SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દીપે અરુણું પરભાત વળી ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલો અનુવાદ પણ અંગ્રેજી ભાષાના જ્ઞાતા પાસે સંપાદિત કરીને પ્રગટ કરવો જોઈએ, કારણ કે વર્તમાન સમયની અંગ્રેજી ભાષામાં એ અનુવાદ લખાયેલો હોય તો જ વાચકોને એ વધુ સુવાચ્ય લાગે છે. આપણે ત્યાં અનુવાદિત કૃતિઓની સમીક્ષા ભાગ્યે જ યોગ્ય રીતે થાય છે. મોટે ભાગે તો અનૂદિત પુસ્તકના કૃતિપરિચય પછી છેલ્લે લટકણિયા રૂપે અનુવાદકનો અનુવાદ કેવો છે, તેનો એકાદ-બે વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવે છે. હકીકતમાં અનુવાદિત કૃતિની સમીક્ષાની સાથોસાથ અનુવાદકે આમાં કેવી ઉપલબ્ધિ મેળવી છે. એની વાત પણ કરવી જોઈએ. બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલ્હોએ પોર્ટુગીઝ ભાષામાં લખેલી ‘ધ એલ્લેમિસ્ટ' નવલકથા અંગ્રેજીમાં પ્રગટ થતાં એનું પચાસ ભાષાઓમાં ભાષાંતર થયું અને એ વિશ્વભરમાં જાણીતો થયો. અંતઃપ્રેરણાને વશ થઈને જે પોતાના ચિરસેવિત સ્વપ્નને સિદ્ધ કરવા સારુ નીકળી પડે છે તેને જીવનદેવતા અવશ્ય મદદ કરે છે એ વિચારને સુંદર રીતે ચરિતાર્થ કરતી આ પરીકથાને બહોળો વાચકવર્ગ સાંપડ્યો. આપણા ઉત્તમ સાહિત્યને અન્ય પ્રદેશોમાં અને દેશોમાં પ્રચલિત કરવું હોય તો એનો અનુવાદ કરવાનું-કરાવવાનું કામ થવું જ જોઈએ. આપણે આપણા સર્જકોને ગુજરાતની બહાર જાણીતા કરી શક્યા નથી ત્યારે આ વિષયમાં ગંભીરપણે વિચારવું જોઈએ. ગુજરાતના વિદ્યાજગતે અને પરિષદ, અકાદેમી જેવી સાહિત્ય-સંસ્થાઓએ આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કલ્ચરલ ફૉરમ, ગાંધીનગર તેમ જ સહયોગી સંસ્થાઓના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન ભરાઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આનંદનો અનુભવ થાય છે. ગાંધીનગર એની રાજકીય પ્રવૃત્તિથી વિશેષ જાણીતું છે, પરંતુ એને કારણે એની કેટલીક અન્ય વિશેષતાઓ ઢંકાઈ ગઈ છે. ગાંધીનગરમાં આવેલી ઉચ્ચ કક્ષાની કેળવણીની સંસ્થાઓ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીએ આ નગરને નવું રૂપ આપ્યું છે. સાબરમતીના કિનારે ભારતીય નગર-આયોજકોએ તૈયાર કરેલું આધુનિક ભારતનું કદાચ પહેલું પાટનગર વિશ્વના એક અતિ હરિયાળા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે. અક્ષરધામ જેવી ધાર્મિક સંસ્થાઓ અહીં આવેલી છે. આ નગરના સમુચિત રાજકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક જેવાં ક્ષેત્રોના અને ખાસ તો સાહિત્યક્ષેત્રમાંના મહત્ત્વને ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનથી સવિશેષ પુષ્ટિ અને સમર્થન મળશે. આમ તો છેક ૧૯૭૭થી ગાંધીનગરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. ‘મિજલસ”, “બૃહસ્પતિ’ અને છેલ્લાં પાંચેક વર્ષથી ‘ગાંધીનગર સાહિત્ય સભા' દ્વારા ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અવિરત ચાલે છે. ૨૦૦૭ની ચોથી ડિસેમ્બરે ગાંધીનગરમાં અધિવેશન પૂર્વે શરૂ થયેલી ગ્રંથયાત્રામાં કુલ ૪૧ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે એ કેટલી મોટી આનંદની ઘટના છે. દીપે અરૂણું પરભાત સાહિત્યિક નિસબત
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy