________________
ગેયતા, ડોલન અને સંગીત સાથેના સંબંધ અંગે સારી એવી છણાવટ કરી. ન્હાનાલાલે ‘વસંતોત્સવમાં કરેલા અછાંદસના પ્રયોગ અંગે હાનાલાલ અને નરસિંહરાવ વિરુદ્ધ બળવંતરાય ઠાકોરે ચર્ચા કરી, જ્યારે બળવંતરાય ઠાકોર અને ખબરદાર વચ્ચે અગેય અર્થપ્રધાન કવિતા વિશે સારો એવો વિવાદ ચાલ્યો હતો.
આચાર્ય આનંદશંકર ધ્રુવનો સાહિત્યપ્રવેશ એક ચર્ચાપત્ર દ્વારા થયો. એમણે અદ્વૈતસિદ્ધાંતના પ્રકાશમાં પ્રાર્થનાસમાજના મોક્ષ સંબંધી સિદ્ધાંતની તર્કબદ્ધ કડક ટીકા કરી. આના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ “જ્ઞાનસુધા'માં ઉત્તર આપ્યો, જેનો આનંદશંકર ધ્રુવે આપેલો ઉત્તર ૧૮૯૨ના એપ્રિલમાં ‘સુદર્શન'માં મળે છે. મણિલાલ નભુભાઈના ‘સુદર્શન’ અને રમણભાઈ નીલકંઠના “જ્ઞાનસુધા' વચ્ચે જે સુદીર્ઘ વિવાદ ચાલ્યો તેનું બીજ આનંદશંકર ધ્રુવનાં આ ચર્ચાપત્રોમાં રહેલું છે. મણિલાલ નભુભાઈના ગ્રંથ ‘સિદ્ધાંતસાર'નું “જ્ઞાનસુધા'માં કાને પત્ર રૂપે કરેલું અવલોકન એ ગુજરાતમાં દૈત અને અદ્વૈત સિદ્ધાંતને અવલંબીને ચાલેલી રસિક ચર્ચા ગણાય. ૧૮૯૪ના માર્ચથી ડિસેમ્બર સુધી ‘જ્ઞાનસુધા'ના અંકોમાં ‘કાન્ત’ મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસાર' પુસ્તક પર પ્રકરણવાર કટાક્ષરૂપ પ્રહારો દ્વારા વેદાંતી વિચારસરણીની ટીકા કરે છે, પરંતુ એ પછી મણિલાલના મેળાપે કાન્તનું વિરોધી વલણ ઓગળી જાય છે અને તેઓ “જ્ઞાનસુધા'માં કાત્તાએ કાન્તને લખેલા પ્રત્યુત્તર રૂપે પોતાનું વિચાર-પરિવર્તન દર્શાવે છે તેનાથી પછી રમણભાઈને આધાત પણ લાગે છે.
રમણભાઈ નીલકંઠ અને મણિલાલ નભુભાઈ વચ્ચે સાહિત્ય ઉપરાંત સમાજ સુધારણા, કેળવણી અને અદ્વૈત સિદ્ધાંતને અનુલક્ષીને ચર્ચાઓ ચાલે છે. ગુજરાતી સાહિત્યમાં આવું વાદયુદ્ધ વિરલ છે. જિંદગીભરના ઉગ્ર મતભેદને કારણે બંનેને સહન પણ કરવું પડ્યું હતું, પરંતુ મણિલાલના અવસાન વખતે ૨મણભાઈ નીલકંઠે લખેલો શ્રદ્ધાંજલિલેખ એ એક ઉમદા પ્રતિપક્ષીની મણિલાલને અપાયેલી ભવ્ય અંજલિરૂપ છે. આ વિવાદોએ
શાસ્ત્રીય ચર્ચા અને તત્ત્વવિચાર માટે ગુજરાતી ભાષાને પલોટી આપી તે એનો સરવાળે થયેલો મહત્ત્વનો લાભ ગણાય.
કનૈયાલાલ મુનશીના સમયથી ગુજરાતી સાહિત્યમાં ‘કલાને ખાતર કલા'ની ચર્ચા ચાલે છે. આ વિષયમાં મહાત્મા ગાંધીની સાથે કનૈયાલાલ મુનશીને પ્રામાણિક મતભેદ હતો. ‘I follow the Mahatma’ એમ મુનશી કહેતા હતા, છતાં તેઓ એમનાથી ગૌરવભરી રીતે જુદા પડતા હતા. એમણે ગાંધીજી પ્રત્યેની માનવૃત્તિ જાળવી રાખીને પોતાના વિચારોમાં કશીય બાંધછોડ કરી નહીં. સાહિત્યિક વિવાદોમાં આવી સમતોલબુદ્ધિ અને સૂક્ષ્મ વિવેક જાળવવાં મુશ્કેલ છે, પણ મુનશી તે જાળવી શક્યા હતા.
ગાંધીજીના ‘કોસિયો સમજી શકે તેવી’ ભાષાના આગ્રહે અને ‘કલા જીવનની દાસી’ છે એવા વિચારે સાહિત્યજગતમાં ઘણો વિવાદ જગાવ્યો હતો. કાંતિલાલ વ્યાસના ભાષાશાસ્ત્રના પુસ્તકનું અવલોકન જ . એ. સંજાનાએ * ફાર્બસ ત્રૈમાસિક'માં પ્રગટ કર્યું અને જ. એ. સંજાનાએ ‘નમોસ્તુ તે વ્યાસવિશાલબુદ્ધદે' એમ કહીને કટાક્ષ પણ કર્યો હતો. સંજાનાનાં કેટલાંક અવલોકનોએ વિવાદ જગાવ્યો હતો. ‘કલમ અને કાગળ સાથે અડપલાં કરવાની ટેવ’ હોવાનું કહેતા જ, એ. સંજાનાએ મગનભાઈ ચતુરભાઈ પટેલના ‘શાકુંતલ'ના અનુવાદ વિશે અને પારસી ગુજરાતી અને સાક્ષરી ગુજરાતી વિશે ઘણી ચર્ચા કરી.
રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ખબરદાર વચ્ચે ‘પ્રસ્થાન' અને *કોલક'ના ‘માધુરી માં ચર્ચાપત્રો દ્વારા ઘણો લાંબો વિવાદ ચાલ્યો હતો. કવિ સુન્દરમ્ અને કોલક વચ્ચેનો વિવાદ જાણીતો છે. કોલકે ખબરદારનો પક્ષ લીધો હતો અને તેની સામે કવિ સુન્દરમે જવાબ આપ્યો હતો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમ લખ્યું કે આધુનિક કવિતાનું તત્ત્વ સમજતા નથી. તેથી સુરેશ જોષીએ ઊહાપોહ શરૂ કર્યો હતો. ઉમાશંકર જોશીએ આધુનિકોનો પક્ષ લીધો હતો અને તેને પરિણામે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જોશી વચ્ચે વિવાદ ઊભો થયો હતો, પરંતુ ઉમાશંકરભાઈએ કુશળતાથી એ વિવાદને રચનાત્મક દિશામાં વાળી લીધો હતો. આ પ્રસંગ વિશે વિષ્ણુપ્રસાદ
સાહિત્યિક નિસબત
સાહિત્યિક વિવાદોનો મહિમા
39
૯