાય છે, એની સાથે જોડણીના વર્ગો યોજાવા જોઈએ. એમ.એ.ના વગોમાં પણ શ્રી નગીનદાસ પારેખ જોડણીની તાલીમ આપતા હતા તે યાદ આવે છે. એ જ રીતે ગુજરાતીના સ્નાતક-અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ સમયે જોડણીની પરીક્ષા હોવી જોઈએ. કોવિજ્ઞાનનો અભ્યાસક્રમ ઘડવામાં આવે અને તેના શિક્ષણનું કામ કોઈ સંસ્થા ઉપાડી લે તે પણ હવે ખૂબ જરૂરી છે. શબ્દોના ઉમેરણની સાથોસાથ શબ્દોનું સતત સંમાર્જન થવું જોઈએ.
સાહિત્યિક નિસબત
શબ્દો અંકે કરીએ
ઉપ
Page #24
--------------------------------------------------------------------------
________________
મધ્યકાલીન સાહિત્યનું સંશોધન ઈ. સ. ૧૯૩૯ની નવમી એપ્રિલને રવિવારે પાટણમાં યોજાયેલા હેમ સારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વ• તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારોમાં રહેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.
આપણી હસ્તપ્રતોમાં રહેલી વિપુલ જ્ઞાનરાશિની આજે આટલાં વર્ષીય આપણને માહિતી નથી. એ જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાની વાત તો દૂર રહી, પરંતુ આજેય કેટલાક હસ્તપ્રત-ભંડારોની સૂચિ પણ થઈ નથી અને રાજસ્થાન, મેવાડ, મારવાડ આદિ પ્રદેશમાં હજી કેટલાય એવા હસ્તપ્રતભંડારો હશે જેમનો આપણને ખ્યાલ પણ નથી. એક સમયે ગુજરાતમાં થતિઓ પટારામાં આવા હસ્તપ્રત-સંગ્રહો રાખતા. એમાં ગુટકાઓ, છૂટાં પાનાં અને મહત્ત્વના ઐતિહાસિક લેખો મળતાં હતાં, પરંતુ એ સંગ્રહો સાર-સંભાળને અભાવે વેચાઈ ગયા કે પછી ગામડાંઓમાં ખાલી થઈ જતાં એ • વાંક લુપ્ત થઈ ગયા અથવા નષ્ટ થઈ ગયા. ગુજરાતના હસ્તપ્રતભંડારોની પૂરી યાદી પણ આપણી પાસે ઉપલબ્ધ નથી, ત્યારે એ ભંડારોની સૂશ્ચિની કલ્પના તો • યાંથી કરી શકાય ? જેન હસ્તપ્રત-ભંડારોમાં આવા ગ્રંથો સારી રીતે સચવાયા છે. અને નોંધપાત્ર બાબત એ છે કે આ ગ્રંથભંડારોમાં જૈન ઉપરાંત જૈનેતર ગ્રંથો પણ મળે છે. એમાં લેશમાત્ર સાંપ્રદાયિક ભેદ નડ્યો નથી. આ ગ્રંથભંડારોમાં કેટલાક જૈનેતર ગ્રંથો તો એવા પણ છે કે જે અન્યત્ર યાંય ઉપલબ્ધ ન હોય અથવા તો નષ્ટ થઈ ચૂક યા હોય. આને સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક ગ્રંથભંડારો કહી શકાય.
સાહિત્યિક નિસબત
વળી બીજી મહત્ત્વની બાબત એ છે કે આ ગ્રંથ-જાળવણી ખૂબ ચીવટથી કરવામાં આવી હતી, પરંતુ જેટલી ચીવટ ગ્રંથ-જાળવણીમાં રખાઈ છે તેટલી એ ગ્રંથોના અભ્યાસ માટે રાખવામાં આવતી નથી, જે ભારે ખેદની વાત છે. ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ મધ્યકાલીન કૃતિઓનાં ઘણાં ઓછાં સંપાદન બહાર પડે છે. જે સમયગાળામાં અંદાજે ત્રણ હજાર જેટલી જૈન અને એક હજાર જેટલી જૈનેતર કૃતિઓ સંગૃહીત મળે છે એમાંથી કેટલી કૃતિઓ યોગ્ય રીતે સંપાદિત સ્વરૂપમાં આપણી પાસે ઉપલબ્ધ છે ?
વિક્રમના બારમા શતકથી મધ્યકાલીન સાહિત્યના અંત સુધીના ગાળામાં આપણને દાયકે દાયકે લખાયેલી હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. આથી બારમા શતકથી ઓગણીસમા શતક સુધીની હસ્તપ્રતોમાં ગુજરાતી ભાષામાં જે પરિવર્તન થતાં રહ્યાં છે તેની સિલસિલાબંધ વિગતો ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીઓ ઇચ્છે તો મેળવી શકે એમ છે.
નૅશનલ મિશન ફૉર મેન્યુસ્ક્રિપ્ટ' દ્વારા આવી હસ્તપ્રતોની નોંધણી થઈ છે. સમગ્ર દેશમાંથી પચાસ લાખ જેટલી હસ્તપ્રતોની માહિતી એકત્રિત કરવામાં આવી છે; પરંતુ હજુ તેમાં મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોની ખોજ બાકી છે. આમાંની મોટી સંખ્યા જૈન હસ્તપ્રતોની - ગ્રંથોની હોવાનો સંભવ છે. એ જોતાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને ભો. જે. વિદ્યાભવન જેવી સંસ્થાઓ આ કામમાં વિશેષ ભાવે સહયોગ આપી શકે. આપણાં સમૃદ્ધ ગણાતાં પુસ્તકાલયોમાં પણ આવી હસ્તપ્રતો વિશે મહત્ત્વની માહિતી આપતી સૂચિઓ મળતી નથી. ઇન્સ્ટિટ્યૂટ ઑવુ જૈનૉલોજીએ બ્રિટનમાં રહેલી જૈન હસ્તપ્રતોની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ. નલિની બલબીર, ડૉ. કનુભાઈ શેઠ અને ડૉ. કલ્પનાબહેન શેઠે આના સંશોધનની જવાબદારી ઉઠાવી હતી. આના પરિણામે લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાંથી અંદાજે બે હજાર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી. • સફર્ડ યુનિવર્સિટીની બોડેલિયત લાઇબ્રેરીમાંથી ચારસો અને વેલકમ ટ્રસ્ટ પાસેથી બીજી બે હજાર જૈન હસ્તપ્રતો મળી. લંડનના વિખ્યાત વિ• ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં પણ કેટલીક હસ્તપ્રતો છે. આમાંથી લંડનની બ્રિટિશ
મધ્યકાલીન સાહિત્યનું સંશોધન
Page #25
--------------------------------------------------------------------------
________________
લાઇબ્રેરીમાં તેતાલીસ જેટલાં રંગીન લધુચિત્રો ધરાવતી ઓગણચાલીસ પૃષ્ઠ ધરાવતી “શાલિભદ્ર ચોપાઈ'; સત્તર પૃષ્ઠની સિત્તેર ચિત્રાત્મક આકૃતિઓ ધરાવતી, રવિવારે કરવાની વ્રતવિધિ દર્શાવતી આદિત્યવાર કથા’ કે જૈન સાધુના હાથે લખાયેલી સ્ત્રીચરિત્રવિષયક “શુકસપ્તતિ’ જેવી હસ્તપ્રતો અભ્યાસીઓને માટે અત્યંત મૂલ્યવાન ગણાય.
મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રત વાંચવા માટે પ્રાચીન લિપિ વાંચવાની તાલીમ જોઈએ; તે વિષયનું જ્ઞાન પણ જોઈએ. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જરૂરી પરિચય પણ જોઈએ. તે ઉપરાંત આ બધાંનું સંકલન કરવાની ક્ષમતા અને વિદ્વત્તા પણ જોઈએ. આ દિશામાં, કમભાગ્યે, કોઈ સધન વ્યવસ્થિત પ્રયાસ થતા નથી. વળી, એક કૃતિના સંપાદનને માટે એની કેટલીયે હસ્તપ્રતો જોવી પડે. એમાંથી પસંદગીની હસ્તપ્રતો મેળવવી પડે. આ બધાં કાર્યોમાં પણ જાતભાતની મુશ્કેલીઓ પડતી હોય છે; કારણ કે હસ્તપ્રતભંડાર ધરાવનારાઓને આવી હસ્તપ્રતની ઝેરૉ• સ આપવાની કે એને બતાવવાની પણ સૂઝ-સમજ હોતી નથી. મહત્ત્વના ગ્રંથોનીયે ફિલ્મ કે ફોટોસ્ટેટ કૉપી મળતી નથી. આમ હસ્તપ્રતો મેળવવાની મુશ્કેલી, લિપિ ઉકેલવામાં આવતી મૂંઝવણ અને પાઠાંતરી નોંધવામાં જરૂરી ચીવટ ને ચોકસાઈભર્યો શ્રમ – આટલા કોઠા ભેદવાને બદલે સાહિત્યમાં પીએચ.ડી. થવા માગતો અભ્યાસી કોઈ આધુનિક વિષય પર મહાનિબંધ લખવાનું વધુ પસંદ કરે એવું સામાન્ય રીતે જોવા મળે છે.
મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ અને ભાષાવિકાસની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિઓ મળે છે. આ કૃતિઓને સમજવા માટે એ યુગને સમજવો જરૂરી બને છે. એની પરંપરાને જાણવી પડે. સંસ્કૃતિ અને સાહિત્ય બંનેને સાથે રાખીને આ કૃતિઓ જોવી પડે. આ રીતે જોઈએ તો પ્રેમાનંદનાં આખ્યાનો જંગલખાતાની ટીપ જેવાં ક. મા. મુનશીને લાગેલાં તેવાં નહીં લાગે. વળી કાવ્યાચાર્ય મમ્મટે નિર્દેશેલાં વ્યવહારજ્ઞાન અને પત્નીની જેમ ઉપદેશ પ્રદાન કરવાનાં પ્રયોજનો સિદ્ધ કરતાં અનેક કાવ્યો પણ આ મધ્યકાલીન યુગમાં જોવા મળશે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ
સમયે મૌલિકતા. કર્તુત્વ અને સુસંકલિત પાઠ(integrated text)નો વિચાર પણ ઘણો મહત્ત્વનો બની રહે છે. મૌલિકતા અને કર્તુત્વના સંદર્ભમાં જોતાં આ ગાળાની અનેક કૃતિઓમાં ધણા ઉમેરા જોવા મળે છે. સંસ્કૃતમાં એક લાખ શ્લોકોનો સંગ્રહ ધરાવતા મહાભારતમાંયે કેટલાં બધાં ઉમેરણ થયાં છે તે આપણે જાણીએ છીએ. • યારેક તો કર્તાનું તો માત્ર ઓઠું જ લાગે. કેટલીક વાર તો કર્તા કે સર્જક પોતાને નિમિત્ત જ માનતો હોય. વળી સરસ્વતીના કૃપાપ્રસાદે પોતે સર્જન કરતો હોવાનુંયે તે કહેતો હોય. પશ્ચિમનો કર્તુત્વનો ખ્યાલ આપણા મધ્યકાલીન સાહિત્ય સાથે પૂરો બંધ બેસતો નથી. વળી આજના મૂલ્યાંકનના માપદંડથી મધ્યકાલીન સાહિત્યને ચકાસી શકાય નહિ; જેમ કે, મીરાંનું કાવ્ય તપાસતી વખતે માત્ર એના સ્વરૂપનો કે ભાષાકર્મનો વિચાર કરીએ તે ન ચાલે, એનો તો મુખ્ય આશય જ ભ િતનો છે. નરસિંહ કે મીરાંને તમે કવિ નથી તેમ કદાચ કહો તો ચાલે; ભ ત નથી તેમ કહો તો સહેજેય ન ચાલે. મીરાંની ભ િતને ભૂલીને તેનાં પદની ચર્ચા ન થાય. એ રીતે અત્યારના માપદંડોથી મધ્યકાલીન કૃતિને માપવાનો પ્રયત્ન કૃતક અને • યારેક સાવ કઢંગો પણ પુરવાર થાય. આ ગાળાની કાવ્યસામગ્રીને જેમ કલાના તેમ સંસ્કાર અને સંસ્કૃતિનાં ધોરણોએ જોવી-મૂલવવી પડે.
મૌખિક પરંપરાનું - કથન કે કથા પરંપરાનું આ સાહિત્ય એ ‘પર્ફોર્મિંગ આર્ટ' હતું. એના ઘણા અંશો જીવંત હતા. એ અંશોને ફરીથી
જીવંત કરીને મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરી શકાય. પદ ગાઈને જ ૨જૂ થઈ શકે અને તો જ એનો ઉઠાવ આવે. શ્રી ધાર્મિકલાલ પંડ્યા જેવા માણભટ્ટોની કલા દ્વારા જ પ્રેમાનંદનાં આખ્યાનોનો ખરો અનુભવ મળે. આ કાવ્યસાહિત્યને આજની શુદ્ધ કવિતાનો માપદંડ હમેશાં ન્યાધ્યકર ન પણ થાય. આ કંઠપરંપરાના કાવ્યસાહિત્યમાં ગાન-વાદ્ય વગેરેનો - સંગીતનો જે સાથ-સહકાર લેવાય તેનોયે આ કાવ્યસ્વરૂપોનો અભ્યાસ કરનારે ખ્યાલ કરવાનો રહે. આવાં કાવ્યસ્વરૂપોને આ ક્ષેત્રના અધિકારી ગાયકોકલાકારો દ્વારા ૨જૂ કરાવી તેમને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં અંકન કરાવી લેવાની તાતી જરૂર છે.
સાહિત્યિક નિસબત
મધ્યકાલીન સાહિત્યનું સંશોધન
Page #26
--------------------------------------------------------------------------
________________
વળી ટેકનોલોજીને કારણે હસ્તપ્રતના ડિજિટાઇઝેશન સુધીની સગવડ પણ • ભી થઈ છે. ઇન્ટરનેટ દ્વારા હસ્તપ્રતોની માહિતી વિશ્વવ્યાપી બની શકે તેમ છે. ‘ટર્નિંગ પેઇજ' દ્વારા હસ્તપ્રતનાં પૃષ્ઠ આપોઆપ ફરે તેવું પણ થઈ શકે છે અને એની પાછળ ગીત-સંગીત પણ મૂકી શકાય. એમાં આવતા પારિભાષિક શબ્દોની સમજ કમ્યુટરની ચાંપ દ્વારા મેળવી શકાય છે અને સંસ્કૃતમાં લખાયેલી કૃતિ સાથે એનો અંગ્રેજી કે ગુજરાતી અનુવાદ પણ મૂકી શકાય છે. આમ આ હસ્તપ્રતના સંરક્ષણની વહારે આજની ટેકનોલોજી આવી છે, પણ ખરી જરૂર તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંશોધન કરનારા અભ્યાસીઓની છે અને મધ્યકાલીન સર્જકો તથા કૃતિઓને અભ્યાસક્રમમાં ઉચિત સ્થાન આપવાની છે. સાહિત્યિક સમાજ અને સંસ્થાઓએ આ સમસ્યા હલ કરવા માટે સત્વરે આગળ આવવું જોઈએ.
સર્જકોનાં ચરિત્રો
૧૮૯૮ની ૨૫મી માર્ચે ૭૮ વર્ષ, બે માસ અને ચાર દિવસનું આયુષ્ય ભોગવીને કવિ દલપતરામ અવસાન પામ્યા. ન્હાનાલાલ પાસે દલપતરામનું ચરિત્ર આલેખવા માટે સધળી સામગ્રી હતી. પથારીવશ દલપતરામે છેલ્લા પંદર મહિના ન્હાનાલાલને એમની જીવનકથાની વિસ્તૃત નોંધ લખાવી હતી. ‘દલપતકાવ્ય' અને “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલી નોંધો પણ ન્હાનાલાલને હાથવગી હતી. ૧૯૧૩થી દલપતરામની ચરિત્રવિષયક સધળી નોંધો હોવા છતાં દલપતરામની જીવનકથા લખવા માટેના ન્હાનાલાલના કેટલાય પ્રયત્નો સફળ ન થયા. આખરે ૧૯૨૮ના જાન્યુઆરીમાં એમણે આ ગ્રંથની યોજના તૈયાર કરી. એ પછી એનાં પ્રકરણો પાડ્યાં. ન્હાનાલાલ કહે છે તેમ આ જીવનકથા લખવામાં ઘણું મોડું થયું. એનું કારણ આળસ કે ભાવઓછપ નથી. તેઓ કહે છે કે સહુ સહુનો પાકકાળ હોય છે. જેમ કેરીને ઝાડ પરથી વીણી લીધા પછી એ તરત ખાઈ શકાતી નથી, પણ એને કેટલોક વખત પાકવા દેવી પડે છે, તેમ લખાયેલી કૃતિને પ્રકાશન પૂર્વે પાકવા દેવી જોઈએ. કવિ ન્હાનાલાલ એ કૃતિને સુધારતા, એનું પરિમાર્જન કરતા, • યારેક આ પ્રક્રિયા એકથી વધુ વખત પણ થતી. કવિની લેખનની પ્રથમ નકલ અને પ્રકાશન માટે તૈયાર કરેલ પ્રેસ કૉપી વચ્ચે ખાસ્સે અંતર પડી જતું. આવો સાહિત્યશ્રમ એ એમનો ઇચ્છાસ્વીકૃત સ્નેહશ્રમ હતો. કવિ ન્હાનાલાલે લખેલું ‘કવીશ્વર દલપતરામ' એ દલપતરામના જીવનની સાથોસાથ ન્હાનાલાલની પ્રતિભાના ઉગમકાળનો પણ પરિચય આપે છે. દલપતરામના સાહિત્યિક પ્રદાનની એ વિગતે વાત કરે છે. કવિ ન્હાનાલાલને જીવનના અંતે હૃદયરોગ, લો બ્લડ પ્રેશર અને
સાહિત્યિક નિસબત
સર્જકોનાં ચરિત્રો
૪૦
Page #27
--------------------------------------------------------------------------
________________
શરીરે અતિ વેદના આપતાં ખરજવાં થયાં હતાં. એક વાર શ્રી વિષ્ણુભાઈ ભટ્ટે એમને માલિશ કરતાં પૂછ્યું.
ન્હાનાભાઈ ! દલપતકથા તો આપે લખી, પણ નાનલકથા કોણ લખશે ?” ન્હાનાલાલે જવાબ આપ્યો, ‘ભાઈ, દલપત તો ડુંગર હતો ને ન્હાનાલાલ તો ણ છે.”
દલપતરામનું ચરિત્ર ન્હાનાલાલે આપ્યું અને તે હાનાલાલની ઉત્કૃષ્ટ સર્જનશ િતને કારણે સુવાચ્ય બન્યું. પરંતુ શબ્દાળુ ભાષાશૈલી અને અત્યુતિથી કરેલું ચરિત્રનાયકના વ્યકિતત્વનું ગુણદર્શન રસક્ષતિ પહોંચાડે છે. તેથી કવિ દલપતરામનું સમતોલ અને તટસ્થ રીતે લખાયેલું ચરિત્ર લખવાનું બાકી છે. એ જ રીતે કવિ ન્હાનાલાલનું જીવનચરિત્ર પણ • યાં છે ?
અંગ્રેજી સાહિત્યમાં નીવડેલા સર્જકોનાં ચરિત્રોની શ્રેણી પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સર્જકોનાં આવાં જૂજ ચરિત્રો મળે છે.
એક પ્રશ્ન એ થાય કે સર્જકના જીવન સાથે કૃતિને શો સબંધ ? હકીકતે માણસનું જીવન અખંડ પદાર્થ છે અને તેથી સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે ઝાઝો ભેદ હોતો નથી. વ્ય િતના આંતરજીવનને સમજવા માટે એનું બાહ્ય જીવન જરૂરી છે. કલાપીના કાવ્યને સમજવા માટે એમનું જીવન જાણવું જરૂરી છે. કલાપી વિશે નવલરામ નાનું સરખું ચરિત્ર લખ્યું. પણ તે અપૂર્ણતાવાળું છે. કોઈ કલ્પનાશીલ લેખકે કાન્ત અને કલાપીના જીવન પર ચરિત્ર લખવું જોઈએ.
ચરિત્રના આલેખનમાં કલ્પનાનો ઉપયોગ ચરિત્રનાયકના આંતરસ્વરૂપને સમજવા માટે કરવો જોઈએ. એનાં કાર્યો પરથી એના ઉદ્દેશો પ્રગટ કરવા જોઈએ અને એ ચરિત્રને જીવંત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ચરિત્ર એ ઇતિહાસ છે કે કલા એવો વિવાદ થાય છે. પણ નવલકથાને આવો કોઈ સવાલ નડતો નથી. નવલકથામાં લેખક ચરિત્રને યથેચ્છા બહેલાવી શકે છે, જ્યારે અહીં ચરિત્રકાર ઐતિહાસિક સત્યની બહાર જઈ શકતો નથી છતાં એને રસિક જરૂર બનાવી શકે. સર્જકના ચરિત્રને બે પ્રકારે લખી શકાય. પ્રથમ પ્રકારમાં ચરિત્ર આલેખક સર્જકના જીવનની ધટનાઓને સાંકળીને એનું વ્ય િતત્વ ઉપસાવે છે, જ્યારે બીજા પ્રકારમાં એ સર્જકનાં લખાણોનું
સાહિત્યિક નિસબત
યથાર્થ મૂલ્યાંકન કરીને એમાંથી • પસતું એનું વ્ય િતત્વ આલેખવામાં આવે છે. સર્જકોનાં ચરિત્ર-આલેખનની જુદી જુદી પદ્ધતિ જોવા મળે છે. પ્રથમ પદ્ધતિમાં કાળક્રમ અનુસાર એના જીવનની ઘટનાઓનું આલેખન કરવામાં આવે છે. બીજી પદ્ધતિ તે ચલચિત્રાત્મક ફિલ્મોબાયોગ્રાફી) પ્રકારની છે. એમાં જીવનનાં દેશ્યો એક પછી એક અને કલાત્મક રીતે આલેખાય છે. અહીં કલ્પનાનો ઉપયોગ થાય છે, પણ એ એવો ન હોવો જોઈએ કે જેમાં ન બની હોય એવી ઘટનાની વાત હોય. ઘટના સત્ય જ હોય, પણ એનું નિરૂપણ વધારે જીવંત બનાવવું જોઈએ.
સર્જકોનાં ચરિત્રોની એ માટે જરૂર છે કે ઘણી વાર ચરિત્ર એ સર્જકને ઓળખવાની બારી બની રહે છે. અંગ્રેજ કવિ શેલીનું જીવન, શેલીનું વ્ય િતત્વ અને શેલીનું સર્જન – એ ત્રણેયને જોઈએ ત્યારે કવિની એક ચોક્કસ છબી આપણને મળે છે.
સર્જકોનાં આ ચરિત્રો લોકોની રુચિ ઘડવા માટે પણ ઉપયોગી બને છે. નવી પેઢીને પ્રેરણા અને નવું દર્શન પણ આપે છે. વ્ય િતને ક્યા હેતુને લક્ષ બનાવી સર્જન-સાધના કરી, તે હેતુ • યારે પ્રાપ્ત કર્યો, એનું શું મૂલ્ય હતું. એ સિદ્ધ કરવા માટે કયો પુરુષાર્થ કર્યો – આ બધી બાબતનો ખ્યાલ સર્જકના ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે.
સાક્ષરોનો વર્ગ એ સમાજમાં અગ્ર (એલિટ) વર્ગ ગણાય છે. એના વિચારો, કાર્યો અને સર્જન એ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. નર્મદકે ગોવર્ધનરામે સામે આદર્શ રાખીને પ્રયત્નો કર્યા. સામાન્ય રીતે આપણે સર્જકને એની કૃતિ પરથી ઓળખીએ છીએ, પરંતુ એ કૃતિ સાથે સર્જકોનું જીવન એવી રીતે જડાયેલું હોય છે કે એનું ચરિત્ર વાંચીએ તો વધુ સારી રીતે સમજી શકીએ. આ ચરિત્ર કુતૂહલ ખાતર નહીં, પણ આપણી જ્ઞાનવૃદ્ધિ માટે વાંચવું જરૂરી છે. નરસિંહરાવની ‘કુસુમમાળા'નાં કાવ્યો વાંચીએ ત્યારે એમણે પ્રકૃતિનાં વિધવિધ રૂપો કેવી રીતે જોયાં હશે, કેવા અનુભવ્યા હશે. એ બધું જાણવાનું સહેજે મન થાય. ‘નરસિંહરાવની રોજનીશીમાંથી આની થોડી વિગતો પ્રાપ્ત થાય છે, પરંતુ એ સંપૂર્ણ માહિતી આપતી નથી. નરસિંહરાવનું વિસ્તૃત જીવનચરિત્ર હોત તો એ સંપૂર્ણ માહિતી આપણે મેળવી શ યા હોત.
સર્જકોનાં ચરિત્રો
૪૩
Page #28
--------------------------------------------------------------------------
________________
નવા વિષયોની ક્ષિતિજ
આપણે ત્યાં અભ્યાસનું દારિદ્રય એટલું બધું છે કે લેખકનું પૂરું નામ પણ કેટલાક જાણતા નથી. રમણભાઈ અને રમણલાલ કે મોહનભાઈ અને મોહનલાલ જુદા છે એવો ભેદ પણ ઘણાની જાણમાં હોતો નથી. સર્જકો વિશેની પ્રાથમિક માહિતી નિશાળથી યુનિવર્સિટીના અભ્યાસક્રમ દરમ્યાન પૂરતા પ્રમાણમાં મળતી નથી. આવાં ચરિત્રો સર્જકો વિશેની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ કરી આપશે.
ચરિત્ર-આલેખન સમયે મુલાકાતો લઈને એમાંથી સત્ય તારવવું જોઈએ. એ વ્ય િતના ધરનું પુસ્તકાલય, એની વસ્તુઓ અને એની જીવનશૈલીનું પણ આમાં મહત્ત્વ છે. વિલિયમ શે• સપિયર, વઝવર્થ કે બ્રિટનના વડાપ્રધાન અને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક મેળવનાર વિન્સ્ટન ચર્ચિલનું ઘર આજે યથાવતું જાળવી રાખવામાં આવ્યું છે. બીજી બાજુ ગુજરાત કૉલેજ પાસે ન્હાનાલાલ વસતા હતા એ ઘર આપણે જાળવી શ• યા નથી, તો કલાપીની સમાધિને સારી રીતે રાખી શ• યા નથી. સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતી પ્રજાએ પોતાના સર્જકના જીવનની એક્ષર-સ્મૃતિ સ્નેહથી જાળવવી ન જોઈએ ?
કવિ સુંદરમૂની જન્મશતાબ્દીના વર્ષે એમનું ચરિત્ર મળે તો આપણે કેટલા બધા ન્યાલ થઈ જઈશું !
આજની યુવાન પેઢી સાહિત્ય અને અન્ય કલાઓથી વિમુખ બની રહી છે એવી ફરિયાદ વારંવાર સંભળાય છે. એને સાહિત્યાભિમુખ કરવા માટે શું કરી શકાય ? એ સાચું છે કે નવી પેઢીના સર્જક-વિવેચકને વ્યાપક અને વિરાટ પડકારો સામે ઊભા રહેવાનું છે. અન્ય ભારતીય ભાષાના કે પરદેશી સાહિત્યના સંપર્ક ઉપરાંત વિજ્ઞાન, ટેક્નૉલોજી, સામાજિક ગતિવિધિ, રાજકીય પ્રશ્નો અને વૈશ્વિક ધટનાઓ સાથે એણે નાતો જોડવાનો છે.
એક સમયે આપણો કવિ કાવ્યમાં મેઘ અને ચંદાની વાત કરીને કૃતકૃત્ય થઈ જતો હતો, હવે એણે વૈશ્વિક અનુભૂતિને પોતાના વ્યાપમાં લીધી છે અને એ વિશ્વપ્રવાસી બની ચૂક્યો છે. પરિણામે સાહિત્યની ભાષા, શૈલી અને વિષય એ બધી બાબતોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પંડિતયુગના સર્જકોની ભાષામાં થોડો ઠઠારો હતો. આલંકારિક ભાષાને પરિણામે ક્વચિત્ કૃત્રિમતા આવી ગઈ હતી. ગાંધીયુગની કોશિયાની ભાષાના વિચારે ગુજરાતી ગદ્યમાં નવું પરિવર્તન આણ્યું. આજે વળી ગુજરાતી ભાષા નવું કાઠું ધારણ કરી રહી છે. અંગ્રેજી શબ્દોથી મિશ્ર એવી ભાષાનો એ સહેતુક ઉપયોગ કરે છે. કોઈ મજાકમાં એને ‘ગુજરંગ્રેજી' પણ કહે છે. વર્તમાન સમયે સર્જક કે વિવેચક એના ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો પ્રયોજે છે. કેટલાક અનિવાર્ય છે અને કેટલાક પરિભાષા ખોળવાની નિક્યિતાને કારણે પ્રયોજાયેલા છે. કેટલાક સર્જકો વિદેશના માહોલમાં કવિતાનું સર્જન કરે છે તેથી આવા
નવા વિષયોની ક્ષિતિજ
સાહિત્યિક નિસબત
Page #29
--------------------------------------------------------------------------
________________
શબ્દો આપોઆપ એમના સર્જનમાં ફૂટી નીકળે તે સ્વાભાવિક છે. ગદ્યક્ષેત્રે આ નવું વલણ ધીરે ધીરે વિસ્તરતું જાય છે. ગુજરાતી સર્જક ‘ડૉટ કોમ'ના વિષય પર કાવ્યસર્જન કરે છે. વિષય ગમે તે હોય, માત્ર કવિતા બને તે આપણી નિસબત છે. વિષયોનો વ્યાપ ક્યાં સુધી પહોંચશે એની આજે તો કલ્પના કરવી મુશ્કેલ છે. વિજ્ઞાન એટલી ત્વરિત ગતિએ ચાલે છે કે એક દેશના માનવીના ધડ પર અન્ય દેશના માનવીનું મસ્તક જોવા મળે તો નવાઈ નહીં લાગે. સર્જકોએ ક્ષણે ક્ષણે બદલાતી આ પરિસ્થિતિ સાથે તાલ મેળવવો પડશે અને આને માટે સતત વિકસતા રહેવું પડશે. એણે સાહિત્ય વિશેનો અભિગમ પણ બદલવો પડશે. કોઈ પણ પ્રયોગ ઘરેડમાં પડે તે પહેલાં એ પ્રયોગ પ્રતિભાશાળી સર્જ કે ત્યજી દેવો જરૂરી બનશે. વળી આવતા યુગને પિછાણીને સર્જન અને વિવેચનમાં મોટા પ્રમાણમાં પ્રયોગો કરવા જરૂરી બનશે. વિચારમાં મૌલિકતા, ગઘમાં બળકટતા અને અભિગમમાં નાવીન્ય માટે સર્જનપુરુષાર્થ કરવાનો રહેશે.
કેટલા બધા વિષયો આપણી આસપાસ વણખેડાયેલા જોવા મળે છે. ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો અને એની આસપાસ રહેતી પ્રજા અને એનું વાતાવરણ આપણા સાહિત્યમાં ઓછામાં ઓછું ઝિલાયું છે. અંગ્રેજો આવ્યા તે પૂર્વે છે કે પ્રાચીન કાળથી ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતમાં દરિયાઈ માર્ગે ઈ. સ. પૂર્વે આશરે ૩000 વર્ષ પહેલાં આગમન થયું હતું અને એ લોકો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સૂરત નજીક વસ્યા હતા. લોથલ સુકભાદર નદી પરનું સૌથી સમૃદ્ધ બંદર હતું, ત્યારથી માંડીને આજ સુધી વેપાર એ ગુજરાતી પ્રજાની એક વિશિષ્ટતા રહી છે. એને કેન્દ્રમાં રાખીને કાવ્યસર્જન ન થાય તે બરાબર, પરંતુ એને વિષય તરીકે વાર્તા કે નાટકમાં પ્રયોજી શકાય. આપણી પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા છે, જેનો ઝવેરચંદ મેઘાણીના સમય બાદ બહુ ઓછો ઉપયોગ થયો છે. ઇતિહાસની ચૂળ ઘટનાને બદલે ઇતિહાસમાં જોવા મળતા માનવીય સંબંધોની વાતો લખાવી જોઈએ. અહીં દીવનાં જેઠીબાઈનો કિસ્સો યાદ આવે છે. એ સમયે પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલા આ પ્રદેશમાં એવો
સાઝિયિક નિસબત
કાયદો હતો કે કોઈ સ્થાનિક રહેવાસી ગુજરી જાય, તો તેની મિલકત સરકાર જપ્ત કરી લેતી હતી. આની સામે બહાદુર જેઠીબાઈએ વિરોધ કરવાનો નિર્ધાર કર્યો. એમણે પોર્ટુગીઝ ભાષામાં પોર્ટુગાલની રાણીને અરજી રૂપે લખાણ તૈયાર કર્યું અને એનું બીબું બનાવીને સાડી પર છાપ્યું. પોર્ટુગાલની રાણીને પોતાની અરજી રૂપે આ સાડી આપી. રાણી એની આવી સૂઝથી ખુશ થઈ અને એ કાયદો રદ કર્યો, એટલું જ નહીં પણ જેઠીબાઈનું સન્માન કર્યું. કોઈ પણ પોર્ટુગીઝ અધિકારી એના ઘર આગળથી પસાર થાય ત્યારે એની હેટ ઉતારીને જેઠીબાઈને સન્માન આપતો. આવાં કેટલાંય ચરિત્રોને ભિન્ન અને વ્યાપક અભિગમથી રજૂ કરવાનો પ્રયત્ન થઈ શકે.
આવનારી પેઢી વિશે વિચાર કરીએ ત્યારે એમાં સામાન્ય રીતે બે પ્રકારના યુવાનો જોવા મળે છે. એક છે અત્યંત બુદ્ધિશાળી અને બીજા છે સાવ પ્રાપ્ત કે સ્થૂળ રુચિ ધરાવનારા. આ સ્થળ રુચિ ધરાવનારા લોકોને કોઈ * આદર્શોક' હોતો નથી. કોઈ ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા કે ધ્યેયથી એ જીવતા નથી. એ માત્ર જીવે છે એ જ એમનો જીવવાનો પુરાવો હોય છે. અત્યંત બુદ્ધિશાળી લોકોમાં કેટલાક ઉન્નતભ્ર (હાઈ બ્રો) હોય છે, તો કેટલાક પોતાની ભાષા, અસ્મિતા અને પરંપરાને ઓળખવા મથતા હોય છે. હકીકતમાં માનવજીવનનાં મૂલ્યો આજના યુગમાં જ સૌથી વધારે સપાટી પર આવ્યાં છે. આજની નવી પેઢીને માનવતાપ્રેમી સંતો અને મૂલ્યનિષ્ઠ માનવીઓ પસંદ છે. એને માટે મહાત્મા ગાંધી અગાઉ હતા તેટલા જ પ્રસ્તુત છે. શ્રી નારાયણ દેસાઈએ ન્યૂજર્સીના પોતાના પ્રવાસ વિશે લખતાં નોંધ્યું છે કે એમના યજમાને એમને એમના પુત્રની
ઓરડીમાં વાસો આપ્યો હતો. યજમાનના આ પુત્રને જે લખાણના લીધે ‘એ-વન' જેવી ઊંચી ગુણવત્તા પ્રાપ્ત થઈ હતી તેનું એક લખાણ એણે એ ખંડના બારણા પર ચોંટાડ્યું હતું. બાર વર્ષના આ છોકરાએ ‘ડિયર ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. એમાં લખ્યું, “આ રજામાં આપની આત્મકથા વાંચી. મને માત્ર એટલું જ દુ:ખ છે કે તમે આટલા બધા વહેલા કેમ જન્મ્યા ? તમારી વધારે જરૂર તો આ જમાનામાં છે. પણ કાંઈ નહીં. અમે બેઠા છીએ અને તમારો બોધ અમારી પાસે છે. અમે
નવા વિષયોની ક્ષિતિજ
Page #30
--------------------------------------------------------------------------
________________
તમારી માફક સત્યના પ્રયોગો કરતાં શીખીશું.” આ ઘટના દર્શાવે છે કે મહાત્મા ગાંધી આજના યુગમાં પણ પ્રસ્તુત છે. આ પ્રકારના વિષયવસ્તુ
પર થતી રચનાઓ નવી પેઢીને માટે હૃદયસ્પર્શી બને ખરી. નવી પેઢીને મૂલ્યો આકર્ષે છે, પણ એ મૂલ્યોનું જીવનમાં વિસ્તરણ થઈ શકે તેવો આદર્શ મળતો નથી. ‘યુગમૂર્તિ વાર્તાકાર’ રમણલાલ વસંતલાલ દેસાઈની ઈ. ૧૯૫૦ના માર્ચમાં ‘પ્રલય’ નવલકથા પ્રગટ થઈ. એક સમયે ‘ભારેલો અગ્નિ’ જેવી અહિંસક શક્તિનો મહિમા કરતી નવલકથા આપનાર રમણલાલ દેસાઈ આઝાદી પછી નિશ્ચંત થયા હતા. સામ્યવાદ અને સમાજવાદની મોટી મોટી વાતો સાથે માનવજાતની વધતી અશાંતિ જોઈને વીસમી સદી એમને ‘મોટામાં મોટું દુઃખસકું' લાગે છે. ચોપાસ સંભળાતા પ્રગતિશીલતાના ઢોલત્રાંસા એ ખગ્રાસ વખતે દીવાસળીઓ સળગાવી સળગાવી ‘આ રહ્યો પ્રકાશ ! આ રહ્યો પ્રકાશ !' કહી જનતાને વીસમી સદીના ભાટચારણો ભુલાવામાં નાખે છે તેમ કહે છે. વિજ્ઞાનીઓ અને રાજકારણીઓની બે ધરીમાં વિશ્વ વહેંચાશે અને એમના સંઘર્ષમાં વિશ્વનો વિનાશ થતો જોઈને વાનર કહે છે, ‘સારું થયું કે હું આ ઉત્ક્રાંતિમાં એક પગલું ચૂકી ગયો.' રમણલાલ દેસાઈએ એ સમયે યુવાનોને કહ્યું હતું હું ઝોળી લઈને આવ્યો છું; મને પાત્રો આપો. આજનો સર્જક પણ આજના યુવાનોને આમ કહેશે.
સુખ્યાત વિદેશી સર્જકો સર્જન પૂર્વે ઘણા લાંબા સમય સુધી કૃતિના વિષયને પામવાની મથામણ કરતા હોય છે. આને માટે એ સંશોધન કરે છે. ઉપલબ્ધ સાહિત્યસામગ્રીનું વાચન કરે છે. તાદ્દશ્ય અનુભવ મેળવવા માટે એ દૂરદૂરના પ્રદેશોના પ્રવાસે કે છેક યુદ્ધભૂમિ સુધી જતા હોય છે. નેપોલિયનના આક્ર્મણની ભૂમિકાની પડખે રશિયન સમાજનું ચિત્ર ‘વૉર ઍન્ડ પીસ'માં લિયો ટૉલ્સ્ટૉય લાંબા અનુભવના નિચોડ સાથે રજૂ કરે છે. ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક સમરસેટ મૉમે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એમ્બ્યુલન્સ વાનના ડ્રાઇવરની કામગીરી સ્વીકારી. તેઓ લશ્કરની બૌદ્ધિક પાંખમાં લેખકના નાતે સમાવેશ પામ્યા. એમના આ બધા અનુભવો એમની આત્મકથાત્મક નવલકથા ‘ઑવ હ્યુમન બોન્ડેજ' તથા ધ મૂન ઍન્ડ સિક્સ પેન્સ' નવલકથા તેમજ એમના નાટક ‘ફોર
સાહિત્યિક નિસબત
૪૮
tahikool1 -
29
સર્વિસીસ રેન્ડર્ડ' અને નવલિકાસંગ્રહ ‘અંશેન્ડન’ મળે છે. ‘ફેરવેલ ટૂ આર્મ્સ'ના સર્જક અર્નેસ્ટ હેમિંગ્વે છેક યુદ્ધભૂમિ સુધી જઈ આવ્યા હતા અને એમાંથી એમની રચનાઓનું પ્રાગટ્ય થયું હતું.
પુલિત્ઝર પારિતોષિક મેળવનાર એલેક્સ હેરેની “ધ રુટ્સ’ નવલકથામાં લેખક ગુલામો તરીકે પકડીને લવાયેલા પોતાના પૂર્વજોનાં મૂળિયાં શોધવા માટે આફ્રિકા ખંડ સુધી પહોંચે છે અને જે રીતે તેમના પૂર્વજોએ સ્ટીમરના ભંડકિયામાં પાટિયા સાથે બેડીઓથી જકડાઈને ભયાનક લાંબી મુસાફરી કરી હતી, એ રીતે એલેક્સ હેરે સ્વયં ભંડકિયામાં પુરાઈ, પાટિયા સાથે સાંકળોથી જકડાઈને મુસાફરી કરે છે. પૂરા બાર વર્ષના પુરુષાર્થને અંતે ‘ધ રુટ્સ’નું સર્જન થયું. એ માટેનો લેખકનો સંશોધનપુરુષાર્થ સ્વયં રોમાંચક કથા જેવો છે. આજે વિક્ર્મ સેઠ જેવા સર્જકો મહિનાઓ સુધી પોતાના વિષયવસ્તુનું ઊંડું સંશોધન કરે છે. તેમાં આલેખાનારી પરિસ્થિતિનો તાદ્દશ્ય અનુભવ મેળવવા પ્રયાસ કરે છે અને પછી કલમ ઉપાડે છે.
આપણા સર્જકો પોતીકા અનુભવની મૂડી બાબતે ઓછા ઊતરે એવા નથી, પરંતુ નવા નવા વિષયોની ક્ષિતિજો ખોળવાની અને એને આલેખવાની વૃત્તિ પ્રમાણમાં મંદ જોવા મળે છે. જાનપદી નવલકથા, કવિતા, વાર્તાઓ કે નાટકો પુષ્કળ પ્રમાણમાં લખાય છે, પરંતુ રાજકીય સંઘર્ષો આલેખતી રચનાઓ કેટલી ? આજે નવી પેઢીને સાહિત્ય તરફ વાળવા-આકર્ષવા માટે જાગતિક ભૂમિકાએ આપણે વિચારવું પડશે અને એ માટે નવા વિષયવસ્તુઓની ખોજ અને નવો અભિગમ જરૂરી બનશે.
નવા વિષયોની ક્ષિતિજ
Page #31
--------------------------------------------------------------------------
________________
ભારતીય ભાષાનાં સર્જકો
ભારતીય ભાષામંચ પર હાંસિયામાં રહેલી ભાષાઓની ગતિવિધિ કેવી હશે ? ભારતીય બંધારણમાં છેલ્લા થોડાક સમયમાં કોંકણી, મણિપુરી, બોડો, મૈથિલી, ડોગરી અને સંતાલી જેવી માન્ય ભાષા બોલનારા ભાષકોએ પોતાની માતૃભાષા કાજે દીર્ધ અને તીવ્ર સંઘર્ષ વેઠ્યો છે. માતૃભાષાની માન્યતા માટે આંદોલનો થયાં છે અને ક્યાંક એ આંદોલનોમાં કેટલીક વ્યક્તિઓએ પ્રાણ પણ ગુમાવ્યા છે. આ સંઘર્ષના મૂળમાં વાત હતી માતૃભાષામાં શિક્ષણ આપવા અંગેની. એ ભાષાપ્રેમીઓ ચાહતા હતા કે અમને અમારી માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ. કાશ્મીરમાં સત્તાવાર ભાષા તરીકે ઉર્દૂ અને બીજી ભાષા તરીકે અંગ્રેજી કે હિંદી પ્રયોજાતી હતી. વિચિત્ર વાત તો એ છે કે કાશ્મીરની ખીણના પ્રદેશોમાં પહેલાં કૉલેજ અને યુનિવર્સિટીમાં કાશમીરી ભાષા શીખવવાનો પ્રારંભ થયો અને અત્યારે નિશાળના અભ્યાસક્રમમાં દાખલ કરવા પ્રયત્ન થાય છે.
સંતાલ જાતિની આદિવાસી પેટાજાતિ ખેરવાલમાં જન્મેલા પં. રઘુનાથ મુર્ખને ઊડિયા ભાષામાં અભ્યાસ કરતાં મન લાગ્યું નહીં. એમને હૈયે એમની માતૃભાષા વસી ગઈ હતી તેથી સંતાલી ભાષાના વિકાસ માટે ‘એક ભાષા – એક લિપિનો આગ્રહ રાખીને ઑલચિકી લિપિને પ્રતિષ્ઠા અપાવી. તેમણે સ્વયં એ સાહિત્યસર્જન કર્યું. તાજેતરમાં ભારત સરકારના આયકરવિભાગમાં કાર્ય કરતા ‘દ ચિરાગલ' નામના સૈમાસિકના સંપાદક રામચંદ્ર મુર્મુએ ‘ગુરુ ગમકે પંડેત રઘુનાથ મુર્મનું જીવનચરિત્ર લખીને એમના માતૃભાષાના કાર્યને બિરદાવ્યું છે.
આજે કોંકણી ભાષામાં ઘણા સર્જકો જુસ્સાભેર સર્જન કરી રહ્યા છે અને એ ભાષાને વામન રઘુનાથ વડે વલુનીકરે જાતિ અને ધર્મના ભેદથી મુક્ત કરી, હિંદુ-ક્રિશ્ચિયન તમામ કોંકણીઓને એક કર્યા અને આધુનિક કોંકણી સાહિત્યના પ્રવર્તક બન્યા. કોંકણી એક એવી ભાષા છે જે પાંચ-છ લિપિમાં લખાતી હતી. પહેલાં બ્રાહ્મી લિપિમાં લખાતી કોંકણી, રોમન, કન્નડ, મલયાળમ અને અરબી લિપિઓમાં પણ લખાય છે. ૧૯૮૭ની ૪થી ફેબ્રુઆરીએ દેવનાગરી લિપિમાં લખાતી કોંકણી ભાષા ગોવાની સત્તાવાર ભાષા બની. આ બધી ભાષાઓની જાળવણી માટેના પ્રયત્નની પાછળ પોતાની સંસ્કાર તેમજ સંસ્કૃતિની અસ્મિતાને, પોતાની પ્રાચીન સાહિત્યપરંપરા તેમજ મૂલ્યવ્યવસ્થા જાળવવાનો એમના સર્જકો અને ભાષકોનો ઉદ્દેશ રહેલો હોય છે.
કોંકણી ભાષાની પણ આવી જ વિચિત્ર પરિસ્થિતિ હતી. ત્યાં પોર્ટુગીઝ ભાષા સત્તાવાર ભાષા થઈ. ગોવાના ક્રિશ્ચિયનોએ પોર્ટુગીઝ અપનાવી અને હિંદુઓએ મરાઠી અપનાવી. આથી બન્યું એવું કે ગોવામાંથી સ્થળાંતર કરી ગયેલા લોકોએ ગોવાની આ વર્તમાન રાજભાષાને જીવતી રાખી. માતૃભાષાને ટકાવવા અને સમૃદ્ધ કરવા ભાવકો અને સર્જકોએ ધૂણી ધખાવી. આ ભાષાના સર્જકોમાં વિશેષ અધ્યાપકો, ઇજનેરો અને સરકારી અધિકારીઓ જોવા મળે છે. વળી આમાંના કેટલાક સર્જકો પૂર્વે હિંદી કે અંગ્રેજીમાં રચના કરતા હતા, તે હવે માતૃભાષા તરફ વળ્યા છે.
| હિંદી, પંજાબી, ઉર્દૂ ને અંગ્રેજી જાણતા ડોગરી ભાષાના સર્જક દર્શન દર્દીને ખ્યાલ આવ્યો કે જેમ પ્રેમ અને ગીત પર્યાયરૂપ છે, તે જ રીતે કવિતા અને માતૃભાષા પર્યાયરૂપ છે. આથી એમણે ડોગરી ભાષામાં આધુનિક કાવ્યસંવેદના, નવીન કલ્પના તથા મૌલિક વિષયવસ્તુ સાથે કાવ્યસર્જન કર્યું. છેક અઢારમી સદીથી ડોગરીમાં રચનાઓ થતી હતી, પણ એને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો તો ૨૦૦૩ની ૨૨મી ડિસેમ્બરે મળ્યો. આ ભાષાની અનેક બોલીઓ મળે છે, કારણ કે ભારતીય આર્યકુળની આ ભાષા ભારત અને પાકિસ્તાનમાં બોલાય છે. જમ્મુ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને છેક પંજાબ સુધી એના ભાષકો મળે છે.
સાહિત્યિક નિસબત
ભારતીય ભાષાનાં સર્જકો
પ૦
Page #32
--------------------------------------------------------------------------
________________
પોતાના આગવા મૂળાક્ષરો ધરાવતી સંતાલી ભાષા ઝારખંડ, અસમ, બિહાર, ઓરિસા અને પશ્ચિમ બંગાળમાં મળે છે; જ્યારે મણિપુરી ભાષા તો મણિપુર, અસમ, ત્રિપુરા ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ મળે છે. મણિપુરની એ રાજભાષા છે. મણિપુરી ભાષાના લેખક શરતચાંદા થિયામ વ્યવસાયે તો સરકારી જુનિયર એન્જિનિયર છે, પરંતુ વિચારે છે કે આ સરકારી નોકરી છોડીને માત્ર લેખન પર નિર્વાહ થઈ શકે તો કેવું સારું ? શરતચાંદ થિયામે લખેલી ગ્રીસની પ્રવાસકથા ‘નુશિબી ગ્રીસને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો અને એમના આ પ્રવાસવર્ણનમાં રાષ્ટ્રભક્તિ, આંતરરાષ્ટ્રીયતા તથા ગ્રીસના પ્રાચીન ઇતિહાસ, મહાકાવ્ય, રાજકારણ અને સમાજ પ્રત્યેનો એમનો શ્રદ્ધાભાવ પ્રગટ થાય છે. મણિપુરની વર્તમાન પરિસ્થિતિથી અતિ વ્યથિત થિયામને લેખનમાં જ શાંતિ અને આશાયેશ મળે છે. મણિપુરી ભાષામાં મહાસભાગ્ય હોય તેને જ કોઈ પ્રકાશક મળે છે. જોકે એમના કહેવા પ્રમાણે પ્રકાશનની પ્રતિકૂળતા હોવા છતાં શોખથી લેખન કરનારાઓની ઘણી મોટી સંખ્યા છે.
સિક્કિમ અને નેપાળની સત્તાવાર ભાષા નેપાળી છે. સિક્કિમ રાજ્યના મુખ્યપ્રધાન ડૉ. પવન ચીમલિંગ સ્વયં કવિ છે અને અત્યાર સુધીમાં એમનાં બસો પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. નાનકડા સિક્કિમ રાજ્યનાં ગામડાંઓમાં એમણે એકસો જેટલાં ગ્રંથાલયો સ્થાપ્યાં છે. કદાચ ભારતનું આ એકમાત્ર રાજ્ય હશે કે જ્યાં સાહિત્ય અકાદમી પુરસ્કારવિજેતાને દર મહિને વિશિષ્ટ આર્થિક સહાય આપવામાં આવે છે. એના જાણીતા સર્જક ભીમ દાહલ ૧૯૫૪માં પશ્ચિમ સિક્કિમના થિંબુગોંગમાં જન્મેલા છે. લેખક, પત્રકાર અને ત્રણ ત્રણ વખત લોકસભાના સભ્ય બનનાર આ સર્જ કે ગામડાંઓમાં રહેનારા લોકોના રોજિંદા જીવનમાં રાજકીય હસ્તક્ષેપને કારણે થતા સામાજિક પરિવર્તનનો એમની નવલકથા ‘દ્રોહ’માં આલેખ આપ્યો છે.
આવી જ ગ્રામજીવનની વાત સમૃદ્ધ કથાસાહિત્ય ધરાવતી મૈથિલી ભાષાના સર્જક વિભૂતિ આનંદે એમના અકાદમી-પુરસ્કૃત ‘કાઠ” નામના કથાસંગ્રહમાં કરી છે જેમાં મિથિલા ક્ષેત્રના ગ્રામીણ સમાજની વિસંગતિઓ
સાહિત્યિક નિસબત
પર વ્યંગ્ય પણ છે. આ સર્જકના હૃદયમાં હંમેશાં પોતાનું ગામ વસે છે. ગામમાં પહેલી વાર શરૂ થયેલા પેટ્રોલ પંપના પેટ્રોલની ગંધ અને ગામમાં પહેલી વાર મોટરનું આગમન થતાં જોવા મળેલો લોકજુવાળ – એ બધું આ સર્જક ભૂલ્યા નથી. મહાન કવિ વિદ્યાપતિની ભાષા મૈથિલી હતી. એ ભાષા વિશે સર જ્યોર્જ અબ્રાહમ ગ્રિયર્સને વ્યાકરણ રચ્યું હતું. પરંપરાગત રીતે મૈથિલી લિપિમાં લખાતી આ ભાષા અત્યારે દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે.
આ બધી ભાષાઓની લિપિ પણ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બને; જેમ કે ભારત અને પાકિસ્તાન બંનેમાં સત્તાવાર દરજ્જો ધરાવતી સિંધી ભાષા દેવનાગરી લિપિ અને થોડી વધુ સરળ બનાવાયેલી અરબી લિપિ – એમ બંને લિપિમાં માન્ય છે.
આ ભાષાના સર્જકોને એમના સર્જન માટે વિરોધ સહન કરવો પડ્યો હશે ખરો ? છેલ્લાં ત્રીસ વર્ષથી કોંકણી ભાષા માટે આપણા નર્મદ જેવા ધખારાથી માતૃભાષાનો પ્રેમ દર્શાવનાર દત્તા દામોદર નાયકને તેમણે ‘સમાજપ્રબોધન'ના હેતુથી લખેલા તીખા, તર્કપૂર્ણ નિબંધોને કારણે ઘણું સહન કરવું પડ્યું. કુશળ વેપારી, પ્રખર સમાજ સુધારક અને સતત પ્રવાસી એવા દત્તા દામોદર નાયકના વિચારોનો વિરોધ કરતા નનામા પત્રો, ફોન કે ધમકીઓ તો આવી; પણ એથીય વધુ એમના વ્યાપારી પ્રતિષ્ઠાન પર રાજકીય દ્વેષ રાખી હુમલો કરવામાં આવ્યો અને એમને કારાવાસ પણ ભોગવવો પડ્યો. આમ છતાં આ સર્જક પોતાના વિચારો અને સર્જનમાંથી સહેજેય ડગ્યા નહીં.
આસામના સિંબલિગુડીમાં ૧૯૬૪માં જન્મેલા કાતિન્દ્ર સોરગિયારિ નામના નિશાળના સહાયક શિક્ષકને એમના સર્જનને કારણે ઘણું સહન કરવું પડયું. ૧૯૬૯માં આસામના ગુવાહાટીમાં આવેલા આકાશવાણીના બોડો ભાષા વિભાગે એમની સાથે બે કાવ્ય માટે કરાર કર્યો. એ કાવ્યો હતો ‘જીડો નવેંબર' (૧૬ નવેમ્બર) અને ‘ફુલબીલીની સિમાંક' (વહેલી પરોઢનું સ્વપ્ન). કાતિન્દ્ર પાસે રેડિયો-સેટ નહોતો, તેથી એણે મિત્રના ઘેર જઈને
ભારતીય ભાષાનાં સર્જકો
૫૩
Page #33
--------------------------------------------------------------------------
________________
હેઠળ સતત સર્જન કરતા જાય છે – માત્ર પોતાની માતૃભાષા બોડોના પ્રેમને ખાતરે.
સાહિત્ય અકાદમીના મંચ પર દેશની વિભિન્ન ભાષાના સર્જકોની મુલાકાત એ માટે આશ્ચર્યપ્રેરક બને કે આપણા દેશની અન્ય ભાષાઓ વિશે આપણે કેટલી નહીંવત્ માહિતી ધરાવીએ છીએ તેનું ભાન આપણને તેથી થતું હોય છે.
આકાશવાણી પર પોતાનું નામ પહેલી વાર સાંભળ્યું, ત્યારે અતિરોમાંચ અનુભવ્યો.
આ લેખકે ‘તુલુંગા' (પ્રેરણા) નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ગુવાહાટી શહેરના ધીરેન્દ્ર પરામાં આવેલી એક નાનકડી ખોલીમાં એના કમ્પોઝ અને પ્રૂફરીડિંગનું કામ થતું. સાપ્તાહિકમાં આવેલા સમાચારોને કારણે કેટલાક આતંકવાદીઓ ગુસ્સે ભરાયા અને ૧૯૯૦ની ૩જી ડિસેમ્બરે આ આતંકવાદીઓએ સાપ્તાહિક પ્રકાશનના કાર્યમાં મદદરૂપ એવા સોરગિયારિના સંબંધી અને દસમા ધોરણના વિદ્યાર્થી જાગેશ ઓઝીરની હત્યા કરી. આતંકવાદીઓના આ હુમલામાં વિતરણ-વિભાગના સહાયક શ્રી ગોબિદા બોરો ગંભીર રીતે ઘાયલ થયા. સોરગિયારિએ એમના સાપ્તાહિક સમાચારપત્ર ‘તુલુંગા'ના તંત્રીલેખોમાં આતંકવાદ-વિરોધી લેખો લખ્યા હતા અને નિર્દોષ લોકોની નિર્મમ હત્યા સામે અવાજ ઉઠાવ્યો હતો. એક આતંકવાદી ટોળી આ તંત્રીની હત્યા કરવા ચાહતી હતી. એમણે સાપ્તાહિક બંધ કરવા અથવા મોતને નિમંત્રવા કહ્યું. આ સંદર્ભમાં અસમ સરકારે સોરગિયારિ કે એના કુટુંબને કોઈ રક્ષણ પૂરું પાડ્યું નહીં. આતંકવાદીઓની ધમકી અને ક્યારેક હુમલા થવા છતાં ‘તુલુંગા'નું પ્રકાશન બંધ થયું નહીં. ‘તુલુંગા'ના પ્રકાશન દરમિયાન સોરગિયારિના જીવનમાં કેટલીક મૂલ્યવાન અને આનંદદાયક ક્ષણો આવી. એ સાપ્તાહિકની ખોલીમાં સાથીઓ સાથે રહેતો. ક્યારેક પુષ્કળ કામ હોય તો ભૂખને પણ ભૂલી જતો. આમાં જગેન્દ્ર ડીમરી એને ખભેખભો મિલાવીને સાથ આપતો હતો. જગેન્દ્ર દિલ્હી જોયું નહોતું એથી એક વાર દિલ્હી જોવાની ઇચ્છા પ્રગટ કરી હતી, પરંતુ એની અણધારી હત્યા થઈ. નવલિકાકાર, પત્રકાર અને સાહિત્યપ્રેમી જગેન્દ્રના હત્યારાને હજી અસમ સરકાર શોધી શકી નથી.
પોતાની અકાદમી-પુરસ્કૃત નવલકથા ‘સાનમોખાંઆરિ લામાજ માં આ બોડો જનજીવનનું સૂક્ષ્મ વર્ણન સશક્ત ગદ્યશૈલીમાં આલેખાયું છે. બે કવિતાસંગ્રહ, બે વાર્તાસંગ્રહ, બે નવલકથા, અગ્રલેખોનો સંગ્રહ, ત્રણ અનુવાદિત કૃતિઓ અને એક નાટક લખનારા કાતિન્દ્ર સોરગિયારિ મોતના ઓથાર
સાહિત્યિક નિસબત
ભારતીય ભાષાનાં સર્જકો
૫૪
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
૨૦૦૭નું સાહિત્ય માટે દ્વિવાર્ષિક ‘માન બ્રૂકર આંતરરાષ્ટ્રીય પારિતોષિક' આફ્રિકાના ઉત્કૃષ્ટ નવલકથાસર્જક આલ્બર્ટ ચીનુઆલુમો અચેબેને એનાયત કરવામાં આવ્યું. આની વિશ્વસાહિત્યમાં શકવર્તી ઘટના તરીકે નોંધ લેવાઈ છે.
૧૯૩૦ની ૧૫મી નવેમ્બરે નાઇજિરિયાની ઇબો જાતિમાં જન્મેલો ચીનુઆ અચેબે અંગ્રેજી ભાષામાં સર્જન કરનાર આફ્રિકન સર્જક તરીકે સર્વત્ર વિખ્યાત છે. આફ્રિકન દેશોના સર્જકોમાં ચીનુ અચેબે અંગ્રેજીમાંથી અન્ય ભાષાઓમાં સૌથી વધુ અનુવાદ પામનારો સર્જક છે. આધુનિક આફ્રિકી સાહિત્યના જન્મદાતા તરીકે ઓળખાયેલા ચીનુઆ અચેબેને પ્રાપ્ત થયેલા પારિતોષિક વિશે આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ નોંધ લીધી છે. એનું કારણ એ છે કે આપણે યુરોપીય કે અમેરિકન સાહિત્યના જેટલા આફ્રિકન દેશોની સાહિત્યિક ગતિવિધિના સંપર્કમાં નથી. ખરેખર તો હવે આપણે એશિયન તેમ જ આફ્રિકી સાહિત્યની ગતિવિધિમાં વિશેષ ભાવે રસ લેવાનું રાખવું જોઈએ.
સમકાલીન આફ્રિકન સર્જકોની આંખે ઊડીને વળગે એવી વિશેષતા એ છે કે એમણે એમની કથ્ય પરંપરામાંથી ખોબે ખોબે પ્રેરણાનાં વારિ પીધાં છે. એમના સર્જકપિંડના ઘડતરમાં એમની જાતિનાં લોકનૃત્યો, લોકગીતો અને લોકકથાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આથી આફ્રિકન લેખક એના પરંપરાગત ધર્મનાં દેવદેવીઓની કથાઓ અને એની સામાજિક માન્યતાઓ કે લોકજીવનના
પ્રસંગો એના સર્જનપટમાં તાણાવાણાની માફક ગૂંથે છે. આ સર્જકોની કૃતિમાં તળભૂમિની લોકસંસ્કૃતિની સોડમ મધમધે છે. ચીનુઆ અચેબના પિતા ઇસઇહ કફો અચેબે પૂર્વ નાઇજીરિયામાં આવેલા એમના ગામ ઓગીડીમાં પરંપરાગત ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરનારા પ્રથમ વ્યક્તિ હતા. પરિણામે ચીનુઆ અબેને બાલ્યાવસ્થામાં ઇબો જાતિના પરંપરાગત ધર્મ પ્રત્યે ઉપેક્ષા ધરાવવાના સંસ્કાર મળ્યા. પરંતુ પડોશના બિનખ્રિસ્તી લોકોની સાથે અચેબે પિતા-માતાનો પ્રતિબંધ હોવા છતાં ગામમાં યોજાતા પરંપરાગત લોકોત્સવો માણવા જતો હતો. આથી એની કૃતિઓમાં આફ્રિકન જનજીવન નીતરે છે.
અચેબેએ હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન ચાર્લ્સ ડિકન્સ, જોનાથન સ્વિફ્ટ અને વિલિયમ શેક્સપિયરને માણ્યા હોવા છતાં એની સાહિત્યિક વિભાવના પશ્ચિમી સાહિત્યને બદલે આફ્રિકી સાહિત્ય દ્વારા ઘડાઈ છે. એની નવલકથાસૃષ્ટિમાં લોકજીવનની સુવાસ તો મળે છે, પણ એથીય વિશેષ પુરાકલ્પનો અને માન્યતાઓની વાત પણ કરે છે. ઇબો જાતિમાં અલ્મા અથવા તો અની નામની દેવીનાં બે સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. એ પૃથ્વીની દેવી હોવાની સાથોસાથ સર્જનની દેવી પણ છે. જગતની સર્જનાત્મકતા અને નૈતિકતા બંનેનો એ આધાર છે અને આ દેવીના સ્વરૂપમાંથી અચેબે સર્જનનું હાર્દ શોધે છે. એ કહે છે કે કલા ક્યારેય સંહારનું માધ્યમ, શોષણની સેવિકા કે અનિષ્ટની ઉપાસિકા બની શકે નહીં. પરિણામે સર્જકના કથાસર્જન પાછળ સ્પષ્ટ હેતુ અને નિશ્ચિત સંદેશ હોવા જોઈએ. આમ પોતાના લેખનના આદર્શ તરીકે પશ્ચિમી સાહિત્યની કોઈ વિભાવના સ્વીકારવાને બદલે અચેબે સર્જનાત્મકતા અને નૈતિકતાનું અનુસંધાન સાધીને સાહિત્યસર્જન દ્વારા લોકહિતનો મહિમા કરે છે.
આફ્રિકાના સર્જકોની એક બીજી વિશેષતા એ પોતાની આસપાસની પરિસ્થિતિ વિશેની સભાનતા છે. ચીનુઆ અચેબેએ સમયના ત્રણ તબક્ક નિહાળ્યા છે. બાળપણમાં શ્વેત પ્રજાના સામ્રાજ્યવાદી શાસનનો કાળ, યુવાનીમાં રાષ્ટ્રવાદી આંદોલનોનો સમય અને એ પછીનાં વર્ષોમાં ગુલામીમુક્ત આધુનિક આફ્રિકાનું નવજાગરણ.
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
સાહિત્યિક નિસબત
પ;
Page #35
--------------------------------------------------------------------------
________________
આથી અચેબેની નવલકથાઓમાં ઇબો જાતિની તળસુગંધની સાથોસાથ આસપાસની પરિસ્થિતિ અંગેનો નિર્ભીક અને વાસ્તવિક અનુભવ આલેખાયો છે. વિશ્વવ્યાપી શોષણ સામે અચેબેએ પોતાના સર્જન દ્વારા બુલંદ અવાજ ઊભો કર્યો છે. પોતાની જાતને ‘રાજકીય લેખક તરીકે ઓળખાવતાં એ લેશમાત્ર સંકોચ પામતા નથી, પરંતુ એમને મન રાજ કારણ એટલે જાતિગત અને સાંસ્કૃતિક સીમાડા ભૂંસીને વૈશ્વિક માનવસંવાદની રચના ઇચ્છતું અને માનવ-માનવ વચ્ચે કલ્યાણની ભાવના જગાવતું માધ્યમ. આ છે એમની રાજ કારણની વ્યાખ્યા. આવી વિભાવનાને પરિણામે અચેબે શોષણ, અત્યાચાર, સરમુખત્યારશાહીથી મુક્ત એવા સમાજ માટે સર્જનથી અને સમય આવે સક્રિયતાથી કાર્ય કરે છે.
શ્વેત પ્રજાની ગુલામીમાંથી મુક્ત થયા બાદ આફ્રિકા હમવતન શાસકોની સરમુખત્યારશાહીની ચુંગાલમાં ફસાઈ ગયું. આ શાસકોને સૌથી વધુ ભય સર્જકોનો હોવાથી એમણે સર્જકો પર અમાનુષી ત્રાસ વર્તાવ્યો, કારાવાસમાં ગોંધી રાખ્યા. કોઈને નજરકેદ કર્યા, આથી ઘણા સર્જકોને દેશવટો ભોગવવો પડ્યો. સ્વયં ચીનુઆ અચેબે પર લશ્કરી શાસનના દમન અને જુલમનો ભય ઝળુંબતો હોવાથી એણે પોતાના પરિવારને નાઇજિરિયાનાં દૂરનાં સ્થળોમાં છુપાવી રાખ્યું. પોતે યુરોપમાં આવીને વસ્યો. એ સમયે નાઇજિરિયાના આંતરયુદ્ધમાં ઇબો જાતિના ૩૦ હજાર લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગૃહયુદ્ધના સમયે તો ચીનુઆ અચેબ અગ્રણી નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા પામી ચૂક્યા હતા, પરંતુ રાષ્ટ્રમાં ચાલતા માનવતાવિહોણા, કૂર સંહારે એમને અતિ વ્યથિત કરી નાખ્યા. અબેએ તાગ મેળવ્યો કે રાજકીય દૃષ્ટિએ યુરોપ ભલે વ્યુહાત્મક રીતે આ દેશમાંથી અલિપ્ત થયું હોવાનો દેખાવ કરે, પરંતુ દેશ પર આર્થિક રીતે એના ભરડાની ભીંસ વધી રહી છે. નાઇજિરિયાના નેતાઓ આ વાસ્તવિકતા જોઈ કે સાંભળી શકતા નથી, કારણ કે તેઓ નેતા નથી, માત્ર કઠપૂતળી છે. આવી ક્ષુબ્ધ પરિસ્થિતિને લીધે અચેબે બે દાયકા સુધી સુદીર્ઘ એકાગ્રતાનો તકાજો રાખતી નવલકથા લખી શક્યા નહીં. માત્ર વિષાદગ્રસ્ત પરિસ્થિતિને સમજાવતી
તીવ્ર વેદના-સંવેદનાઓવાળી કવિતાઓનું સર્જન કર્યું. એમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા અને નવલિકા બાળવાર્તાઓનું સર્જન થયું. એ પછી નાઇજિરિયાથી સ્વતંત્ર થયેલા બિયાફ્રાનના રાજ દૂત બનેલા અચેબેએ વિશ્વભ્રમણ કરીને ભૂખને કારણે મૃત્યુ પામતાં અને સામૂહિક હત્યાકાંડનો ભોગ બનેલાં નાઇજિરિયાનાં બાળકોની વેદનાને વિશ્વસ્તરે વાચા આપી. અખબારો અને સામયિકોમાં આ વિશે લેખો લખીને એમણે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિથી વિમુખ વિશ્વને એનાથી સન્મુખ કરીને આવાં બાળકોને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું.
આફ્રિકાના વર્તમાન સર્જકોએ શ્વેત પ્રજાની રાજકીય ગુલામીની સાથોસાથ એમની માનસિક ગુલામી સ્વીકારવાનો ધરાર ઇન્કાર કર્યો છે. આ પરિસ્થિતિ અંગે પોતાના લેખનથી આફ્રિકી લોકસમૂહને જાગ્રત કર્યો છે. જોસેફ કોનરાડની ‘હાર્ટ ઑફ ડાર્કનેસ' નવલકથામાં આફ્રિકનોને ક્રૂર, જંગલી અને માનવતાવિહોણા આલેખવામાં આવ્યા છે. નિશાળના અભ્યાસકાળ સમયે આ કૃતિ અચેબેને પસંદ હતી, પરંતુ ૧૯૪૭માં સ્નાતક થયા પછી અને પોતાની પ્રજાનાં હાડ અને હૈયાંને ઓળખ્યા બાદ અચેબએ આ લેખકની રંગભેદભરી દૃષ્ટિની આકરી ટીકા કરી. અચેબનું એ કૃતિ-વિવેચન વિશ્વના વર્ગખંડોમાં વિવાદ, ચર્ચા અને ઊહાપોહ જગાવી ગયું. યુરોપિયનો અને પશ્ચિમ તરફી બૌદ્ધિકોએ આફ્રિકા અને આફ્રિી પ્રજા વિશે આપેલા અને લખેલા પૂર્વગ્રહયુક્ત, તથ્યવિહોણા અને રંગભેદજનિત અભિપ્રાયો અંગે પ્રબળ વિરોધ કર્યો. પશ્ચિમી સભ્યતામાં ઊંડે સુધી ઘર કરી ગયેલા રંગભેદને અબેએ ખુલ્લો પાડ્યો.
આફ્રિકન પ્રજાનો ઉત્તમ સર્જક અને વિશ્વભરના મૂક અને દલિત લોકોના સન્માન માટે મથતો અચેબે નોબેલ પારિતોષિક મેળવી શક્યો નથી એનું એક કારણ પશ્ચિમવિરોધી અભિપ્રાયો હોવાનું કેટલાક માને છે. આલ્બર્ટ શ્વાઇડ્ઝરની ‘આફ્રિકન દર્દીઓ કરતાં શ્વેત પ્રજાસમૂહ ચડિયાતો' હોવાની માન્યતાની અબેએ ટીકા કરી. ૧૯૮૫માં વી. એસ. નાઇપોલની ટીકા કરતાં કહ્યું કે પોતાની જાતે પશ્ચિમને વેચાઈ
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
સાહિત્યિક નિસબત
34
Page #36
--------------------------------------------------------------------------
________________
ગયેલા શક્તિશાળી સર્જકને એક દિવસ એના વળતર રૂપે નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક ચૂકવવામાં આવશે. ઈ. સ. ૨૦૦૧માં નાઇપોલને નોબેલ પારિતોષિક મળ્યું.
બારેક માનદ ડૉક્ટરેટ મેળવનાર, અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ નવલકથા સર્જનાર અને વીસમી સદીમાં ખૂબ વંચાયેલા અચેબેને નોબેલ પારિતોષિક મળવું જોઈએ એવું છેલ્લાં કેટલાંય વર્ષોથી માનવામાં આવે છે, જો કે આ પૂર્વે ૨૦૦૪માં નાઇજિરિયાની સરકારે દેશના ઉચ્ચ ખિતાબોમાંનો બીજા ક્રમનો ખિતાબ ‘કમાન્ડર ઑફ ફેડરલ રિપબ્લિક આપવાનું જાહેર કર્યું હતું, ત્યારે પોતાના દેશની દુર્દશા કરનાર સરકાર પાસેથી આવો ખિતાબ સ્વીકારવાનો અચંબેએ ઇન્કાર કર્યો હતો.
અબેએ વીસ પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાં નવલકથા, નવલિકા-સંગ્રહ, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. પ્રથમ નવલકથા 'Things Fall Apart' (૧૯૫૮)થી એ આધુનિક આફ્રિકી સાહિત્યના પિતા તરીકે પ્રસિદ્ધ થયા. પશ્ચિમી સાહિત્યના નવલકથાના સ્વરૂપનો રોપ આફ્રિકાની સાહિત્યસૃષ્ટિમાં ઉગાડનાર તરીકે એમને પોંખવામાં આવ્યા, પરંતુ એથીય વિશેષ તો સમકાલીન વાસ્તવ અને નૂતન સમાજના પ્રાગટ્યની અભિવ્યક્તિ માટે નવા તેજે ઘડ્યા શબ્દો અને નવીન સ્વરૂપો શોધતા સર્જકોના અચેબે પથપ્રદર્શક બની ગયા. નાઇજિરિયાના સાહિત્યમાં આમોસ ટુટુહોલાની રોમાંચક લોકકથાઓ અને સીપિયન એક્વાન્સીની મનોરંજક શહેરી કથાઓનું પ્રભુત્વ હતું, તે સમયે અબેએ નવલકથાસર્જન કરીને નવીન સાહિત્યક્ષિતિજ ઉઘાડી આપી. આફ્રિકી સાહિત્યને સામાજિક અને ચૈતસિક વિશ્લેષણની ગંભીર ભૂમિકાએ મૂકી દીધું. આ પ્રથમ નવલકથામાં સામ્રાજ્યવાદના ઉષ:કાળમાં ઇબો સમાજનાં પરંપરાગત મૂલ્યો સાથે જોડાયેલા ઓકૉક્વો નામના કુશળ કુસ્તીબાજ અને શક્તિશાળી યોદ્ધાની આ સંવેદનશીલ કરુણ કથા છે. માનસિક સમજ અને બદલાતી પરિસ્થિતિ સ્વીકારવાનો ઇન્કાર એના જીવનને કરુણતમ બનાવે છે. અત્યારસુધીમાં આ નવલકથાની એંસી
લાખ નકલો વેચાઈ છે અને પિસ્તાલીસ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એનું નાટ્યરૂપાંતર, ફિલ્મરૂપાંતર અને ટી.વી. રૂપાંતર પણ થયું છે.
ઉપલક નજરે માત્ર આફ્રિકી પાઠકો માટે જણાતી આ નવલકથાનું સૂક્ષ્મ મનોવિશ્લેષણ સર્વ દેશના ભાવકોને સ્પર્શે છે. ૧૯૬૦માં ‘નો લૉગર ઍટ ઇજ' અને ૧૯૬૪માં ‘ઍરો ઑફ ગૉડ' જેવી નવલકથાઓ દ્વારા અચેબે સાંસ્કૃતિક-સંઘર્ષ દર્શાવે છે, તો ૧૯૬૬માં લખેલી ‘એ મેન
ઑફ ધ પીપલ'માં નાઇજિરિયાના રાજ્ય કક્નોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું નિર્ભીક આલેખન છે. આ પુસ્તકના પ્રકાશન બાદ નાઇજિરિયામાં સત્તાપલટો થયો અને કેટલાકે એવી ખોટી શંકા પણ કરી હતી કે આ સત્તાપલટા પાછળ અચેબેનો હાથ છે.
અચેબેની અન્ય જાણીતી નવલકથા ‘Anthills of The Savannah'માં એણે ત્રણ બાલગોઠિયાની વાત લખી છે, એમાંના એકને સત્તાનો એવો નશો ચઢ્યો છે કે એ દેશના આજીવન પ્રમુખ થવાની ઘેલછા ધરાવે છે. સરમુખત્યારવૃત્તિ ધરાવતા માનવીની આ પતનકથા છે.
કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અએબેનું કથાવસ્તુ પરિવર્તન પામતું રહ્યું છે. આ સતત વિકસતો સર્જક છે અને પોતાની ઇબો સંસ્કૃતિના મર્મને પ્રગટ કરવા આતુર છે. એની પ્રારંભિક નવલકથાઓ ‘કિંગ્સ ક્લ એપાર્ટ’ અને ‘ઍ ઑફ ધ ગૉડ'માં સામ્રાજ્યવાદના પ્રારંભકાળના નાઇજિરિયાની કથા છે. ‘નો લૉગર ઍટ ઇઝ 'માં આધુનિકતા અને આધુનિકતા તરફના પ્રતિભાવનું આલેખન છે. ‘એ મૅન ઑફ ધ પીપલમાં નાઇજિરિયાની લોકશાહી સરકારના ભાવિનું વિષયવસ્તુ છે.
જ્યારે ‘ગર્લ્સ ઍટ વૉર ઍન્ડ અધર સ્ટોરિઝ' (૧૯૭૩) વાર્તાસંગ્રહમાં લશ્કરી સરમુખત્યારશાહીની ઘટનાઓ વર્ણવી છે. ‘ધ ટ્રબલ વિથ નાઇજિરિયા'માં આફ્રિકન શાસકોની કર્તવ્યભ્રતા વિશેની રાજકીય સમીક્ષા છે, તો ‘એનથિલ્સ ઑફ ધ સોવન્નાહ’માં આફ્રિકન રાજ કીય વ્યવસ્થા વિશે ક્યાંક આશાવાદ તો ક્યાંક કટુતા જોવા મળે છે. પ્રબળ સર્જનક્ષમતા ધરાવતી આ લેખકની પ્રત્યેક કૃતિ સાહજિક અને રોમાંચક લાગે છે.
સાહિત્યિક નિસબત
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
Page #37
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક વિવાદોનો મહિમા
અચેબેએ યુવા આફ્રિકન લેખકોને પ્રોત્સાહન આપવા માટે ‘રાઇટર્સ સિરીઝ' દ્વારા એણે કેટલાય સર્જકોની કૃતિઓ પ્રકાશિત કરી. નવલેખકોના લેખનનું એક સામયિક પ્રગટ કર્યું અને દેશ-વિદેશમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૯૦માં મોટર-અકસ્માતને કારણે કમરથી નીચેના ભાગમાં પક્ષાઘાત પામેલા ૭૬ વર્ષના ચીનુઆ અચેબે અત્યારે ન્યૂયૉર્કની બાર્ડ કૉલેજમાં ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કાર્યરત છે.
નોબેલ પારિતોષિક મેળવનારા નાઇજિરિયાના વૉલા સોઇન્કા અને દક્ષિણ આફ્રિકાના નાદિને ગોર્ડિમેયરને કઈ રીતે ભૂલી શકાય ? ઘાનાના આમા અતા ઐડૂ, તાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુનાહ, મોઝામ્બિકના લુઇસ બર્નાડ હોવાના, કેનિયાના રિયોનાર્ડ ટિબેરા, ઝિમ્બાબ્લેના ડાબુઝો મર્ચીરા અને કેન્યાના વિખ્યાત ગુગી વા થિયોંગે, સેનેગલના સેમ્પને ઓસ્મને અને સુદાનના તાયબ સલીહનાં સર્જનો આજે સાહિત્યજગતમાં ધ્યાનાર્હ બન્યાં છે અને આ સર્જકોનાં આંતરસંચલનો, પરંપરાગત મૂલ્યમાળખામાં આવતાં પરિવર્તનો, દારુણકરુણ બાહ્ય પરિસ્થિતિ વિશેના આક્રોશ અને પ્રજાકીય વેદનાને અભિવ્યક્ત કરવાની મથામણો સાહિત્યરસિકોને માટે આસ્વાદક બની રહી છે.
સાહિત્યિક વિવાદો વિશે થોડી વાત કરીએ. આવા વિવાદો સાહિત્યિક વાતાવરણ સર્જતા હોય છે અને એમાંથી જ વૈચારિક આબોહવાનું નિર્માણ થતું હોય છે. એક અર્થમાં સાહિત્યિક વિવાદ એ સત્યની ઉપાસનાનો જ એક પ્રકાર છે. અર્ધસત્ય કે અસત્યની આજુબાજુ જામેલાં જાળાંને ભેદવા માટે આવો વિવાદ જરૂરી બને છે. સાહિત્યના હાર્દમાં રહેલા તત્ત્વને સમજવાની સુવિધા ઊભી કરનારા વિવાદોને આવકારવા જોઈએ. કોઈનીયે શેહમાં તણાયા વિના સાચું લાગ્યું હોય તે કહેવું અને તે અન્યને પ્રતીતિકર થાય તે રીતે સિદ્ધ કરી બતાવવું જરૂરી છે. જે તે વિષયની સ્પષ્ટતા માટે, એની તત્ત્વસિદ્ધિ માટે, એનાં વ્યાપ અને ઊંડાણનો તાગ મેળવવા ઉપકારક થતા વિવાદો જ્ઞાન-વિજ્ઞાનના ઉત્કર્ષમાં ઉપકારક થતા હોય છે .
સંસ્કૃતમાં કહેવાયું છે : ‘વારે વારે ગાયતે તત્તવો /' – એ તત્ત્વબોધ કરાવતા સાહિત્યિક વિવાદો દીર્ધકાલીન છાપ મૂકી જાય છે. હા, એ પણ એટલું જ સાચું છે કે અંગત રાગદ્વેષને પોષવા માટે કે પોતાનો જુદો ચોકો બનાવીને એકપક્ષી સમર્થન માટે થતો વિવાદ લાંબે ગાળે કશી સાહિત્યિક મુદ્રા છોડી જતો નથી. સાહિત્યિક વિવાદની પાછળ સત્ય કે સત્ત્વની ઉપાસના ન હોય તો થોડા સમયમાં એ બુબુદ રૂપે ફૂટી જાય છે. અમુક વ્યક્તિ, ‘સ્કૂલ’ કે સંસ્થાવિરોધી લખવું એવા પાકા ઇરાદાથી થતો વિવાદ ક્લક્ષિતતા સિવાય બીજું કશું સર્જતો નથી. સાહિત્યિક વિવાદનો પાયો તત્ત્વાવલંબી હોવો જોઈએ અને એની
સાહિત્યિક વિવાદોનો મહિમા
સાહિત્યિક નિસબત
Page #38
--------------------------------------------------------------------------
________________
દલીલો તર્કસિદ્ધ હોવી જોઈએ. એમ હોય તો જ સાહિત્યને, સમાજને, એ વિષયને અને વિવાદકર્તાઓને – એમ સૌને કંઈ ને કંઈ લાભ થતો હોય છે. પોતાનો કક્કે ખરો કરવા કે અભિમાનને વશ થઈને પોતાની દલીલો ખોટી હોવા છતાં તેમને વળગી રહેવાનું વલણ એક પ્રકારની અપ્રામાણિકતા બતાવે છે. એવા વિકૃત વિવાદોથી ઊલટું વિઘા-જ્ઞાનનું વાતાવરણ ક્ષુબ્ધ થતું હોય છે.
શ્રી કનૈયાલાલ મુનશીના આર્યસંસ્કૃતિ અને ગુજરાતનાં ઇતિહાસવિષયક નિરીક્ષણોએ, નરસિંહના સમય અને નરસિંહના કાવ્યના અર્થઘટન અંગે ઘણો વિવાદ થયો હતો, પરંતુ મધ્યકાલીન સાહિત્ય વિશે ‘ઊછળતા જીવનનું કચરિયું કરવાનો પ્રયોગ મધ્યકાલીન ગુજરાતમાં સફળ રીતે કરવામાં આવ્યો છે " એ વિધાને પછીના સમયમાં ઘણી ચર્ચા જગાવી હતી. પ્રેમાનંદ ચડે કે શામળ તે અંગે દલપતરામ અને નવલરામ વચ્ચે વિવાદ થયો હતો તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ગુજરાતી શાળાપત્રમાં પ્રગટ થયો હતો. નરસિંહ, મીરાં, અખો જેવા કવિઓના સમય વિશે, અખાના છપ્પાના અર્થો વિશે તેમજ નરસિંહ, મીરાં અને પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ વિશે પણ ઘણી ચર્ચા થઈ, પરંતુ કોઈ ચર્ચાએ સાહિત્યિક વિવાદનું રૂપ લીધું હોય તો તે પ્રેમાનંદનાં નાટકો વિશેની ચર્ચાઓ , આ વિવાદનો પ્રારંભ મણિલાલ નભુભાઈના પત્ર પરથી થયો હશે તેમ અનુમાન કરી શકાય, કારણ કે તેમના પત્રના ઉત્તરમાં આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, ‘કાન્ત’ અને નરસિંહરાવ ‘પ્રાચીન કાવ્યમાળામાં પ્રગટ થતાં પ્રેમાનંદનાં નાટકોના કર્તુત્વ વિશે પોતાનો અભિપ્રાય આપે છે. ‘કાન્ત’ અને નરસિંહરાવ સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે આ નાટકો પ્રેમાનંદે લખેલાં નથી, પણ કોઈ ‘અર્વાચીન લેખકે લખેલાં છે અને તેની જાહેર ચર્ચા કરવાની તત્પરતા પણ દાખવે છે. કેશવ હર્ષદ ધ્રુવ વડોદરા રાજ્યના કેળવણી ખાતાના ઉપક્રમે પ્રગટ થતી ‘પ્રાચીન કાવ્યમાળા’ ચાલુ રાખવાની અને આનંદશંકર ધ્રુવ ‘સારા સહૃદય વિદ્વાન' મળે તો સંપાદન ચાલુ રાખવાની ભલામણ કરે છે.*
આમાં હરગોવિંદદાસ કાંટાવાળા, ગજેન્દ્ર લા. પંડ્યા જેવા સાહિત્યકારોએ
તેમજ ‘સાહિત્ય’, ‘જ્ઞાનસુધા', ‘સમાલોચક” અને “સુદર્શન ' જેવાં સાહિત્યિક સામયિકોએ પણ રસ લીધો. નરસિંહરાવે ત્રીજી સાહિત્ય પરિષદ અને એ પછી ભરૂચમાં આપેલાં ભાષણોમાં આ નાટકો વિશે શંકા ઉઠાવતાં પાંચ દલીલો કરી હતી, જેનો ઉત્તર ‘સમાલોચક'માં પ્રગટ થયો હતો અને તેમાં
નરસિંહરાવ કલ્પનાઓ કરે તેના કરતાં ગ્રંથો લખી આપનાર લેખકરૂપી ‘મુદામાલ’ પકડી આપે” એમ કહ્યું હતું. પ્રેમાનંદનાં નામે ચડાવેલાં નાટકો વિશેની ચર્ચામાં નાટકોને સાચાં માનનારા લોકોની રમૂજ કરવાના હેતુથી નરસિંહરાવે ‘એક અમૂલ્ય ગ્રંથની શોધ” નામે લેખ લખ્યો હતો, જેમાં કવિ ભાલણે પોતાના હસ્તાક્ષરથી આ ગ્રંથ લખ્યો છે અને ભાલણના વખતમાં નાટકો ભજવાતાં હતાં અને પ્રેમાનંદનાં નાટકો ભજવાતાં એણે જોયાં હતા એવી વિગતો મળે છે. આ ગ્રંથ ખરેખર પ્રાપ્ત થયો છે એમ સમજીને એના પર ચર્ચાપત્રો પણ પ્રગટ થયાં હતાં !? ડૉ. પ્રસન્ન વકીલે પીએચ.ડી.નો મહાનિબંધ ‘પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ” લખીને આ નાટકોનું કર્તુત્વ પ્રેમાનંદનું નથી એવું સાબિત કરી આપ્યું.
નર્મદ અને દલપતરામના સમયમાં નર્મદની કવિતા ચડે કે દલપતરામની –એવી ઘણી ચર્ચા ઉભયના પ્રશંસકોએ અને વર્તમાનપત્રોએ જગાવી. હીરાચંદ કાનજીએ ‘મિથ્યાભિમાનખંડન' નામે લેખ લખીને નર્મદની કવિતા અને સાહિત્યિક પ્રવૃત્તિ પર સૌપ્રથમ આકરી ટીકા કરી હતી. દલપતરામની ઉશ્કેરણીથી હીરાચંદે આમ લખ્યું છે તેમ નર્મદ ‘મારી હકીકતમાં નોંધે છે. નર્મદે ‘સભામાં વાણીની છટાથી જેવુંતેવું ગટરપટર બોલી દિગ્વિજયી છઉં એવું દેખડાવે છે ' એવી દલપતરામ પર ગર્ભિત રીતે ટીકા કરી હતી. એ સમયે ‘પંચે’ તો એનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું હતું કે જેમાં નર્મદ અને દલપતરામને એકબીજાની ચોટલી પકડીને કુસ્તી કરતા ચીતર્યા હતા. આ બંને વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવા બનાવો બન્યા હોવા છતાં ૧૮૭૩-૭૪માં નર્મદના ‘સરસ્વતીમંદિર 'ના વાસ્તુ સમયે દલપતરામ સૂરત ગયા હતા અને પછી વર્ષે સૂરતમાં દલપતરામના પુત્રના લગ્ન સમયે નર્મદ વરઘોડામાં અગ્રણી થઈને ફર્યો હતો તેમજ વરપિતાની પહેલી પાઘડી દલપતરામના વેવાઈએ નર્મદને બાંધી હતી. આ સાહિત્યસ્પર્ધાને પરિણામે
સાહિત્યિક વિવાદોનો મહિમા
સાહિત્યિક નિસબત
Page #39
--------------------------------------------------------------------------
________________
દલપતરામે અનેક નવા કવન-વિષયો પસંદ કર્યા તેમજ તેમની કાવ્યભાવનાનું ધોરણ પણ થોડું પરિષ્કૃત થયું. રમણભાઈ અને નરસિંહરાવે શીઘ્ર કવિતા પર પ્રહારો કરીને દલપતરામની કવિતા પર મરણતોલ ધા કર્યો. એક આખા જમાના દરમ્યાન દલપતશૈલી પર પ્રહારાત્મક વિવેચન થતું રહ્યું, તેથી તેની પ્રતિષ્ઠા ઘટી અને અનુકરણ ઓછું થયું. સંજાનાએ દલપતરામની કવિતાની પુનઃપ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગુજરાતી કવિતા પર એની અસર ન થઈ અને શીઘ્ર કવિતાના વિરોધને પરિણામે હિંદી કવિતશૈલી ગુજરાતીમાં પ્રવેશી શકી નહીં.
સાહિત્યિક વિવાદ વિશે વિચારીએ ત્યારે મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને બલવંતરાય જેવા સાહિત્યકારોએ જગવેલી ચર્ચા યાદ આવે છે. મનઃસુખરામના સંસ્કૃતપ્રધાન ભાષામાં લખાયેલા નિબંધોની કૃત્રિમ અને આડંબરી શૈલીની નરસિંહરાવ અને રમણભાઈએ વિવેચના કરી. એમના સંસ્કૃત ભાષાના આગ્રહથી તદ્દન સામા છેડેનું દૃષ્ટિબિંદુ હરગોવિંદદાસ કાંટાવાળાએ રજૂ કર્યું અને એમણે ભાષા સાદી, સરળ અને સમજાય તેવી હોવી જોઈએ એમ કહ્યું. મણિલાલ નભુભાઈએ કહ્યું કે સાહિત્યની ભાષા યથાર્થ અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. એમણે કહ્યું કે ભાષાની સાદાઈને સમજીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે ચીંથરાં પહેરીને ફરવું. મણિલાલ નભુભાઈએ ‘સુદર્શન’માં ‘ગુજરાતના લેખકો' વિશે લેખમાળા લખી હતી અને તેમાં લેખકોના વર્ગો પાડ્યા હતા, જેમાં પ્રાચીન પક્ષના લેખકોનો એક વર્ગ હતો અને એ જ રીતે યથાર્થ પક્ષના લેખકોનો અન્ય વર્ગ હતો આની સામે પણ એમના સમયમાં ઊહાપોહ થયો હતો. શ્રી હ૨ગોવનદાસે ‘વિચારસાગર’ અને ‘સયાજીવિજયમાં લખ્યું કે મણિલાલે વડોદરા રાજ્ય માટે કરેલાં ભાષાંતરો ખોટાં છે, તેનો જવાબ પ્રહ્લાદજીએ ‘વડોદરાવત્સલ' સામયિકમાં આપ્યો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશન પૂર્વેથી છેક ૧૮૮૮માં ‘બુદ્ધિપ્રકાશ’માં નરસિંહરાવે પ્રગટ કરેલા લેખ દ્વારા જોડણી અંગેનો વિવાદ ચાલે છે. ૧૮૯૬માં ‘જ્ઞાનસુધા'માં નરસિંહરાવે ગોવર્ધનરામનાં જોડણીવિષયક સાહિત્યિક નિસબત
૩૬
tahikool1 -
38
મંતવ્યોની આકરી ટીકા કરી હતી. આ જોડણીવિષયક વિવાદો અત્યારે ઊંઝા જોડણી અને ગૂજરાત વિદ્યાપીઠની ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'ની જોડણી વચ્ચે પણ ચાલી રહ્યો છે.
એક સમયે પારસી ગુજરાતી ભાષા અને શુદ્ધ ગુજરાતી ભાષા વચ્ચે પણ વિવાદ ચાલતો હતો, જે અંગે કવિ ખબરદારે શુદ્ધ ગુજરાતી ભાષા માટેનો આગ્રહ વ્યક્ત કરતાં અને આ વર્તમાનપત્રોમાં ખૂબ ચગાવાયેલા વિવાદને ઠારતાં કહ્યું કે, ‘જેમ હિંદુ સત્ય, મુસ્લિમ સત્ય તેમ પારસી સત્ય તેમ કહેવાય કે બોલાય નહીં, તેમ ભાષા પણ એક જ છે. જુદા જુદા પ્રદેશમાં બોલાતી બોલીઓમાં ભેદ હોઈ શકે, પણ ભાષામાં ભેદ પડતો નથી.’
શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ, નરસિંહરાવે ગુજરાતી સાહિત્યપ્રદેશમાં ‘પૂરાં ૪૦-૫૦ વર્ષ ગુજરાતી સાહિત્યના સેન્સર(સત્તાધારી નિયામક)નું પદ ભોગવ્યું હતું. નરસિંહરાવ અને ગોવર્ધનરામ વચ્ચે જોડણી વિશે વિવાદ થયો, તો કેશવ હર્ષદ ધ્રુવનાં સંપાદનો વિશે પણ નરસિંહરાવે ચર્ચા કરી હતી. રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવની ચર્ચાઓએ આત્મલક્ષી ઊર્મિકાવ્યની પ્રતિષ્ઠા કરી, તો બળવંતરાય ઠાકોરે અર્થઘન કવિતા અને સૉનેટ સ્વરૂપની જિકર કરી.
કવિ ન્હાનાલાલના અપદ્યાગદ્ય અને પ્રો. બલવંતરાય ઠાકોરના સળંગ અગેય પ્રવાહી પદ્યરચના-વિષયક વિચારોએ પણ ચર્ચા જગાવી હતી અને તેમાં બલવંતરાયે મનહરરામ હરિરામની ભૂલ દર્શાવીને ‘શુદ્ધ કાવ્યના સોનેરી મધ્યબિંદુષ્પ તરીકે આ પ્રકારની રચનાઓને ઓળખાવી હતી.
અપદ્યાગદ્ય વિશે રણજિતરામ, ન્હાનાલાલ, નરસિંહરાવ, આનંદશંકર ધ્રુવ, પ્રો. બલવંતરાય ઠાકોર, કવિ ખબરદાર, કેશવ શેઠ, વિજયરાય વૈદ્ય, ભૃગુરાય અંજારિયા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વગેરેએ સારી એવી ચર્ચા કરી હતી. ન્હાનાલાલ પછી આ અપદ્યાગદ્ય માત્ર પ્રતિકાવ્યો કે હાસપરિહાસનાં કાવ્યોમાં સવિશેષ પ્રયોજાયું, પરંતુ અપદ્યાગદ્યની ચર્ચાએ કાવ્યની
સાહિત્યિક વિવાદોનો મહિમા
૩૭
Page #40
--------------------------------------------------------------------------
________________
ગેયતા, ડોલન અને સંગીત સાથેના સંબંધ અંગે સારી એવી છણાવટ કરી. ન્હાનાલાલે ‘વસંતોત્સવમાં કરેલા અછાંદસના પ્રયોગ અંગે હાનાલાલ અને નરસિંહરાવ વિરુદ્ધ બળવંતરાય ઠાકોરે ચર્ચા કરી, જ્યારે બળવંતરાય ઠાકોર અને ખબરદાર વચ્ચે અગેય અર્થપ્રધાન કવિતા વિશે સારો એવો વિવાદ ચાલ્યો હતો.
આચાર્ય આનંદશંકર ધ્રુવનો સાહિત્યપ્રવેશ એક ચર્ચાપત્ર દ્વારા થયો. એમણે અદ્વૈતસિદ્ધાંતના પ્રકાશમાં પ્રાર્થનાસમાજના મોક્ષ સંબંધી સિદ્ધાંતની તર્કબદ્ધ કડક ટીકા કરી. આના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ “જ્ઞાનસુધા'માં ઉત્તર આપ્યો, જેનો આનંદશંકર ધ્રુવે આપેલો ઉત્તર ૧૮૯૨ના એપ્રિલમાં ‘સુદર્શન'માં મળે છે. મણિલાલ નભુભાઈના ‘સુદર્શન’ અને રમણભાઈ નીલકંઠના “જ્ઞાનસુધા' વચ્ચે જે સુદીર્ઘ વિવાદ ચાલ્યો તેનું બીજ આનંદશંકર ધ્રુવનાં આ ચર્ચાપત્રોમાં રહેલું છે. મણિલાલ નભુભાઈના ગ્રંથ ‘સિદ્ધાંતસાર'નું “જ્ઞાનસુધા'માં કાને પત્ર રૂપે કરેલું અવલોકન એ ગુજરાતમાં દૈત અને અદ્વૈત સિદ્ધાંતને અવલંબીને ચાલેલી રસિક ચર્ચા ગણાય. ૧૮૯૪ના માર્ચથી ડિસેમ્બર સુધી ‘જ્ઞાનસુધા'ના અંકોમાં ‘કાન્ત’ મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસાર' પુસ્તક પર પ્રકરણવાર કટાક્ષરૂપ પ્રહારો દ્વારા વેદાંતી વિચારસરણીની ટીકા કરે છે, પરંતુ એ પછી મણિલાલના મેળાપે કાન્તનું વિરોધી વલણ ઓગળી જાય છે અને તેઓ “જ્ઞાનસુધા'માં કાત્તાએ કાન્તને લખેલા પ્રત્યુત્તર રૂપે પોતાનું વિચાર-પરિવર્તન દર્શાવે છે તેનાથી પછી રમણભાઈને આધાત પણ લાગે છે.
રમણભાઈ નીલકંઠ અને મણિલાલ નભુભાઈ વચ્ચે સાહિત્ય ઉપરાંત સમાજ સુધારણા, કેળવણી અને અદ્વૈત સિદ્ધાંતને અનુલક્ષીને ચર્ચાઓ ચાલે છે. ગુજરાતી સાહિત્યમાં આવું વાદયુદ્ધ વિરલ છે. જિંદગીભરના ઉગ્ર મતભેદને કારણે બંનેને સહન પણ કરવું પડ્યું હતું, પરંતુ મણિલાલના અવસાન વખતે ૨મણભાઈ નીલકંઠે લખેલો શ્રદ્ધાંજલિલેખ એ એક ઉમદા પ્રતિપક્ષીની મણિલાલને અપાયેલી ભવ્ય અંજલિરૂપ છે. આ વિવાદોએ
શાસ્ત્રીય ચર્ચા અને તત્ત્વવિચાર માટે ગુજરાતી ભાષાને પલોટી આપી તે એનો સરવાળે થયેલો મહત્ત્વનો લાભ ગણાય.
કનૈયાલાલ મુનશીના સમયથી ગુજરાતી સાહિત્યમાં ‘કલાને ખાતર કલા'ની ચર્ચા ચાલે છે. આ વિષયમાં મહાત્મા ગાંધીની સાથે કનૈયાલાલ મુનશીને પ્રામાણિક મતભેદ હતો. ‘I follow the Mahatma’ એમ મુનશી કહેતા હતા, છતાં તેઓ એમનાથી ગૌરવભરી રીતે જુદા પડતા હતા. એમણે ગાંધીજી પ્રત્યેની માનવૃત્તિ જાળવી રાખીને પોતાના વિચારોમાં કશીય બાંધછોડ કરી નહીં. સાહિત્યિક વિવાદોમાં આવી સમતોલબુદ્ધિ અને સૂક્ષ્મ વિવેક જાળવવાં મુશ્કેલ છે, પણ મુનશી તે જાળવી શક્યા હતા.
ગાંધીજીના ‘કોસિયો સમજી શકે તેવી’ ભાષાના આગ્રહે અને ‘કલા જીવનની દાસી’ છે એવા વિચારે સાહિત્યજગતમાં ઘણો વિવાદ જગાવ્યો હતો. કાંતિલાલ વ્યાસના ભાષાશાસ્ત્રના પુસ્તકનું અવલોકન જ . એ. સંજાનાએ * ફાર્બસ ત્રૈમાસિક'માં પ્રગટ કર્યું અને જ. એ. સંજાનાએ ‘નમોસ્તુ તે વ્યાસવિશાલબુદ્ધદે' એમ કહીને કટાક્ષ પણ કર્યો હતો. સંજાનાનાં કેટલાંક અવલોકનોએ વિવાદ જગાવ્યો હતો. ‘કલમ અને કાગળ સાથે અડપલાં કરવાની ટેવ’ હોવાનું કહેતા જ, એ. સંજાનાએ મગનભાઈ ચતુરભાઈ પટેલના ‘શાકુંતલ'ના અનુવાદ વિશે અને પારસી ગુજરાતી અને સાક્ષરી ગુજરાતી વિશે ઘણી ચર્ચા કરી.
રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ખબરદાર વચ્ચે ‘પ્રસ્થાન' અને *કોલક'ના ‘માધુરી માં ચર્ચાપત્રો દ્વારા ઘણો લાંબો વિવાદ ચાલ્યો હતો. કવિ સુન્દરમ્ અને કોલક વચ્ચેનો વિવાદ જાણીતો છે. કોલકે ખબરદારનો પક્ષ લીધો હતો અને તેની સામે કવિ સુન્દરમે જવાબ આપ્યો હતો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમ લખ્યું કે આધુનિક કવિતાનું તત્ત્વ સમજતા નથી. તેથી સુરેશ જોષીએ ઊહાપોહ શરૂ કર્યો હતો. ઉમાશંકર જોશીએ આધુનિકોનો પક્ષ લીધો હતો અને તેને પરિણામે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જોશી વચ્ચે વિવાદ ઊભો થયો હતો, પરંતુ ઉમાશંકરભાઈએ કુશળતાથી એ વિવાદને રચનાત્મક દિશામાં વાળી લીધો હતો. આ પ્રસંગ વિશે વિષ્ણુપ્રસાદ
સાહિત્યિક નિસબત
સાહિત્યિક વિવાદોનો મહિમા
39
૯
Page #41
--------------------------------------------------------------------------
________________
સાહિત્યક્ષેત્રે આરોગ્યપ્રદ ને વિકાસપ્રેરક હવામાનનું નિર્માણ કરતા, આપણા મહત્ત્વના વિવિધ સાહિત્યિક વિવાદોને આવરી લઈ તેમની સાધકબાધક તત્ત્વચર્ચાનો નિષ્કર્ષ ૨જૂ કરતા એક મજબૂત સ્વાધ્યાયગ્રંથની આપણને પ્રતીક્ષા છે. આપણી એ પ્રતીક્ષા ફળે એવી સદ્ભાવના.
સંદર્ભ
૧. ‘ગુજરાત : એક સાંસ્કારિક વ્યક્તિ અને અન્ય આદિવચનો’, લે.
કનૈયાલાલ મુનશી, ભાગ પહેલો, પૃ. ૬૪ ૨. “મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી, સુદર્શન ગદ્યગુચ્છ-૪', સં. ધીરુભાઈ
ઠાકર, પૃ. ૪૬૩-૪૭૦ ૩. મનોમુકુર’, લે. નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા, ગ્રંથ-૧, પૃ. ૪૨૫ ૪. ‘સમસંવેદન', લે. ઉમાશંકર જોશી, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૨૯ ૫. ‘સમાલોચક', સં. રમણલાલ નીલકંઠ, પુસ્તક ૨૩, અંક ૬, વર્ષ ૧૯૧૮
ત્રિવેદીએ એક તબક્કે કંઈક વેદનાથી કહ્યું હતું, ‘મેં રોટલો માગ્યો ને પથરો આપ્યો.”
સુરેશ જોષીએ કરેલી ચર્ચાઓથી ગુજરાતી સાહિત્યમાં આધુનિક હવામાન બંધાય છે. સાહિત્યનો શુદ્ધ કલાપરક દૃષ્ટિએ વિચાર, પરંપરાપ્રાપ્ત સાહિત્યનું કડક પરીક્ષણ, મૂલ્યનિરપેક્ષતા, આકારવાદ અને આધુનિકતા, નૂતન પ્રયોગોની વિશેષતા દર્શાવીને એમણે કરેલી સાહિત્યિક ચર્ચાઓ ગુજરાતી સાહિત્યમાં સક્યિ વિધેયાત્મક આંદોલનો જગાવે છે. એમણે કરેલી સાહિત્યિક ચર્ચાઓ એમની આધુનિકતાની વિચારધારાને વિવિધ રીતે ઉપસાવી આપી છે. સાહિત્યના ક્ષેત્રે એમના સમયે જાગેલા વિવાદો અંતતોગત્વા નવી આબોહવાના સર્જનનું કારણ બને છે. ‘વૈષ્ણવજન' કાવ્યના કર્તુત્વ વિશે, રસાભાસ વિશે કે પછી પહેલું સૉનેટ કે પહેલું હાઈકુ કોણે લખ્યું એ વિશે પણ વિવાદ થયો. જોરાવરસિંહ જાદવના લોકસાહિત્યના પુસ્તક અંગે શ્રી કનુભાઈ જાની અને જયંત કોઠારીનું અવલોકન, મધુરાય અને ભરત નાયક વચ્ચે નાટક વિશેની ચર્ચા તથા કલાપીનાં કાવ્યો અંગે જયંત કોઠારી અને રમેશ શુક્લ વચ્ચેનો સાહિત્યિક વિવાદ પણ નોંધપાત્ર ગણાય અને અત્યારે વિચાર કરીએ તો જોડણી અંગેનો વિવાદ, સાહિત્યકારની કર્મશીલતા અંગેનો વિવાદ વગેરે પણ ધ્યાનમાં લેવા જોઈએ.
મણિલાલ, રમણભાઈ નીલકંઠ કે સુરેશ જોષીની સાહિત્યિક ચર્ચાના મૂળમાં અભ્યાસ હતો, એવા અભ્યાસપૂર્ણ વિવાદો આજે ઓછા જોવા મળે છે. વિદ્રોહાત્મક ને ખંડનાત્મક વૃત્તિ હોય અને ઉપરછલ્લું જ્ઞાન હોય, અને તેમ છતાં જો વિવાદોના મધપૂડા છંછેડવામાં આવે તો ડંખ ઝાઝા મળે ને મધ વિના ચલાવી લેવું પડે એવી દુર્દશા પેદા થાય.
આજની પરિસ્થિતિમાં તત્ત્વાભિનિવેશવાળા વિવાદો બહુ ઓછા મળે છે. સાહિત્યના ભાવિ અંગેની ઉદાસીનતા, ક્યાંક અભ્યાસદારિચ તો ક્યાંક સર્જક-વિવેચકની નિક્યિતા પણ નબળા વિવાદોના કારણ રૂપે હોઈ શકે. ઉત્તમ તત્ત્વાભિગમવાળા સંગીન સાહિત્યિક વિવાદોની ભૂમિકા પર નિર્ભર એવા, જીવન અને સાહિત્યપદાર્થનો સાચો રસ દાખવતા અને
સાહિત્યિક નિસબત
સાહિત્યિક વિવાદોનો મહિમા
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૦૦૬નું સરવૈયું ૨૦૦૬ના વર્ષને અમેરિકાના સાહિત્યપ્રેમીઓએ ઇયર ઓફ બાયોગ્રાફીઝ' તરીકે વર્ણવ્યું છે. વર્ષોથી જામેલું ‘ફિ• શન’નાં પુસ્તકોનું પ્રભુત્વ ઓછું થયું અને સંખ્યાબંધ ચરિત્રો પ્રગટ થયાં. આ ચરિત્રોમાં કવિઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અદાકારો, લશ્કરી શાસકો, સ્થપતિઓ અને હેવીવેઇટ મુક્કાબાજી વગેરે કરનારાઓનાં ચરિત્રો પણ છે. ચરિત્રનું અમેરિકાને એટલું ઘેલું લાગ્યું છે કે રહસ્યકથાના પ્રસિદ્ધ કલ્પિત પાત્ર શૈરલૉક હૉમ્સનું ચરિત્ર પણ પ્રગટ થયું છે ! આ સંદર્ભમાં ૨૦૦૬ના ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત પુસ્તકો જોવાનું મન થયું અને એ માટે પ્રવૃત્ત થતાં તુરત જ જણાયું કે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં બધાં પુસ્તકો કોઈ એક સ્થળે પ્રાપ્ય નથી; એટલું જ નહીં, એમની સમ ખાવા પૂરતી એક સંપૂર્ણ સૂચિ પણ પ્રાપ્ય નથી.
આમ તો પ્રેસ અને મુદ્રક અધિનિયમ હેઠળ પ્રકાશકે જે પાંચ નકલો જમા કરાવવાની હોય છે, એમાંની એક નકલ ગૂજરાત વિદ્યાપીઠના કૉપીરાઇટ વિભાગને આપવાની હોય છે; પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે અહીં બધા પ્રકાશકો એમનાં પુસ્તકો મોકલતા નથી અને એને પરિણામે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોના આ અનામતસંગ્રહમાં ત્રીસેક ટકા જેટલાં પુસ્તકો મળતાં નથી. કોઈ અભ્યાસી કે સંશોધકને પોતાના વિષય કે સ્વરૂપનાં બધાં પુસ્તકો • યાંય એકસાથે ઉપલબ્ધ થતાં નથી. આ બાબતને ગંભીરતાથી લેવાની ધણી જરૂર છે.
૨૦૦૬ના વર્ષનાં ગુજરાતી ભાષાનાં કુલ ૧,૦૧૯ પુસ્તકો વયસ્કો
માટે અને ૧૫૫ પુસ્તકો બાળકિશોર સાહિત્યનાં મળે છે એમ કુલ ૧,૧૭૪ પુસ્તકો છે. આ સૂચિમાં ૧૯૯ પુસ્તકો પુનર્મુદ્રિત છે અને ૧૦૦ પુસ્તકો અનૂદિત છે. એ દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષામાં નવાં ૮૭૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગૂજરાત વિદ્યાપીઠના કૉપીરાઇટ વિભાગમાં, સાહિત્ય પરિષદ અને અમદાવાદના સ્થાનિક પ્રકાશકો પાસેથી એકત્રિત કરેલી આ માહિતી જ છે. આથી પુસ્તકોની સંખ્યામાં હજી ૨૫ % પુસ્તકોની માહિતી છે. ખાનગી પ્રકાશકો અને અન્ય સંસ્થાઓનાં પુસ્તકો ઉપલબ્ધ નહિ હોવાથી તેઓની ગણના આમાં કરી નથી.
આ વર્ષે ૧૦૫ જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે; પરંતુ હાલ ગઝલયુગ ચાલી રહેલો હોવાથી ૩૧ જેટલા ગઝલસંગ્રહો મળે છે. ૨૬ના સાહિત્યિક વિષયને લગતાં ૬૦૫ પુસ્તકો છે; જેમાં ૧૫૫ પુસ્તકો તો બાળસાહિત્યનાં છે. કાવ્યસંગ્રહો પછી બીજા ક્રમે નવલકથા ૭૭ અને નવલિકાસંગ્રહો ૫૯ મળે છે, સાહિત્યવિવેચનના ૭૬ જેટલા ગ્રંથો છે. ૪૧ જેટલા લલિતનિબંધસંગ્રહો, ૧૪ હાસ્ય અને ચંગનાં પુસ્તકો તેમજ સાહિત્યના પ્રકીર્ણ સ્વરૂપ-પ્રકારમાં સમાવેશ પામે તેવાં અન્ય ૪૬ પુસ્તકો મળે છે.
| ગાંધીવિચારનો હાલ કંઈક વિશેષ પ્રભાવ અમુક વર્તુળોમાં જોવા મળે છે, પરંતુ એ વિષયક ૨૬ પુસ્તકોમાં મહદ્ અંશે તો પુનર્મુદ્રણ જોવા મળે છે. દિનકર જોશીનું ‘ચક્રથી ચરખા સુધી’, ગુણવંત શાહનું ‘ગાંધીનાં ચશ્માં’ અને નારાયણભાઈ દેસાઈનું આ વર્ષે પ્રગટ થયેલું ‘ગાંધીકથાગીત’ વિશેષ ધ્યાન ખેંચે છે. આમ ગાંધીવિચારની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે ચર્ચા કરતાં વિશેષ પુસ્તકોની અપેક્ષા સહેજે રહે છે.
સાહિત્યવિવેચનનું ચિત્ર • જળું લાગે છે. આ સમયગાળામાં મીરાં, દયારામ, ધૂમકેતુ. જયંત ખત્રી, ખબરદાર, મરીઝ, રમેશ પારેખ, જીગર તથા કિશોર પારેખના સાહિત્યિક પ્રદાનને દર્શાવતા ગ્રંથો મળે છે. કવિતા, ગઝલ, દલિત-સંવેદના અને નારી-ચેતનાને આવરી લઈને થયેલાં વિવેચનો પ્રાપ્ત થાય છે. આછુંપાતળું થયેલું મધ્યકાલીન સાહિત્યનું વહેણ આ વર્ષે એ જ ગતિએ વહે છે. એના માત્ર પાંચ ગ્રંથો પ્રગટ થયા છે. બાળસાહિત્યના સર્જન
સાઝિત્યિક નિસબત
૨૦૦૬નું સરવૈયું
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે વિશેષ રુચિ-સંવર્ધન થયાં છે અને તેથી બાળસાહિત્યના અભ્યાસલક્ષી અને વિવેચનલક્ષી ૪ ગ્રંથો મળે છે.
જીવનચરિત્રની બાબતમાં નિરાશાજનક ચિત્ર છે. એમાં મુખ્યત્વે પ્રસિદ્ધ વ્ય િતઓનાં ચરિત્રો મળે છે. આ વર્ષમાં કોઈ સર્જકનું યાદગાર જીવનચરિત્ર લખાયેલું જોવા મળતું નથી. મુખ્યત્વે સંતો, ધર્મપુરુષોનાં જીવનચરિત્રોનું પ્રમાણ વિશેષ મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવેલકરજીની જન્મશતાબ્દીના કારણે ‘શ્રી ગુરુજી સમગ્ર'ના ૧૨ ગ્રંથો મળે છે; એટલું જ નહિ, પણ એમના વિવિધ વિચારો દર્શાવતી ૧૮ પુસ્તિકાઓ મળે છે. એ. પી. જે. અબ્દુલ કલામની આત્મકથાનું ભાષાંતર કે કુરિયનની આત્મકથાનું ભાષાંતર મારું સ્વપ્ન’ મળે છે. વળી ભારતરત્ન ભીમરાવ આંબેડકરનું ચરિત્ર પણ મળે છે. ગુજરાતની અસ્મિતાનું સંવર્ધન કરનાર અથવા તો આગવી તિમત્તા દાખવનાર કોઈ વ્ય િતવિશેષનું ચરિત્ર મળતું નથી.
આ ૧૦૧૯ પુસ્તકોમાં ૫ શબ્દકોશ, ૪ ચરિત્રાત્મક કોશ અને ગ્રંથાલયશાસ્ત્રનાં ૬ પુસ્તકો મળે છે. પાર્થ પ્રકાશને પણ આ વિશે ૬ ગ્રંથો પ્રકાશિત કર્યા છે. ભીલી ગુજરાતી શબ્દકોશ’, ‘પૌરાણિક ચરિત્રકોશ’ અને ‘ગુજરાતી વિશ્વકોશ’(ખંડ ૨૧) કોશસાહિત્યમાં ખાસ ધ્યાન ખેંચે છે. “બહુરત્ના વસુંધરા’ અને ‘સાક્ષરનો સાક્ષાત્કાર' જેવા માહિતીગ્રંથો મળે છે. ‘મારું પ્રિય પુસ્તક’ અને ‘શનિમેખલા’ પણ ધ્યાન દોરે તેવા ગ્રંથો છે.
સમગ્રતયા જોઈએ તો સાહિત્યક્ષેત્રે નાટ્યરચનાઓ અને એકાંકી રચનાઓનો દુકાળ દુઃખદ છે.
આ સૂચિમાં ઉપલબ્ધ ૧૦૧૯ પુસ્તકોમાં ૪૫૦ સાહિત્યવિષયક છે, જ્યારે એ પછીના ક્રમે તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિક વિષયનાં ૧૨૯ પુસ્તકો જ્યારે સમાજવિદ્યાનાં ૧૨૬ પુસ્તકો મળે છે, એમાં મુખ્યત્વે જ્યોતિષવિષયક અને શ્રીમદ્ભગવદ્ગીતા પરના વિવેચન રૂપે મળેલાં પુસ્તકો છે. ચોથા ક્રમે પ્રૌઢો માટેના જીવનચરિત્રમાં ૧૨૩ પુસ્તકો મળે છે. વિજ્ઞાન અને પ્રાયોજિત વિદ્યાનાં ૬૯ પુસ્તકો મળે છે. લોકસાહિત્યનાં ૧૬ પુસ્તકો મળે છે. કહેવતવિશ્વ અને વિદેશી લોકકથાઓ ઉલ્લેખનીય છે. જાતકકથાઓ પણ આ યાદીમાં છે. સમૂહમાધ્યમોનાં ૧૯
સાહિત્યિક નિસબત
૩૪
pulhikoot1 | T
42
પુસ્તકોમાં પ્રથમ અખબાર’, વીર નર્મદ : પટકથા’ અને ‘અખબારી ઇતિહાસ’ મળે છે. લલિતકલાનાં ૧૬, ભાષાશાસ્ત્ર અને ભાષાવિષયક ૧૨ તથા ભૂગોળ અને પ્રવાસ વિશેનાં ૧૬ પુસ્તકો પ્રગટ થયાં છે. આમાં ૧૦૧૯માં પુસ્તકોમાં ૬૯૬ લેખકો છે જેમાં ૧૦૧ મહિલાસર્જકો છે. ૯૪ સંપાદિત કૃતિઓમાં ૫ મહિલા સંપાદિકાઓએ પોતાનું પ્રદાન કર્યું છે. જ્યારે ૧૦૦ અનૂદિત કૃતિઓમાં ૧૦ મહિલા અનુવાદિકાઓએ પુસ્તકો આપ્યાં છે.
૨૦૦૬ના અનુવાદવિશ્વની સ્થિતિ ચિંતાજનક લાગે છે. અનુવાદક્ષેત્રે મુખ્યત્વે નવલકથાના ૧૦ અને નવલિકાસંગ્રહના ૨ અનુવાદ છે, જેમાંનો એક નવલિકાસંગ્રહ તો પુનર્મુદ્રિત છે. સુધા મૂર્તિની કન્નડમાં લખાયેલી નવલકથાના અનુવાદો લોકપ્રિય બન્યા છે અને એમની કુલ ૫ નવલકથાઓ આ ગાળામાં પ્રગટ થઈ છે, જેમાંની ચાર પુનર્મુદ્રિત છે. એકંદરે બંગાળી અને મરાઠી ભાષાના અગાઉના દાયકાઓમાં જેટલા અનુવાદો થતા હતા, તેટલા ૨૦૦૬માં જોવા મળતા નથી. તમિળ, તેલુગુ, મલયાળમ કે પછી પંજાબી, • ડિયા જેવી ભાષાઓના અનુવાદ મળતા નથી. અનુવાદકલાની તાલીમ માટે ગંભીર પ્રયાસો કરવાનો સમય આવી ચૂ• યો છે.
બાળસાહિત્યમાં પ્રકાશિત થયેલાં ૧૫૫ પુસ્તકોમાં માત્ર બે જ બાળનાટક છે, જે આ ક્ષેત્રની આપણી દરિદ્રતાનું સૂચક છે. બાળકો માટેનાં જ્ઞાનવિજ્ઞાનવિષયક ૧૭ તથા કાવ્યવિષયક ૧૭ પુસ્તકો મળે છે. વળી બાળસાહિત્યમાં સૌથી વધુ ૪૨ ચરિત્રોનાં પુસ્તકો મળે છે. તેમાં ૩૦ ચરિત્રો તો માત્ર ધારણા શેઠનાં લખેલાં છે ! આમ બાળસાહિત્યક્ષેત્રે આજના યુગના બાળકને અનુલક્ષીને ઓછું લેખનકાર્ય થયેલું જણાય છે. બાળસાહિત્યનાં ૧૫૫ પુસ્તકોમાંથી ૭૫ પુનર્મુદ્રણનાં છે અને ૧૧ પૂર્વે પ્રકાશિત થયેલી બંગાળી સાહિત્યની અનૂદિત કૃતિઓ છે. કુલ ૭૬ બાળસાહિત્યના સર્જકોમાં ૮ લેખિકાઓ છે.
૨૦૦૬નાં આ પુસ્તકોની સૂચિમાં જે પ્રકાશકોનાં પુસ્તકો પ્રાપ્ત થયાં નથી, તેઓને પત્ર લખીને વિગતો મોકલવાનું કહ્યું છે. ગુજરાતમાં વ્યકિતગત અને સંસ્થાગત પ્રકાશનો મેળવવાનું ગ્રંથાલયો માટે મુશ્કેલ બને છે. કેટલીક સંશોધનસંસ્થાઓનાં પ્રકાશનો પણ યાદીમાં જણાતાં નથી. તેથી વર્ષવાર
પુસ્તકોની જે સંપૂર્ણ સૂચિ-આદર્શ સૂચિ તૈયાર થવી જોઈએ તે થતી નથી. ૨૦૦૬નું સરવૈયું
૭૫
Page #44
--------------------------------------------------------------------------
________________
વળી પ્રકાશકોનાં સૂચિપત્રો વેચાણ માટેના મર્યાદિત પ્રયોજનથી તૈયાર થતાં હોઈ તેમાં શાસ્ત્રીય પુસ્તકસૂચિમાં અનિવાર્ય એવી પ્રકાશનવર્ષ આદિની પૂરી વિગતો મળતી હોતી નથી.
આ પરિસ્થિતિમાં પુસ્તકોના વ્યવસ્થિત સૂચીકરણ માટે સાહિત્યિક સંસ્થાઓ, ગ્રંથાલયો તેમજ પ્રકાશકોએ પૂરી ખબરદારીથી ને સમાયોજનપૂર્વક એક સમયબદ્ધ કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ આ દિશામાં વધુ સધન પ્રયત્નો કરવાના રહે છે. તાજેતરમાં તો ગુજરાતભરનાં વિશ્વવિદ્યાલયોની, સંશોધન-સંસ્થાઓની પ્રકાશનપ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ છે. એક સમયે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ઘણાં પુસ્તકો પ્રકાશિત કરતી હતી. ૨૦૦૬ના વર્ષમાં એની ગતિ પણ સ્થગિત થઈ ગઈ છે ! સદ્ભાગ્યે હાલમાં ૨૦૦૬ના ગ્રંથોની સૂચિ કરવાનું કાર્ય શ્રી કિરીટભાઈ ભાવસાર અને શ્રીમતી આબેદા કાઝી કરી રહ્યાં છે. પણ એ પૂર્વનાં વર્ષોની સૂચિનું શું ? ગૂજરાત વિદ્યાપીઠ એક સમયે દર બે મહિને કૉપીરાઇટ વિભાગમાં આવેલાં પુસ્તકોની સૂચિ પ્રગટ કરતું હતું. એ પ્રવૃત્તિ પણ પુનઃ શરૂ થાય તે ઇચ્છનીય છે. કેટલાક લેખકો અને સંશોધકો પોતે પુસ્તકપ્રકાશન કરતા હોય છે, ધાર્મિક સંસ્થાઓ પણ અવારનવાર આવા ગ્રંથો પ્રગટ કરતી હોય છે અને કેટલીક સંસ્થાઓ નિયમિત રીતે આવા ગ્રંથો બહાર પાડતી હોય છે. કોઈક એક સ્થળે આ બધા જ ગ્રંથોની માહિતી સંકલિત સ્વરૂપે – વ્યવસ્થિત રીતે મળે તેમ કરવું ખૂબ જરૂરી છે. એ દિશામાં હવે જાગ્યા ત્યારથી સવાર’ એ ન્યાયે સવિશેષ કટિબદ્ધ થઈએ એવો
આજનો તકાદો છે.
સાહિત્યિક નિસબત
૩૬
tahikook.15-F
43
સીમાડે ઊભેલી ટેનોલોજી
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ચુલેસ ગામના એન. એક્ટર ડ્રાઇવના સ્થળે આવેલી યુલેસ પબ્લિક લાઇબ્રેરી નિહાળતો હતો ત્યારે એના ગ્રંથપાલે કહ્યું કે “હવે આ ગ્રંથાલય નવા સ્થળે ખસેડાવાનું છે. ચાલો, તમને એ નવું સ્થળ પણ બતાવું.”
આ યુલેસ પબ્લિક લાઇબ્રેરીમાં અનેક વિભાગો છે. વચ્ચે ઘોડા ઉપર પુસ્તકો મૂક્યાં હતાં. બાજુમાં કમ્પ્યૂટર, ફૅક્સ અને ઝેરોક્ષ હતાં અને સી.ડી., વિડિયો અને ડી.વી.ડી.નો અલાયદો વિભાગ હતો.
હવેનાં ગ્રંથાલયો પોતાની પ્રવૃત્તિની પાંખ પ્રસારી રહ્યાં છે. આ ગ્રંથાલયમાં પુસ્તકો મળે. ઑનલાઇન કૅટલોગ, ડેટાબેઝ, ઇન્ટરનેટની સાથે માઇક્રોસૉફ્ટ વર્ડ, ઍક્સલ અને પાવર પૉઇન્ટ જેવી કમ્પ્યૂટરને લગતી સુવિધા મળે. તેમજ યુવાનો માટે કમ્પ્યૂટર વાર્તાઓ અને શૈક્ષણિક રમતોનો વિભાગ છે. આ ગ્રંથાલય વાર્તાકથન-પ્રવૃત્તિથી સતત ધમધમતું હોય છે. અહીં અઢારથી છત્રીસ મહિનાનાં બાળકો માટે, ત્રણથી પાંચ વર્ષના શિશુવર્ગના વિદ્યાર્થીઓ માટે અને આબાલવૃદ્ધ સહુ કોઈને માટે વાર્તાકથનની પ્રવૃત્તિ ચાલે છે અને એનો હેતુ બાળકો અને આમ વર્ગમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને ગ્રંથાલય માટેની લગની જગાડવાનો છે. આ વાર્તાકથનનું આયોજન બાળકનાં વય તેમજ વિકાસને લક્ષમાં રાખીને કરવામાં આવે છે.
એ જ રીતે વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ એમણે વાંચેલાં પુસ્તકોની નોંધ કરે છે અને એમાં સૌથી સારો પુસ્તકપરિચય લખનારને પારિતોષિકો સીમાડે ઊભેલી ટેક્નૉલોજી
のの
Page #45
--------------------------------------------------------------------------
________________
આપવામાં આવે છે. નાનાં બાળકોનું વાચન-સપ્તાહ યોજવામાં આવે છે. આ ગ્રંથાલયમાં પાઠ્યપુસ્તકો રાખવામાં આવે છે અને એથીય વિશેષ ઘેર બેઠાં ગ્રંથાલયનાં પુસ્તકોની યાદી જાણી શકવાની જોગવાઈ છે. વળી પુસ્તકપ્રેમીઓનું મંડળ એકત્રિત થઈને દર અઠવાડિયે પુસ્તકોની ચર્ચા કરે છે. નિવૃત્ત અધિકારીઓ અહીં આવીને નાના નાના વ્યવસાયો કઈ રીતે કરવા તેનું માર્ગદર્શન આપે છે. અરે ! ટૅક્સનું રિટર્ન કઈ રીતે ભરવું તેમાં મદદ કરનારા પણ અહીં મળી રહે છે !
પુસ્તકાદિ કોઈ પણ વાચનસામગ્રી માટેનું દાન અહીં સ્વીકારવામાં આવે છે. જેમની સ્મૃતિમાં પુસ્તક ભેટ મળ્યું હોય, એની નોંધ એ પુસ્તકમાં દર્શાવવામાં આવે છે. વળી એક બૉક્સમાં જૂના ચશ્માંનું દાન પણ સ્વીકારવામાં આવે છે. જે ચશ્માંની ફ્રેમનો ઉપયોગ જરૂરિયાતવાળાને મદદ માટે કરવામાં આવે છે. એક ગ્રંથાલય કેટલી બધી કામગીરી કરે છે ! અમેરિકાનાં વિશાળ ગ્રંથાલયોની દૃષ્ટિએ તો યુલેસનું આ ગ્રંથાલય સાવ નાનું ગણાય, પરંતુ એની અનેકવિધ પ્રવૃત્તિઓ જોઈને આનંદિત થઈ જવાય. જ્યારે ગ્રંથપાલ મને એનું નવું થતું મકાન જોવા લઈ ગયા, ત્યાં પુસ્તકો માટેના ઘોડાઓનો અભાવ છે. ખંડમાં માત્ર કમ્પ્યૂટર અને બેસવાની ખુરશીઓ છે.
આ જોઈને ગ્રંથ અને ગ્રંથાલયોની બદલાતી તાસીર વિશે વિચાર કરવા લાગ્યો. સર્જક ‘ધૂમકેતુ’ ફાઉન્ટન પેનથી લખતા અને ‘જયભિખ્ખુ’ કલમ અને શાહીથી લખતા, એ બંનેનાં લેખનનાં સાધનો વચ્ચેનો ભેદ એ સમયે સહુની નજરે ચર્ચાનો વિષય બનતો હતો. આજના ઘણા સર્જકો અને તેમાંય વિદેશના સર્જકો અને પત્રકારો તો કમ્પ્યૂટર પર જ પોતાના લેખો લખે છે. આના અગણિત લાભો છે તે સ્વીકારવું જ રહ્યું. લેખમાં પહેલો પૅરેગ્રાફ વચ્ચે મૂકવો હોય, વચ્ચેનો પૅરેગ્રાફ છેલ્લે મૂકવો હોય કે પછી સાતમા વાક્યને સ્થાને સિત્તેરમું વાક્ય મૂકવું હોય તો તે સઘળું કમ્પ્યૂટરકંપોઝમાં અત્યંત આસાન છે. વળી કમ્પ્યૂટર તમારો એ લેખ જાળવી રાખે. ફાઇલ કરવાની કોઈ ઝંઝટ નહીં. જરૂર પડ્યે એ થોડી મિનિટમાં તમને વર્ષો જૂનો લેખ મેળવી આપે છે. એ લેખને સુધારવો હોય તો ઑન સ્ક્રીન સુધારી શકાય. કાગળ કે સ્ટેશનરીનો બચાવ થાય એ વાત વળી જુદી. વધારામાં એના ફોર્મેટ અને લે-આઉટમાં પણ પરિવર્તન કરી શકો છો.
સાહિત્યિક નિસબત
૩૮
Ecualbout1aps p
44
ગ્રંથાલયોમાં ઘોડાઓમાં જે જગા રોકે છે તે ગ્રંથો ધીરે ધીરે અદશ્ય થવા લાગ્યા છે અને એ ગ્રંથો ડીવીડીમાં સ્થાન લઈ રહ્યા છે. વિચાર કરતો હતો કે આવી એક સીડી કે ડીવીડીમાં કેટલા બધા ગ્રંથોનો સમાવેશ થઈ શકે? નૉર્થ કેરોલિનામાં વસતા મારા મિત્ર પ્રવીણ શાહે અનેક ગ્રંથો સમાવતી ડીવીડી તૈયાર કરી છે. આવી એક ડીવીડીમાં દોઢ લાખ પૃષ્ઠની સામગ્રી સમાવી શકાય. એમાં પુસ્તકના લેખકોની સૂચિ આપી શકાય, લેખની સૂચિ આપી શકાય અને એ જ રીતે લેખ, પ્રકાશક કે સંસ્થાની સૂચિ પણ આપી શકાય. એટલે કે અમુક લેખકનું નામ સર્ચ કરાવો અને એ લેખકનાં બધાં જ પુસ્તકો તમને એકસાથે જોવા મળે. જો પ્રકાશકનું નામ સર્ચ કરાવો તો એ પ્રકાશકનાં બધાં જ પુસ્તકો તમને જોવા મળે. એમાં જુદી જુદી ભાષાના ગ્રંથો હોય અને તમે માત્ર સંસ્કૃત ભાષાના ગ્રંથોને સર્ચ કરાવો તો એ ગ્રંથોની યાદી તમને મળી જાય.
આમ તમે ધારો એટલી ‘લિક’ પ્રમાણે આ સામગ્રી વર્ગીકૃત રૂપે મળી શકે. વળી એને વેબસાઇટ પર મૂકો તો એ ઇન્ટરનેટ દ્વારા જગતભરમાં કમ્પ્યૂટર પર તમને તે ઉપલબ્ધ બની રહે.
કેટલાક ગ્રંથાલયોમાં આવા ડિજિટલ ફૉર્મેટમાં તૈયાર થયેલી ઇ-બુક્સ મળે છે. દુનિયાના કોઈ પણ સ્થળે હો તો તે તમે મેળવી શકો છો અને આવી ઇ-બુક્સમાં શબ્દકોશ, બુકમાર્ક અને વાચકની અલાયદી નોંધ કરવાની જગા પણ રાખી હોય છે. તમે ધારો એટલી વખત આ ઇ-બુક્સ જોઈ શકો છો. ગ્રંથાલયમાં બેઠાં બેઠાં કે ઘેર બેઠાં બેઠાં આ ઇ-બુક્સ મેળવી શકો છો. એટલું જ નહીં, પણ એના પૃષ્ઠની કૉપી પણ કાઢી શકો છો. સાહિત્ય અને ઇતિહાસનાં અનેક પુસ્તકો આવી ઇ-બુક્સમાં મને ત્યાં જોવા મળ્યાં. શેક્સપિયરનાં સઘળાં નાટકો, વિશ્વની પ્રસિદ્ધ સાહિત્યકૃતિઓ તેમજ વર્તમાન સમયના લેખકોના ગ્રંથો આમાં ઉપલબ્ધ હતાં.
કોઈ પુસ્તકની પહેલી આવૃત્તિ કે સુલભ ન હોય તેવું પુસ્તક અથવા તો આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તક નેટ દ્વારા તમે સરળતાથી મેળવી શકો. આવી એક જ બુક-સાઇટ પર બે કરોડ પુસ્તકો મળે છે. આજે પ્રતિ વર્ષ નેટમાં સરેરાશ છ લાખ ઇ-બુક્સનો ઉમેરો થતો રહે છે.
સીમાડે ઊભેલી ટેક્નૉલોજી
さの
Page #46
--------------------------------------------------------------------------
________________
ભારતમાં આપણે Amazon અને eBAY નેટથી પરિચિત છીએ, પરંતુ એવાં બીજાં ઘણાં સર્ચ-એન્જિન છે કે જ્યાંથી તમને અતિ દુર્લભ પુસ્તક પણ પ્રાપ્ત થાય. આને માટે Alibris નેટમાં છ કરોડ જેટલાં જૂનાં, નવાં અને આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો મળે છે તો biblio પર જગતના પાંચ હજાર જેટલા વ્યવસાયી કે સ્વતંત્ર પુસ્તવિક્તાઓની યાદી મળે છે અને એમની પાસેનાં સાડા ચાર કરોડ પુસ્તકોની વિગત સાંપડે છે. આવી તો અનેક નેટ-સાઇટ છે અને એના સર્ચ-એન્જિન પરથી તમને જરૂરી કોઈ પણ પુસ્તક પ્રાપ્ત થાય છે. ઇન્ટરનેટ પરથી હવે તમામ વિષયના ગ્રંથોની વિગતો મેળવવાનું તો સરળ થયું છે, બલકે કોઈ એક જ વિષય ઉપર અઢળક માહિતી પણ એમાંથી પ્રાપ્ત થાય છે.
હવે નવલકથાનું એક પ્રકરણ એક વ્યક્તિ લખે અને તે નેટ પર મુકાય છે, એ પછી બીજી વ્યક્તિઓ આગળનું પ્રકરણ લખીને મોકલે અને એમાંથી પસંદગી કરીને નવલકથાનું બીજું પ્રકરણ મૂકવામાં આવે છે. પરિણામે એક જ નવલકથાનું કથાવસ્તુ અનેક લેખકોને હાથે ખેડાય છે. આવી ઇ-નવલકથા પણ હવે મળે છે.
તાજેતરમાં પ્રાચીન હસ્તપ્રતોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી દ્વારા થતા ડિજિટાઇઝેશનમાં એક એવી પદ્ધતિનું નિર્માણ કર્યું છે કે જેમાં મૂળ પ્રાકૃત પુસ્તકની નોંધ હોય, એની નીચે અંગ્રેજીમાં એનો અનુવાદ હોય, એની પાછળ સંગીત હોય અને એમાં કોઈ પારિભાષિક શબ્દ ન સમજાય તો ક્લિક કરવાથી એનો અર્થ પણ મળી શકે અને પાનું આપોઆપ ફરતું રહે. ‘નિંગ પેઇજિસ'ની આ ટેકનોલોજી ધીરે ધીરે આકાર લઈ રહી છે. ટ્રાન્સલિટરેશન આજે સાવ સરળ બન્યું છે. એની પાછળ પાછળ અનુવાદની આસાન પદ્ધતિ પણ આવી રહી છે.
ગુજરાતી ભાષામાં શ્રી રતિભાઈ ચંદરયાના ગુજરાતી ડિજિટલ શબ્દકોશની સામગ્રી ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com નામની વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ ગઈ છે અને હવે ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'ના શબ્દોનું ગુજરાતી સ્પેલચેકર પણ તૈયાર થઈ ગયું છે, તે આનંદની ઘટના કહેવાય. આ જ રીતે ગુજરાતી સાહિત્યનાં જૂનાં
સામયિકો જ નહીં, બલ્ક જૂનાં પુસ્તકોને ડીવીડીમાં ઉતારવાની જરૂર છે. આ ટેકનૉલોજી પ્રમાણમાં મોંઘી પણ નથી. ડીવીડીમાં એક પાનું મૂકવું હોય તો એની કિંમત ૩-૪ રૂપિયા થાય. પછી એમાં જેટલી ‘લિંક’ ગોઠવો તેટલો વધુ ખર્ચ થાય. જૂના ગ્રંથોની જાળવણી આમાં શક્ય બનશે. સર્જકોના હસ્તાક્ષરોમાં થયેલાં લખાણો પણ જાળવી શકાશે. અમુક કાર્યક્રમોની જૂની તસવીરો આ રીતે મેળવી શકાશે. વર્તમાન સમયમાં સામયિકો વેબસાઇટ પર મૂકવાથી એ તરત જ એમાં રુચિ ધરાવનાર વાચક સુધી પહોંચી જાય છે તે કંઈ ઓછો લાભ કહેવાય ?
આ રીતે લેખન, ગ્રંથો, ગ્રંથાલયો અને ગ્રંથપ્રકાશન એ બધાંમાં ટેકનૉલોજીની દૃષ્ટિએ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. લિખિત શબ્દનો મહિમા ભલે ઓછો થતો લાગે, પરંતુ એ રહેવાનો તો ખરો જ . એનું એક કારણ એ કે આ ટેક્નોલોજી સહુને માટે સુગમ બનતી નથી. જે દેશમાં ચાલીસ ટકાથી વધુ લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય, ત્યારે સહુને માટે કમ્યુટર ક્યાંથી હાથવગું હોય ? પરંતુ જ્ઞાનસંચયના સંદર્ભમાં આ ટેકનૉલોજીનો વિચાર તો હવે કરવો જ રહ્યો, કારણ એ ટેકનોલોજી આજે છેક સાહિત્યના સીમાડે આવી પહોંચી છે. આ નવાં સાધનોને કઈ રીતે પ્રયોજવાં, એમાંથી કઈ રીતે લાભ મેળવવો અને કેવી રીતે એની સાથે અનુકૂલન સાધવું તે વિશે હવે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.
સાહિત્યિક નિસબત
સીમાડે ઊભેલી ટેકનોલોજી
૮૦
Page #47
--------------------------------------------------------------------------
________________
અનુવાદપ્રવૃત્તિ
ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી એચ. એમ. પટેલ અનુવાદકેન્દ્ર દ્વારા પ્રદીપ ખાંડવાલાનો ‘Beyond the Beaten Track' નામનો આજના ૮૦ કવિઓ અને ત્રીસ જેટલા દિવંગત કવિઓની બસો જેટલી રૂપાંતરક્ષમ અને વિષય, કલ્પના, પ્રતીક અને સ્વરૂપની બાબતમાં વૈશિષ્ટ ધરાવતી કાવ્યકૃતિઓનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. ત્રિદીપ સુહૃદ કરેલા નારાયણ દેસાઈ લિખિત મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી'નો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થવાની તૈયારીમાં છે. વિનોદ મેઘાણીએ કરેલા ‘સરસ્વતીચંદ્ર'ના સંક્ષિપ્ત અંગ્રેજી અનુવાદની દ્વિતીય આવૃત્તિ અને આલોક ગુપ્ત તેમજ વીરેન્દ્ર નારાયણ સિહે તૈયાર કરેલા ‘સરસ્વતીચંદ્ર'ના ચાર ભાગોનો હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થવામાં છે. આ બધી ઘટનાઓ આનંદદાયક એ માટે લાગે છે કે પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાંથી અંગ્રેજી કે અન્ય ભાષામાં અનુવાદપ્રવૃત્તિ ઘણી મંદ ગતિએ ચાલે છે, ત્યારે આ સ્થિતિ થોડી આશાયેસ આપે છે.
સાહિત્યમાં આદાન-પ્રદાન થવું જોઈએ એમ આપણે કહીએ છીએ, પરંતુ ગુજરાતીમાં મુખ્યત્વે આદાન કરીએ છીએ, પ્રદાન નહીં. અન્ય ભારતીય ભાષાઓ કે અંગ્રેજી ભાષામાં ગુજરાતી સાહિત્યનું પ્રદાન નહીંવત્ છે. કોઈ વેપારી માત્ર સ્થાનિક ભૂમિકાએ જ ઉત્પાદન કરે, તો એના ઉત્પાદનનો વિકાસ થતો નથી. પરંતુ એ એનું ઉત્પાદન અન્ય પ્રદેશમાં લઈને જાય, ત્યારે એની ગુણવત્તા અને એની વ્યાપકતાનો પ્રશ્ન આપોઆપ સમજાય અને ઉકેલાય છે. એ જ રીતે ગુજરાતી સાહિત્ય એ માત્ર ગુજરાતી
વાચકો પૂરતું સીમિત રહે, તો અંતે તે સાહિત્યના વિકાસને અવરોધક બની રહે છે.
એક સમયે ગુજરાતી સાહિત્યકારો રાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં લેખન કરતા હતા, દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાન્ત, મણિલાલ નભુભાઈ જેવા સર્જકોએ અંગ્રેજીમાં લખ્યું છે. પારસી લેખક જેહાંગીર એચ સંજાનાએ અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્ય વિશે વિવેચન અને એમના સમકાલીન તારાપોરવાલાએ તો ગુજરાતી કવિતાનું અંગ્રેજીમાં એક ચયન પણ પ્રગટ કર્યું હતું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર'ના ચારેય ભાગની લખેલી પ્રસ્તાવનાઓ, દયારામ ગિડુમલ સાથેનો એમનો પત્રવ્યવહાર અને ઍપ બુક” અંગ્રેજીમાં લખેલી મળે છે. આનું સ્વાભાવિક કારણ એ હતું કે એ સમયે મુંબઈ રાજ્ય હોવાથી અંગ્રેજીમાં વ્યવહાર ચાલતો હતો. ભાષાવાર પ્રાંતરચના થઈ નહોતી. કચ્છથી કરાંચી સુધીનો વિસ્તાર મુંબઈ યુનિવર્સિટીમાં આવરી લેવાયો હોવાથી ગુજરાતીને બિનગુજરાતીઓ સાથે સ્પર્ધામાં રહેવાનું અનિવાર્ય બન્યું હતું, આથી એ સમયે સાક્ષરો મરાઠી, ગુજરાતી કે હિંદીના વિદ્વાન હોય, પણ અંગ્રેજીમાં વક્તવ્ય આપી શકતા અને લખી પણ શકતા. નરસિંહરાવ દિવેટિયાએ ઠક્કર વસનજી વ્યાખ્યાનો અંગ્રેજીમાં આપ્યાં હતાં. અતિસુખકર ત્રિવેદી અંગ્રેજીમાં જ બધો વ્યવહાર કરતા. ગુજરાતીનું પ્રશ્નપત્ર અંગ્રેજીમાં કાઢતા હતા ! વિવિધ ભાષાઓના શ્રોતાસમૂહ સમક્ષ ઉપસ્થિત રહેવાનું હોવાથી એ સમયના આપણા સાક્ષરોમાં અંગ્રેજીમાં બોલવાનો અને ચર્ચા કરવાનો મહાવરો હતો, જો કે એ જમાનામાં વિચારપ્રેરક સાહિત્યનો મહિમા હોવાથી સર્જનાત્મક સાહિત્ય તરફ બહુ ધ્યાન અપાયું નહોતું. ગુજરાતી સર્જક પાસે અંગ્રેજીમાં લખવાની ક્ષમતા અને સજ્જતા હતી, પરંતુ એનો અનુવાદ કરવા વિશે કોઈ સભાનતા નહોતી.
આજે રાષ્ટ્રીય ભૂમિકાએ પણ અનુવાદ પર ભાર મૂકવામાં આવે છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પણ અનુવાદ પર વિશેષ ઝોક આપે છે. એ સાચું છે કે કોઈ પણ રાષ્ટ્રની એકતાની આધારશિલા કે એની એકાત્મતા માત્ર જુદાં જુદાં રાજ્યના લોકોના મેળાપથી સધાય છે. ભાષા એ મેળાપનું મોટામાં મોટું સાધન છે. જો સમાજ ભ્રષ્ટ હશે તો ભાષા ભ્રષ્ટ હશે અને
સાહિત્યિક નિસબત
અનુવાદપ્રવૃત્તિ
Page #48
--------------------------------------------------------------------------
________________
જો સમાજ વિકસિત હશે, તો તેની ભાષા પણ વિકાસ પામેલી હશે. બે ભાષા મળે એટલે માત્ર શબ્દ અને અર્થ મળતા નથી, પણ બે પ્રજાની માનસસૃષ્ટિનો મેળાપ સધાય છે. બે સંસ્કૃતિઓનું મિલન થાય છે. આપણે ત્યાં યમુના, ગંગા અને સરસ્વતીના ત્રિવેણીસંગમની વાત છે. આંતરરાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રભાષા અને રાજ્યભાષા ત્રણેયનો મેળાપ થાય, ત્યારે આવું તીર્થ ઊભું થાય. જેમ ઓરવીલામાં એક વિશ્વનગરની કલ્પના કરી છે, તે રીતે વિશ્વભાષાના નગરની કલ્પના કરવી જોઈએ.
આજે વિકસિત સમાજમાં અનુવાદનું ઘણું મહત્ત્વ છે. એક અર્થમાં કહીએ તો અન્ય ભાષા શીખવી તે એ ભાષાના માણસની નજીક જવા બરાબર છે. એક પ્રદેશની ભાષા સાથે બીજા પ્રદેશની ભાષા મળે, ત્યારે પ્રદેશ-પ્રદેશ વચ્ચે એક સેતુ સધાય છે. અનુવાદપ્રવૃત્તિ આવો ઘરોબો સર્જે છે. ભાષા એ જે તે માનવીના મગજની નોંધ અને એનું માનસવિશ્વ છે. ભાષાથી જ એ પ્રદેશ અને એના અંતરંગને જાણી શકાય છે
અનુવાદક તૈભાષિક હોય તે અનિવાર્ય છે, પરંતુ એની સાથે એના સામાજિક અને સાંસ્કૃતિક ભેદને જાણવા જોઈએ. “કળશ” શબ્દનો ગુજરાતીમાં જુદો અર્થ થાય, જે લોટો શબ્દથી બતાવી શકાય નહિ. મયૂરવાહિની અને હંસવાહિની જેવા શબ્દોને યોગ્ય સંદર્ભમાં સમજાવવા જોઈએ. અનુવાદપ્રવૃત્તિ કરતી વખતે એના સાંસ્કૃતિક સંદર્ભને લક્ષમાં લેવાય તે જોવું જોઈએ.
ભાષાને જાણો, તેથી ભાષા આવડે તે સાચું પણ ભાષાને જાણવી અને એનું સ્પંદન અનુભવવું તે જુદું છે. કાલિદાસના ‘શાકુંતલ'માં શકુંતલા દુષ્યતને ‘રક્ષ અવિનય’ કહે તે પરિસ્થિતિનો ખ્યાલ પશ્ચિમના વાચકને એની પાછળ શકુંતલાના ભાવવિશ્વનો ખ્યાલ ન આવે અથવા તો ‘સરસ્વતીચંદ્ર'માં માનચતુર ‘અલ્યા પલ્લુ !' કહે, તેને અનુવાદિત કરવું તે લોઢાના ચણા ચાવવા જેવું છે.
આમ, ભાષા માત્ર વ્યાવહારિક સાધન સાથે ભાવનાત્મક સાધન વિશેષ છે. એ પરસ્પરને એકાકાર કરવાનું મહત્ત્વનું કામ કરે છે. આથી જ અનુવાદની પ્રવૃત્તિ વર્તમાન સંદર્ભમાં અતિ આવશ્યક છે. એનાથી તમે ભાષકની અંતઃસ્થિતિને અને એના અંતરાત્માને ઓળખી શકો છો. કોઈ પણ પ્રજાને ઓળખવા માટે માત્ર બાહ્ય બાબત પૂરતી નથી. જેમ માત્ર
સાહિત્યિક નિસબત
મકાનને ઓળખીએ તે પૂરતું નથી, તેમાં વસનારાને જાણવા જોઈએ. એ જ રીતે ભાષા દ્વારા તમે એની આંતરિક જાણકારી મેળવી શકો છો. એ દૃષ્ટિએ અનુવાદ એ માત્ર અભિવ્યક્તિ નથી. ફક્ત એક ભાષાની વાત બીજી ભાષામાં પ્રગટ કરે છે તેટલું જ નથી, પરંતુ એક માણસને બીજા માણસની લગોલગ લાવીને એ સંવાદનું માધ્યમ રચે છે. એક સેતુ બને છે. એના દ્વારા પ્રજાનો ‘આઉટરસ્કેચ” નહિ, પણ ‘ઇનરસ્કેચ' મળે છે. આ સંદર્ભમાં શ્રી ઉમાશંકર જોશીએ ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા કરેલા અનુવાદકાર્ય પર વિચાર કરવો જોઈએ. એમણે સાત મરાઠી કવિઓનાં કાવ્યોના ગુજરાતી અનુવાદ કરાવ્યાં. સ્કેન્ડિનેવિયન ભાષાની કવિતાના અનુવાદો પણ પ્રગટ કર્યા.
અનુવાદ એ સંસ્કારવિનિમય અને વિચારનું માધ્યમ છે. અનુવાદથી ભાષાની ઉત્કંતિ થાય છે અને કેવળ વ્યવહાર નહિ, પણ એના દ્વારા ઊંચી વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાન પામી શકાય. અનુવાદ કરવાથી એક ભાષામાંથી બીજી ભાષામાં ગતિ થાય છે અને તેથી લાંબે ગાળે ચેતવિસ્તાર થાય છે . ઇંગ્લેન્ડની સંસ્કૃતિ જાણવા માટે શેક્સપિયરને જાણવો જોઈએ તેમ કાલે માર્ક્સ પણ કહ્યું છે. બંગાળના મધ્યમ અને ભદ્ર વર્ગના લોકોનું સમાજ જીવન જાણવા માટે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયથી બીજો કોઈ સર્જક કે વ્યક્તિ નહિ મળે. આ રીતે અનુવાદથી સમ્યગૂ સમજણનો વિસ્તાર થાય છે અને હૃદયનો વ્યાપ વધે છે.
અનુવાદકે મૂળ લેખકને વધુ ને વધુ ન્યાય આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. અનુવાદમાં અનુવાદકનું શીલ પણ પ્રગટતું હોય છે. અનુવાદ ઊંચા હૃદયની સહૃદયતા વિના શક્ય નથી. નગીનદાસ પારેખ એક એક શબ્દને માટે શબ્દકોશો ઉથલાવતા અને એમાં ન મળે તો એ ભાષાના તજજ્ઞને વહેલી સવારે મળવા જતા. એ અર્થમાં અનુવાદ સત્યસાધના અને એની સાથોસાથ વિવેકની સાધના છે. ‘કાવ્યવિચારનો અનુવાદ કરતી વખતે તેઓ તેના લેખક સુરેન્દ્રનાથ દાસગુપ્તાને પત્રથી પુછાવતા હતા.
આપણા બહુભાષી દેશમાં અનુવાદ દ્વારા જ ભારતીયતાની ખોજ કરી શકીએ અને એ જ રીતે ગુજરાતની અસ્મિતાનો અન્યને પરિચય આપી શકીએ. ગુજરાતી ભાષાના બહુ જૂજ ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ
અનુવાદપ્રવૃત્તિ
,
Page #49
--------------------------------------------------------------------------
________________
થયો અને એને પરિણામે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સર્જકોને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું નથી. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા અંગ્રેજીમાં ‘ઇન્ડિયન લિટરેચર’ અને હિંદીમાં ‘સમકાલીન ભારતીય સાહિત્ય' જેવાં કૈમાસિકોમાં ગુજરાતી સાહિત્યના ઘણા ઓછા અનુવાદ પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્ય પાસે ગુણવત્તા છે, પરંતુ અહીં સુધી આપણે પહોંચી શક્યા નથી તે હકીકત છે.
બંગાળી અને મરાઠી ભાષામાંથી આપણે ખોબે ખોબે સાહિત્ય લીધું, પરંતુ મરાઠી અને બંગાળી ભાષામાં આપણી કેટલી ઉત્તમ કૃતિઓ પહોંચી એ તપાસનો વિષય છે. માત્ર ઉદાહરણ તરીકે કહીએ તો રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ભારેલો અગ્નિ' કે કાકાસાહેબ કાલેલકરના નિબંધોના અનુવાદ પણ ત્યાં પહોંચી શક્યા નથી.
આ કામ કઈ રીતે થઈ શકે ? આને માટે પહેલું કાર્ય એ કરવાની જરૂર છે કે ગુજરાતી સાહિત્ય અને તેમાંય શિષ્ટ સાહિત્યના ઉત્તમ ગ્રંથોનો અનુવાદ કરવો જોઈએ. એવી ઉત્તમ કૃતિઓ શોધવી જોઈએ કે જેમાંથી ગુજરાતનો સ્વભાવ, માનસ અને ભાવના-જગતનું દર્શન થાય. જેમ શોકેસમાં ઉત્તમ ઘરેણાં મૂકવામાં આવે છે, એ રીતે ગુજરાતનું શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યમાં જે ઉત્તમ હોય તે અનુવાદ કરીને મૂકવું જોઈએ. જેમ કે ઉત્તર ગુજરાતના જનજીવનનો સાક્ષાત્કાર કરવા માટે ‘માનવીની ભવાઈ'નો કે સોરઠના વટવ્યવહાર અને ભાવનાજગતને દર્શાવવા માટે ‘સોરઠ તારાં, વહેતાં પાણીનો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ ઉપયોગી બને. આમ વગ વધારવા કે મૈત્રી માટે નહિ, પરંતુ ‘આટલું ગુજરાતની બહાર જવું જ જોઈએ” એવા ખ્યાલ સાથે અનુવાદકાર્ય થવું જોઈએ.
આવા અનુવાદકાર્યમાં સર્જકોએ વધુ રસ લેવો જોઈએ. વિખ્યાત રશિયન નવલિકાકાર અને નાટ્યલેખક એન્ટન ચેખોવ સર્જનકાર્ય સિવાયની પળોમાં અનુવાદ કાર્ય કરતા હતા. સવારથી સાંજ સુધી સર્જકમાં સર્જકતાનો ઉદ્રક હોતો નથી. એ તો થોડો સમય, તેનો ‘મૂડ’ હોય ત્યાં સુધી હોય છે. હવે
જ્યારે સર્જ કતા(ક્રિએટિવિટી)નો ગાળો ન હોય, ત્યારે તે અનુસર્જન કે અનુવાદ કરતો હોય છે. ઝવેરચંદ મેઘાણીનાં અનુસર્જનોમાં મૂળની વસ્તુને પકડીને તળ ભાષામાં થયેલી રજૂઆત આસ્વાદ્ય છે. ‘રવીન્દ્રવીણા' એ ઉચ્ચ
સાહિત્યિક નિસબત
સ્તરનો અનુવાદ ભલે ન હોય, પરંતુ ‘રવીન્દ્રવીણા'ને રવીન્દ્રનાથ જેટલી લોકપ્રિય કરી શક્યા નહીં, તેનાથી વધુ ઝવેરચંદ મેઘાણી આસ્વાદ્ય બનાવી શક્યા. મુખ્ય વાત મૂળ સર્જકના અંતરનો પડઘો અનુવાદમાં અનુભવાય તે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરના ભાષણનો અનુવાદ કરવાનું કામ ગાંધીજીએ બજાવ્યું હતું અને એમણે એનો મર્મ પામીને વાત કરી હતી. આમ અનુવાદક પાસે અન્ય ભાષાના મર્મને પકડવાની ક્ષમતા હોવી જોઈએ. ભાષાંતર કરતાં અનુવાદ મુશ્કેલ છે. ભાષાંતરમાં જે લખ્યું હોય તેનો અનુવાદ હોય, પરંતુ અનુવાદમાં તો મુળની પાછળ વધુ સૂક્ષ્મતાપૂર્વક જવાનું હોય છે.
દક્ષિણ ભારતમાં અંગ્રેજીના ઘણા અધ્યાપકોએ દક્ષિણ ભારતની ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા, જેથી આજે સમગ્ર દેશમાં દક્ષિણ ભારતના સર્જકો વિશેષ પ્રસિદ્ધ છે. દિગીશ મહેતાનું અહીં સ્મરણ થાય છે. પણ આવા ગુજરાતી સાહિત્યનો અનુવાદ કરનારા અંગ્રેજીના અધ્યાપકો આપણે ત્યાં કેટલા?
ખરેખર તો વ્યવસાયી ધોરણે અનુવાદકો તૈયાર કરવા જોઈએ. લેખક કે પ્રાધ્યાપકની જેમ અનુવાદક તરીકે કારકિર્દી ઘડી શકાય એવી શક્યતા સર્જવી જોઈએ. કન્નડ સાહિત્યકાર શ્રી યુ. આર. અનંતમૂર્તિએ તો કહ્યું હતું કે યુનિવર્સિટી અને સરકાર મળીને ચારેક વ્યક્તિને અન્ય રાજ્યોમાં મોકલે. તેઓ ત્યાંની ભાષા જાણે અને ત્યાં રહીને એની સંસ્કૃતિનો માહોલ સમજે કારણ કે એમણે માત્ર કૃતિનું ભાષાંતર કરવાનું નથી, પરંતુ એનું સાંસ્કૃતિક રૂપાંતર પણ આપવાનું છે અને આવા અનુવાદકોને સારું એવું પારિશ્રમિક પણ મળવું જોઈએ.
ભાષાશિક્ષણમાં અનુવાદનું પ્રશ્નપત્ર હોવું જોઈએ. શ્રી ઉમાશંકર જોશી કહેતા કે, એક ભાષા શીખે ન ચાલે આથી તેઓ સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ કોઈ પણ વિષય “એન્ટાયર’ લઈને વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય તે પસંદ કરતા નહીં. એકલું ગુજરાતી ન ચાલે કે એકલું અંગ્રેજી ન ચાલે. અનુવાદ એ તો એક ધરતીનો ધરુ ઉપાડીને બીજી ધરતીમાં રોપવા જેવું કામ છે. એ સાચું છે કે અસલ તે અસલ છે અને પ્રતિબિબ તે પ્રતિબિંબ છે. પરંતુ એવું પ્રતિબિબ ઝિલાવું જોઈએ કે જેથી મુળનો ખ્યાલ આવે.
અનુવાદપ્રવૃત્તિ
૮૬
Page #50
--------------------------------------------------------------------------
________________
દીપે અરુણું પરભાત
વળી ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલો અનુવાદ પણ અંગ્રેજી ભાષાના જ્ઞાતા પાસે સંપાદિત કરીને પ્રગટ કરવો જોઈએ, કારણ કે વર્તમાન સમયની અંગ્રેજી ભાષામાં એ અનુવાદ લખાયેલો હોય તો જ વાચકોને એ વધુ સુવાચ્ય લાગે છે. આપણે ત્યાં અનુવાદિત કૃતિઓની સમીક્ષા ભાગ્યે જ યોગ્ય રીતે થાય છે. મોટે ભાગે તો અનૂદિત પુસ્તકના કૃતિપરિચય પછી છેલ્લે લટકણિયા રૂપે અનુવાદકનો અનુવાદ કેવો છે, તેનો એકાદ-બે વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવે છે. હકીકતમાં અનુવાદિત કૃતિની સમીક્ષાની સાથોસાથ અનુવાદકે આમાં કેવી ઉપલબ્ધિ મેળવી છે. એની વાત પણ કરવી જોઈએ.
બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલ્હોએ પોર્ટુગીઝ ભાષામાં લખેલી ‘ધ એલ્લેમિસ્ટ' નવલકથા અંગ્રેજીમાં પ્રગટ થતાં એનું પચાસ ભાષાઓમાં ભાષાંતર થયું અને એ વિશ્વભરમાં જાણીતો થયો. અંતઃપ્રેરણાને વશ થઈને જે પોતાના ચિરસેવિત સ્વપ્નને સિદ્ધ કરવા સારુ નીકળી પડે છે તેને જીવનદેવતા અવશ્ય મદદ કરે છે એ વિચારને સુંદર રીતે ચરિતાર્થ કરતી આ પરીકથાને બહોળો વાચકવર્ગ સાંપડ્યો.
આપણા ઉત્તમ સાહિત્યને અન્ય પ્રદેશોમાં અને દેશોમાં પ્રચલિત કરવું હોય તો એનો અનુવાદ કરવાનું-કરાવવાનું કામ થવું જ જોઈએ. આપણે આપણા સર્જકોને ગુજરાતની બહાર જાણીતા કરી શક્યા નથી ત્યારે આ વિષયમાં ગંભીરપણે વિચારવું જોઈએ. ગુજરાતના વિદ્યાજગતે અને પરિષદ, અકાદેમી જેવી સાહિત્ય-સંસ્થાઓએ આ દિશામાં ઘણું કરવાનું બાકી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કલ્ચરલ ફૉરમ, ગાંધીનગર તેમ જ સહયોગી સંસ્થાઓના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન ભરાઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આનંદનો અનુભવ થાય છે.
ગાંધીનગર એની રાજકીય પ્રવૃત્તિથી વિશેષ જાણીતું છે, પરંતુ એને કારણે એની કેટલીક અન્ય વિશેષતાઓ ઢંકાઈ ગઈ છે. ગાંધીનગરમાં આવેલી ઉચ્ચ કક્ષાની કેળવણીની સંસ્થાઓ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીએ આ નગરને નવું રૂપ આપ્યું છે.
સાબરમતીના કિનારે ભારતીય નગર-આયોજકોએ તૈયાર કરેલું આધુનિક ભારતનું કદાચ પહેલું પાટનગર વિશ્વના એક અતિ હરિયાળા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે. અક્ષરધામ જેવી ધાર્મિક સંસ્થાઓ અહીં આવેલી છે. આ નગરના સમુચિત રાજકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક જેવાં ક્ષેત્રોના અને ખાસ તો સાહિત્યક્ષેત્રમાંના મહત્ત્વને ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનથી સવિશેષ પુષ્ટિ અને સમર્થન મળશે. આમ તો છેક ૧૯૭૭થી ગાંધીનગરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. ‘મિજલસ”, “બૃહસ્પતિ’ અને છેલ્લાં પાંચેક વર્ષથી ‘ગાંધીનગર સાહિત્ય સભા' દ્વારા ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અવિરત ચાલે છે. ૨૦૦૭ની ચોથી ડિસેમ્બરે ગાંધીનગરમાં અધિવેશન પૂર્વે શરૂ થયેલી ગ્રંથયાત્રામાં કુલ ૪૧ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે એ કેટલી મોટી આનંદની ઘટના છે.
દીપે અરૂણું પરભાત
સાહિત્યિક નિસબત
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉમરેઠની હાઇસ્કૂલના શિક્ષક રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૫ના એપ્રિલ મહિનામાં પહેલી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં આયોજન કર્યું. પિતાના ઘેર એકના એક લાડકવાયા પુત્રના લગ્નપ્રસંગે જેટલો હર્ષ અને ઉત્સાહ હોય એટલો હર્ષ અને ઉત્સાહ એ પહેલી ગુજરાતી પરિષદ વખતે રણજિતરામ વાવાભાઈને હતો, એવી નોંધ મળે છે. સૂરતી લાલ પાઘડી, લાંબો ચાઈના સિલ્કનો કોટ, કસબી દુપટ્ટે, ઝીણું ધોતિયું, મોજાં અને બૂટમાં સજ્જ રણજિતરામે એ સમયે નવાયુગના દ્રષ્ટા અને ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે એનું આયોજન કર્યું હતું. એમની ગુજરાતી સાહિત્ય પરિષદ યોજવાની વાત પર આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા સાક્ષરોએ ઠંડું પાણી રેડ્યું હતું, પરંતુ વીસમી સદીના વિચારક અને કર્મવીર એવા રણજિતરામ વાવાભાઈએ ‘ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય, વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય એ હેતુથી’ ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજ્યું.
કવિ ન્હાનાલાલે એમ કહ્યું છે કે “ગુજરાતમાં ઊજવાતી પ્રત્યેક સાક્ષરજયંતી એક રીતે રણજિતરામની સ્મરણજયંતી છે, પ્રત્યેક સાહિત્યસભા રણજિતરામનો યશસ્થંભ છે, સાહિત્યપરિષદની પ્રત્યેક બેઠક રણજિતરામનો કીર્તિયજ્ઞ છે.”
આ સમય યાદ આવે છે કે ૧૯૮૨ની ૨૬મી એપ્રિલે ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનના વિશાળ પ્રાંગણમાં શ્રી રઘુવીર ચૌધરી અને હું મંત્રી હતા ત્યારે રણજિતરામ વાવાભાઈના સુપુત્ર અને ભારતના રાષ્ટ્રીય નેતા શ્રી અશોક મહેતાની ઉપસ્થિતિમાં રણજિતરામની જન્મશતાબ્દીનો પ્રારંભ થયો હતો. તે સમયે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શકે’ કહ્યું હતું કે “ગુજરાતને તેનાં બધાં અંગોપાંગો સાથે નજરમાં રાખીને - તે ગુજરાત માટે રાતદિવસ ચિંતા સેવનારો રણજિતરામ સિવાય બીજો કોઈ માણસ થયો હોય એવું હું જાણતો નથી. એ તો આખા હિંદુસ્તાનનો અને દુનિયાનો માણસ કહેવાય.” રણજિતરામની ગુજરાતી સાહિત્ય પરિષદ વિશેની અને સાહિત્યિક નિસબત
૯૦
pulhikoot1 | T
50
ગુજરાતને બેઠું કરવાની એ ભાવનાનું સ્મરણ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાનની થોડી વાત કરીએ.
ગુજરાતી સાહિત્ય પરિષદના માંડવી જ્ઞાનસત્રમાં પ્રમુખપદની જવાબદારી સ્વીકાર્યા બાદ સહુનાં ઉષ્મા અને સહયોગને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ શકી છે. માંડવી જ્ઞાનસત્રથી ધરમપુરના સાહિત્યસત્ર સુધીની યાત્રા સંતોષકારક અને ગરિમાપૂર્ણ રહી. ભુજથી મુંબઈ સુધી અને લુણાવાડાથી ભાવનગર સુધીના પ્રદેશમાં વિવિધ સાહિત્યિક આયોજનો થતાં રહ્યાં. સાયલા, સુરેન્દ્રનગર, વડોદરા, જામનગર, રાજકોટ જેવાં શહેરોમાં પણ સાહિત્યિક કાર્યક્રમો થયા. પરિષદની નવોદિત સર્જકો સાથેના સંવાદની પ્રવૃત્તિ જુદાં જુદાં શહેરોમાં પ્રસરી અને એ સંદર્ભમાં કાર્યશિબિર પણ યોજાયો. સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વિશે મુંબઈમાં યોજાયેલો પરિસંવાદ યાદગાર બની રહ્યા. જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ, ‘આપણો સાહિત્યવારસો’ શ્રેણી અંતર્ગત વ્યાખ્યાનો તેમજ ‘પાક્ષિકી’ની ગોષ્ઠિઓ દ્વારા પણ સાહિત્યને
ઉપકારક એવી અનેક પ્રવૃત્તિઓથી આ સંસ્થા ધબકતી રહી છે. ભાષાસાહિત્યના સમ્યક્ શિક્ષણ માટે અધ્યાપન-સજ્જતા શિબિરનું આયોજન પણ આ સંસ્થાએ કર્યું. ગુજરાતના બસો જેટલા કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદગ્રંથ Beyond the Beaten Track પણ તૈયાર થયો છે.
ઘણાં વર્ષો બાદ પરિષદનું આર્થિક રીતે પ્રમાણમાં ઊજળું ચિત્ર જોવા મળ્યું અને પરિષદના સહુ હોદ્દેદારોએ એવા સંપ અને સહકારથી કાર્ય કર્યું કે સઘળી કાર્યવહી સર્વાનુમતે થઈ શકી. આ હોદ્દેદારોએ સમય આપવા ઉપરાંત પરિષદના કોઈ પણ કાર્યક્રમમાં વાહનખર્ચ તો લીધો નથી, પરંતુ પુરસ્કાર સુધ્ધાં લીધો નથી. પરિષદે એની વેબસાઇટ અને એના ગ્રંથાલયના આધુનિકીકરણનો મોટો વ્યાયામ આ ગાળામાં પૂર્ણ કર્યો છે. પરિષદની વેબસાઇટ દ્વારા એના ગ્રંથાલયનાં ૭૦ હજાર જેટલાં પુસ્તકોની માહિતી ઘેર બેઠાં ઉપલબ્ધ થશે, એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પરિષદની વેબસાઇટ દ્વારા બીજાં પુસ્તકાલયો સાથે જોડાવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે . એ જ રીતે દુર્લભ પુસ્તકો, હસ્તપ્રતો અને સામયિકોનું ડિજિટાઇઝેશન કરવાનો દીપે અરુણું પરભાત
૧
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચાર નક્કર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇન્ટરનેટ અને વેબસાઇટ જેવી આધુનિક ટેક્નૉલોજી દ્વારા પરિષદ વધુ પ્રજાભિમુખ બને તેવા પ્રયત્નો પણ થયા છે. છેલ્લાં સવા વર્ષના ગાળામાં એકસોથી વધુ કાર્યક્રમો, ચાલીસ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવાની સાથોસાથ સંવાદિતાની સાથે વિકાસ પણ ઠીક ઠીક સધાયો તેનો આનંદ છે. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજ૨ જેવી આધુનિક પદ્ધતિનો નવોદિતો માટેના કાર્યક્મમાં પ્રાયોગિક ઉપયોગ કર્યો અને વિશેષ તો અનેક સાહિત્યકારો અને સાહિત્યરસિકો વચ્ચે તથા નવોદિત સાહિત્યકારો સાથે સેતુ સાધવાની કોશિશ કરી.
દરિયાપાર વસતા ગુજરાતી સર્જકોના ડાયસ્પોરા સાહિત્યને પણ ઉચિત સ્થાન મળ્યું. લેખિકાઓના સર્જનને પ્રોત્સાહન આપવાના હેતુથી થયેલી એકાંકી-લેખનસ્પર્ધામાં ૪૪ જેટલી બહેનોએ ભાગ લીધો અને એમાંથી ત્રણ એકાંકીઓનાં મંચન થયાં તથા ૧૦ એકાંકીનું પઠન થયું એ એક યાદગાર ઘટના કહેવાય.
હજી ગુજરાતી સાહિત્ય પરિષદે માતૃભાષાને માટે ઘણું કરવાનું બાકી છે. સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સમૂહમાધ્યમોને કારણે ઊભો થયેલો ભાષાશુદ્ધિનો પ્રશ્ન જેવી બાબતો ચિંતા જન્માવે તેવી છે.
એ સાચું છે કે સંસ્થાઓ સર્જકનું સર્જન કરી શકતી નથી પરંતુ એની સર્જનાત્મકતાને પોષે એવું વાતાવરણ રચવાનું એનું કામ છે. ફ્રાંસની કાફેમાં જેમ સાહિત્યકારો એકઠા થતા હતા અને સાહિત્યચર્ચા ચાલતી હતી. થોડા સમય પૂર્વે અમદાવાદના ટાઉનહૉલના હેવમોરમાં પણ સાહિત્યકારો એકઠા થતા હતા એ જ રીતે પરિષદમાં પણ સમી સાંજે સહુ સાહિત્યકારો એકઠા થઈને ગોષ્ઠિ કરે એવું વાતાવરણ સર્જવાનું બાકી છે. સંશોધનની વાત કરીએ તો હજી આપણો મધ્યકાલીન ઇતિહાસ અધૂરો છે, કારણ કે હસ્તપ્રતમાં રહેલી વિપુલ સામગ્રીનું સંશોધન બાકી છે. હસ્તપ્રત વાંચીને સંપાદન કરી શકનારી વ્યક્તિઓ ગણીગાંઠી જ રહી છે. આ ક્ષેત્રમાં નવી શક્તિની શોધ કરવાની છે. અત્યારે ગુજરાતી ભાષા-સાહિત્યમાં થયેલા સંશોધનના વિકાસનો ઇતિહાસ આપણી પાસે નથી. ગુજરાતી ભાષાનું પોતાનું આગવું કહી
સાહિત્યિક નિસબત
૨
tahikool1 -
51
શકાય એવું વ્યાકરણ તૈયાર કરવાની જરૂર છે અને એ જ રીતે અંગ્રેજી શબ્દાવલિના ગુજરાતી ઉચ્ચારો નિર્ધારિત કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. આપણા ઢાળો અને દેશીઓ લુપ્ત થવા માંડ્યા છે. શહેરીકરણને પરિણામે લગ્નગીતો ભુલાઈ રહ્યાં છે. આ બધાંની જાળવણી એ આજની તાતી જરૂર છે. દલિત સાહિત્ય વિશે વિશેષ જાગૃતિની અને આદિવાસી સાહિત્યને પણ લુપ્ત થાય તે પૂર્વે કૅસેટમાં ઉતારી લેવાની જરૂર છે. આ દિશામાં ભગવાનદાસ પટેલે થોડુંક કામ કર્યું છે, પણ હજી ઘણા વિસ્તારો બાકી છે. એ જ સ્થિતિ આપણા બાળસાહિત્યની છે. બાળસાહિત્યમાં પ્રમાણમાં બહુ ઓછું કામ થાય છે અને એનું વિવેચન સાવ નહિવત્ થાય છે, જે કામ પરિષદે પૂર્વે કર્યું છે તેનો પુનર્વિચાર પણ થઈ શકે.
એક સમયે નગીનદાસ પારેખ જેવા વિદ્વાનો ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરતા હતા. આપણા દેશીહિસાબમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવાની જરૂર છે. જેમ કે, ‘ઉ’, ‘ઐ’, ‘ખ’, ‘શ’ માટે ઉતરડ, ઐરાવત, ખલ અને શકોરૂં શબ્દ આજના બાળકને સમજાતા હશે ખરા ? સમૂહમાધ્યમોમાં આવતા સાહિત્યના કાર્યક્રમો વિશે પરિષદ માર્ગદર્શન આપી શકે અને એ સંદર્ભે માધ્યમોને જવાબદારીપૂર્વક વર્તતા કરી શકે. મનોરંજનનો અર્થ એ નથી કે એમાં ક્યાંય મનોઘડતરને સ્થાન ન હોય. રંગભૂમિના ક્ષેત્રે હજી ઘણું કામ બાકી છે. શેરી-નાટકો થઈ રહ્યાં છે એના પ્રસારમાં પણ પરિષદ સહાયક બની શકે. જનસમૂહની વ્યાપક સાહિત્યરુચિના ઘડતરના સંદર્ભમાં હવે પછીના સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે ઘણી અપેક્ષા છે અને શ્રી રણજિતરામ વાવાભાઈએ સ્થાપેલી આ સંસ્થા એ સ્વપ્નોને સિદ્ધ કરવાનું સત્ત્વ અને શીલ પણ ધરાવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એની વિકાસગતિ જાળવી છે ને તેને સવિશેષ પરિણામલક્ષી બનાવવામાં પણ નોંધપાત્ર સયિતા દાખવી છે. તેથી એક ડગલું આગળ ભર્યું છે અને સાંપ્રત પરિસ્થિતિમાં ‘અરુણું પ્રભાત’નો અનુભવ થઈ રહ્યો છે.
મારા પ્રમુખકાળ દરમિયાન જે આકાંક્ષા પરિષદની પ્રવૃત્તિઓને વધુ જીવંત કરવાની રાખી હતી તે ઘણે અંશે સિદ્ધ થઈ હોય તેવો અનુભવ કરું છું. એ સિદ્ધ કરવામાં પરિષદના ઉપપ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષ, પરિષદના દીપે અરુણું પરભાત
૯૩
Page #53
--------------------------------------------------------------------------
________________
ko
કાર્યવાહક અને મધ્યસ્થ સમિતિના હોદ્દેદારોએ સતત પ્રેરક સહકાર આપ્યો છે. આ પ્રસંગે સહુ મિત્રોને ધન્યવાદ આપું છું. વળી જે સાહિત્યિક સંસ્થાઓ, યુનિવર્સિટીના ગુજરાતી વિભાગો, કૉલેજો વગેરેએ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગવંત બનાવવાના મારા પ્રયત્નોને ઉષ્માભર્યો સાથ આપ્યો તે માટે આભાર માનું છું. હવે આ નવી જવાબદારી શ્રી નારાયણભાઈ દેસાઈ જેવી સમર્થ પ્રતિભાને સોંપતાં ગૌરવની લાગણી અનુભવું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે અગાઉની જેમ આ પછી પણ સંલગ્ન રહીશ એ કહેવાની આવશ્યકતા નથી. અંતમાં સહુ સાહિત્યપ્રિય સ્વજનોનો હૃદયપૂર્વક પુનઃ પુનઃ આભાર માનું છું.
કુમારપાળ દેસાઈ : સાહિત્યસર્જન
| વિવેચન * હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના * શબ્દસંનિધિ * ભાવન-વિભાવન * આનંદઘન : જીવન અને કવન * શબ્દસમીપ
સંશોધન જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક * આનંદઘન : એક અધ્યયન * અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ મ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ * મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ * અબ હમ અમર ભયે * અબોલની આતમવાણી
ચરિત્ર
* લાલ ગુલાબ * મહામાનવ શાસ્ત્રી * અપંગનાં ઓજસ * વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ જ લાલા અમરનાથ * બાળકોના બુદ્ધિસાગરસૂરિજી * ભગવાન ઋષભદેવ * ફિરાક ગોરખપુરી * ભગવાન મલ્લિનાથ + આતમજ્ઞાની શ્રમણ કહાવે # ભગવાન મહાવીર # અંગૂઠે અમૃત વસે * શ્રી મહાવીર જીવનદર્શન * જિનશાસનની કીર્તિગાથા * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર * માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવન ચરિત્ર) * તીર્થંકર મહાવીર
બાલસાહિત્ય # વતન, તારાં રતન * ડાહ્યો ડમરો * કેડે કટારી, ખભે ઢાલ * બિરાદરી # મોતને હાથતાળી # મોતીની માળા * ઝબક દીવડી # હૈયું નાનું, હિંમત મોટી * પરાક્રમી રામ * રામ વનવાસ * સીતાહરણ * વીર હનુમાન * નાની ઉંમર, મોટું કામ * ભીમસેન * ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ * વહેતી વાતો * વાતોના વાળુ * લોખંડી દાદાજી # ઢોલ વાગે ઢમાઢમ * સાચના સિપાહી
ચિંતન * ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ * મોતીની ખેતી * માનવતાની મહેક * તૃષા અને તૃપ્તિ * ક્ષમાપના * શ્રદ્ધાંજલિ * જીવનનું અમૃત * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો * ઝાકળ બન્યું મોતી * સમરો મંત્ર ભલો નવકાર * ક્ષણનો સાક્ષાત્કાર પત્રકારત્વ : અખબારી લેખન નવલિકાસંગ્રહ : એકાન્ત કોલાહલ
સાહિત્યિક નિસબત
૯૪
Page #54
--------------------------------------------------------------------------
________________ સંપાદન * હૈમસ્મૃતિ * જયભિખ્ખની જૈન ધર્મકથાઓ 1-2 * નર્મદ : આજના સંદર્ભમાં * નવલિકા અંક (ગુજરાત ટાઇમ્સ) * ઓજસ દીઠાં આત્મબળનાં * રત્નત્રયીનાં અજવાળા * સામાયિક સૂત્ર - અર્થ સાથે (સંપાદન) શંખેશ્વર મહાતીર્થ : યશોભારતી * ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજય-વલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) * સાહિત્ય અને પત્રકારત્વ (સંપાદન) * આત્મવલ્લભ સ્મરણિકા (ગુજરાતી વિભાગનું સંપાદન) * બાલસાહિત્ય સંગોષ્ઠિ * પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું વિશ્વ ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું બાળસાહિત્ય * અદાવત વિનાની અદાલત (શ્રી ચં. ચી. મહેતાના રેડિયો રૂપકોનું સંપાદન) * એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.ચી.મહેતાએ કરેલો અનુવાદ) * હું પોતે (નારાયણ હેમચંદ્ર) * શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી સંપાદન અન્ય સાથે * શબ્દશ્રી * સવ્યસાચી સારસ્વત * સ્નેહ અને સૌહાર્દ * કવિ દુલા કાગ મૃતિગ્રંથ * આત્મવલ્લભ સ્મરણિકા * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભાગ 1-4 * જયભિખ્ખું સ્મૃતિગ્રંથ અનુવાદઃ નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) પ્રકીર્ણ : અબોલની આતમવાણી * અહિંસાની યાત્રા હિંદી પુસ્તકો * जिनशासन की कीर्तिगाथा * अपाहिज तन, अडिग मन * आनंदघन અંગ્રેજી પુસ્તકો * Glory of Jainism * Stories From Jainism * Essence of Jainism * The Value and Heritage of Jain Religion * Kshamapana * Role of Women in Jain Religion * Non-violence A Way of Life (Bhagvan Mahavir) * A Pinnacle of Spirituality * The Timeless Message of Bhagvan Mahavir * Vegetarianism * Tirthankar Mahavir * A Journey of Ahimsa * Our life in the context of five Anuvrats and Anekantwad * Influence of Jainism on Mahatma Gandhi