________________
સાહિત્યક્ષેત્રે આરોગ્યપ્રદ ને વિકાસપ્રેરક હવામાનનું નિર્માણ કરતા, આપણા મહત્ત્વના વિવિધ સાહિત્યિક વિવાદોને આવરી લઈ તેમની સાધકબાધક તત્ત્વચર્ચાનો નિષ્કર્ષ ૨જૂ કરતા એક મજબૂત સ્વાધ્યાયગ્રંથની આપણને પ્રતીક્ષા છે. આપણી એ પ્રતીક્ષા ફળે એવી સદ્ભાવના.
સંદર્ભ
૧. ‘ગુજરાત : એક સાંસ્કારિક વ્યક્તિ અને અન્ય આદિવચનો’, લે.
કનૈયાલાલ મુનશી, ભાગ પહેલો, પૃ. ૬૪ ૨. “મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી, સુદર્શન ગદ્યગુચ્છ-૪', સં. ધીરુભાઈ
ઠાકર, પૃ. ૪૬૩-૪૭૦ ૩. મનોમુકુર’, લે. નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા, ગ્રંથ-૧, પૃ. ૪૨૫ ૪. ‘સમસંવેદન', લે. ઉમાશંકર જોશી, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૨૯ ૫. ‘સમાલોચક', સં. રમણલાલ નીલકંઠ, પુસ્તક ૨૩, અંક ૬, વર્ષ ૧૯૧૮
ત્રિવેદીએ એક તબક્કે કંઈક વેદનાથી કહ્યું હતું, ‘મેં રોટલો માગ્યો ને પથરો આપ્યો.”
સુરેશ જોષીએ કરેલી ચર્ચાઓથી ગુજરાતી સાહિત્યમાં આધુનિક હવામાન બંધાય છે. સાહિત્યનો શુદ્ધ કલાપરક દૃષ્ટિએ વિચાર, પરંપરાપ્રાપ્ત સાહિત્યનું કડક પરીક્ષણ, મૂલ્યનિરપેક્ષતા, આકારવાદ અને આધુનિકતા, નૂતન પ્રયોગોની વિશેષતા દર્શાવીને એમણે કરેલી સાહિત્યિક ચર્ચાઓ ગુજરાતી સાહિત્યમાં સક્યિ વિધેયાત્મક આંદોલનો જગાવે છે. એમણે કરેલી સાહિત્યિક ચર્ચાઓ એમની આધુનિકતાની વિચારધારાને વિવિધ રીતે ઉપસાવી આપી છે. સાહિત્યના ક્ષેત્રે એમના સમયે જાગેલા વિવાદો અંતતોગત્વા નવી આબોહવાના સર્જનનું કારણ બને છે. ‘વૈષ્ણવજન' કાવ્યના કર્તુત્વ વિશે, રસાભાસ વિશે કે પછી પહેલું સૉનેટ કે પહેલું હાઈકુ કોણે લખ્યું એ વિશે પણ વિવાદ થયો. જોરાવરસિંહ જાદવના લોકસાહિત્યના પુસ્તક અંગે શ્રી કનુભાઈ જાની અને જયંત કોઠારીનું અવલોકન, મધુરાય અને ભરત નાયક વચ્ચે નાટક વિશેની ચર્ચા તથા કલાપીનાં કાવ્યો અંગે જયંત કોઠારી અને રમેશ શુક્લ વચ્ચેનો સાહિત્યિક વિવાદ પણ નોંધપાત્ર ગણાય અને અત્યારે વિચાર કરીએ તો જોડણી અંગેનો વિવાદ, સાહિત્યકારની કર્મશીલતા અંગેનો વિવાદ વગેરે પણ ધ્યાનમાં લેવા જોઈએ.
મણિલાલ, રમણભાઈ નીલકંઠ કે સુરેશ જોષીની સાહિત્યિક ચર્ચાના મૂળમાં અભ્યાસ હતો, એવા અભ્યાસપૂર્ણ વિવાદો આજે ઓછા જોવા મળે છે. વિદ્રોહાત્મક ને ખંડનાત્મક વૃત્તિ હોય અને ઉપરછલ્લું જ્ઞાન હોય, અને તેમ છતાં જો વિવાદોના મધપૂડા છંછેડવામાં આવે તો ડંખ ઝાઝા મળે ને મધ વિના ચલાવી લેવું પડે એવી દુર્દશા પેદા થાય.
આજની પરિસ્થિતિમાં તત્ત્વાભિનિવેશવાળા વિવાદો બહુ ઓછા મળે છે. સાહિત્યના ભાવિ અંગેની ઉદાસીનતા, ક્યાંક અભ્યાસદારિચ તો ક્યાંક સર્જક-વિવેચકની નિક્યિતા પણ નબળા વિવાદોના કારણ રૂપે હોઈ શકે. ઉત્તમ તત્ત્વાભિગમવાળા સંગીન સાહિત્યિક વિવાદોની ભૂમિકા પર નિર્ભર એવા, જીવન અને સાહિત્યપદાર્થનો સાચો રસ દાખવતા અને
સાહિત્યિક નિસબત
સાહિત્યિક વિવાદોનો મહિમા