Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 42
________________ ૨૦૦૬નું સરવૈયું ૨૦૦૬ના વર્ષને અમેરિકાના સાહિત્યપ્રેમીઓએ ઇયર ઓફ બાયોગ્રાફીઝ' તરીકે વર્ણવ્યું છે. વર્ષોથી જામેલું ‘ફિ• શન’નાં પુસ્તકોનું પ્રભુત્વ ઓછું થયું અને સંખ્યાબંધ ચરિત્રો પ્રગટ થયાં. આ ચરિત્રોમાં કવિઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અદાકારો, લશ્કરી શાસકો, સ્થપતિઓ અને હેવીવેઇટ મુક્કાબાજી વગેરે કરનારાઓનાં ચરિત્રો પણ છે. ચરિત્રનું અમેરિકાને એટલું ઘેલું લાગ્યું છે કે રહસ્યકથાના પ્રસિદ્ધ કલ્પિત પાત્ર શૈરલૉક હૉમ્સનું ચરિત્ર પણ પ્રગટ થયું છે ! આ સંદર્ભમાં ૨૦૦૬ના ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત પુસ્તકો જોવાનું મન થયું અને એ માટે પ્રવૃત્ત થતાં તુરત જ જણાયું કે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં બધાં પુસ્તકો કોઈ એક સ્થળે પ્રાપ્ય નથી; એટલું જ નહીં, એમની સમ ખાવા પૂરતી એક સંપૂર્ણ સૂચિ પણ પ્રાપ્ય નથી. આમ તો પ્રેસ અને મુદ્રક અધિનિયમ હેઠળ પ્રકાશકે જે પાંચ નકલો જમા કરાવવાની હોય છે, એમાંની એક નકલ ગૂજરાત વિદ્યાપીઠના કૉપીરાઇટ વિભાગને આપવાની હોય છે; પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે અહીં બધા પ્રકાશકો એમનાં પુસ્તકો મોકલતા નથી અને એને પરિણામે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોના આ અનામતસંગ્રહમાં ત્રીસેક ટકા જેટલાં પુસ્તકો મળતાં નથી. કોઈ અભ્યાસી કે સંશોધકને પોતાના વિષય કે સ્વરૂપનાં બધાં પુસ્તકો • યાંય એકસાથે ઉપલબ્ધ થતાં નથી. આ બાબતને ગંભીરતાથી લેવાની ધણી જરૂર છે. ૨૦૦૬ના વર્ષનાં ગુજરાતી ભાષાનાં કુલ ૧,૦૧૯ પુસ્તકો વયસ્કો માટે અને ૧૫૫ પુસ્તકો બાળકિશોર સાહિત્યનાં મળે છે એમ કુલ ૧,૧૭૪ પુસ્તકો છે. આ સૂચિમાં ૧૯૯ પુસ્તકો પુનર્મુદ્રિત છે અને ૧૦૦ પુસ્તકો અનૂદિત છે. એ દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષામાં નવાં ૮૭૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગૂજરાત વિદ્યાપીઠના કૉપીરાઇટ વિભાગમાં, સાહિત્ય પરિષદ અને અમદાવાદના સ્થાનિક પ્રકાશકો પાસેથી એકત્રિત કરેલી આ માહિતી જ છે. આથી પુસ્તકોની સંખ્યામાં હજી ૨૫ % પુસ્તકોની માહિતી છે. ખાનગી પ્રકાશકો અને અન્ય સંસ્થાઓનાં પુસ્તકો ઉપલબ્ધ નહિ હોવાથી તેઓની ગણના આમાં કરી નથી. આ વર્ષે ૧૦૫ જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે; પરંતુ હાલ ગઝલયુગ ચાલી રહેલો હોવાથી ૩૧ જેટલા ગઝલસંગ્રહો મળે છે. ૨૬ના સાહિત્યિક વિષયને લગતાં ૬૦૫ પુસ્તકો છે; જેમાં ૧૫૫ પુસ્તકો તો બાળસાહિત્યનાં છે. કાવ્યસંગ્રહો પછી બીજા ક્રમે નવલકથા ૭૭ અને નવલિકાસંગ્રહો ૫૯ મળે છે, સાહિત્યવિવેચનના ૭૬ જેટલા ગ્રંથો છે. ૪૧ જેટલા લલિતનિબંધસંગ્રહો, ૧૪ હાસ્ય અને ચંગનાં પુસ્તકો તેમજ સાહિત્યના પ્રકીર્ણ સ્વરૂપ-પ્રકારમાં સમાવેશ પામે તેવાં અન્ય ૪૬ પુસ્તકો મળે છે. | ગાંધીવિચારનો હાલ કંઈક વિશેષ પ્રભાવ અમુક વર્તુળોમાં જોવા મળે છે, પરંતુ એ વિષયક ૨૬ પુસ્તકોમાં મહદ્ અંશે તો પુનર્મુદ્રણ જોવા મળે છે. દિનકર જોશીનું ‘ચક્રથી ચરખા સુધી’, ગુણવંત શાહનું ‘ગાંધીનાં ચશ્માં’ અને નારાયણભાઈ દેસાઈનું આ વર્ષે પ્રગટ થયેલું ‘ગાંધીકથાગીત’ વિશેષ ધ્યાન ખેંચે છે. આમ ગાંધીવિચારની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે ચર્ચા કરતાં વિશેષ પુસ્તકોની અપેક્ષા સહેજે રહે છે. સાહિત્યવિવેચનનું ચિત્ર • જળું લાગે છે. આ સમયગાળામાં મીરાં, દયારામ, ધૂમકેતુ. જયંત ખત્રી, ખબરદાર, મરીઝ, રમેશ પારેખ, જીગર તથા કિશોર પારેખના સાહિત્યિક પ્રદાનને દર્શાવતા ગ્રંથો મળે છે. કવિતા, ગઝલ, દલિત-સંવેદના અને નારી-ચેતનાને આવરી લઈને થયેલાં વિવેચનો પ્રાપ્ત થાય છે. આછુંપાતળું થયેલું મધ્યકાલીન સાહિત્યનું વહેણ આ વર્ષે એ જ ગતિએ વહે છે. એના માત્ર પાંચ ગ્રંથો પ્રગટ થયા છે. બાળસાહિત્યના સર્જન સાઝિત્યિક નિસબત ૨૦૦૬નું સરવૈયું

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54