________________
સાહિત્યિક વિવાદોનો મહિમા
અચેબેએ યુવા આફ્રિકન લેખકોને પ્રોત્સાહન આપવા માટે ‘રાઇટર્સ સિરીઝ' દ્વારા એણે કેટલાય સર્જકોની કૃતિઓ પ્રકાશિત કરી. નવલેખકોના લેખનનું એક સામયિક પ્રગટ કર્યું અને દેશ-વિદેશમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૯૦માં મોટર-અકસ્માતને કારણે કમરથી નીચેના ભાગમાં પક્ષાઘાત પામેલા ૭૬ વર્ષના ચીનુઆ અચેબે અત્યારે ન્યૂયૉર્કની બાર્ડ કૉલેજમાં ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કાર્યરત છે.
નોબેલ પારિતોષિક મેળવનારા નાઇજિરિયાના વૉલા સોઇન્કા અને દક્ષિણ આફ્રિકાના નાદિને ગોર્ડિમેયરને કઈ રીતે ભૂલી શકાય ? ઘાનાના આમા અતા ઐડૂ, તાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુનાહ, મોઝામ્બિકના લુઇસ બર્નાડ હોવાના, કેનિયાના રિયોનાર્ડ ટિબેરા, ઝિમ્બાબ્લેના ડાબુઝો મર્ચીરા અને કેન્યાના વિખ્યાત ગુગી વા થિયોંગે, સેનેગલના સેમ્પને ઓસ્મને અને સુદાનના તાયબ સલીહનાં સર્જનો આજે સાહિત્યજગતમાં ધ્યાનાર્હ બન્યાં છે અને આ સર્જકોનાં આંતરસંચલનો, પરંપરાગત મૂલ્યમાળખામાં આવતાં પરિવર્તનો, દારુણકરુણ બાહ્ય પરિસ્થિતિ વિશેના આક્રોશ અને પ્રજાકીય વેદનાને અભિવ્યક્ત કરવાની મથામણો સાહિત્યરસિકોને માટે આસ્વાદક બની રહી છે.
સાહિત્યિક વિવાદો વિશે થોડી વાત કરીએ. આવા વિવાદો સાહિત્યિક વાતાવરણ સર્જતા હોય છે અને એમાંથી જ વૈચારિક આબોહવાનું નિર્માણ થતું હોય છે. એક અર્થમાં સાહિત્યિક વિવાદ એ સત્યની ઉપાસનાનો જ એક પ્રકાર છે. અર્ધસત્ય કે અસત્યની આજુબાજુ જામેલાં જાળાંને ભેદવા માટે આવો વિવાદ જરૂરી બને છે. સાહિત્યના હાર્દમાં રહેલા તત્ત્વને સમજવાની સુવિધા ઊભી કરનારા વિવાદોને આવકારવા જોઈએ. કોઈનીયે શેહમાં તણાયા વિના સાચું લાગ્યું હોય તે કહેવું અને તે અન્યને પ્રતીતિકર થાય તે રીતે સિદ્ધ કરી બતાવવું જરૂરી છે. જે તે વિષયની સ્પષ્ટતા માટે, એની તત્ત્વસિદ્ધિ માટે, એનાં વ્યાપ અને ઊંડાણનો તાગ મેળવવા ઉપકારક થતા વિવાદો જ્ઞાન-વિજ્ઞાનના ઉત્કર્ષમાં ઉપકારક થતા હોય છે .
સંસ્કૃતમાં કહેવાયું છે : ‘વારે વારે ગાયતે તત્તવો /' – એ તત્ત્વબોધ કરાવતા સાહિત્યિક વિવાદો દીર્ધકાલીન છાપ મૂકી જાય છે. હા, એ પણ એટલું જ સાચું છે કે અંગત રાગદ્વેષને પોષવા માટે કે પોતાનો જુદો ચોકો બનાવીને એકપક્ષી સમર્થન માટે થતો વિવાદ લાંબે ગાળે કશી સાહિત્યિક મુદ્રા છોડી જતો નથી. સાહિત્યિક વિવાદની પાછળ સત્ય કે સત્ત્વની ઉપાસના ન હોય તો થોડા સમયમાં એ બુબુદ રૂપે ફૂટી જાય છે. અમુક વ્યક્તિ, ‘સ્કૂલ’ કે સંસ્થાવિરોધી લખવું એવા પાકા ઇરાદાથી થતો વિવાદ ક્લક્ષિતતા સિવાય બીજું કશું સર્જતો નથી. સાહિત્યિક વિવાદનો પાયો તત્ત્વાવલંબી હોવો જોઈએ અને એની
સાહિત્યિક વિવાદોનો મહિમા
સાહિત્યિક નિસબત