________________
આથી અચેબેની નવલકથાઓમાં ઇબો જાતિની તળસુગંધની સાથોસાથ આસપાસની પરિસ્થિતિ અંગેનો નિર્ભીક અને વાસ્તવિક અનુભવ આલેખાયો છે. વિશ્વવ્યાપી શોષણ સામે અચેબેએ પોતાના સર્જન દ્વારા બુલંદ અવાજ ઊભો કર્યો છે. પોતાની જાતને ‘રાજકીય લેખક તરીકે ઓળખાવતાં એ લેશમાત્ર સંકોચ પામતા નથી, પરંતુ એમને મન રાજ કારણ એટલે જાતિગત અને સાંસ્કૃતિક સીમાડા ભૂંસીને વૈશ્વિક માનવસંવાદની રચના ઇચ્છતું અને માનવ-માનવ વચ્ચે કલ્યાણની ભાવના જગાવતું માધ્યમ. આ છે એમની રાજ કારણની વ્યાખ્યા. આવી વિભાવનાને પરિણામે અચેબે શોષણ, અત્યાચાર, સરમુખત્યારશાહીથી મુક્ત એવા સમાજ માટે સર્જનથી અને સમય આવે સક્રિયતાથી કાર્ય કરે છે.
શ્વેત પ્રજાની ગુલામીમાંથી મુક્ત થયા બાદ આફ્રિકા હમવતન શાસકોની સરમુખત્યારશાહીની ચુંગાલમાં ફસાઈ ગયું. આ શાસકોને સૌથી વધુ ભય સર્જકોનો હોવાથી એમણે સર્જકો પર અમાનુષી ત્રાસ વર્તાવ્યો, કારાવાસમાં ગોંધી રાખ્યા. કોઈને નજરકેદ કર્યા, આથી ઘણા સર્જકોને દેશવટો ભોગવવો પડ્યો. સ્વયં ચીનુઆ અચેબે પર લશ્કરી શાસનના દમન અને જુલમનો ભય ઝળુંબતો હોવાથી એણે પોતાના પરિવારને નાઇજિરિયાનાં દૂરનાં સ્થળોમાં છુપાવી રાખ્યું. પોતે યુરોપમાં આવીને વસ્યો. એ સમયે નાઇજિરિયાના આંતરયુદ્ધમાં ઇબો જાતિના ૩૦ હજાર લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગૃહયુદ્ધના સમયે તો ચીનુઆ અચેબ અગ્રણી નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા પામી ચૂક્યા હતા, પરંતુ રાષ્ટ્રમાં ચાલતા માનવતાવિહોણા, કૂર સંહારે એમને અતિ વ્યથિત કરી નાખ્યા. અબેએ તાગ મેળવ્યો કે રાજકીય દૃષ્ટિએ યુરોપ ભલે વ્યુહાત્મક રીતે આ દેશમાંથી અલિપ્ત થયું હોવાનો દેખાવ કરે, પરંતુ દેશ પર આર્થિક રીતે એના ભરડાની ભીંસ વધી રહી છે. નાઇજિરિયાના નેતાઓ આ વાસ્તવિકતા જોઈ કે સાંભળી શકતા નથી, કારણ કે તેઓ નેતા નથી, માત્ર કઠપૂતળી છે. આવી ક્ષુબ્ધ પરિસ્થિતિને લીધે અચેબે બે દાયકા સુધી સુદીર્ઘ એકાગ્રતાનો તકાજો રાખતી નવલકથા લખી શક્યા નહીં. માત્ર વિષાદગ્રસ્ત પરિસ્થિતિને સમજાવતી
તીવ્ર વેદના-સંવેદનાઓવાળી કવિતાઓનું સર્જન કર્યું. એમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા અને નવલિકા બાળવાર્તાઓનું સર્જન થયું. એ પછી નાઇજિરિયાથી સ્વતંત્ર થયેલા બિયાફ્રાનના રાજ દૂત બનેલા અચેબેએ વિશ્વભ્રમણ કરીને ભૂખને કારણે મૃત્યુ પામતાં અને સામૂહિક હત્યાકાંડનો ભોગ બનેલાં નાઇજિરિયાનાં બાળકોની વેદનાને વિશ્વસ્તરે વાચા આપી. અખબારો અને સામયિકોમાં આ વિશે લેખો લખીને એમણે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિથી વિમુખ વિશ્વને એનાથી સન્મુખ કરીને આવાં બાળકોને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું.
આફ્રિકાના વર્તમાન સર્જકોએ શ્વેત પ્રજાની રાજકીય ગુલામીની સાથોસાથ એમની માનસિક ગુલામી સ્વીકારવાનો ધરાર ઇન્કાર કર્યો છે. આ પરિસ્થિતિ અંગે પોતાના લેખનથી આફ્રિકી લોકસમૂહને જાગ્રત કર્યો છે. જોસેફ કોનરાડની ‘હાર્ટ ઑફ ડાર્કનેસ' નવલકથામાં આફ્રિકનોને ક્રૂર, જંગલી અને માનવતાવિહોણા આલેખવામાં આવ્યા છે. નિશાળના અભ્યાસકાળ સમયે આ કૃતિ અચેબેને પસંદ હતી, પરંતુ ૧૯૪૭માં સ્નાતક થયા પછી અને પોતાની પ્રજાનાં હાડ અને હૈયાંને ઓળખ્યા બાદ અચેબએ આ લેખકની રંગભેદભરી દૃષ્ટિની આકરી ટીકા કરી. અચેબનું એ કૃતિ-વિવેચન વિશ્વના વર્ગખંડોમાં વિવાદ, ચર્ચા અને ઊહાપોહ જગાવી ગયું. યુરોપિયનો અને પશ્ચિમ તરફી બૌદ્ધિકોએ આફ્રિકા અને આફ્રિી પ્રજા વિશે આપેલા અને લખેલા પૂર્વગ્રહયુક્ત, તથ્યવિહોણા અને રંગભેદજનિત અભિપ્રાયો અંગે પ્રબળ વિરોધ કર્યો. પશ્ચિમી સભ્યતામાં ઊંડે સુધી ઘર કરી ગયેલા રંગભેદને અબેએ ખુલ્લો પાડ્યો.
આફ્રિકન પ્રજાનો ઉત્તમ સર્જક અને વિશ્વભરના મૂક અને દલિત લોકોના સન્માન માટે મથતો અચેબે નોબેલ પારિતોષિક મેળવી શક્યો નથી એનું એક કારણ પશ્ચિમવિરોધી અભિપ્રાયો હોવાનું કેટલાક માને છે. આલ્બર્ટ શ્વાઇડ્ઝરની ‘આફ્રિકન દર્દીઓ કરતાં શ્વેત પ્રજાસમૂહ ચડિયાતો' હોવાની માન્યતાની અબેએ ટીકા કરી. ૧૯૮૫માં વી. એસ. નાઇપોલની ટીકા કરતાં કહ્યું કે પોતાની જાતે પશ્ચિમને વેચાઈ
પ્રજાકીય વેદનાની અભિવ્યક્તિ
સાહિત્યિક નિસબત
34