SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હેઠળ સતત સર્જન કરતા જાય છે – માત્ર પોતાની માતૃભાષા બોડોના પ્રેમને ખાતરે. સાહિત્ય અકાદમીના મંચ પર દેશની વિભિન્ન ભાષાના સર્જકોની મુલાકાત એ માટે આશ્ચર્યપ્રેરક બને કે આપણા દેશની અન્ય ભાષાઓ વિશે આપણે કેટલી નહીંવત્ માહિતી ધરાવીએ છીએ તેનું ભાન આપણને તેથી થતું હોય છે. આકાશવાણી પર પોતાનું નામ પહેલી વાર સાંભળ્યું, ત્યારે અતિરોમાંચ અનુભવ્યો. આ લેખકે ‘તુલુંગા' (પ્રેરણા) નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ગુવાહાટી શહેરના ધીરેન્દ્ર પરામાં આવેલી એક નાનકડી ખોલીમાં એના કમ્પોઝ અને પ્રૂફરીડિંગનું કામ થતું. સાપ્તાહિકમાં આવેલા સમાચારોને કારણે કેટલાક આતંકવાદીઓ ગુસ્સે ભરાયા અને ૧૯૯૦ની ૩જી ડિસેમ્બરે આ આતંકવાદીઓએ સાપ્તાહિક પ્રકાશનના કાર્યમાં મદદરૂપ એવા સોરગિયારિના સંબંધી અને દસમા ધોરણના વિદ્યાર્થી જાગેશ ઓઝીરની હત્યા કરી. આતંકવાદીઓના આ હુમલામાં વિતરણ-વિભાગના સહાયક શ્રી ગોબિદા બોરો ગંભીર રીતે ઘાયલ થયા. સોરગિયારિએ એમના સાપ્તાહિક સમાચારપત્ર ‘તુલુંગા'ના તંત્રીલેખોમાં આતંકવાદ-વિરોધી લેખો લખ્યા હતા અને નિર્દોષ લોકોની નિર્મમ હત્યા સામે અવાજ ઉઠાવ્યો હતો. એક આતંકવાદી ટોળી આ તંત્રીની હત્યા કરવા ચાહતી હતી. એમણે સાપ્તાહિક બંધ કરવા અથવા મોતને નિમંત્રવા કહ્યું. આ સંદર્ભમાં અસમ સરકારે સોરગિયારિ કે એના કુટુંબને કોઈ રક્ષણ પૂરું પાડ્યું નહીં. આતંકવાદીઓની ધમકી અને ક્યારેક હુમલા થવા છતાં ‘તુલુંગા'નું પ્રકાશન બંધ થયું નહીં. ‘તુલુંગા'ના પ્રકાશન દરમિયાન સોરગિયારિના જીવનમાં કેટલીક મૂલ્યવાન અને આનંદદાયક ક્ષણો આવી. એ સાપ્તાહિકની ખોલીમાં સાથીઓ સાથે રહેતો. ક્યારેક પુષ્કળ કામ હોય તો ભૂખને પણ ભૂલી જતો. આમાં જગેન્દ્ર ડીમરી એને ખભેખભો મિલાવીને સાથ આપતો હતો. જગેન્દ્ર દિલ્હી જોયું નહોતું એથી એક વાર દિલ્હી જોવાની ઇચ્છા પ્રગટ કરી હતી, પરંતુ એની અણધારી હત્યા થઈ. નવલિકાકાર, પત્રકાર અને સાહિત્યપ્રેમી જગેન્દ્રના હત્યારાને હજી અસમ સરકાર શોધી શકી નથી. પોતાની અકાદમી-પુરસ્કૃત નવલકથા ‘સાનમોખાંઆરિ લામાજ માં આ બોડો જનજીવનનું સૂક્ષ્મ વર્ણન સશક્ત ગદ્યશૈલીમાં આલેખાયું છે. બે કવિતાસંગ્રહ, બે વાર્તાસંગ્રહ, બે નવલકથા, અગ્રલેખોનો સંગ્રહ, ત્રણ અનુવાદિત કૃતિઓ અને એક નાટક લખનારા કાતિન્દ્ર સોરગિયારિ મોતના ઓથાર સાહિત્યિક નિસબત ભારતીય ભાષાનાં સર્જકો ૫૪
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy