________________
ગયેલા શક્તિશાળી સર્જકને એક દિવસ એના વળતર રૂપે નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક ચૂકવવામાં આવશે. ઈ. સ. ૨૦૦૧માં નાઇપોલને નોબેલ પારિતોષિક મળ્યું.
બારેક માનદ ડૉક્ટરેટ મેળવનાર, અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ નવલકથા સર્જનાર અને વીસમી સદીમાં ખૂબ વંચાયેલા અચેબેને નોબેલ પારિતોષિક મળવું જોઈએ એવું છેલ્લાં કેટલાંય વર્ષોથી માનવામાં આવે છે, જો કે આ પૂર્વે ૨૦૦૪માં નાઇજિરિયાની સરકારે દેશના ઉચ્ચ ખિતાબોમાંનો બીજા ક્રમનો ખિતાબ ‘કમાન્ડર ઑફ ફેડરલ રિપબ્લિક આપવાનું જાહેર કર્યું હતું, ત્યારે પોતાના દેશની દુર્દશા કરનાર સરકાર પાસેથી આવો ખિતાબ સ્વીકારવાનો અચંબેએ ઇન્કાર કર્યો હતો.
અબેએ વીસ પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાં નવલકથા, નવલિકા-સંગ્રહ, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. પ્રથમ નવલકથા 'Things Fall Apart' (૧૯૫૮)થી એ આધુનિક આફ્રિકી સાહિત્યના પિતા તરીકે પ્રસિદ્ધ થયા. પશ્ચિમી સાહિત્યના નવલકથાના સ્વરૂપનો રોપ આફ્રિકાની સાહિત્યસૃષ્ટિમાં ઉગાડનાર તરીકે એમને પોંખવામાં આવ્યા, પરંતુ એથીય વિશેષ તો સમકાલીન વાસ્તવ અને નૂતન સમાજના પ્રાગટ્યની અભિવ્યક્તિ માટે નવા તેજે ઘડ્યા શબ્દો અને નવીન સ્વરૂપો શોધતા સર્જકોના અચેબે પથપ્રદર્શક બની ગયા. નાઇજિરિયાના સાહિત્યમાં આમોસ ટુટુહોલાની રોમાંચક લોકકથાઓ અને સીપિયન એક્વાન્સીની મનોરંજક શહેરી કથાઓનું પ્રભુત્વ હતું, તે સમયે અબેએ નવલકથાસર્જન કરીને નવીન સાહિત્યક્ષિતિજ ઉઘાડી આપી. આફ્રિકી સાહિત્યને સામાજિક અને ચૈતસિક વિશ્લેષણની ગંભીર ભૂમિકાએ મૂકી દીધું. આ પ્રથમ નવલકથામાં સામ્રાજ્યવાદના ઉષ:કાળમાં ઇબો સમાજનાં પરંપરાગત મૂલ્યો સાથે જોડાયેલા ઓકૉક્વો નામના કુશળ કુસ્તીબાજ અને શક્તિશાળી યોદ્ધાની આ સંવેદનશીલ કરુણ કથા છે. માનસિક સમજ અને બદલાતી પરિસ્થિતિ સ્વીકારવાનો ઇન્કાર એના જીવનને કરુણતમ બનાવે છે. અત્યારસુધીમાં આ નવલકથાની એંસી
લાખ નકલો વેચાઈ છે અને પિસ્તાલીસ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એનું નાટ્યરૂપાંતર, ફિલ્મરૂપાંતર અને ટી.વી. રૂપાંતર પણ થયું છે.
ઉપલક નજરે માત્ર આફ્રિકી પાઠકો માટે જણાતી આ નવલકથાનું સૂક્ષ્મ મનોવિશ્લેષણ સર્વ દેશના ભાવકોને સ્પર્શે છે. ૧૯૬૦માં ‘નો લૉગર ઍટ ઇજ' અને ૧૯૬૪માં ‘ઍરો ઑફ ગૉડ' જેવી નવલકથાઓ દ્વારા અચેબે સાંસ્કૃતિક-સંઘર્ષ દર્શાવે છે, તો ૧૯૬૬માં લખેલી ‘એ મેન
ઑફ ધ પીપલ'માં નાઇજિરિયાના રાજ્ય કક્નોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું નિર્ભીક આલેખન છે. આ પુસ્તકના પ્રકાશન બાદ નાઇજિરિયામાં સત્તાપલટો થયો અને કેટલાકે એવી ખોટી શંકા પણ કરી હતી કે આ સત્તાપલટા પાછળ અચેબેનો હાથ છે.
અચેબેની અન્ય જાણીતી નવલકથા ‘Anthills of The Savannah'માં એણે ત્રણ બાલગોઠિયાની વાત લખી છે, એમાંના એકને સત્તાનો એવો નશો ચઢ્યો છે કે એ દેશના આજીવન પ્રમુખ થવાની ઘેલછા ધરાવે છે. સરમુખત્યારવૃત્તિ ધરાવતા માનવીની આ પતનકથા છે.
કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અએબેનું કથાવસ્તુ પરિવર્તન પામતું રહ્યું છે. આ સતત વિકસતો સર્જક છે અને પોતાની ઇબો સંસ્કૃતિના મર્મને પ્રગટ કરવા આતુર છે. એની પ્રારંભિક નવલકથાઓ ‘કિંગ્સ ક્લ એપાર્ટ’ અને ‘ઍ ઑફ ધ ગૉડ'માં સામ્રાજ્યવાદના પ્રારંભકાળના નાઇજિરિયાની કથા છે. ‘નો લૉગર ઍટ ઇઝ 'માં આધુનિકતા અને આધુનિકતા તરફના પ્રતિભાવનું આલેખન છે. ‘એ મૅન ઑફ ધ પીપલમાં નાઇજિરિયાની લોકશાહી સરકારના ભાવિનું વિષયવસ્તુ છે.
જ્યારે ‘ગર્લ્સ ઍટ વૉર ઍન્ડ અધર સ્ટોરિઝ' (૧૯૭૩) વાર્તાસંગ્રહમાં લશ્કરી સરમુખત્યારશાહીની ઘટનાઓ વર્ણવી છે. ‘ધ ટ્રબલ વિથ નાઇજિરિયા'માં આફ્રિકન શાસકોની કર્તવ્યભ્રતા વિશેની રાજકીય સમીક્ષા છે, તો ‘એનથિલ્સ ઑફ ધ સોવન્નાહ’માં આફ્રિકન રાજ કીય વ્યવસ્થા વિશે ક્યાંક આશાવાદ તો ક્યાંક કટુતા જોવા મળે છે. પ્રબળ સર્જનક્ષમતા ધરાવતી આ લેખકની પ્રત્યેક કૃતિ સાહજિક અને રોમાંચક લાગે છે.
સાહિત્યિક નિસબત
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ