SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જો સમાજ વિકસિત હશે, તો તેની ભાષા પણ વિકાસ પામેલી હશે. બે ભાષા મળે એટલે માત્ર શબ્દ અને અર્થ મળતા નથી, પણ બે પ્રજાની માનસસૃષ્ટિનો મેળાપ સધાય છે. બે સંસ્કૃતિઓનું મિલન થાય છે. આપણે ત્યાં યમુના, ગંગા અને સરસ્વતીના ત્રિવેણીસંગમની વાત છે. આંતરરાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રભાષા અને રાજ્યભાષા ત્રણેયનો મેળાપ થાય, ત્યારે આવું તીર્થ ઊભું થાય. જેમ ઓરવીલામાં એક વિશ્વનગરની કલ્પના કરી છે, તે રીતે વિશ્વભાષાના નગરની કલ્પના કરવી જોઈએ. આજે વિકસિત સમાજમાં અનુવાદનું ઘણું મહત્ત્વ છે. એક અર્થમાં કહીએ તો અન્ય ભાષા શીખવી તે એ ભાષાના માણસની નજીક જવા બરાબર છે. એક પ્રદેશની ભાષા સાથે બીજા પ્રદેશની ભાષા મળે, ત્યારે પ્રદેશ-પ્રદેશ વચ્ચે એક સેતુ સધાય છે. અનુવાદપ્રવૃત્તિ આવો ઘરોબો સર્જે છે. ભાષા એ જે તે માનવીના મગજની નોંધ અને એનું માનસવિશ્વ છે. ભાષાથી જ એ પ્રદેશ અને એના અંતરંગને જાણી શકાય છે અનુવાદક તૈભાષિક હોય તે અનિવાર્ય છે, પરંતુ એની સાથે એના સામાજિક અને સાંસ્કૃતિક ભેદને જાણવા જોઈએ. “કળશ” શબ્દનો ગુજરાતીમાં જુદો અર્થ થાય, જે લોટો શબ્દથી બતાવી શકાય નહિ. મયૂરવાહિની અને હંસવાહિની જેવા શબ્દોને યોગ્ય સંદર્ભમાં સમજાવવા જોઈએ. અનુવાદપ્રવૃત્તિ કરતી વખતે એના સાંસ્કૃતિક સંદર્ભને લક્ષમાં લેવાય તે જોવું જોઈએ. ભાષાને જાણો, તેથી ભાષા આવડે તે સાચું પણ ભાષાને જાણવી અને એનું સ્પંદન અનુભવવું તે જુદું છે. કાલિદાસના ‘શાકુંતલ'માં શકુંતલા દુષ્યતને ‘રક્ષ અવિનય’ કહે તે પરિસ્થિતિનો ખ્યાલ પશ્ચિમના વાચકને એની પાછળ શકુંતલાના ભાવવિશ્વનો ખ્યાલ ન આવે અથવા તો ‘સરસ્વતીચંદ્ર'માં માનચતુર ‘અલ્યા પલ્લુ !' કહે, તેને અનુવાદિત કરવું તે લોઢાના ચણા ચાવવા જેવું છે. આમ, ભાષા માત્ર વ્યાવહારિક સાધન સાથે ભાવનાત્મક સાધન વિશેષ છે. એ પરસ્પરને એકાકાર કરવાનું મહત્ત્વનું કામ કરે છે. આથી જ અનુવાદની પ્રવૃત્તિ વર્તમાન સંદર્ભમાં અતિ આવશ્યક છે. એનાથી તમે ભાષકની અંતઃસ્થિતિને અને એના અંતરાત્માને ઓળખી શકો છો. કોઈ પણ પ્રજાને ઓળખવા માટે માત્ર બાહ્ય બાબત પૂરતી નથી. જેમ માત્ર સાહિત્યિક નિસબત મકાનને ઓળખીએ તે પૂરતું નથી, તેમાં વસનારાને જાણવા જોઈએ. એ જ રીતે ભાષા દ્વારા તમે એની આંતરિક જાણકારી મેળવી શકો છો. એ દૃષ્ટિએ અનુવાદ એ માત્ર અભિવ્યક્તિ નથી. ફક્ત એક ભાષાની વાત બીજી ભાષામાં પ્રગટ કરે છે તેટલું જ નથી, પરંતુ એક માણસને બીજા માણસની લગોલગ લાવીને એ સંવાદનું માધ્યમ રચે છે. એક સેતુ બને છે. એના દ્વારા પ્રજાનો ‘આઉટરસ્કેચ” નહિ, પણ ‘ઇનરસ્કેચ' મળે છે. આ સંદર્ભમાં શ્રી ઉમાશંકર જોશીએ ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા કરેલા અનુવાદકાર્ય પર વિચાર કરવો જોઈએ. એમણે સાત મરાઠી કવિઓનાં કાવ્યોના ગુજરાતી અનુવાદ કરાવ્યાં. સ્કેન્ડિનેવિયન ભાષાની કવિતાના અનુવાદો પણ પ્રગટ કર્યા. અનુવાદ એ સંસ્કારવિનિમય અને વિચારનું માધ્યમ છે. અનુવાદથી ભાષાની ઉત્કંતિ થાય છે અને કેવળ વ્યવહાર નહિ, પણ એના દ્વારા ઊંચી વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાન પામી શકાય. અનુવાદ કરવાથી એક ભાષામાંથી બીજી ભાષામાં ગતિ થાય છે અને તેથી લાંબે ગાળે ચેતવિસ્તાર થાય છે . ઇંગ્લેન્ડની સંસ્કૃતિ જાણવા માટે શેક્સપિયરને જાણવો જોઈએ તેમ કાલે માર્ક્સ પણ કહ્યું છે. બંગાળના મધ્યમ અને ભદ્ર વર્ગના લોકોનું સમાજ જીવન જાણવા માટે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયથી બીજો કોઈ સર્જક કે વ્યક્તિ નહિ મળે. આ રીતે અનુવાદથી સમ્યગૂ સમજણનો વિસ્તાર થાય છે અને હૃદયનો વ્યાપ વધે છે. અનુવાદકે મૂળ લેખકને વધુ ને વધુ ન્યાય આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. અનુવાદમાં અનુવાદકનું શીલ પણ પ્રગટતું હોય છે. અનુવાદ ઊંચા હૃદયની સહૃદયતા વિના શક્ય નથી. નગીનદાસ પારેખ એક એક શબ્દને માટે શબ્દકોશો ઉથલાવતા અને એમાં ન મળે તો એ ભાષાના તજજ્ઞને વહેલી સવારે મળવા જતા. એ અર્થમાં અનુવાદ સત્યસાધના અને એની સાથોસાથ વિવેકની સાધના છે. ‘કાવ્યવિચારનો અનુવાદ કરતી વખતે તેઓ તેના લેખક સુરેન્દ્રનાથ દાસગુપ્તાને પત્રથી પુછાવતા હતા. આપણા બહુભાષી દેશમાં અનુવાદ દ્વારા જ ભારતીયતાની ખોજ કરી શકીએ અને એ જ રીતે ગુજરાતની અસ્મિતાનો અન્યને પરિચય આપી શકીએ. ગુજરાતી ભાષાના બહુ જૂજ ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ અનુવાદપ્રવૃત્તિ ,
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy